પહેલા સ્વયંને જોવો

મેડીટેશનમાં પહેલી અવસ્થા એ છે કે, પોતાની સાથે વાતો કરવી. ત્યારબાદ સકારાત્મક સંકલ્પો દ્વારા મન અને બુદ્ધિને જ્યાં બેઠા છીએ આ સૃષ્ટીમાંથી દૂર જઈ એક અલૌકિક અનુભવ કરવો. જો આપણે થોડા સમય પણ બેસીને મેડીટેશન કરીશું તો, તે આખા દિવસ માટે કર્મ કરવું સરળ બની જશે. આપણે રાત્રે સુતા સમયે આખા દિવસનું અવલોકન કરવું જોઈએ, અને સવારે શ્રેષ્ઠ વિચારો સાથે ઉઠવું જોઈએ. સવારે ઊઠીને તરત પોતાની સાથે વાતો કરો, તથા મેડિટેશન કરો. આપણે પોતાના વિચારો દ્વારા જે ઊર્જા ઉત્પન્ન કરીશું તે ઉર્જા આખા ઘરમાં ફેલાશે. એ દ્રઢ નિશ્ચય કરીએ કે આજના દિવસના તમામ કાર્યો હું શાંતિથી ઉચી માનસિક અવસ્થા સાથે કરીશ.

 

 

 

 

 

 

 

 

 

 

 

આપણે પહેલેથી જ મનમાં એવા વિચારો કરીએ છીએ કે, બાળકો તો ઉઠતા નથી, સમયસર તૈયાર થતા નથી. પણ તમારા બોલવાથી તેઓ જલ્દી થોડા ઉઠી જશે! તમારી મનની સ્થિતિ જરૂર બગડી જશે.  આપણે ભલે ઘરમાં હોઇએ કે ઓફિસમાં પરંતુ કેટલીક બાબતોનું થોડું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ પણ વાતમાં આપણે નિર્ણાયક ના બનવું જોઈએ. કારણ કે તેનાથી આપણી ઘણી બધી શક્તિ ખાલી થઈ જાય છે. કોઈક વાર એવું પણ થાય છે કે સવારે જ આપણને ખબર પડે છે એ બાળકોએ ગૃહકાર્ય કર્યું નથી.

આ વાતનું ધ્યાન આપણે આગલા દિવસે સાંજે જ રાખવું જોઇતું હતું. ખાલી વ્યર્થ વિચારો સાથે તેને સ્કૂલ મોકલવો અને તમે પોતે પણ વ્યર્થ વિચારો કરો એ યોગ્ય નથી. જેવી રીતે આપણે બીજી બધી બાબતોનું ધ્યાન રાખીએ છીએ તેવી જ રીતે આ બધી વાતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આપણે આ વાતોનું ખાસ ધ્યાન રાખીએ છીએ કે, પાણી, વીજળી, પેટ્રોલ નકામા ન જાય, આપણા વિચારોની શક્તિને ખાલી વેડફતા જઈએ છીએ. વારંવાર મોટા અવાજે બોલવું, ગુસ્સો કરવો જેનાથી આપણી ઘણી બધી શક્તિ વેડફાઈ જાય છે.

આપણને ખુશી જોઈએ છે એ વિચાર જ ખોટો છે. વાસ્તવમાં ખુશી આપણી અંદર જ છે તેને વ્યર્થ ના ગુમાવીએ. પાણીની ટાંકી તમારી પાસે હોય છતાં તમે આખી દુનિયામાં પાણીની ટાંકીને શોધો કે મને પાણી જોઈએ… પાણી જોઈએ…. આ સ્થિતિમાં આપણે ખાલી એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે, જો નળ ખુલો રહી જશે તો આખી ટાંકી ખાલી થઈ જશે. આપણ પાસે ખુશી છે પરંતુ એ જ ધ્યાન રાખવાનું છે કે મારે પોતે નિર્ણાયક બનવાનું નથી. બીજાને દોષ આપવાનો નથી. કોઈની ટીકા કરવાની નથી. કારણ કે તેનાથી આપણી ખુશી પાણીની જેમ વહી જાય છે અને આપણી શક્તિ વ્યર્થ જાય છે.

આપણે વારંવાર કહીએ છીએ કે બીજા શું કરે છે? ઘણીવાર તો આપણે આપણા પડોશી શું કરે છે તેનું સતત ધ્યાન રાખીએ છીએ અને તેમની વાતો કરવા લાગી જઈએ છીએ. અર્થાત આપણે બીજા વિશે વધુ વિચારીએ છીએ. આવિ બાબતોને જોવા માટે આપણે જ્યાં સુધી પોતાની જાતને નહીં જોઈએ ત્યાં સુધી આપણને ખબર નહીં પડે કે આપણે કેટલા વ્યર્થ વિચારો કરીએ છીએ. આપણો એક-એક વ્યર્થ વિચાર શક્તિનો વ્યય છે. હું બીજા વિશે ગમે તેટલું વિચારું પરંતુ તેનું કોઈ પરિણામ આવશે નહીં કારણ કે દરેક વ્યક્તિ મારા વિચારો પ્રમાણે તો ચાલવાની કે કરવાની નથી. જો આપણે આ શક્તિ હું મારા માટે વિચારવામાં વાપરીશ તો હું સકારાત્મક પરિણામ મેળવી શકીશ.

ઉદાહરણ તરીકે એક ઓફિસર પોતાના હાથ નીચેના કર્મચારીને વારંવાર સૂચના આપે છે કે, આ રીતે કામ કર. પણ જો તે કર્મચારી માનતો જ નથી અને પોતાની રીતે જ કામ કરે છે. આનું પરિણામ શું આવશે? તે ઓફિસરને ગુસ્સો આવશે અને તેની ધીરજ પૂરી થઇ જશે, ત્યારે તે ગુસ્સામાં કંઈ પણ કહી દેશે. તેના મનની સ્થિતિ થોડા સમય માટે ડગમગ પણ થઇ જાય છે. આવા સંજોગોમાં તે ઓફિસર સ્થિતીને વશીભૂત થઈ જાય છે, અને પોતાના ઉપરનો કંટ્રોલ ગુમાવી બેસે છે. તે યોગ્ય રીતે કાર્ય કરવા માટે સક્ષમ રહેતો નથી. જો આપણે પોતાને ચેક કરીશું તો ખબર પડશે કે સાચું શું છે અને ખોટું શું! બીજાને જોવું સહેલું છે, એક દિવસ આપણે એ ખબર પડશે કે પોતાને જોવા કે ચેક કરવા એ સહેલું છે. બીજી કોઈ વ્યક્તિ તમને જોઈને કહી શકે છે કે તમારા માટે શું સારું છે અને શું ખોટું છે? પરંતુ આપણે એકબીજાને બદલી તો શકતા નથી. પણ જો બંને વ્યક્તિ પોતાને ચેક કરવાનું શરૂ કરે કે મારા માટે શું સારું છે? તો આશ્ચર્ય જનક પરિણામ જોવા મળશે.

રહે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)