જેવી રીતે સડક ઉપર સામ સામે આવતી બે ગાડીઓની ઝડપ જો વધુ હશે તો અકસ્માત થવાની સંભાવના રહે છે. આનાથી બચવાનો એક ઉપાય છે – તે બંને પોતાની ગાડી ની ઝડપ ઓછી કરે. એક દ્વારા ઝડપ ઓછી કરવાથી આંશિક તથા બંને દ્વારા ઝડપ ઓછી કરવાથી સંપૂર્ણ સમાધાન શક્ય છે. એવી જ રીતે સામ-સામે બેઠેલ વ્યક્તિઓમાં જો એક વાચાળ છે અને બીજા ની સાંભળવાની શક્તિ ઓછી છે તો અસંતુલન ઊભુ થાય છે.
અહીં બંનેએ પોતાનું પરિવર્તન કરવું જરૂરી છે. બોલવા વાળી વ્યક્તિ ભલે મોટી હોય પરંતુ તે પોતાની વાણીને ઓછી કરે. સાંભળવા વાળી વ્યક્તિ ભલે નાની છે છતાં પણ તે પોતાની સાંભળવાની શક્તિને વધારે. દરેક વ્યક્તિ પોતાની વાણીને ઓછી કરી સાંભળવાની શક્તિને વધારી વ્યવહારિક જીવનને સંતુલિત કરી શકે છે.
મનુષ્ય સમય, શક્તિ અને પૈસા લગાવીને મનોવૈજ્ઞાનિક નું પદ પ્રાપ્ત કરે છે. આ પદ ઉપર બેઠેલ વ્યક્તિની વિશેષતા એ હોય છે કે ધીરજથી અન્યની તમમ વાતો સાંભળે છે. ત્યારબાદ બે-ચાર મિનિટમાં પોતાના વિચાર પણ આપે છે. પરંતુ વધુ સમય સામેનાની વાત સાંભળે છે. તેઓ સાંભળવાની સાંભળવાની કળા ના કારણે નામ, માન, પૈસા તથા દુઆઓ કમાય છે.
જ્યારે લૌકિક અભ્યાસ માનવને સાંભળવાની શક્તિ આપીને લાભ અપાવી શકે છે, તો આધ્યાત્મના વિદ્યાર્થી તથા શિક્ષકને તો આ ગુણ વારસો તથા વરદાન ના રૂપમાં પરમ શિક્ષક ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છ. એના કારણે તેને પણ માન, સ્નેહ તથા દુઆઓ મળે છે. જ્યારે લૌકિક અભ્યાસ માનવીને સાંભળવાની શક્તિ આપી શકે છે તો અલૌકિક વિદ્યાર્થી અને શિક્ષકને તો તે વરસા તથા વરદાન ના રૂપમાં પરમ શિક્ષક ભગવાન દ્વારા મળે છે. આ દ્વારા તેણે પણ સન્માન, સ્નેહ અને દુઆઓ પણ કમાવવી જ જોઈએ.
મનુષ્યની વધતી સંખ્યાની સાથે બાળ મજૂરોની વધતી સંખ્યાની સમસ્યા આજે વિશ્વ સ્તરની સમસ્યા ગઈ છે. જે દેશોની વસ્તી વધુ છે તે દેશોમાં આ સમસ્યાનુ વિકરાળ રૂપ છે. નાના બાળકો અર્ધનગ્ન શરીર, ખુલ્લા પગ તથા મેલા શરીર સાથે સોસાયટીઓમાં ફરતા – માંગતા નજરે પડે છે. ભારતીય સંસ્કૃતિમાં બાળકોને મહાત્માઓથી પણ ઊંચા માનવામાં આવે છે કારણ કે તેમનું જીવન નિર્વિકારી હોય છે. બાળપણને બાદશાહી સાથે સરખાવવા માં આવે છે. બાળપણ જ ભવિષ્ય જીવનનો પાયો છે પરંતુ ઉજ્જવળ કાલ ના આધાર સમાન બાળકોને નર્ક સમાન વાતાવરણમાં મોટા થતા જોઈને જ્યાં માનવ જાતિની પ્રગતિની ઈચ્છા ઉત્પન્ન થાય છે ત્યાં આ સમસ્યાના મૂળ કારણો ઉપર ઉંડાણ પૂર્વક વિચારવાની પણ જરૂરિયાત છે. આ સમસ્યા વિશ્વ સ્તરની છે તો પછી તેના નિવારણ માટે ના પ્રયત્નો પણ વિશ્વ સ્તરના હોવા જોઈએ. આપણે જાણીએ છીએ કે મનુષ્યનો જન્મ મનુષ્ય દ્વારા જ થાય છે. આજે વિશ્વમાં જેટલા પણ બાળ મજદૂર છે તેમનો જન્મ પણ તેમના માતા-પિતા દ્વારા જ થયો હોય છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)