Home Blog Page 868

શેરબજારમાં તેજી… સેન્સેક્સ-નિફ્ટી બંન્નેમાં ઉછાળો

મુંબઈ: સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં શરૂ થયું અને બંને સૂચકાંકો ખુલતાની સાથે જ દોડવા લાગ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરના સેન્સેક્સમાં ખુલતાની સાથે જ 400 પોઈન્ટનો ઉછાળો આવ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ 100 પોઈન્ટથી વધુ ઉછળ્યો. આ દરમિયાન, બેંકિંગ શેરોમાં મજબૂત તેજી જોવા મળી અને કોટક બેંકથી લઈને એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, એસ.બી.આઈ. સહિતના શેરોમાં પણ મજબૂતીથી શરૂઆત થઈ. આ ઉપરાંત ટાટા મોટર્સ સહિત અન્ય શેરોમાં પણ તેજી જોવા મળી.

BSE સેન્સેક્સ 82,500ને પાર કરી ગયો
સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 82,574.55 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 82,188.99 ની સામે ઉછાળો હતો અને પછી થોડીવારમાં તે વધુ ઝડપી ગતિstock market, Sensex, Nifty, market rally, stock surge, BSE, NSE, bullish trend, Chitralekha, Gujarati News, Latest Gujarati News Online, Gujarati news paper, Ahmadabad, Mumbai, Indiaએ વધ્યો અને 82,669 પર પહોંચી ગયો. સેન્સેક્સની જેમ, NSE નિફ્ટી પણ 25,160.10 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 25,003.05 થી ઉપર હતો.

શેરબજારમાં વૃદ્ધિના સંકેતો પહેલાથી જ દેખાઈ રહ્યા હતા. સોમવારે, મોટાભાગના એશિયન બજારોએ ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ શરૂ કર્યું. શરૂઆતના વેપારમાં નિફ્ટી 50 પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ શરૂઆતના વેપારમાં 378.67 પોઈન્ટ અથવા 1 ટકાના વધારા સાથે 38,120.28 પર ટ્રેડિંગ કરતો જોવા મળ્યો હતો.

અન્ય એશિયન બજારોની વાત કરીએ તો, હોંગકોંગનો હેંગ સેંગ 288.51 પોઈન્ટ અથવા 1.21%ના વધારા સાથે 24,081.06 પર ટ્રેડિંગ કરતો જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ તોફાની ગતિએ ચાલતો જોવા મળ્યો હતો અને સમાચાર લખતી વખતે, તે 54.27 પોઈન્ટ અથવા 1.93% ના ઉછાળા સાથે 2864.89 પર ટ્રેડ કરી રહ્યો હતો.

મુંબઈથી લખનઉ જઈ રહેલી પુષ્પક એક્સપ્રેસમાંથી પડી જવાના કારણે 5ના મોત

મુંબઈ: લખનઉ જઈ રહેલી પુષ્પક ટ્રેનમાં અકસ્માત થયો છે. ટ્રેનમાંથી પડી જવાથી 5 મુસાફરોના મોત થયા છે. મધ્ય રેલવેનું કહેવું છે કે આ અકસ્માત દિવા-કોપર રેલવે સ્ટેશન વચ્ચે થયો હતો.

મધ્ય રેલવેનું કહેવું છે કે થાણેમાં મુંબઈ રેલવે સ્ટેશન પર કેટલાક મુસાફરો સી.એસ.એમ.ટી. તરફ મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેઓ ટ્રેનમાંથી પડી ગયા. મુસાફરોના પડી જવાનું કારણ વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ રેલવે વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી સ્થાનિક સેવાઓ પ્રભાવિત થઈ છે.

પુષ્પક ટ્રેનમાં ખૂબ ભીડ હતી, જેના કારણે આ મુસાફરો ટ્રેનના દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાં મુસાફરોને ટ્રેનમાંથી પડતા જોઈ શકાય છે. આ મુસાફરોને ટ્રેક પરથી ઉપાડીને પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા હતા. આ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમના કપડાં ફાટી ગયા હતા.

કસારા જતી મુંબઈ ટ્રેનના ગાર્ડે જણાવ્યું કે મુંબઈ સ્ટેશન નજીક પાંચ મુસાફરો ટ્રેનમાંથી પડી ગયા. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. બધા મૃતકો 30 થી 35 વર્ષની વયના છે.

ગાઝા જતી ગ્રેટા થનબર્ગને ઈઝરાયલે મધ્ય દરિયેથી જ અટકાયતમાં કેમ લીધી?

ઈઝરાયલ: ગાઝા તરફ આગળ વધી રહેલી પર્યાવરણીય કાર્યકર્તા ગ્રેટા થનબર્ગના જહાજને રસ્તાની વચ્ચોવચ રોકી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, ઈઝરાયલના નૌકાદળે જહાજને રસ્તા વચ્ચે રોકી ગ્રેટા થનબર્ગને ઈઝરાયલ લઈ ગયા છે. જહાજમાં થનબર્ગ સહિત 12 લોકો સવાર હતા. મેડલીન નામના આ જહાજથી ગાઝામાં માનવીય સહાય પહોંચાડવામાં આવી રહી હતી, જેનું સંચાલન ફ્રીડમ ફ્લોટિલા ગઠબંધન કરી રહ્યું હતું.

ઈઝરાયલ નૌકાદળે રસ્તો બદલવા કર્યો હતો નિર્દેશ

મળતી માહિતી મુજબ, મેડલીનના સંચાલકોએ ટેલિગ્રામ દ્વારા જણાવ્યું હતું કે, IDF (ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ) સવારે આશરે 3 વાગ્યે જહાજ પર પહોંચી ગઈ હતી. તેમાં હાજર તમામ લોકોની કથિત રૂપે ધરપકડ કરી લેવામાં આવી છે અને ઈઝરાયલી નૌકાદળ જહાજને અશદોદ પોર્ટ લઈ જઈ રહ્યું છે. આ પહેલા IDFએ અનુમાન લગાવ્યું હતું કે, જહાજ ઈઝરાયલી વિસ્તારમાં આશરે એક કલાક પહેલાં પહોંચી જશે. ઈઝરાયલની નૌકાદળે કથિત રૂપે મેડલીન સાથે સંપર્ક પણ સાધ્યો હતો અને પોતાનો રસ્તો બદલવાનો નિર્દેશ કર્યો હતો.

ઈઝરાયલે કહ્યું હતું અમે રોકીશું જહાજ

ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ અને અન્ય કાર્યકર્તાઓને લઈ જઈ રહેલી રાહત સહાયતા જહાજને ગાઝા પટ્ટી સુધી પહોંચતા અટકાવવાની વાત કરી હતી. સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કેટ્ઝે રવિવારે (8 જૂન) કહ્યું હતું કે, ઈઝરાયલ કોઈને પણ પેલેસ્ટાઇન વિસ્તાર પર પોતાના નૌસૈનિકોની નાકાબંધી તોડવાની મંજૂરી નહીં આપે, જેનો હેતુ  હમાસના હથિયાર આયાતને રોકવાનો છે.

આ જહાજ ગત રવિવારે સિસિલીથી ગાઝાની સમુદ્ર નાકાબંધી તોડવા અને માનવીય સહાય પહોંચાડવાના મિશન સાથે રવાના થયું હતું. તેનો હેતુ પેલેસ્ટાઇન વિસ્તારમાં વધતા માનવીય સંકટ વિશે દુનિયાને જાગૃત કરવાનો પણ છે. કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, તેમની આ યોજના રવિવારે જ ગાઝાના જળવિસ્તારમાં પહોંચવાની છે.

જહાજ પર હાજર અન્ય લોકોમાં યુરોપિયન સાંસદની ફ્રાંસીસી સભ્ય અને મૂળ પેલેસ્ટાઇનની રીમા હસન પણ સામેલ છે. પેલેસ્ટાઇન પ્રતિ ઈઝરાયલની નીતિનો વિરોધ કરવાના કારણે તેમને ઈઝરાયલમાં પ્રવેશ કરવાથી રોકી દેવામાં આવ્યા છે. ગત મહિને પણ ફ્રીડમ ફ્લોરિટાના જહાજે સમુદ્રના રસ્તે ગાઝા પહોંચવાનો અસફળ પ્રયાસ કર્યો હતો.જો કે, માલ્ટાએ આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં પહોંચવા પર સમૂહના એક અન્ય જહાજ પર બે ડ્રોનની મદદથી હુમલો કર્યો, જેના કારણે આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો. આ સમૂહે આ હુમલા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યો. આ હુમલામાં જહાજનો આગળનો ભાગ તૂટી ગયો હતો.

FFC સમૂહે ટેલિગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં ચાલક દળ સભ્ય જહાજની અંદર હાથ ઉપર કરીને બેઠેલા જોવા મળી રહ્યા છે. જહાજનો સંપર્ક તૂટ્યા બાદ FFCએ થનબર્ગ અને જહાજ પર લોકોએ પહેલાં જ રેકોર્ડ કરેલો વીડિયો મેસેજ પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. થનબર્ગે વીડિયોમાં કહ્યું કે, ‘જો તમે વીડિયો જુઓ છો, તો અમને ઈઝરાયલી કબ્જાવાળા દળ અથવા ઈઝરાયલનું સમર્થન કરનારા દળ દ્વારા આંતરરાષ્ટ્રીય જળમાં રોકી દેવામાં આવ્યા છે અને અમારૂ અપહરણ કરવામાં આવ્યું છે.’

મેઘાલય હનીમૂન હત્યાકાંડનો મોટો ખુલાસો, સોનમ રઘુવંશીએ કેમ કરાવી પતિ રાજાની હત્યા?

મેઘાલય: પોલીસને ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે પત્ની સોનમ સહિત ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી છે. ડીજીપીએ જણાવ્યું હતું કે, રાજા રઘુવંશીની હત્યા કરવા માટે હત્યારાઓને રાખવામાં આવ્યા હતા.

શનિવાર (07 જૂન, 2025)ના રોજ, એક ટૂર ગાઇડે જણાવ્યું હતું કે, ઇન્દોરના હનીમૂન કપલ રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ મેઘાલયના સોહરા વિસ્તારમાંથી ગુમ થયા, ત્યારે તેમની સાથે ત્રણ અન્ય લોકો પણ હાજર હતા. એક અધિકારીએ પુષ્ટિ કરી હતી કે, ગાઇડે પોલીસને આ માહિતી આપી હતી.

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ ટ્વિટર પર લખ્યું, ‘મેઘાલય પોલીસે રાજા હત્યા કેસમાં 7 દિવસમાં મોટી સફળતા મેળવી છે. મધ્યપ્રદેશના ત્રણ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. એક મહિલાએ આત્મસમર્પણ કર્યું છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે, એક હુમલાખોર હજુ પકડાયો નથી.’ એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનમે પોતે ગાઝીપુરથી તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. આ પછી તેના પરિવારે ઇન્દોર પોલીસને જાણ કરી હતી. એવું માનવામાં આવે છે કે સોનમ ભાગીને કંટાળી ગઈ હતી અને પોતાને ફસાયેલી જોઈને તેણે આત્મસમર્પણ કરવાનો નિર્ણય લીધો હતો.

પહેલેથી જ હત્યા કરવાનો પ્લાન હતો 

મેઘાલય પોલીસ અને સરકાર દ્વારા આપવામાં આવેલા નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે સોનમ તેના પતિ રાજાને હનીમૂન માટે નહીં પરંતુ તેની હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી. હત્યારાઓ પણ મધ્યપ્રદેશના હોવાનું બહાર આવ્યું હોવાથી, એવું માનવામાં આવે છે કે હત્યા પહેલેથી જ પ્લાન હતી અને તેને ષડયંત્રના ભાગ રૂપે મધ્યપ્રદેશથી મેઘાલય લઈ જવામાં આવ્યો હતો. હુમલાખોરોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

સમગ્ર મામલો શું છે ?

ઇંદોરનું આ કપલ 11 મે 2025 ના રોજ લગ્ન પછી હનીમૂન માટે શિલોંગ ગયું હતું. તેઓ 20 મેના રોજ મેઘાલય પહોંચ્યા અને 23 મેના રોજ છેલ્લી વાર પરિવાર સાથે વાત કરી. આ પછી, તેમના બંને ફોન બંધ થઈ ગયા હતા.

સોહરારિમ વિસ્તારમાં દંપતીની ભાડે લીધેલી  સ્કૂટી  મળી આવી હતી. ત્યારબાદ 2 જૂનના રોજ, રાજા રઘુવંશીનો સડી ગયેલો મૃતદેહ વેઈ સોડોંગ ધોધ નજીક એક ખાડામાંથી મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. તેની પત્ની સોનમનો કોઈ પત્તો લાગ્યો ન હતો, જેના કારણે પરિવારને અપહરણ કે માનવ તસ્કરીની શંકા વ્યક્ત કરી હતી. શિલોંગમાં આ દંપતીનું શું થયું અને રાજાનું મૃત્યુ કેવી રીતે થયું તે આરોપીની પૂછપરછ બાદ જ જાણી શકાશે.

ઇન્દોરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ રાજા રઘુવંશીએ 11 મેના રોજ સોનમ રઘુવંશી સાથે લગ્ન કર્યા હતા. રાજાનો મૃતદેહ મળ્યો ત્યારથી પોલીસ સોનમને શોધી રહી હતી. હવે ગાઝીપુરમાં સોનમ મળી આવ્યા બાદ આ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 6,133 થયો, 24 કલાકમાં 6ના મોત

નવી દિલ્હી: છેલ્લા 48 કલાકમાં દેશમાં કોરોનાના 769 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 6,000ને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. ત્યાર બાદ ગુજરાત, બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.

મળતી માહિતી અનુસાર કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, તૈયારીઓનો ભાગરૂપે કેન્દ્ર સરકાર ‘મોક ડ્રીલ’ કરી રહ્યું છે. તમામ રાજ્યોને ઓક્સિજન, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 6,133 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 6 કોરોના દર્દીઓના મોત થયા છે. મોટાભાગના દર્દીઓમાં હળવા લક્ષણો હતા અને તેઓ ઘરે સારવાર બાદ સ્વસ્થ થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી દેશમાં 65 લોકોના કોરોનાથી મૃત્યુ થયાના અહેવાલ છે. 22 મે સુધીમાં દેશમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા 257 હતી.કેરળ હજુ પણ દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. અહીં કોરોનાના કુલ 1,950 કેસ છે. છેલ્લા 24 કલાકમાં તેમાં 144નો વધારો જોવા મળ્યો છે. આ પછી ગુજરાતમાં 822, દિલ્હીમાં 686, મહારાષ્ટ્રમાં 595, કર્ણાટકમાં 366, ઉત્તર પ્રદેશમાં 219, તમિલનાડુમાં 194, રાજસ્થાનમાં 132 અને હરિયાણામાં 102 કેસ મળી આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 48 કલાકમાં 769 નવા કેસ સાથે ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ 6,000 નો આંકડો વટાવી ગયા છે.

૦૯ જૂન ૨૦૨૫

સદ્‍ગુરુ: દુષ્ટતા જેવું કંઇ નથી

સદ્‍ગુરુ: દુષ્ટતા એ ના તો કોઈ ગુણ છે ના કોઈ કૃત્ય, તે અજ્ઞાનનું પરિણામ છે. આ ઘણી બધી રીતે કહેવાયું છે. તમે ચોક્કસપણે આ નિવેદન સાંભળ્યું હશે, “તેઓ જાણતા નથી કે તેઓ શું કરે છે.” જ્યાં અજ્ઞાન ત્યાં દુષ્ટતા – ભલે તેને એ રીતે ઓળખવામાં આવે કે ન આવે – સ્વાભાવિક રીતે ઘટિત થાય છે.

સૌથી ભયાનક વસ્તુઓ એટલા માટે નથી થતી કે કોઈ વ્યક્તિ દુષ્ટ છે, પરંતુ તે એટલા માટે થાય છે કારણ કે તે અજ્ઞાની છે. માણસ જે કંઇ ભયાનક વસ્તુ કરે છે તેને દુષ્ટતા ગણવામાં આવે છે કે નહીં, તે ફક્ત સંખ્યા અને શક્તિનો પ્રશ્ન છે. તે બધું તમારી સાથે કેટલા લોકો છે તેના પર નિર્ભર છે. જો તમે આખા નગરને દુષ્કૃત્યમાં સામેલ કરવાનું મેનેજ કરી લો, તો તે યોગ્ય વસ્તુ બની જશે. આજે, આપણે ભૂતકાળમાં લોકોએ કરેલી યોગ્ય વસ્તુઓ સાથે કોઈ રીતે પોતાને જોડવા માંગતા નથી કારણ કે તે તેઓ જે કરી શકે તેમ હતા તેમાંની સૌથી ભયાનક વસ્તુઓ હતી. ભૂતકાળના સારા માણસોએ જે કર્યું હતું તે કરવા આજનો સૌથી દુષ્ટ માણસ પણ સક્ષમ નથી. અને આજે પણ વસ્તુઓ બહુ અલગ નથી.

દુષ્ટતા ક્યારેય જતી નથી. તે જઈ શકતી નથી કારણ કે તે કોઈ ગુણ અથવા કૃત્ય નથી, તે જ્ઞાનનો અભાવ છે. જો કંઇક હોય, તો આપણે તેનો નાશ કરી શકીએ પરંતુ જે અભાવ છે તે જવાનું નથી – તમે અંધકારનો નાશ કરી શકતા નથી, તમારે ફક્ત પ્રકાશ લાવવાનો છે. તેવી જ રીતે, તમે દુષ્ટતાનો નાશ કરી શકતા નથી, તમારે ફક્ત જ્ઞાન અને જાગરૂકતા લાવવાની છે. દુષ્ટતા સ્વરૂપ, રંગ અને દિશા બદલે છે પરંતુ સદ્ભાગ્યે, અજ્ઞાનનું એક જ સ્વરૂપ છે, તેથી તેનો સામનો કરવાનું સરળ છે. અજ્ઞાનનો સામનો કરવા માટે આપણે અસ્તિત્વને જાણવું જોઈએ.

અસ્તિત્વને જાણવા માટે, પહેલા તમારે એ જાણવું જોઈએ કે તમારું મન અને તમારું શરીર દુનિયા અને તેમાના લોકોથી બનેલું છે. તમારો મૂળ સ્વભાવ તમારા અનુભવમાં નથી કારણ કે તે મનની બીજી બાજુ છે. એક રીતે, તમારું મન અરીસા જેવું છે. તે વિકૃત અરીસો હોઈ શકે છે, પરંતુ છતાં પણ તે અરીસો છે. તમે વિશ્વને જુઓ છો કારણ કે તે તમારા મનમાં પ્રતિબિંબિત થાય છે. પરંતુ મન ક્યારેય “સ્વયંને” પ્રતિબિંબિત કરતું નથી. હું તમારા શારીરિક કે માનસિક “સ્વ” વિશે વાત નથી કરી રહ્યો. તમે તમારા વિચારો અને લાગણીઓનું ચિંતન કરી શકો છો, પરંતુ તમે સ્વયંનું ચિંતન કરી શકતા નથી. તમારા અસ્તિત્વનું ચિંતન કરી શકાતું નથી – તે ફક્ત અનુભવી શકાય છે. મન તમારી આસપાસના વિશ્વને પ્રતિબિંબિત કરે છે, પરંતુ તમારો પોતાનો એક જીવન તરીકેનો કોઈ અનુભવ નથી.

તેથી જો તમે આ “અરીસા” ની પ્રકૃતિ જાણો , તો તમે તે બધી છબીઓની પ્રકૃતિ જાણશો જે તે રજૂ કરી શકે છે. તો અજ્ઞાન માત્ર એટલું છે – કે તમે જાણતા નથી કે આ અરીસો શું છે. જો આ એક વસ્તુનું સમાધાન થઈ જાય, તો તમારે બ્રહ્માંડની બધી વસ્તુઓ વિશે જાણવાની જરૂર નથી. જો તમે માત્ર આ શું છે તે જાણી લો, તો તે અજ્ઞાનનો અંત છે અને દુષ્ટતાનો પણ અંત છે.

(સદ્‍ગુરુ, ઈશા ફાઉન્ડેશન)

(ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે. તેમણે મિરેકલ ઓફ માઈન્ડ એપ પણ આપી છે, જેનો હેતુ 3 અબજ લોકોને માનસિક સુખાકારીના સાધનો આપીને સશક્ત કરવાનો છે.)

આગચંપી, ઇન્ટરનેટ બંધ, કર્ફ્યુ… મણિપુરમાં ફરી હિંસા

મણિપુરમાં ફરી હિંસાની આગ ભડકી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ રવિવારે ઇમ્ફાલ એરપોર્ટ પરથી અરંબાઈ ટેંગોલે જૂથના અગ્રણી સભ્ય અસીમ કાનનની ધરપકડ કરી ત્યારે રાજ્યમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ. ધરપકડના થોડા કલાકોમાં જ રાજધાની ઇમ્ફાલ અને આસપાસના વિસ્તારોમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા, જેના કારણે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી અને સમગ્ર ખીણ પ્રદેશમાં કર્ફ્યુ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ.

અસીમ કાનન અરંબાઈ ટેંગોલે નામના બહુચર્ચિત મેઇતેઈ જૂથના અગ્રણી સભ્ય છે. 2023 માં ફાટી નીકળેલી મણિપુર હિંસા સંબંધિત અનેક ગુનાહિત કેસોમાં સંડોવણી બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. કાનનની ધરપકડ ભારતની સુપ્રીમ કોર્ટના નિર્દેશો હેઠળ હાથ ધરવામાં આવી રહેલી સીબીઆઈ તપાસનો એક ભાગ છે. સુપ્રીમ કોર્ટે મણિપુરમાં નાજુક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેનાથી સંબંધિત કેસોની સુનાવણી ગુવાહાટી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.

ધરપકડ બાદ વિરોધ પ્રદર્શન, હિંસા ભડકી

કાનનની ધરપકડ બાદ, રવિવારે ઇમ્ફાલમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થયા. સેંકડો વિરોધીઓએ મુખ્ય રસ્તાઓ પર ટાયર, લાકડાના પાટિયા અને અન્ય કાટમાળ સળગાવીને અવરોધ કર્યો. સુરક્ષા દળોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ, મોક બોમ્બ અને રબર બુલેટનો ઉપયોગ કર્યો. આ દરમિયાન, ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા, જેમાં એક 13 વર્ષનો છોકરો પણ સામેલ છે જેને ટીયર ગેસના શેલના વિસ્ફોટથી પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઇમ્ફાલના મુખ્ય વિસ્તારોમાં કેશમપટ બ્રિજ, પેલેસ કમ્પાઉન્ડ, મોઇરાંગખોમ અને તિદ્દીમ રોડ જેવા ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. રવિવારે ખીણના તમામ જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાને હાઇ એલર્ટ પર રાખવામાં આવી હતી.

રાજકીય હલચલ વધુ તીવ્ર બની અને રાજ્યપાલ સાથે મુલાકાત

રાજ્યમાં તણાવ વચ્ચે, ભાજપ, કોંગ્રેસ અને એનપીપી સહિત વિવિધ રાજકીય પક્ષોના 25 થી વધુ ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદ લીશેમ્બા સનાજાઓબા રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા. રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા, તેમણે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી. તેમણે રાજ્યપાલને ધરપકડ કરાયેલા અરંબાઈ ટાંગોલ સભ્યોને બિનશરતી મુક્ત કરવા વિનંતી કરી.

પંચાંગ 09/06/2025

‘હું દિલ્હીમાં રહું છું, પણ મારા કાન તમિલનાડુ પર છે’ : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મદુરાઈમાં આયોજિત એક સભામાં વર્તમાન તમિલનાડુ સરકાર ડીએમકે પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ડીએમકે ભ્રષ્ટાચારની બધી હદો વટાવી ગઈ છે. અમિત શાહે કહ્યું કે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી 450 કરોડ રૂપિયાની પોષણ કીટ ખાનગી કંપનીને સોંપીને ગરીબોને ખોરાકથી વંચિત રાખવામાં આવ્યા.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “હું દિલ્હીમાં રહું છું, પણ મારા કાન તમિલનાડુ પર છે. અહીંના મુખ્યમંત્રી કહે છે કે અમિત શાહ ડીએમકેને હરાવી શકતા નથી. સ્ટાલિન સાહેબ, તમે સાચા છો, હું ડીએમકેને હરાવી શકતો નથી, પણ તમિલનાડુના લોકો ડીએમકેને હરાવી શકે છે.”

અમિત શાહે દાવો કર્યો કે ડીએમકે સરકાર પર 4600 કરોડ રૂપિયાના ગેરકાયદેસર રેતી ખનન કૌભાંડનો પણ આરોપ છે, જેની સીધી અસર રાજ્યના ગરીબો પર પડી અને તેમને મોંઘી રેતી ખરીદવી પડી જેથી પાર્ટી નફો કમાઈ શકે. ઉપરાંત, તેમણે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો, જેમાં રાજ્ય પર 39,000 કરોડ રૂપિયાનું નુકસાન કરવાનો આરોપ હતો. ગૃહમંત્રીએ કહ્યું કે આ રકમ તમિલનાડુની દરેક શાળામાં બે વધારાના રૂમ બનાવવા માટે ખર્ચી શકાય છે.

સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ પર રોક લગાવી હતી

નોંધનીય છે કે ગયા મહિને, સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી પર સુનાવણી કર્યા પછી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ પર રોક લગાવી દીધી હતી. સરકારે તેને કેન્દ્રીય એજન્સીની સત્તાઓનો દુરુપયોગ અને બંધારણની વિરુદ્ધ ગણાવ્યું હતું.