જાગૃત વપરાશ – જીવન જીવવાની એક સમજદાર રીત તરફ આગેકુચ

પીયુષ: શું ઉપભોક્તાવાદ અથવા ‘કન્ઝૂમરીઝમ’ ખરેખર ગાંડપણથી પ્રેરિત છે? લોકો છ સાડીઓ ખરીદે છે કારણકે તેઓને બીક છે કે જયારે તે કોઈ પાર્ટીમાં જશે, ત્યારે ત્યાં બીજું કોઈ તેવી જ સાડી પહેરીને આવ્યું હશે. લોકો નવો મોબાઈલ ફોન ખરીદે છે કારણકે બીજા કોઈ એ પણ નવો મોબાઈલ ફોન લીધો છે. હું જયારે જુવાન હતો ત્યારે કોઈએ મને મારા ખોરાક સાથે ટેકો આપવા વધારાના ફૂડ સપ્લીમેન્ટસ આપ્યા ન હતાં, પરંતુ આજે આપણે આપણા બાળકોને દરેક પ્રકારની વસ્તુઓ ખવડાવીએ છીએ.

સદગુરુ: તમે તેને ‘કન્ઝૂમરીઝમ’ કે ‘ઉપભોક્તાવાદ’ કહો કે બીજું કંઈ, કોઈપણ જાતનો ‘ઈઝમ’ ‘-વાદ’ તમને બુદ્ધિહીનતા તરફ લઇ જશે. બુદ્ધિહીન ઉપભોક્તાવાદ ચોક્કસપણે મનુષ્યના હિતમાં માટે નથી. તમે જાણો છો ‘કનઝમ્પશન’ (ફેફસાના ક્ષયરોગનું પ્રાચીન નામ) એક રોગ હતો? હાલમાં પણ તે એક પ્રકારની માંદગી છે. એટલે કે, આપણે આપણા જીવન માટે શું જરૂરી છે તે નથી કરતાં પરંતુ બીજાઓની અપેક્ષ પ્રમાણે જીવીએ છીએ. જે લોકો તમારી પાસે વસ્તુઓની અપેક્ષા રાખે છે, તેઓ પોતાના જીવન વિષે કશું જાણતા નથી. જો તમે બીજા લોકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે જીવતા હોવ તો દેખીતી રીતે તમારું જીવન પણ ભટકી જશે.

બુદ્ધિહીનતા નો અર્થ છે કે તમે માત્ર કંઈ કરતા રહો છો. એકવાર બુદ્ધિહીનતાની શરૂઆત થશે પછી સમાજ કશે નહીં પહોંચે, તે એક ચક્રમાં ચાલ્યા જ કરશે. તે સમાજમાં કોઈ ઊંડાણ કે ગહનતા નહીં રહે. બધું દુષિત થઇ જશે. હાલમાં આપણે ઝડપથી તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. ભારત એક એવી સંસ્કૃતિ હતી કે જેમાં જીવનના દરેક પાસાનો એક ઊંડો અર્થ અને ગહેરા મૂળ હતા. સાદી વસ્તુઓ પણ- જેમકે કેવી રીતે બેસવું, ઉભા રહેવુ, કેવી રીતે ખાવું તે બધાનો ઊંડો સાંકેતિક અર્થ હતો. તેના કારણે, ભલે ગમે તેટલા પ્રકારની મુશ્કેલીઓ આપણી સામે આવી બાહ્ય પરિસ્થિતિઓના રૂપમાં જેમકે આક્રમણ, દુકાળ, કે બીજું કંઈ પણ, ભારતનો જુસ્સો હંમેશા અકબંધ રહ્યું છે.

જો તમે આ જુસ્સો મનુષ્યોમાંથી કાઢી લો અને તેમને કોઈ મોલમાં જીવવાની ફરજ પાડો તો તેઓ આસાનીથી પડી ભાંગશે. લગભગ ૨૦ વર્ષ પહેલાં, એવા લોકો જે માનસિક રીતે અસ્થિર હતાં, તેમની માત્રા ખુબ ઓછી હતી. તમે કહી શકો છો કે આ ગણતરી ખોટી હતી કારણકે વ્યવસ્થિત નોંધણી નહોતી થઈ, જે એક હકીકત છે, તેમ છતા, આટલા લાખો લોકોની સરખામણીમાં જે લોકો અસ્થિર હતાં તે ઘણાં ઓછા છે, કારણકે આ જુસ્સાના લીધે દરેક સાદી વસ્તુનો એક ઊંડો અર્થ અથવા એક ઊંડી શક્યતા હતી. જો તમે અમેરિકાની વસ્તીની ટકાવારી જુઓ, કે જેઓ ડિપ્રેશન અવરોધક દવાઓ કે ‘એન્ટીડિપ્રેસન્ટસ’નું સેવન કરે છે, તો તેઓ એક સ્વસ્થ સમાજ નથી, જે ઘણી બધી રીતે બુદ્ધિહીન ઉપભોક્તાવાદનું પરિણામ છે.

મને લાગે છે કે જીવવાની એક વધારે સમજદાર રીત શક્ય છે. એનો અર્થ એવો નથી કે તમે તમારા જીવનની મઝા ન માણી શકો, અથવા તમારે વસ્તુઓ વસાવવી ન જોઈએ. બધાની પાસે આવશ્યક વસ્તુઓ હોવી જોઈએ. પરંતુ કોઈકના મંતવ્ય સંતોષવા માટે આ ગ્રહને ઉખેડી કાઢવો તે માત્ર બુદ્ધીહીનતા જ કહેવાય. હું અહીં પર્યાવરણના હિતમાં કોઈ સંદેશ આપવાનો પ્રયત્ન નથી કરી રહ્યો. મારી ચિંતા મનુષ્યો વિષે છે. આ પેલા કહેવતવાળી વાર્તા જેવું છે કે જેમાં એક માણસ જે ડાળી ઉપર બેઠો છે તેને જ કાપવાનો પ્રયત્ન કરે છે. એટલે જો તે આ કાપવાના પ્રયાસમાં સફળ થશે, તો તે નીચે પડશે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.