જાગરૂકતાની કેડવણી

અજાણતા કરેલી પસંદગીઓ લાચારીઓ છે. માની લઈએ કે તમે અત્યારે ગુસ્સે થાવ છો. તે ખરેખર તમારી ગુસ્સે થવાની પસંદગી છે. ક્યાંક તમને એમ લાગે છે કે તે રીતે જ પરિસ્થિતીને હેન્ડલ કરી શકાશે, પણ પસંદગી એવી અજાણતામાં કરેલી છે કે તે લાચારી છે – એક ચોક્કસ સ્તરે તે લાચારીભરી રીતે થઈ રહી છે. તમે તમારી પસંદગીથી જીવી રહ્યા છો, પણ પસંદગીઓ જાગૃતિ વિના કરવામાં આવી રહી છે – અજાણતા કરેલી પસંદગીઓ. આધ્યાત્મિકતાનું મૂળભૂત પાસું સભાન પસંદગીઓ તરફ વળવાનું છે.

એક સામાન્ય એવા સવારે ઉઠવાના કાર્યમાં પણ, એક બેભાનપણે કરેલી પસંદગી એ છે કે તમારે ઊઠવું નથી હોતું. આ બેભાનપણે કરેલી પસંદગી છે. તમારા ભૌતિક શરીરને પથારીમાં થોડા વધુ સમય માટે રહેવું છે. દિવસ દરમિયાન તમારા જીવનના અનુભવમાં એટલી બધી મર્યાદાઓ છે કે જેના માટે તમે ઘણી બધી રીતે ખરેખર સભાનપણે વિચારતા જ નથી. શું તમે તે નોંધ્યું છે, ચાલો કહીએ કે તમે પ્રવાસે જવાનું આયોજન કર્યું છે. તે દિવસે, તમે સૂર્યોદય પહેલા ઊઠી ગયા હશો. તમે ઉત્સાહિત છો અને દિવસની રાહ જોઈ રહ્યા છો. સભાન રીતે તમે આગલા દિવસે નક્કી કર્યું કે તમે આવતી કાલની રાહ જોઈ રહ્યા છો. નહિતર તમે બેભાનપણે ચારસો ઊંચો ચડાવવાનો પ્રયત્ન કરો છો કેમ કે સવાર પડતાં જ સમસ્યાઓ આવશે. પણ હવે આપણે સભાનપણે ઊઠવાની પસંદગી કરીએ છીએ.

આ કારણે તપશ્ચર્યાના માર્ગ બનાવવામાં આવ્યા હતા. તમે એવી વસ્તુઓ કરવા લાગો છો જે સ્વાભાવિક રીતે તમારા માટે સગવડતાભરી નથી હોતી. જ્યારે તમે એવી પ્રવૃત્તિ કરો છો જે અગવડભરી છે, ત્યારે તમે તે કરો છો, પણ તમને તે પસંદ નથી હોતી. તમને જે પસંદ છે તે તમે લાચારીભરી રીતે કરી શકો છો. પણ વસ્તુઓ જે તમને પસંદ નથી તે ફક્ત સભાન રીતે જ કરવી રહી. તે જ કારણસર તપશ્ચર્યાનો માર્ગ. તમે દરેક વસ્તુ સભાનરીતે કરવા લાગો છો. તમે જીવનની જુદી-જુદી પરિસ્થિતિઓમાં કેવી રીતે સભાન રહેવું તેનો અભ્યાસ કરો છો.

જ્યારે તમે ભૂખ્યા હોવ છો ત્યારે સ્વાભાવિક ઈચ્છા ખોરાક લઈને ખાવાની હોય છે. પણ તમે એક સભાન પસંદગી કરો છો, “હું ખૂબ જ ભૂખ્યો છું પણ હું નહીં ખાઉ.” ખોરાકથી દૂર રહેવા માટે સભાન રહયા સિવાય ત્યાં બીજી કોઈ અન્ય પસંદગી નથી હોતી. આ સામાન્ય વસ્તુઓ જીવનમાં એટલા માટે ઊભી કરવામાં આવી છે જેથી તમે વસ્તુઓ વધુ સભાન રીતે કરો.

આ રીતે જીવનના જુદા-જુદા પાસાઓમાં તમે જાગૃતિ કેળવી શકો છો. કદાચ શરૂઆતમાં તમારી જાગૃતિ દિવસમાં ફક્ત અડધા કલાક માટે હશે, પણ ધીમે-ધીમે જીવનના જુદા-જુદા પાસામાં તમે જ જાગરૂકતા કેળવી શકો છો. જાગરૂકતા કેળવવા પાછળનો વિચાર એ છે કે તે ધીમે-ધીમે તમારા જીવનમાં પ્રવેશ કરે છે. તે તમારા જીવનની ગુણવત્તા વધારે છે, પણ તે તેનું મુખ્ય પાસું નથી. જો તમે જીવનની જુદા-જુદા પ્રકારની પરિસ્થિતિઓમાં જાગૃતિ જાળવી રાખો છો, ફક્ત પછી જ તમે તે ક્ષણે જાગૃતિ જાળવી રાખવા સક્ષમ બનશો જ્યારે તમારે શરીર છોડવાનું હોય છે.

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)