Home Blog Page 917

Chitralekha Gujarati – 26 May, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

વિગન ડાયેટ: સ્વાસ્થ્ય માટે ઉપકારક, પણ…

વિગન ડાયેટ એ છેલ્લાં થોડાં વર્ષથી ખૂબ ચર્ચામાં છે. આ ડાયેટને મામલે ઘણી હકારાત્મક તેમ જ નકારાત્મક માન્યતા પ્રવર્તી રહી છે. અમુક નિષ્ણાતોના મતે વિગન ડાયેટ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે તો કેટલાકનું એમ પણ માનવું છે કે આ પ્રકારનાં ડાયેટ જોખમી નીવડી શકે છે, કારણ કે એનાથી અમુક પોષક તત્ત્વોની શરીરમાં ઊણપ રહી શકે છે એટલે કે ન્યુટ્રિશનલ ડેફિસિયન્સી થવાના ચાન્સ રહે છે.

– તો, આ બહુચર્ચિત અથવા વિવાદિત વિગન ડાયેટ શું છે? એની શરૂઆત શા માટે અને કેવી રીતે થઈ?

એક સમયે આહારની સ્વીકાર્યતા માટે બે જ પ્રકારના આહાર પ્રચલિત હતા. શાકાહારી (વેજિટેરિયન) અને માંસાહારી (નૉન-વેજિટેરિયન). ત્યાર બાદ એગિટેરિયન  એવો એક શબ્દ આવ્યો, જે લોકો નૉન-વેજ ફૂડ નથી ખાતા, પરંતુ એગ્સ (ઈંડાં) લેતા હોય એમને એગિટેરિયન ગણવામાં આવે છે. આમાં વળી વિગન ક્યાંથી આવ્યું? વિગન એટલે વેજિટેબલ્સ અર્થાત્ પ્લાન્ટ બેઝ્ડ ફૂડ, ફક્ત વનસ્પતિના આધારે બનતો ખોરાક, જેમાં પ્રાણીઓ દ્વારા મળતાં તમામ ખાદ્યો (માંસ, ઈંડાં, મધ અને ડેરી પ્રોડક્ટ્સ સુદ્ધાં)નો ત્યાગ કરવામાં આવે છે.

વિગન આહાર દ્વારા સ્વાસ્થ્યને લગતા ઘણા પ્રકારના ફાયદા જોવા મળે છે. વજન જાળવવામાં તો આ આહાર મદદ કરે જ છે, હૃદયરોગ, ડાયાબિટીસ જેવી સમસ્યા તથા લાંબા સમયથી પેટને લગતી કોઈ બીમારી નિવારવા માટે પણ આ પ્રકારનો આહાર ઉપયોગી છે. વિગન દ્વારા સૅચ્યુરેટેડ ફૅટ અને કૉલેસ્ટરોલ ઘટાડી શકાય છે. એ રીતે હૃદયને લગતા રોગોમાં એ ફાયદેમંદ છે. વિગન ડાયેટ રેસાયુક્ત તેમ જ વિટામિન્સ અને મિનરલ્સથી સમૃદ્ધ છે, જેથી જરૂરી પોષક તત્ત્વો એના દ્વારા મળી રહે છે.

વિગન ફૂડ્સ એટલે કે અલગ અલગ પ્રકારનાં ફળો, શાકભાજી, આખાં અનાજ, નટ્સ, બીજ, તેલીબિયાં અને ટોફુ. આલ્મન્ડ મિલ્ક (બદામમાંથી બનતું દૂધ) કે સોયા મિલ્ક તથા એમાંથી બનતાં પનીર (ટોફુ), ચીઝ, વગેરેનો ઉપયોગ વિગન તરીકે કરવામાં આવે છે. વિગન ફૂડ લઈ  રહેલી વ્યક્તિ ઘણી વખત વિટામિન બી-૧૨, વિટામિન ડી-૩ અને આયર્નનાં સપ્લિમેન્ટ્સ લેતી હોય છે, જેથી આ તત્ત્વોની એમને ખામી ન સર્જાય.

હવે પ્રશ્ર્ન એ છે કે અત્યાર સુધી અગર આ પ્રકારના ડાયેટની જરૂર નહોતી તો હવે આવા પ્રકારનો ડાયેટ શા કારણે શરૂ થયો? વિગન શા માટે પસંદ કરાય છે? આની પાછળ ઘણાં કારણ છે, જેમ કે ઘણા લોકો ધાર્મિક માન્યતા અથવા તો પ્રાણી તરફના પ્રેમને કારણે એમની હત્યા કરવાના વિરોધમાં છે અને પ્રાણીજન્ય પ્રોડક્ટ્સનો ત્યાગ કરે છે. અમુક તારણ મુજબ વિગન આહારને કારણે હૃદયને લગતા રોગો, ટાઈપ-ટુ ડાયાબિટીસ અને કેટલાક પ્રકારનાં કૅન્સરમાં રક્ષણ મળે છે. આ ફાયદાને કારણે ઘણા લોકો વિગન પ્રત્યે આકર્ષાય છે. વનસ્પતિ પ્રત્યેના પ્રેમને કારણે પણ આ પ્રકારના ડાયેટને અનુસરવા કેટલાક લોકો પ્રેરાય છે.

આ ઉપરાંત, આ પ્રકારના ડાયેટમાં વનસ્પતિ દ્વારા જ મૅગ્નેશિયમ, ફોલિક ઍસિડ, વિટામિન સી, વિટામિન ઈ તથા સાયટોકેમિકલ્સ મળે છે અને એની અસર સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે થાય છે. આવા બધા પ્રકારનાં પોષક તત્ત્વોથી વિગન આહાર સમૃદ્ધ છે. નટ્સ અને સીડ્સ એ ઓમેગા-થ્રી ફૅટી ઍસિડના ખૂબ સારા સ્રોત છે. અખરોટનો પણ આવા તૈલીય સૂકા મેવામાં સમાવેશ થાય છે. આથી જ એને દરરોજ લેવાનું સૂચવવામાં આવે છે.

વિગન ડાયેટમાં ફૅટનું પ્રમાણ ઘણું ઓછું હોવાને કારણે વજન ઘટાડવા માટેના ડાયેટ ચાર્ટમાં પણ આહારશાસ્ત્રીઓ દ્વારા અમુક સમય માટે વિગન ડાયેટ પ્લાન કરવામાં આવે છે. આ પ્રકારના પ્લાનને વધારે સમય સુધી ચાલુ ન રાખતાં મર્યાદિત સમય માટે અનુસરવામાં આવે છે, કારણ કે વિગન ડાયેટને વધુ સમય સુધી અપનાવવામાં આવે તો એના દ્વારા કોઈ ન્યુટ્રિયન્ટ્સની ખામી સર્જાઈ શકે છે. વિશેષ તો પ્રાણીજન્ય ખાદ્યોમાંથી મળતું વિટામિન બી-૧૨ એથી આ પ્રકારના ડાયેટ લેતી વ્યક્તિઓને બી-12નાં સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે. આ સિવાય વિટામિન ડી-૩ , કૅલ્શિયમ તેમ જ આયર્ન પણ વનસ્પતિજન્ય ખાદ્યોમાં નહીંવત્ પ્રમાણમાં હોય છે આથી વિગન આહાર લેતી વ્યક્તિઓને ઉપરોક્ત ન્યુટ્રિયન્ટ્સ સપ્લિમેન્ટ્સ સૂચવવામાં આવે છે. આ એ પ્રકારનો આહાર છે કે જે નુકસાન કરતો તો નથી, પરંતુ એને ડૉક્ટર્સ અથવા ડાયેટિશિયનના માર્ગદર્શન હેઠળ લેવાય એ જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ડેફિસિયન્સી થવાના ચાન્સ ન રહે.

અગર તમે વેજિટેરિયન ફૂડ લઈ રહ્યા છો અને વિગન ફૂડ શરૂ કરવા ઈચ્છો છો તો એને અચાનક જ શરૂ ન કરતાં ધીરે ધીરે ડેરી પ્રોડક્ટ્સને તમારા આહારમાંથી નાબૂદ કરો. આ માટે ડાયેટિશિયનની સલાહ ચોક્કસ લો, જેથી તમને ડેરી પ્રોડક્ટ્સની અવેજીમાં લઈ શકાતાં ખાદ્યોની માહિતી મળી રહે. શરૂઆતમાં તમારો આખા દિવસનો ડાયેટ પ્લાન તૈયાર કરો, જેમાં સીઝન પ્રમાણે અલગ અલગ પ્રકારનાં ફ્રૂટ્સ અને શાકભાજીની તમારી પસંદગી પ્રમાણેની ઉપલબ્ધતા જાણી લો. તમારા આહારમાં પર્યાપ્ત પ્રમાણમાં આખાં અનાજ, કઠોળ, તેલીબિયાં, બીજ (સીડ્સ)નો સમાવેશ હોવો જરૂરી છે, જેથી પૂરતું પોષણ મળી રહે. આ પ્રકારના ડાયેટમાં જે પોષક તત્ત્વોની ઊણપ રહી જતી હોય એ સપ્લિમેન્ટ્સ દ્વારા લેવાય એનું ખાસ ધ્યાન રાખવું.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

વાસ્તુ: સોસાયટીમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા શું કરવું?

સુરક્ષાનો ઈજારો શું માત્ર સૈનિકોએ જ લીધો છે? જયારે યુદ્ધ થાય ત્યારે દેશના દરેક નાગરિકની જવાબદારી છે કે એ સભાનતા પૂર્વક વર્તે. આપણા દેશનું સહુથી મોટું દુર્ભાગ્ય એ છે કે આપણી વસ્તી સતત વધી રહી છે અને એમાં અસંખ્ય વિચારધારાઓ ધરાવતા લોકો છે. નકારાત્મકતા ધરાવતા દરેકને પોતાનો રોટલો શેકવો છે જેમાં અન્યને હોમી દેવામાં એમને શરમ નથી આવતી. જો દેશ આવા લોકોથી ખદબદતો હોય તો એમાં સરકાર અને સેના શું કરી શકે? શોભાના પુતળા જેવા માત્ર દેખાડા માટે બેસાડવામાં આવેલા સિક્યોરીટી ગાર્ડ અને દેશના સૈનીકમાં આસમાન જમીનનો ભેદ છે. જો દરેક સિક્યોરીટી એજન્સી એના ગાર્ડને જવાદારી શીખવે તો દેશની સુરક્ષા અલગ લેવલ પર પહોંચે. વળી જરૂર પડે એ લોકોને સરહદ પર પણ મોકલી શકાય.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ જો કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: તમે ગધેડા પર અંબાડી જોઈ છે? જોવી હોય તો અમારી સોસાયટીમાં આવો. એક માણસ જે કોઈ ચૂંટણી લડ્યો નથી એ ગુપ્તી લઈને ફર્યા કરે છે ને બધાને ડરાવી પૈસા પડાવે છે. સોસાયટીની ઓફિસમાં પણ બેસીને પૈસાનો વહીવટ કરે છે. રીતસરનો મવાલી જ છે. એ સિક્યોરીટી એજન્સી વાળા બહેનની મદદથી આતંક ફેલાવે છે. પેલી બહેન સારી લાગે છે. પણ આ માણસ એને પોતાની સારી મિત્ર ગણાવી લોકોને સમજાવે છે કે એ મારું કહ્યું જ માનશે. કોઈને જુએ એટલે પાંચસો છસો કરોડનો માલ કુરિયર કરવાના બણગા ફૂંકે છે. મોટા નેતાઓના નામ આપીને કહે છે કે એ બધા મારી પાર્ટીઓમાં ધક્કા ખાય છે અને મને પ્રણામ કરવા આવે છે. રેઇડ પડાવવાની ધમકી આપી પૈસા પડાવે છે. સુરક્ષા કર્મીઓ  તો મારા ખિસ્સામાં છે એટલે ભૂલથી પણ ફરિયાદ ન કરશો એવી ધમકી આપે છે.

સોસાયટીમાં છોકરીઓ ભાડે રાખીને ખોટા કામ કરાવે છે. વચ્ચે દારૂ અને ડ્રગ પણ પકડાયા હતા. કોલ સેન્ટર પકડાયું હતું. જુગાર, સટ્ટો, રજીસ્ટર થયા વિનાના વિદેશી નાગરિકો જેવું ઘણું બધું આ સોસાયટીનો  ભાગ છે. વળી સોસાયટી કમિટીના સભ્યો એમની મમ્મીઓને બગીચામાં એમનું માર્કેટિંગ કરવા મૂકી કે છે. કોઈ ફરવા નીકળે તો એમની પાછળ ફરીને બકબક કર્યા કરે છે.

કોવિડ પહેલા બધું સારું હતું. હવે જે લોકો પ્રોપર્ટી વેંચીને જાય છે એ બધા દેવાળિયા થઈને ગયા છે. ડર લાગે છે. પેલો માણસ એના ગાર્ડસની મદદથી સ્ત્રીઓ સાથે અસભ્ય વર્તન કરાવીને ડરાવે છે કે અમુક રકમ આપો બાકી આનાથી મોટું થશે. સહુથી મોટી તકલીફ એ છે કે સોસાયટીમાં બધા એનાથી દબાઈ ગયા છે. નજર સામે કોઈ સ્ત્રીને હેરાન કરે તો લોકો તમાસો જોતા હોય એ રીતે ઉભા રહે છે. કોઈ એક બીજાની મદદ કરતુ નથી. આ કયા વાસ્તુ દોષના લીધે થયું હશે? ઘર બદલવાની પ્રબળ ઈચ્છા થાય છે.

જવાબ: ચિંતા ન કરો આપની કોઈ પણ પ્રકારની માહિતી કોઈને નહિ આપવામાં આવે. મોટા ભાગે સોસાયટીની જાક જમાળ જોઇને લોકો પ્રોપર્ટી ખરીદતા હોય છે, ક્લબ હાઉસ, જીમ, સ્વીમીંગ પુલ, વોક વે, બગીચો જેવી વસ્તુઓ કરતા પણ વધારે અગત્યનું છે વાતાવરણ. આપણે ઘર ખરીદીએ ત્યારે જો આવા પ્રલોભનો જોવા જઈએ તો ક્યારેક આવી ગંદકીનો સામનો કરવો પડે. તમારી સોસાયટીમાં લોકો નમાલા થઇ ગયા છે. અને એટલે જ આવા મવાલી જેવા માણસો ગુપ્તી બતાવીને બ્લેકમેઈલ કરે છે. ગુપ્તી એ હથિયાર છે. અને હથિયાર રાખવું એ ગુનો છે. પાંચસો કરોડનો માલ કઈ કુરિયર સર્વિસ લઇ  જાય છે? આ અશક્ય લાગે છે. બોલવામાં ક્યાં પૈસા લાગે છે? સહુથી પહેલા તો તમે નવી જગ્યા શોધવા લાગો. મન મારીને કોઈ જગ્યાએ ન રહેવાય. બીજું બહાર નીકળ્યા પછી હિંમત કરીને તમારો અનુભવ બધાને કહેવા લાગો.

કવિ કલાપીની કવિતા ગ્રામ માતામાં એક સરસ વાત કરી છે કે જયારે રાજાનું મન ફરે ત્યારે ધરતી રસાતાળ જાય. જે સોસાયટીમાં નારીનું અપમાન થાય ત્યારે પણ લોકો ચુપ રહેતા હોય તો ત્યાં તો લક્ષ્મી રૂઠે જ. વળી જે માણસનું કોઈ વજૂદ નથી એ માત્ર ગુપ્તીના જોરે સોસાયટીની ઓફિસમાં બેસીને નિર્ણય લઇ શકે એ જ બતાવે છે કે લોકો કેટલા નમાલા છે. કર્મની અને માણસોની ઉર્જા પણ માનવ જીવનને અસર કરે છે. કોવીડ પહેલા જે કમિટી હતી એ હવે નથી. જો કમિટી બદલાશે તો જ ઉદ્ધાર શક્ય છે. બાકી પતન નિશ્ચિત છે.

આગ લાગે ત્યારે લોકો જગ્યા છોડી દે છે. આ એક પ્રકારની નકારાત્મકતાની આગ જ છે. જેટલું જલ્દી શક્ય હોય એટલું જલ્દી બહાર નીકળો. નવી જગ્યા પુરતું વિચારીને લેશો. ચિંતા ન કરો. તમે સારા છો એટલે જ કુદરત તમને બહાર જવા પ્રેરી રહી છે. બની શકે તમારા ગયા બાદ આ જગ્યા કુદરતના નિયમોથી ઘેરાઈ જાય. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો બધું સારું જ થશે.

સવાલ: અમારે ત્યાં ટાઈલ્સનો રંગ બદલ્યો પછી ખુબ અથડામણો થાય છે. શું આવું થઇ શકે?

જવાબ: વાસ્તુ એટલે માત્ર નકશો નહિ. આપણી આસપાસના દરેક પદાર્થોની ઉર્જા આપણને અસર કરે છે. એક જગ્યાએ લીફ્ટ બદલી. એના માટે જરૂરી ફેરફાર કર્યા બાદ લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે.

સુચન: જો સોસાયટી પ્રમુખ ઈશાનમાં રહેતો હોય તો એની જીદના કારણે સોસાયટીમાં નકારાત્મકતા આવે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

પંચાંગ 16/05/2025

SGCCIના પ્રાંગણમાં 100 ફૂટની ઊંચાઇએ રાષ્ટ્રધ્વજ ફરક્યો

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. 15 મે, 2025ના રોજ સવારે 09:30 કલાકે સંહતિ, સરસાણા ખાતે રાષ્ટ્રધ્વજ સ્થાપના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બરના પ્રાંગણમાં 100 ફૂટની ઊંચાઇએ રાષ્ટ્રધ્વજની સ્થાપના કરાઇ હતી. સુરતના કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધીના હસ્તે આ વિશાળ રાષ્ટ્રધ્વજનું અનાવરણ કરી તેને ફરકાવવામાં આવ્યો હતો.

ચેમ્બરના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, જમ્મુ–કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ હુમલો કરીને નિર્દોષ નાગરિકોનો ભોગ લઇ દિકરીઓના માથાનું સિદૂર ભુસી નાખ્યુ હતુ. ભારત શાંતિપ્રિય દેશ છે, પરંતુ આતંકવાદને કોઇપણ સંજોગોમાં સાંખી લેશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સેનાએ ઓપરેશન સિદૂર અંતર્ગત પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક દ્વારા આતંકવાદીઓના અડ્ડાઓ ઉડાવી 100થી પણ વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો.

ભારતે, આખા વિશ્વને વીરતાનો પરિચય આપી પાકિસ્તાનમા આતંકના મૂળ પર પ્રહાર કર્યો છે. આ ઘટનાની પાછળ ફક્ત સૈન્ય શક્તિ જ નહીં, પણ એક રાષ્ટ્ર તરીકે આપણી એકતા, આપણી સંકલ્પશક્તિ અને દેશપ્રેમ છે. આ જ ભાવનાને કાયમ રાખવા માટે ચેમ્બરના પ્રાંગણમાં વિશાળ રાષ્ટ્રધ્વજની માનભેર સ્થાપના કરાઇ છે.

સુરતના કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા પ્રાગણમાં વિશાળ રાષ્ટ્રધ્વજની સ્થાપના એ ખૂબ જ સરાહનીય છે. આ વિશાળ રાષ્ટ્રધ્વજને દરરોજ ફરકતો જોઇને રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના કાયમી હૃદયમાં વસેલી રહેશે અને એના માટે સતત ગૌરવની અનુભુતિ થશે.

(અરવિંદ ગોંડલિયા, સુરત)

સોનુ નિગમને કર્ણાટક હાઈકોર્ટ તરફથી આખરે મળી રાહત

બૉલિવૂડના લોકપ્રિય ગાયક સોનુ નિગમના ફેન્સ માટે એક સારા સમાચાર છે. કન્નડા ભાષાના અપમાનને લઈ ગાયક વિરુદ્ધ દાખલ થયેલી FIR પર કર્ણાટક હાઈકોર્ટે તેમને રાહત આપી છે. કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સોનુ નિગમ વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી થશે નહીં.

(Photo:IANS)

બેંગલુરુના કાર્યક્રમમાં વિવાદ શરૂ થયો હતો

આખો વિવાદ બેંગલુરુમાં એક લાઈવ કોન્સર્ટ દરમિયાન શરૂ થયો હતો. ખરેખર, કાર્યક્રમ દરમિયાન કેટલાક પ્રેક્ષકોએ સોનુ નિગમને કન્નડમાં ગાવાની વિનંતી કરી. આ માંગણી પછી સોનુનું વલણ થોડું કઠોર બન્યું અને તેણે એવી ટિપ્પણી કરી જેનાથી વિવાદ સર્જાયો.સોનુ નિગમ પ્રમાણે પ્રેક્ષકોએ ધમકી દ્વારા કન્ન્ડા ગીત ગાવાની માંગણી કરી હતી.ગાયકે કોન્સર્ટ દરમિયાન પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતાં તેમને ટોક્યા અને વિવાદ શરૂ થયો.

આ પછી સ્થાનિક કન્નડ સમુદાયે તેને અપમાનજનક ગણાવ્યું અને ગાયક વિરુદ્ધ FIR દાખલ કરી હતી.જોકે બાદમાં સોનુ નિગમે આ સમગ્ર મામલે માફી પણ માંગી હતી.

સોનુ નિગમે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો

FIR નોંધાયા પછી સોનુ નિગમે આ મામલે કર્ણાટક હાઈકોર્ટનો સંપર્ક કર્યો. તેમણે એફઆઈઆર રદ કરવાની માંગણી કરતી કોર્ટમાં અરજી દાખલ કરી. કેસની સુનાવણી કરતી વખતે, કોર્ટે ગાયકને મોટી રાહત આપી અને આદેશ આપ્યો કે આ મુદ્દે તેમની સામે કોઈ કડક કાર્યવાહી ન કરવામાં આવે.

વિવાદ વધ્યા બાદ સોનુ નિગમે સોશિયલ મીડિયા પર કન્નડ સમુદાયની માફી પણ માંગી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું હતું, ‘માફ કરશો કર્ણાટક, તમારા માટેનો મારો પ્રેમ મારા અહંકાર કરતાં મોટો છે.’ જોકે, આ માફી છતાં, કન્નડ ઉદ્યોગના કેટલાક જૂથોએ તેમના પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી.

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના નિવેદનથી ટ્રમ્પે મારી પલટી

વોશિંગ્ટનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની સૌપ્રથમ જાહેરાત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. જે પછી યુદ્ધવિરામની સત્તાવાર જાહેરાત ભારત તરફથી કરવામાં આવી હતી. આ સીઝફાયરની જાહેરાત ટ્રમ્પે કરતાં રાજકીય વિવાદ વધ્યો હતો. વિપક્ષે ભાજપ પર અને સરકાર પર નિશાન સાધ્યું હતું. . આ સીઝફાયરની જાહેરાત મુદ્દે વિપક્ષ ભાજપ પર સતત સવાલ ઉઠાવી રહ્યો છે.

જોકે હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના નિવેદનથી પલટી મારી હતી. તેમણે હવે કહ્યું છે કે હું એવું નથી કહેવા ઇચ્છતો હતો કે મેં મધ્યસ્થી કરાવી છે, પણ ભારત અને પાક વચ્ચેની સમસ્યાને ઉકેલવામાં મેં મદદ કરી હતી. તેમણે કહ્યું હતું કે બંને દેશો વચ્ચેનું યુદ્ધ નિયંત્રણ બહાર જવાનું હતું, જેથી અમેરિકાએ બંને દેશોને સમસ્યા ઉકેલવામાં મદદ કરી હતી.

આ પહેલાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધવિરામની જાહેરાત વિદેશ સચિવ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થઈ ગયા છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ આ દાવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 48 કલાકથી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેઓ પોતે ભારત અને પાકિસ્તાનના નેતાઓ સાથે સંપર્કમાં રહ્યા છે. બંનેએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે વાતચીત કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે અમેરિકાની મધ્યસ્થતા હેઠળ થયેલી લાંબી રાત્રિના સંવાદ બાદ મને આ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયા છે. બંને દેશોએ બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કર્યો તે બદલ અભિનંદન. આ મામલે ધ્યાન આપવાને બદલ આભાર.

રવિન્દ્ર જાડેજાનો ઐતિહાસિક રેકોર્ડ, ICC ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં 1151 દિવસ સુધી નંબર 1

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ICC મેન્સ ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં ઇતિહાસ રચ્યો છે. તે સતત 1151 દિવસ (9 માર્ચ, 2022થી) નંબર 1 ઓલરાઉન્ડર તરીકે ટોચ પર રહ્યો, જે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી લાંબો સમયગાળો છે. 2024ની ICC ટેસ્ટ ટીમમાં સામેલ આ 36 વર્ષીય ખેલાડીએ આ સિદ્ધિ સાથે જેક કેલિસ, કપિલ દેવ અને ઇમરાન ખાન જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા.

જાડેજાએ 2024માં શાનદાર ફોર્મ દર્શાવી, 29.27ની સરેરાશથી 527 રન બનાવ્યા અને 24.29ની સરેરાશથી 48 વિકેટ ઝડપી. માર્ચ 2022માં વેસ્ટ ઇન્ડીઝના જેસન હોલ્ડરને હટાવી તેણે ટોચનું સ્થાન મેળવ્યું હતું. હાલમાં તે 400 રેટિંગ પોઈન્ટ સાથે રેન્કિંગમાં આગળ છે, જ્યારે બાંગ્લાદેશના મેહિદી હસન મિરાઝ 327 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

36 વર્ષની ઉંમરે પણ જાડેજા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે. તેની ડાબોડી સ્પિન બોલિંગ અને નીચલા ક્રમમાં બેટિંગ ભારત માટે નિર્ણાયક રહી છે. ઉત્તમ ફિટનેસ અને સતત પ્રદર્શનને કારણે તે આધુનિક ક્રિકેટનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ગણાય છે.

ICC ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગ – ટોપ 10

રવિન્દ્ર જાડેજા (ભારત) – 400 પોઈન્ટ
મેહિદી હસન મિરાઝ (બાંગ્લાદેશ) – 327 પોઈન્ટ
માર્કો યાનસેન (દક્ષિણ આફ્રિકા) – 294 પોઈન્ટ
પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) – 271 પોઈન્ટ
શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) – 253 પોઈન્ટ
જેસન હોલ્ડર (વેસ્ટ ઇન્ડીઝ) – 249 પોઈન્ટ
જો રૂટ (ઇંગ્લેન્ડ) – 247 પોઈન્ટ
ગુસ એટકિન્સન (ઇંગ્લેન્ડ) – 240 પોઈન્ટ
બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ) – 235 પોઈન્ટ
ક્રિસ વોક્સ (ઇંગ્લેન્ડ) – 225 પોઈન્ટ

કારકિર્દીની હાઈલાઈટ્સ

80 ટેસ્ટ મેચમાં 3370 રન (35.47ની સરેરાશ) અને 294 વિકેટ.
2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ (12) અને ફાઈનલમાં મેન ઓફ ધ મેચ.
2024 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ, જે બાદ T20Iમાંથી નિવૃત્તિ.
IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે 4 ટાઈટલ અને 2023 ફાઈનલમાં મેન ઓફ ધ મેચ.
સામાજિક પ્રતિસાદ

X પર ચાહકોએ જાડેજાની આ સિદ્ધિને ‘ઐતિહાસિક’ ગણાવી, તેને ભારતનો મહાન ઓલરાઉન્ડર ગણાવ્યો.

ત્રાલ એન્કાઉન્ટરના ડ્રોન ફૂટેજ આવ્યા સામે

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં આજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ત્રાલમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે. છુપાયેલા આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. દરમિયાન, ત્રાલ એન્કાઉન્ટરનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે.

આ ડ્રોન વીડિયોમાં આતંકવાદીઓ છુપાયેલા જોઈ શકાય છે. બીજા ફૂટેજમાં, એક આતંકવાદીને ઠાર મારતો જોઈ શકાય છે. એવું માનવામાં આવે છે કે હજુ પણ વધુ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે. આજે વહેલી સવારે જૈશના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તે બધા ત્રાલના રહેવાસી છે. તેમના નામ આસિફ અહેમદ શેખ, આમિર નઝીર વાની અને યાવર અહેમદ બટ્ટ છે.

આ એન્કાઉન્ટર ત્રાલના નાદિર ગામમાં ચાલી રહ્યું છે. પુલવામામાં 48 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે. મંગળવારે શોપિયામાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

આ આતંકવાદીઓને ઠાર માર્યા પછી, ભારતીય સેનાએ કહ્યું કે ગુપ્ત માહિતી મળ્યા બાદ, 15 મેના રોજ અવંતીપોરાના ત્રાલના નાદેરમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF એ ત્રાલમાં નાદેરને ઘેરી લીધું હતું. સૈનિકોને કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જણાઈ, ત્યારબાદ આતંકવાદીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો. ઓપરેશન હજુ પણ ચાલુ છે.

બિલની સમયમર્યાદા વિવાદ, સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રાષ્ટ્રપતિ મૂર્મુના સવાલ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ 8 એપ્રિલ, 2025ના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને વિધાનસભા દ્વારા પસાર બિલો પર નિર્ણય લેવા સમયમર્યાદા નક્કી કરવાની વાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ આ નિર્ણયને બંધારણના મૂલ્યો અને વ્યવસ્થાની વિરુદ્ધ ગણાવી, બંધારણીય અતિક્રમણનો આરોપ લગાવ્યો. તેમણે બંધારણના અનુચ્છેદ 143(1) હેઠળ સુપ્રીમ કોર્ટને 14 બંધારણીય પ્રશ્નો મોકલી, મંતવ્ય માગ્યું છે.

રાષ્ટ્રપતિના મુખ્ય પ્રશ્નો

  1. જ્યારે રાજ્યપાલ સમક્ષ બિલ આવે છે, ત્યારે તેમની પાસે કયા બંધારણીય વિકલ્પો હોય છે?
  2. શું રાજ્યપાલે મંત્રીપરિષદની સલાહ માનવી ફરજિયાત છે?
  3. શું રાજ્યપાલનો વિવેકાધિકાર વાજબી છે?
  4. શું અનુચ્છેદ 361 રાજ્યપાલના નિર્ણયોની ન્યાયિક સમીક્ષા પર પ્રતિબંધ મૂકે છે?
  5. શું ન્યાયિક આદેશો દ્વારા રાજ્યપાલ માટે સમયમર્યાદા નક્કી થઈ શકે?
  6. શું રાષ્ટ્રપતિનો અનુચ્છેદ 201 હેઠળ વિવેકાધિકાર વાજબી છે?
  7. શું રાષ્ટ્રપતિ માટે ન્યાયિક આદેશો દ્વારા સમયમર્યાદા લાદી શકાય?
  8. શું રાષ્ટ્રપતિએ બિલ સંદર્ભે સુપ્રીમ કોર્ટની સલાહ લેવી જરૂરી છે?
  9. શું બિલ કાયદો બન્યા પહેલાં તેના વિષય પર ન્યાયિક નિર્ણય લઈ શકાય?
  10. શું અનુચ્છેદ 142 હેઠળ રાષ્ટ્રપતિ/રાજ્યપાલની સત્તાઓ બદલી શકાય?
  11. શું રાજ્યપાલની સંમતિ વિના વિધાનસભાનો કાયદો લાગુ થઈ શકે?
  12. શું બંધારણીય પ્રશ્નો માટે પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ જરૂરી છે?
  13. શું અનુચ્છેદ 142ની સત્તાઓ બંધારણની જોગવાઈઓથી વિપરીત આદેશો સુધી વિસ્તરે છે?
  14. શું અનુચ્છેદ 131 હેઠળ કેન્દ્ર-રાજ્ય વિવાદો પર સુપ્રીમ કોર્ટનો અધિકાર મર્યાદિત છે?
    વિવાદનું કારણ

સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે રાજ્યપાલ પાસે બિલ લાંબા સમય સુધી પેન્ડિંગ હોય તો તેને ‘મંજૂર’ ગણવું. રાષ્ટ્રપતિ મૂર્મુએ આને બંધારણના વિવેકાધિકાર પર હસ્તક્ષેપ ગણાવી, સુપ્રીમ કોર્ટની સલાહ માગી છે.