પર્યાવરણ અને સ્થાનોના રક્ષણને પ્રાથમિકતા આપતા માનવ નિર્મિત પર્યાવરણને સક્ષમ બનાવવા અને 2025 સુધીમાં ભારતને આ ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનાવવાના ધ્યેયથી ઉદ્દઘાટિત ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC)- જે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) નો ભાગ છે, તેના દ્વારા હાલમાં જ બેંગ્લોર ખાતે ‘ગ્રીન યોર સ્કૂલ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા આયોજીત આ સ્પર્ધામાં પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી પ્રેરિત શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુલે ભાગ લીધો હતો અને આ સ્પર્ધાની રાષ્ટ્રીય વિજેતા બની હતી.
ગુરુકુલની 3 વિદ્યાર્થીનીઓ રાજલ પંડ્યા, તૃપ્તિ ભોયા અને યોગીની ભુસારાના તેજસ્વી પ્રતિનિધિત્વના પરિણામ રૂપે તેઓએ ‘ઇનોવેશન આઈડિયા’ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી માત્ર શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુલનું જ નહિ પણ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું હતું.