કેરળ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડથી ઉમેદવારી પત્ર ભર્યું છે. આ દરમિયાન પ્રિયંકાની સાથે તેમના માતા સોનિયા ગાંધી, ભાઈ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા. ઉમેદવારી પત્ર ભરતા સમયે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા અને પુત્ર પણ તેમની સાથે હતા. આ પહેલા પ્રિયંકાએ એક રોડ શો કર્યો હતો અને જનસભાને સંબોધિત કરી હતી.