ઈશા યોગ કેન્દ્ર પર મહાશિવરાત્રિ, આ ગ્રહ પર ઉજવાતો એક અદભુત પ્રસંગ છે. કોઈ પણ ધાર્મિક વિધિ વિના, શ્રદ્ધા વિષે સંદેહ રાખનાર અને અસાધારણ અવકાશી ઘટનાનો લાભ આપવા સમર્પિત, આ પ્રસંગ વિશ્વના હજારો મુલાકાતીઓને આકર્ષિત કરે છે. આ કાર્યક્રમ મહાશિવરાત્રિની સાંજે ૬ વાગ્યાથી શરુ થઈને બીજા દિવસ સવારે ૬ વાગે પૂરો થાય છે.
સદગુરુ કહે છે કે, “આ રાત્રિએ ગ્રહના ઉત્તર ગોળાર્ધની સ્થિતિ એ રીતે ગોઠવાય છે કે મનુષ્યની ઉર્જા પ્રણાલી એક કુદરતી ઉછાળાનો અનુભવ કરે છે.” “આ તે દિવસ છે જ્યારે પ્રકૃતિ મનુષ્યને પોતાના આધ્યાત્મના શિખર તરફ ધકેલે છે. આ વસ્તુનો લાભ લેવા માટે આપણે આ સંસ્કૃતિમાં અમુક તહેવારની સ્થાપના કરી, જે આખી રાત ઉજવાય છે. આ ઉર્જાના કુદરતી ઉછાળાને તેની દિશા મળે તેની માટે, આ આખી રાત ઉજવાતા તહેવારની મૂળભૂત બાબત એ સુનિશ્ચિત કરવાની છે કે તમે તમારી કરોડરજ્જુને આખી રાત સીધમાં રાખીને જાગ્રત રહો.”
આ ઉત્સવ એ કળા, સંસ્કૃતિ, આધ્યાત્મ અને જીવનની બેરોકટોક ઉજવણીનું એક અનન્ય અને વ્યાપક મિશ્રણ છે.
દરેક માટે આધ્યાત્મિક શક્યતા
આ ઉત્સવ, ૧૧૨ ફૂટની આદિયોગીની જાજરમાન ઉપસ્થિતિમાં, જે આ ગ્રહ પરની સૌથી મોટી પ્રતિમા છે, સમક્ષ ઉજવાય છે. આદિયોગી, જે પ્રથમ યોગી છે, તેમણે પોતાના શિષ્યોને એવા સાધનો અને ટેક્નોલૉજી આપ્યા કે જેથી મનુષ્યો તેમની ભૌતિક પ્રકૃતિથી ઉપર ઊઠીને પોતાની અંતિમ પ્રકૃતિનો અનુભવ કરી શકે. તે દરેક માટે આ અધ્યાત્મિક શક્યતાનું અર્પણ છે જેની ઉજવણી ઈશા મહાશિવરાત્રિની રાતે કરે છે.
મહાશિવરાત્રિનું મહત્ત્વ
સદગુરુ કહે છે, “આ દિવસ અને રાત જે પ્રકારની શક્યતાઓ એક આધ્યાત્મિક સાધકને પ્રદાન કરે છે તે કારણે જ યોગ પરંપરામાં તેનું આટલું મહત્ત્વ છે.” “આધુનિક વિજ્ઞાન આજે તે સ્થિતિ પર પહોચ્યું છે જ્યાં તેઓ તમને એવું સાબિત કરી શકે છે, કે જે કંઈ પણ તમે જાણો છો એક જીવન તરીકે, પદાર્થ અને અસ્તિત્વ તરીકે, જે કંઈ પણ તમે બ્રહ્માંડ કે આકાશગંગા તરીકે જાણો છો, તે બધું એક ઉર્જા છે જે પોતાને લાખો અલગ- અલગ રીતે વ્યક્ત કરે છે. આ વૈજ્ઞાનિક તથ્ય દરેક યોગીમાં એક આનુભવિક વાસ્તવિક્તા છે. જ્યારે હું “યોગ” કહું છું ત્યારે હું કોઈ એક ખાસ પ્રથા કે સિસ્ટમનો ઉલ્લેખ નથી કરતો. અસીમિતતાને જાણવાની ઝંખના, અસ્તિત્વમાં રહેલી એકતાને જાણવાની ઝંખનાને ‘યોગ’ કહેવાય છે. મહાશિવરાત્રિની રાતે વ્યક્તિને આ બધાનો અનુભવ કરવાની તક મળે છે.
આખી રાતનો સાંસ્કૃતિક જલસો
પ્રચંડ ઉર્જા ઈશા યોગ કેન્દ્રને ઘેરી વળે છે જયારે મહાશિવરાત્રિની રાતે લોકો ઉમંગમાં આખી રાત નૃત્ય-ઉલ્લાસમાં તરબોળ રહે છે. અહીં પ્રસ્તુતિ આપનાર કલાકારો- મોહિત ચૌહાણ, દલેર મહેંદી, પાર્થિવ ગોહિલ, કાર્તિક અને અનન્યા ભટ પણ અહીંનું ક્યારેય મંદ ન પડવાવાળું અત્યંત ઉર્જાવાન વાતાવરણ જોઈને સ્તબ્ધ થયા છે.
મહા યોગ યજ્ઞ- દરેક માટે આધ્યાત્મિકતાના એક ટીપાના પ્રચારની સૂચક અગ્નિ
મહા યોગ યજ્ઞ સામાન્ય રીતે ચીફ ગેસ્ટ દ્વારા પ્રગટાવવામાં આવે છે. તે ગ્રહ પરના દરેક માનવી સુધી આધ્યાત્મિકતાનું એક ટીપું ફેલાવવાની સદગુરુની ઈચ્છા અને ઈશાના લક્ષ્યને દર્શાવે છે. યજ્ઞને પ્રગટાવવાથી, વિશ્વભરમાં લાખો ઈશા સ્વયંસેવકો (યોગ વીરો) શક્ય તેટલાં લોકોને એક સરળ પરંતુ શક્તિશાળી ૫- મિનિટના યોગ અભ્યાસ શીખવવા પ્રતિબદ્ધ થાય છે. જ્યારે તેઓની જીવનશૈલીમાં સંકલિત થાય છે ત્યારે આ સરળ પદ્ધતિઓમાં વ્યક્તિના જીવનનાં દરેક પાંસાના અનુભવને વધારવાની ક્ષમતા રહેલી છે.
સદગુરુ સાથે મધ્ય રાત્રિ ધ્યાન
ઈશા મહાશિવરાત્રિ ઉજવણીની એક મુખ્ય બાબત છે – સદગુરુ સાથેનું મધ્યરાત્રિ ધ્યાન. લાખો લોકોએ – વ્યક્તિગત રીતે અને ઓનલાઈન પર – આ શક્તિશાળી પ્રક્રિયાની ઉર્જાનો અનુભવ કર્યો છે. અનુરૂપ સાધનો અને તકનીકો દ્વારા વ્યક્તિને મધ્યરાત્રી ધ્યાનની વિસ્ફોટક ઉર્જાશક્તિ અને અસરનો અનુભવ કરવા તૈયાર કરી શકાય છે. એક એવી જ સરળ પણ તીવ્ર પ્રક્રિયા છે શિવાંગ સાધના, જેને પૂર્વનિર્ધારિત દિવસો માટે કરવામાં આવે છે (પુરુષો માટે ૪૨ અને સ્ત્રીઓ માટે ૨૧ દિવસ) જેનું સમાપન મહાશિવરાત્રિની રાત્રે થાય છે.
પ્રસાદ
મહા અન્નદાન, એ લાખો- હજારો મુલાકાતીઓને અર્પિત કરવામાં આવે છે જે પોતાનામાં એક નાનો પ્રસંગ છે. મહા અન્નદાન માટે વિશ્વભરના લોકો ફાળો મોકલે છે.
રુદ્રાક્ષ દિક્ષા
રુદ્રાક્ષનો શાબ્દિક અર્થ થાય છે, “શિવના આંસુ”. વર્ષ દરમિયાન આદિયોગીને સુશોભિત કરનાર રુદ્રાક્ષ માળાને ઉતારી લેવામાં આવે છે અને તે માળાના મણકાઓને સદગુરુ દ્વારા પ્રતિષ્ઠિત કરાયા બાદ, તેને રુદ્રાક્ષ દિક્ષા તરીકે લોકોને અર્પિત કરવામાં આવે છે. આ વર્ષે, રુદ્રાક્ષ દિક્ષા પૂર્વ રજીસ્ટ્રેશન પ્રક્રિયા (pre-registration process.) દ્વારા નિ:શુલ્ક ઉપલબ્ધ છે. ઈશા આ રુદ્રાક્ષ (વિનામૂલ્યે) મોકલી આપશે.
સદગુરુ સાથે આખી રાતનો સત્સંગ
સદગુરુની પ્રભાવિત કરવા વાળી ઉર્જા પ્રેક્ષકોને આખી રાત સહેલાયથી જકડી રાખે છે. તેઓ કાર્યક્રમ સાથે પૂરી રીતે સંકળાયેલા રહે છે. તેમના માર્ગદર્શન હેઠળ થતા ધ્યાનના સત્ર અને સાથે તેમની ચર્ચાઓ, હજારો લોકોને આખી રાત જોડી રાખે છે.
જાગૃતિની એક રાત
સદગુરુ કહે છે, “મહાશિવરાત્રિ એ દરેક મનુષ્યની અંદર રહેલી વિશાળ શૂન્યતા, જે સમગ્ર સર્જનનો સ્રોત છે તેને અનુભવવાની એક તક અને શક્યતા છે.” “અમારી ઈચ્છા અને આશીર્વાદ છે કે તમારે આ શૂન્યતાની વિશાળતાને જાણ્યા વિના, આ રાત પસાર ન કરવી જોઈએ, જેને આપણે શિવ કહીએ છીએ. આ રાત તમારી માટે માત્ર જાગરણની રાત નહીં પરંતુ આ રાત તમારી માટે જાગૃતિની રાત બની રહે.”
સદગુરુ સાથે શિવની રાત્રી, એટલે કે મહાશિવરાત્રિની ભવ્યતાનો અનુભવ કરવા માટે લાઈવ વેબસ્ટ્રીમ- https://isha.sadhguru.org/mahashivratri/ જો તમે સદગુરુ દ્વારા પ્રતિષ્ઠિત રુદ્રાક્ષ દિક્ષા મેળવવા માંગતા હો તો અહીં રજીસ્ટર કરો- https://mahashivarathri.org/en/rudraksha-diksha