હવે તમે ચોકીદાર સાથે કે અધિકારી સાથે વાત કરો તો તમને અંદરથી એ સ્પષ્ટ હશે કે હું આત્મા સાથે વાત કરી રહેલ છું. પરિણામે એકબીજા સાથે જે ઉર્જા ની આપ-લે થશે તે સ્નેહ તથા સન્માન વાળી હશે. કારણકે હું હોદ્દા સાથે વાત નથી કરી રહેલ. આપણે એ ચેક કરવું પડશે કે વાસ્તવમાં હું આત્મા સાથે વાત કરી રહેલ છું. આ છે એક બીજાને માન આપવું. આપણે અનેકતામાં એકતાની વાત વારંવાર કરીએ છીએ. જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે મળીએ છીએ ત્યારે એ સંકલ્પ નથી હોતો કે તે અમેરિકન છે, તે અધિકારી છે. આપણે સ્વાભાવિક રીતે જ બીજી વ્યક્તિને આત્મા સમજીને વ્યવહાર કરીએ છીએ. આપણે દેહભાન થી બહાર આવી આત્મિક દ્રષ્ટિ કેળવવાની છે. પરિણામે મારે બીજાને ખુશ કરવા માટે પ્રયત્ન નહીં કરવો પડે. જ્યારે હું એ ચેતના રાખું છું કે – ‘આપ એક પવિત્ર આત્મા છો’. તો હું આપને વાસ્તવિક સન્માન આપું છું. હું એ નથી જોતી કે આપે શું શું પ્રાપ્ત કર્યું છે! હું એ જોઉં છું કે આપ વાસ્તવમાં કોણ છો! પરિણામે આપણા આપસી સંબંધ મધુર બની જાય છે.
જ્યારે હું વિચારું છું કે આપ પવિત્ર આત્મા છો, તો હું આપને વાસ્તવિક માન આપું છું. જ્યારે આપણે કોઈને પણ આ પ્રકારના સંકલ્પ સાથે મળીએ છીએ ક્યારે આપણામાંથી એક પવિત્ર ઊર્જા ફેલાય છે જે આપણા સંબંધોને ખૂબ સુંદર બનાવી દે છે.
જ્યાં સુધી હું પોતાને શરીર સમજુ છું ત્યાં સુધી મારી તમામ બાબતો શરીર સાથે જોડાયેલ રહે છે. પરંતુ જેવું હું મારા વિચારોમાં પરિવર્તન કરું છું કરું છું તો ચેતના આવી જાય છે. જ્યારે આત્મ ચેતના આવી જાય છે તો આપણે સ્વાભાવિક બની જઈએ છીએ. જ્યારે આપણે બીજાને પવિત્ર આત્મા રૂપમાં જોઈએ છીએ તો આપણે તેઓને વાસ્તવિક સન્માન આપીએ છીએ. જે આપણા સંબંધ મધુર બનાવી દે છે. જે વસ્તુ પ્રાપ્ત કરવા આપણે આખું જીવન લગાવી દઈએ છીએ તે મનના વિચારોને પરિવર્તન કરવાથી સહજ રીતે પ્રાપ્ત થઈ જાય છે.
જ્યાં સુધી આપણને પોતાની સાચી ઓળખાણ નહીં હોય ત્યાં સુધી આપણે પોતાને શરીર સમજીશું અને મારુ મન – શરીર તથા તેને સંબંધિત બાબતોનો જ વિચાર કરશે. પરિણામે આપણે જીવનમાં ટેન્શનનો અનુભવ કરીશું. પરંતુ જ્યારે હું મનના વિચારોમાં થોડું પરિવર્તન કરું છું તો મારું આખું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. બધું જ બદલાઈ જાય છે. પહેલા આપણે પોતાને શરીર સમજતા હતા. હવે આપણને પોતાની સાચી ઓળખાણ મળી કે હું ચૈતન્ય શક્તિ આત્મા છું. અત્યાર સુધી પોતાને શરીર સમજવાથી હું પોતાના પરિવાર પ્રત્યે, પોતાના કામ પ્રત્યે મારી જવાબદારી સમજતી હતી. મારા મન તથા બુદ્ધિ નું ધ્યાન રાખવાનું ક્યારેય યાદ આવતું ન હતું. જો હું પોતાને ચૈતન્ય શક્તિ અવિનાશી આત્મા સમજુ છું તો મૃત્યુનો ડર નીકળી જાય છે. કારણકે મૃત્યુ તો શરીરનું થાય છે આત્મા તો અવિનાશી છે. જે વ્યક્તિને મૃત્યુનો ડર નીકળી જાય છે તેને જીવનમાં કોઈપણ બાબત નો ડર સતાવતો નથી. આમ સમજવાથી ફક્ત પોતાના જ મૃત્યુનો ડર નહીં પરંતુ પરિવારના કોઈપણ વ્યક્તિ ના મૃત્યુ નો ડર નીકળી જાય છે.