આમાં થાય છે એ કે કોઈનાથી દુઃખી થવાના સ્વભાવના કારણે ઘણીવાર મને પોતાનાથી જ નફરત થઈ જાય છે કે હું જ ખોટી છું. મારી સાથે બધા આ રીતે જ વર્તે છે. કોઈએ મારી સાથે ખોટો વ્યવહાર કર્યો તો મારી સહન કરવાની શક્તિ તો પહેલેથી જ સમાપ્ત થઈ જાય છે. આ સમયે પહેલા પોતાની જાતને સમજાવવું પડશે તે આમાં મારી કોઈ જ ભૂલ ન હતી. અહીં આપણે પોતાની જાતને કહેવાનું શરૂ કરીએ છીએ કે હું સારી નથી, આનાથી તો હું પોતાના માટે નફરત ઉભી કરું છું તથા બીજા માટે પણ મનની અંદર નફરત નો ભાવ ઉભો કરીએ છીએ. અંદર ને અંદર તેને ભેગો થવા દઈએ છીએ.
આનું એક જ સમાધાન છે કે માફ કરો અને તેને ભૂલી જાઓ. આપણે બીજાને માફ નહીં કરી શકીએ કારણકે તે તેની પોતાની યાત્રા છે. પરંતુ આપણે પોતાની જાતને માફ કરવી પડશે, પોતે જ હલકા બનવું પડશે. આ માટે આપણે સતત પ્રયત્ન કરવો પડશે. આપણે એ સમજી લેવું પડશે કે આમાં મારી કોઈ જ ભૂલ ન હતી. ભૂલ બીજા એ કરી પરંતુ મારી સાથે વધુ ખરાબ નહીં થવા દઉં. જ્યાં સુધી મનમાં તે બાબતને રાખીશું ત્યાં સુધી વારંવાર તે આપણને દુઃખી કરતી રહેશે. આપણને એવું લાગતું હતું કે પરિસ્થિતિના કારણે હું દુઃખી થઈ રહેલ છું. પરંતુ વાસ્તવમાં દુઃખ મારી જાતે જ ઉભુ કરું છું અને તેને સમાપ્ત કરવાની શક્તિ પણ મારી પાસે જ છે.આપણે એ સમજવું જોઈએ કે હું સામેની વ્યક્તિને માફ નથી કરી રહેલ પરંતુ મારા સુખ માટે મને પોતાને જ માફ કરી રહેલ છું. મનમાં લાગેલા આઘાતને આપણે ઠીક પણ કરી શકીએ છીએ અને રોજેરોજ તેને યાદ કરીને ઊંડો પણ કરી શકીએ છીએ. શક્ય છે કે કોઈએ તમારી સાથે ખોટો વ્યવહાર કર્યો પરંતુ તેના જવાબમાં તે વ્યક્તિ પ્રત્યે ધ્રુણા ઉત્પન્ન કરીને આપણે પોતાની સાથે જ ખોટું કરી રહ્યા છીએ. બીજાના વર્તનને આપણે રોકી નહીં શકીએ પરંતુ પોતાને તો જરૂર રોકી શકીએ છીએ. આપણે પોતાની જાત પ્રત્યે નફરત ઉત્પન્ન કરીને પોતાને ઊંડો ઘા કરી રહ્યા છીએ.
આ ઘા બીજા એ આપેલ ધા કરતા ખૂબ મોટો છે. પોતાની જાત સાથે પ્યાર કરો, પોતાને ક્ષમા કરો અને પોતાની ઉપર રહમ કરો. આપણને કોઈની સહાનુભૂતિની જરૂરિયાત નથી. મનની શક્તિનો પ્રયોગ કરીને બીજાના વર્તનથી આપણને લાગેલ ઘા ને હળવો કરો. પોતાને કહો કે હું તે બાબત ભૂલી ગયેલ છું હવે વારંવાર તને યાદ નથી કરવાની. આપણે બીજાને માફ કરવાનું છે, તે બાબત ભૂલી જવાની છે પોતાના સુખ માટે. હું બીજાના વર્તનના કારણે દુઃખ તથા ગુસ્સો ઉત્પન્ન કરી રહેલ છું. આમાં કોઈ કાંઈ કરી શકે તેમ નથી. બીજાનો વ્યવહાર સુધારવો તે આપણા હાથમાં નથી. પરંતુ જો આપણે બીજા પ્રત્યે ગુસ્સો કે નફરતની ભાવના રાખીએ છીએ તો તેનાથી આપણને જ નુકસાન થાય છે. જો આપણે જૂની ઘટનાઓને ભૂલતા શીખીશું તો મનમાં પકડી રાખેલ ઘણો બધો ભાર હલકો થઈ જશે. અને આપણે નવી જિંદગીની શરૂઆત કરી શકીશુ.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)