મનસા સેવા દ્વારા બધાને શાંતિ તથા સહારો આપો

પરમાત્મા દ્વારા પ્રાપ્ત થયેલ શક્તિઓ દ્વારા રહમદિલ બનો. જ્ઞાન બળથી આત્મામાં રહેલી રૂહાનિયત બહાર આવે છે તથા અહમનો અંધકાર દૂર થાય છે. જ્યારે અભિમાન સમાપ્ત થઈ જાય છે ત્યારે સ્વ પ્રત્યે અને સર્વ પ્રત્યે કરુણાની કિરણો ઉત્પન્ન થાય છે. આ કિરણો ના આધારે રહમના સાગર પરમત્મા શિવનો એ અમૃત સંદેશ સહજ રીતે મનમાં ઉતરી જાય છે કે- “બાપ-દાદા દરેક બાળકને રાહમદિલ જોવા ઈચ્છે છે. પોતાની હદની દરેક બાબત છોડી દો. મનસા સેવામાં લાગી જાવ, બધાને સકાશ આપો – શાંતિ આપો – સહારો આપો.

સડક પર દોડનાર કોઈપણ વાહનને જ્યારે પહેલી વખત ઉપયોગમાં લેવાય છે ત્યારે તેના પૈડા ચમકી રહેલા હોય છે. પરંતુ જો તે વાહન દિવસ દરમિયાન કાચી પાકી સડકો ઉપર ફરશે તો પૈડા નું રૂપ રંગ બદલાઈ જશે. માનવ આત્મા પણ આ સૃષ્ટિ રૂપીરંગમંચ ઉપર શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે પ્રથમ જન્મમાં પાવન- સતો પ્રધાન હોય છે. પરંતુ એક કલ્પના 5000 વર્ષ દરમિયાન અનેક જન્મ લે છે, તથા કળિયુગના અંતે છેલ્લા જન્મમાં તમો તમોપ્રધાન બની જાય છે. હું પણું, ક્રોધ, લોભ-લાલચ તથા કામ વિકારના કારણે આત્મા અંતિમ જન્મમાં મેલી-કાળી (તમો પ્રધાન) બની જાય છે. જેના પરિણામે માનવતા ટુકડા-ટુકડા માં વહેંચાઈ ગઈ છે. મતભેદ અને તેનાથી ઉત્પન્ન થયેલ એકલાપણા ની ભાવના આજે ખતરનાક રૂપ ધારણ કરી રહી છે. લોકો પોતાના સ્વજનોથી દૂર થઈ રહ્યા છે. એના પરિણામે પરેશાનીઓ વધી છે, મનની શાંતિ નાશ પામી છે, અસ્થિરતા વધી છે. એક થઈને ન રહી શકવાના કારણે માનવજીવન કોડી સમાન બની ગયું છે. લોકોની ભીડ થી ભરેલ સમાજમાં પણ વ્યક્તિ પોતાને એકલો અનુભવ કરે છે. ભારતના શરૂઆતના સમય(સતયુગ) માં સમાજમાં એકતા, પ્રેમ, ભાઈચારો, સ્નેહ, સમાનતા વિગેરે ભાવ હતા. જે

રાસના એક ચિત્ર દ્વારા બતાવવામાં આવેલ છે જેમાં રાધા અને કૃષ્ણ વચમાં હોય છે ગોપીઓ ચારે બાજુ હાથમાં હાથ લઇ નૃત્યની મુદ્રામાં હોય છે. આ મહારાસમાં તેમના હાથ-પગ, આખા શરીરની ગતિની એકતા તથા મુદ્રાઓની એકતા રોજના જીવનમાં તેમની એકબીજા પ્રત્યે ની એકતા ના જ પ્રતીક છે.

વર્તમાન યુગમાં દેવી-દેવતાઓ સાકાર રૂપમાં નથી. ફક્ત તેમની પ્રેરણા દાયક યાદગારો બચી છે. આજે તો એકતા છે તેવું દેખાડવા માટે એકબીજાના હાથ માં હાથ લઈ, વર્તુળમાં ઉભા રહેલ લોકોને બતાડવામાં આવે છે. પરંતુ જો સંગઠનમાં ઊભા રહેલ વ્યક્તિઓના હાથ ગંદા હશે તો કોઈપણ એકબીજાની નજીક જવાની હિંમત નહીં કરે. વ્યવહારિક જીવનમાં પણ જો એકતા પરિવારના સભ્યો વચ્ચે હોય, સંગઠનો વચ્ચે હોય, પ્રદેશો કે દેશોની એકતા હોય ત્યારે એક થવા વાળા તમામ વ્યક્તિઓના મન બુદ્ધિ અને સંસ્કાર શુદ્ધ હોવા જરૂરી છે. તેઓ વિકાર વગરના અને નિ:સ્વાર્થ ભાવના વાળા હોવા જોઈએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)