નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી હવે બહુ દૂર નથી, પરંતુ આપ પાર્ટી અને ભાજપની વચ્ચે ઘમસાણ ચાલી રહ્યું છે. બંને પક્ષોના નેતાઓ એકમેક પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. હવે બંને પાર્ટીઓની વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ચૂક્યું છે. ભાજપે આપ પાર્ટી પર હુમલો કરતાં કહ્યું છે કે આપ પ્રમુખ કેજરીવાલ ચૂંટણી હિન્દુ છે.
ભાજપે સોશિયલ મિડિયા પર લખ્યું છે કે જે 10 વર્ષોથી ઇમામને સેલરી વહેંચે છે. જે ખુદ શ્રીરામનું મંદિર બનવાથી ખુશ નથી. જેણે મંદિર અને ગુરુદ્વારાની બહાર દારૂની દુકાનો ખોલવા લાઇસન્સ આપ્યા. જેમનું સંપૂર્ણ રાજકારણ હિન્દુવિરોધી રહી છે. એમને હવે ચૂંટણી આવતાં પૂજારીઓ અને ગ્રંથીઓની યાદ આવી છે.
બીજી બાજુ પોસ્ટર દ્વારા આપે પણ ભાજપને પડકાર ફેંક્યો છે. કેજરીવાલે ભાજપને પડકાર આપ્યો છે કે ભાજપ શાસિત રાજ્યોમાં પક્ષ પૂજારીઓ અને ગ્રંથિઓને રૂ. 18,000ની સન્માન રકમ આપે.
बीजेपी में हिम्मत है तो केजरीवाल जी की खुली चुनौती को स्वीकार करे🔥 pic.twitter.com/zTH98ZDRVI
— AAP (@AamAadmiParty) December 31, 2024
દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025S પૂરો થાય છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી અને 70 માંથી 62 બેઠકો જીતી હતી. આ વખતની ચૂંટણી પહેલાં કેજરીવાલ ચાર મોટી યોજનાઓ બનાવી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો અમારી સરકાર ફરી આવશે તો અમે દિલ્હીના પૂજારીઓ અને ગ્રંથીઓને દર મહિને 18,000 રૂપિયાનો પગાર આપીશું. રજિસ્ટ્રેશન 31મી ડિસેમ્બરથી શરૂ થશે.