મુંબઈઃ રશિયન સરકાર ક્રીપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાને બદલે તેનું નિયમન કરશે એવા અહેવાલોને પગલે બિટકોઇનમાં સ્થિરતા આવી હતી. રશિયાની સરકારે બુધવારે સત્તાવાર વેબસાઇટ પર મૂકેલા દસ્તાવેજ મુજબ ક્રીપ્ટોકરન્સીને કરન્સી તરીકે માન્યતા આપવાનું નક્કી થયું છે. તેમાં મહત્ત્વનું એ પણ છે કે રશિયાની કેન્દ્રીય બૅન્ક આ કાર્યમાં સાથે છે. સૌથી જૂની ક્રીપ્ટોકરન્સી બિટકોઇનનો ભાવ 44,600ની આસપાસ સ્થિર થયો છે.
માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ બીજા ક્રમાંકની ક્રીપ્ટોકરન્સી ઈથેરિયમનો ભાવ 3,202 થઈ ગયો છે, જે 3 ટકા કરતાં વધુની વૃદ્ધિ દર્શાવે છે.
સમગ્ર ક્રીપ્ટોકરન્સી માર્કેટનું કેપિટલાઇઝેશન અનેક સપ્તાહો બાદ હવે વધવા લાગ્યું છે અને 2 ટ્રિલ્યન ડૉલરની સપાટી વટાવી ગયું છે. ડિજિટલ એસેટ્સ બાબતે વધેલા આશાવાદને પગલે કેપિટલાઇઝેશન વધ્યું છે.
દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી15 2.65 ટકા (1,698 પોઇન્ટ) ઘટીને 65,831 પોઇન્ટ બંધ રહ્યો હતો. આઇસી15 ઇન્ડેક્સ 64,133 ખૂલ્યા બાદ ઉપરમાં 66,047 અને નીચામાં 63,891 પોઇન્ટ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
64,133 પોઇન્ટ | 66,047 પોઇન્ટ | 63,891 પોઇન્ટ | 65,831 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 10-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |