ઘૃણાની વાત પહેલી નજરે ભલે નાની લાગે પરંતુ છે બહુ મોટી. ઘણા સમય પહેલા સમાચાર પત્રોમાં સમાચાર આવ્યા હતા કે ચાલુ ટ્રેનમાં સિગારેટ ના એક નાના ટુકડાએ એવી આગ લગાડી કે કરોડોનો સામાન તથા ઘણા લોકો કોલસાની જેમ સળગી મર્યા. આજ રીતે ઘૃણા રૂપી વિકાર પણ પુણ્ય કર્મોને, મીઠાશને, જ્ઞાનના પ્રકાશને રાખ બનાવી દે છે. જેવી રીતે ભગવાનની યાદ થી પાપ કર્મ ભસ્મ થાય છે તેવી જ રીતે ઘૃણા થી પણ સારા કર્મ ભસ્મીભૂત થઈ જાય છે. માટે જ નષ્ટોમોહાની સાથે સાથે નષ્ટોઘૃણા પણ બનવું જરૂરી છે. ત્યારે જ સ્મૃતિ સ્મૃતિલબ્ધા બની શકીશું.
જહાજ સમુદ્રની અંદર તૂટી જવાથી 106 લોકોના મોત, પુલ થી ઉતરીને ટ્રેન નદીમાં પડી હજારોના મૃત્યુ, ભૂકંપથી હજારો વ્યક્તિઓ કાળના મુખમાં, બે વિમાન આકાશમાં અથડાયા પરિણામે 90 યાત્રીઓના મૃત્યુ. આવા સમાચાર આપણે વારંવાર વર્તમાન પત્રો તથા ટીવી ચેનલો દ્વારા સાંભળતા રહીએ છીએ. આજની દોડભાગની જિંદગીમાં મનુષ્ય સંવેદન હિન બનતો જાય છે. પરિણામે આ પ્રકારની ઘટનાઓ પ્રત્યે તે વધુ સંકલ્પ નથી ચલાવતો. આવા સમયે ઉઠવા વાળા વિચારોને તે વધુ મહત્વ નથી આપતો, પરંતુ વિવેકના કોઈ એક ખુણામાં પ્રશ્ન ઉઠે છે કે આવું શા માટે થાય છે?
વયો વૃદ્ધ પિતાની નજર સામે જુવાન પુત્ર શા માટે મૃત્યુ પામે છે? જેણે હજુ કિશોર અવસ્થાને સ્પર્શ પણ નથી કર્યો તેવા બાળકનું અકાળે મૃત્યુ શા માટે થાય છે? માતાની આંખોના તારા પૂરી આંખ ખોલતા પહેલા જ શા માટે સંસારને બાય બાય કહી દે છે? આખા પરિવારનો આધાર વ્યક્તિ એક સેકન્ડમાં આંખો શા માટે બંધ કરી દે છે?
એક સમય હતો જ્યારે વૃદ્ધોની આંખોની સામે નવ જવાનોનું મૃત્યુ નતુ થતું. કોઈપણ સ્ત્રી વિધવા નતી થતી, બાળક અનાથ નતા બનતા. અકાળે મૃત્યુ રૂપી દૈત્ય પોતાના પગ સમેટીને ક્યાંક છુપાઈને રહેતા હતા. મનુષ્ય સૃષ્ટિના કોઈપણ ખૂણે તેનું કાળુમોં એક સેકન્ડ માટે પણ કોઈને નજર નતું આવતું. જરૂર સમય તથા માનવીય કર્મોમાં પરિવર્તન આવેલ છે. મનુષ્યના પરિવર્તન દ્વારાજ અનેક પ્રકારના પરિવર્તન થતા હોય છે. માટે જ અકાળે મૃત્યુનો આ માહોલ દિવસે અને દિવસે માનવીય વ્યવહારમાં આવેલ ગિરાવટનું કારણ છે.
જેવી રીતે મનુષ્યનું પતન થતું જાય છે, પ્રકૃતિ દ્વારા બનાવાયેલ મર્યાદાઓ તેની જાતેજ તૂટતી જાય છે. નદીઓ પોતાના કિનારા છોડી દે છે, પહાડ તેની સ્થિરતા ગુમાવી દે છે, ધરતી ખૂબ ભાર અનુભવે છે તથા મનુષ્ય પોતાની અંદરની પ્રકૃતિ તથા બહારની પ્રકૃતિનું રમકડું બનીને રહી જાય છે. મનુષ્યના પરસ્પરના સંબંધો તથા મનુષ્ય અને પ્રકૃતિના સંબંધો પર તમોગુણ એવો કાળો પડછાયો પડે છે કે જેના પરિણામે જલ્દી-જલ્દી અકાળે મૃત્યુ તથા જલ્દી- જલ્દી જન્મ થવા લાગે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)