તસવીરોમાં જુઓ, લોસ એન્જલસ પાસેના જંગલની આગની ભયાનક્તા!

અમેરિકા: લોસ એન્જલસ શહેરના ઓછામાં ઓછા છ વિસ્તારોમાં લાગેલી જંગલની આગમાં ૧૭,૦૦૦ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા ઘરો અને વ્યવસાય કેન્દ્રોનો નાશ થયો છે.અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે આગને કાબુમાં લેવા માટે મોટા પાયે અગ્નિશામક પ્રયાસો ચાલુ હતા. યુએસ મીડિયા અનુસાર, આગ પ્રતિષ્ઠિત હોલીવુડ હિલ્સને પાર કરી ગઈ અને ગુરુવાર સાંજ સુધીમાં ઘણી અગ્રણી અમેરિકન હસ્તીઓના ઘરો સુધી પહોંચી ગઈ છે.છબીઓમાં ઘણા હાઇ-પ્રોફાઇલ વિસ્તારોમાં ભારે નુકસાન જોવા મળે છે. કટોકટી દળ બેકાબૂ આગ સામે લડી રહ્યા છે, જેના કારણે લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે.દક્ષિણ કેલિફોર્નિયામાં જંગલની આગ સામાન્ય હોવા છતાં, તે ક્યારેય મેટ્રોપોલિટન વિસ્તારો માટે આટલો મોટો ખતરો ઉભો કરે તેવી શક્યતા ઓછી હતી. જો કે “આ આગ વિનાશક છે,” તેવું લોસ એન્જલસના મેયર કરેન બાસે કહ્યું.1 લાખથી વધુ રહેવાસીઓને ફરજિયાત સ્થળાંતરના આદેશો જારી કરવામાં આવ્યા છે. લાખો લોકોના ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.કાળા ધુમાડાને કારણે, દિવસ રાતમાં ફેરવાઈ ગયો અને વીજળીની જેમ ચમકતા તણખા આકાશમાં દેખાવા લાગ્યા.