મહેસાણા: જંગલની જૈવ વૈવિધ્યતા માટે પહેલેથી જાણીતા ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈની શોભામાં હવે વધુ એક નવી ઓળખ ઉમેરાઈ છે. ગણપત યુનિવર્સિટીની સાયન્સ કોલેજની વિદ્યાર્થિની મિલી શાહએ પી.એચ.ડી. સંશોધનના ભાગરૂપે તેમજ તેમની સાથે અભ્યાસ-સંશોધનમાં જોડાયેલી વિદ્યાર્થિનીઓ દ્વારા વઘઈના જંગલમાં શોધ અભિયાન કર્યું હતું. જે દરમિયાન તેમણે એક નવી પ્રજાતિની મશરૂમ જોવા મળી છે, જેનું વૈજ્ઞાનિક નામ Xylaria Polymorpha છે અને સામાન્ય ભાષામાં તેને ‘ડૅડમેન ફિંગર્સ’ મશરૂમ તરીકે ઓળખવામાં આવે છે.ભારતમાં આ મશરૂમ અત્યાર સુધીમાં માત્ર મેઘાલય રાજ્યમાં જ જોવા મળ્યા છે. જ્યારે ગુજરાતમાં આ મશરૂમને પ્રથમ વાર શોધી કાઢવામાં આવ્યા છે.