પ્રશાંત કિશોરની પોલીસે કરી ધરપકડઃ ગાંધી મેદાનમાં હંગામો

પટનાઃ BPSC પરીક્ષા વિવાદને લઈને પટનામાં આમરણ ઉપવસ પર બેઠેલા જનસુરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોરની પોલીસે મોડી રાત્રે ધરણાં સ્થળથી ધરપકડ કરવામાં આવી છે, જે પછી તેમના ટેકેદારોએ નારાજગી વ્યક્ત કરી છે. પાર્ટીના સમર્થકોનો આરોપ છે કે પ્રશાંત કિશોરની મારપીટ પણ કરવામાં આવી હતી. એ સાથે પોલીસે તેમની વેનિટી વેનને પણ જપ્ત કરવામાં આવી હતી.

બિહાર PSC પરીક્ષાને રદ કરવાની માગને લઈને આમરણ ઉપવાસ પર તેઓ બેઠા હતા.જોકે પટના પોલીસે ગાંધી મેદાનમાં તે જગ્યા ખાલી કરાવી હતી, જ્યાં જનસુરાજના વડા પ્રશાંત કિશોર ભૂખ હડતાળ પર બેઠા હતા.

તેમની પાર્ટીએ જણાવ્યું હતું કે છે કે પોલીસે પ્રશાંત કિશોરને બળજબરીથી ઉપાડ્યા અને તેને AIIIMS હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આ સિવાય પટના પોલીસે ગાંધી મેદાનની બહાર આવતાં વાહનોની તપાસ કરી હતી, જ્યાં જનસુરાજના વડા પ્રશાંત કિશોર ભૂખ હડતાળ પર બેઠા હતા. પોલીસે ગાંધી મેદાનમાં કોઈને જવા પર પ્રતિબંધ મૂક્યો છે.

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે નીતીશ કુમારની કાયરતા જોઈ શકો છો, તેમની પોલીસે છેલ્લા પાંચ દિવસથી ખરડાયેલું શિક્ષણ પદ્ધતિ વિરુદ્ધ હડતાળ કરી રહેલા પ્રશાંત કિશોરને સવારે ચાર વાગ્યે કસ્ટડીમાં લીધા છે અને સાથે બેસેલા હજારો યુવાનોને અજ્ઞાત જગ્યાએ લઈ ગયા છે.

BPSC પ્રિલિમ્સની પરીક્ષા રદ કરવાની માગ કરતો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે પ્રશાંત કિશોરે કહ્યું હતું કે મારી પાસે આ અંગે કોઈ માહિતી નથી. અમે (જનસુરાજ પાર્ટી) 7 મી જાન્યુઆરીએ હાઈકોર્ટમાં અરજી કરીશું. અમે જે કહ્યું હતું તે મુજબ તે કાયદેસર છે અને અમે આ રીતે અમારી માગ ચાલુ રાખીશું, એમ તેમણે કહ્યું હતું.