અત્યારે શિયાળાની મોસમ ચાલે છે અને ઠંડી જોર પકડી રહી છે. આવી મોસમમાં બરફીલા વિસ્તારોમાં ફરવા જવાનું કોને ન ગમે. પણ ત્યાં જતી વખતે કેટલીક તકેદારી લેવી જરૂરી છે. ફર્સ્ટ એઈડ કિટ સાથે જ રાખવી. શરીરનો ઘણો ખરો ભાગ ઢાંકીને રાખવો અને સન સ્ક્રીન લોશન કાયમ સાથે રાખવું. ડબલ વસ્ત્રો પહેરવા અને એની ઉપર વોટરપ્રૂફ જેકેટ પહેરવું જેથી હિમવર્ષાનો આનંદ માણતી વખતે અંદરના કપડાં ભીનાં ન થાય. ટોપી અને નેકગાર્ડ પહેરવા. નાકને પણ નેકગાર્ડ કે મફલર વડે કવર કરવુંં. તંગ કપડાં ન પહેરવા. સવાર-બપોરે કાળા ચશ્મા પહેરવા જેથી સૂરજના તડકામાં ચમકતા બરફથી આંખોને હાનિ ન પહોંચે. બરફમાં સ્કીઈંગ કરતી વખતે હેલમેટ ખાસ પહેરવી.