ડૉક્યુમેન્ટ ફાઉન્ડેશને આ વર્ષે તેની બીજી મોટી રિલીઝ પ્રાપ્ય હોવાનું જાહેર કર્યું છે. તે છે લિબ્રે ઑફિસ ફ્રેશ ૬.૧. તેમાં વિસ્તારેલું એડિટિંગ ઑન ડેસ્કટૉપ, ક્લાઉડ અને મોબાઇલ પ્લેટફૉર્મ છે. તેનું સૌથી અગત્યની વિશેષતા નૉટબુકબાર છે. તે સુધારેલું પ્રયોગશીલ વપરાશકાર ઇન્ટરફેસ વિકલ્પ છે જે માઇક્રૉસૉફ્ટ ઑફિસ વપરાશકારોમાં લોકપ્રિય રિબન ઇન્ટરફેસ જેવું છે.
વિકાસકારોને નવી મોટી રિલિઝમાં પૂર્ણ રીતે સુધારેલું રિબન જેવું ઇન્ટરફેસ જાહેર કરવા આશા છે.
નવી રિલીઝથી લિબ્રે ઑફિસને પહેલેથી અપનાવનારા અને પાવર યુઝરોને લક્ષ્ય કરવાનો ઈરાદો છે. શરૂઆતમાં અપનાવનારા મોટા ભાગે વ્યક્તિગત વપરાશકારો છે. પાવર યુઝરો એ છે જેઓ ઑપન સૉર્સ ઑફિસ સૂટનું ઉદ્યોગોમાં લગાવવામાં ભાગ લઈ રહ્યા છે.
૬.૧ રિલીઝ એ લિબ્રેઑફિસ માટે નવા વિકાસ ચક્રની શરૂઆત છે. ઑફિસ પ્રૉડક્ટિવિટી સૂટમાં ચાર ભાગનું વિકાસચક્ર થયું છે જેમાં વર્ઝન ૩xમાં શરૂઆત કૉડ ક્લિનિંગથી થઈ હતી. વર્ઝન 4xમાં કૉડ રિફેક્ટરિંગ સાથે આ કામ ચાલુ રહ્યું હતું. વર્ઝન 5xમાં યુઝર ઇન્ટરફેસ સુધારાયું હતું અને હાલની રિલીઝમાં પ્રૉડક્ટિવિટી વધારવામાં આવી છે.
તે ડૉક્યુમેન્ટ લિબરેશન પ્રૉજેક્ટમાંથી ડૉક્યુમેન્ટ કન્વર્ઝન લાઇબ્રેરી સાથે બનાવાયું છે.
કૉડ પ્રદાનકર્તાઓના વિશાળ સમુદાય દ્વારા નવી વિશેષતાઓ વિકસાવવામાં આવી છે. ૭૨ ટકા લોકો વિકાસકારો છે જેમને કંપનીઓએ કામ પર રાખ્યા છે. તેમાં કૉલાબૉરા, રેડ હેટ અને સીઆઈબી સૉફ્ટવેર તેમજ અન્ય પ્રદાનકર્તાઓનો સમાવેશ થાય છે.
ટોચની નવી વિશેષતાઓમાં બે નવા આઈકૉન સ્ટાઇલ અને બદલાયેલી ઇમેજ હેન્ડલિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. પાંચ ઑફિસ મૉડ્યુલ વચ્ચે સાતત્ય માટે વિશેષતાઓને એકરૂપ કરવા માટે ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે.
ક્રાસા જાગા એ નવું આઇકૉન સ્ટાઇલ છે જે લિનક્સ ફૉન્ટ સ્ટાઇલની જગ્યાએ છે. કૉલિબ્રે આઇકૉન સ્ટાઇલની ડિઝાઇન એ રીતે બનાવવામાં આવી છે જેથી વિન્ડૉઝ ૧૦ જેવો દેખાવ અને અનુભૂતિ આવે. તે માઇક્રૉસૉફ્ટના આઇકૉન ડિઝાઇન ગાઇડલાઇન પર આધારિત છે જે માઇક્રૉસૉફ્ટ વાપરનારાઓ તરફથી લિબ્રે તરફ આવતા વપરાશકારોને દ્રશ્યાત્મક અપીલ કરે છે.
લિબ્રેઑફિસ ૬.૧ કઈ રીતે ઇમેજને સાવ નવી રીતે સંભાળે છે તેના પર વિકાસકારોએ સઘન રીતે પુનઃ કામ કર્યું છે. ઇમેજ હૅન્ડલિંગ પ્રૉસેસ હવે વધુ કાર્યરત છે તેમ સૉફ્ટવેર બનાવનારાઓનું કહેવું છે. એક દસ્તાવેજમાં ઘણી બધી તસવીરોને વાપરવાથી જે સમસ્યાઓ થતી હતી તેને તે દૂર કરે છે.
પરિવર્તનોથી વપરાશકારોને વધુ સારો અનુભવ મળશે. ઇમેજ હેન્ડલિંગ હવે વધુ સ્થિર અને વાપરવામાં સરળ છે. ઘણી બધી તસવીરો સાથેનાં પેજ પહેલાં કરતાં વધુ ઝડપથી લૉડ થાય છે તેમ સૉફ્ટવેર નિર્માતાઓનું કહેવું છે.