તેમની મોહિની મૂર્તિ ભક્તોના નયનોમાં, દિલમાં વાસ કરે છે. પરંતુ એ પ્રશ્ન ઉઠે છે કે શું શ્રી કૃષ્ણ મનમોહન ફક્ત શરીરના સૌંદર્યથી જ બની ગયા? તેનો જવાબ છે ‘”ના”. તેમની સુંદરતામાં પવિત્રતા તથા દિવ્યતાની ઝલક દેખાઈ દેતી હતી. સાથે સાથે તેમના સુંદર શરીર ઉપર ન તો ક્રોધનો કુહાડો લાગ્યો કે ન લોભ ના ડાગ લાગ્યા, ન મોહ તથા અહંકારની પીડા થી તેઓ પીડિત થયા, ન કામનો હુમલો થયો કે ન ઈર્ષા-દ્વેષની ઝેરીલી હવા લાગી. આજ વાત શ્રીદુર્ગા, શ્રીલક્ષ્મી, શ્રીસરસ્વતી વગેરે દેવીઓ તથા શ્રીનારાયણ વગેરે દેવતાઓના સંબંધમાં પણ કહેવાઇ શકે છે.
વર્તમાન સમયે આયોજીત થનાર સૌંદર્ય સ્પર્ધાઓ ફક્ત શરીરની સુંદરતા ઉપર આધારિત હોય છે. અહીં અમારો ભાવ એ છે કે ફક્ત શરીરની સુંદરતાને જોઈને કોઈને સુંદર કહી દેવું તે સંપૂર્ણ સુંદરતાના માપદંડને પૂર્ણ નથી કરતો. બહારની તથા અંદરની બંને ક્ષેત્રોની સુંદરતાને આધારે વાસ્તવિક સુંદરતા નક્કી કરી શકાય છે. ફક્ત બહારની સુંદરતા કે ફક્ત અંદરની સુંદરતા અધૂરી છે. વાસ્તવમાં તો શરીર તેજ સુંદર છે કે જેના પર ક્યારેય પણ કામવાસનાનો ડાઘ લાગેલ ન હોય, મોહ, અહંકારે જેને સ્પર્શ કર્યો ન હોય તથા તેમાં રહેનાર આત્માએ ક્યારેય પણ દુઃખ, ચિંતા, રોગનો અનુભવ ન કર્યો હોય.
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મધ્યમથી સ્વયં નિરાકાર પિતા પરમાત્મા શિવે એક અનોખી હરીફાઈનું આયોજન કરેલ છે, જે છેલ્લા 86 વર્ષથી ચાલે છે. આ હરીફાઈનો હેતુ છે આવનારી નવી દુનિયા માટે પરમ સુંદર, ગુણવાન, પરમ પવિત્ર તથા તેજસ્વી આત્માઓની પસંદગી. જેને આપણે મંદિરોમાં શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ તથા અન્ય દેવી દેવતાઓના રૂપમાં પૂજીએ છીએ.
આવા સુંદર આકર્ષક દેવતાઓની રચના કરવા માટે પરમપિતા પરમાત્મા શિવ તથા આદિ પિતા પ્રજાપિતા બ્રહ્માની સંપૂર્ણ આત્માએ રાજયગીની દાદી હૃદય મોહિનીના સાકાર માધ્યમ દ્વારા 1969 થી 2018 સુધી પ્રયત્ન કર્યો. ઈશ્વર દ્વારા જાહેર થયેલ આ હરીફાઈમાં ભાગ લેવો તથા તેના માટે ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરવું તે સંપૂર્ણ વિનામૂલ્યે છે. આમાં કોઈપણ પ્રકારના શારીરિક કષ્ટની વાત નથી. માબાપ પણ સારુ ભવિષ્ય જોશે તો શા માટે રોકશે! સમાજના લોકો શરૂઆતમાં રોકવા પ્રયત્ન કરે છે. પરંતુ બાદમાં તો પીઠ થાબડવા માંડે છે. લૌકિક સૌંદર્ય હરીફાઈમાં જો લગ્ન કરેલ હોય તો તેને યોગ્ય નથી માનવામાં આવતા. લગ્ન કરેલ અને કુંવારા વચ્ચે મુખ્ય અંતર છે બ્રહ્મચર્યની પાલનાનું. પવિત્રતાની ધારણા દ્વારા મનુષ્યની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. પરંતુ આજના વિવાહિત જીવનમાં આ ઉપલબ્ધિ સમાપ્ત થતી જાય છે. દેવી દેવતાઓ તો લગ્ન જીવનમાં પણ પવિત્ર રહેતા હતા. માટે જ લક્ષ્મી-નારાયણને બે તાજ બતાવવામાં આવે છે. તથા તેમની પૂજા થાય છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)