Home Blog Page 853

તુર્કીએ હુમલા તત્કાળ બંધ કરવાની ઇઝરાયેલને આપી ચેતવણી

 નવી દિલ્હીઃ તુર્કીએ ઇઝરાયેલને અપીલ કરી છે કે તે ઈરાન પર થઈ રહેલા હુમલાઓ તરત બંધ કરે, કારણ કે આ પગલાંથી પ્રદેશમાં તણાવ વધી શકે છે. તુર્કીના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ઇઝરાયેલની આ આક્રમક કામગીરી નવી લડાઈનું કારણ બની શકે છે. તેમને તરત અટકાવવી જોઈએ.

આ પહેલાં ઇઝરાયેલે સવારે ઈરાન પર હુમલો કર્યાની પુષ્ટિ કરી છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે આ હુમલો સૌથી મોટું અને સીધું પગલું માનવામાં આવી રહ્યું છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ જણાવ્યું હતું કે આ એક ખાસ સૈન્ય અભિયાન છે, જેમાં ઈરાન તરફથી ઊભા થતા ખતરાને રોકવાનો હેતુ છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ખતરો પૂરો નહીં થાય, ત્યાં સુધી અમારું અભિયાન ચાલુ રહેશે.

અમેરિકાનાં વિદેશમંત્રી માર્કો રુબિયો એ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહીનો ભાગ અમેરિકાએ નથી લીધો. તેમણે જણાવ્યું હતું કે અમારું એકમાત્ર લક્ષ્ય અમારા સૈનિકોની સુરક્ષા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાનના અણુ કાર્યક્રમને લઈને વાતચીત ચાલી રહી છે અને હાલ પરિસ્થિતિ પહેલેથી જ ખૂબ જ તણાવપૂર્ણ છે.

સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ એજન્સી IAEA એ આ સપ્તાહે માહિતી આપી હતી કે ઇરાને છેલ્લાં 20 વર્ષમાં પહેલી વખત તેના પરમાણુ નિયમોનું પાલન કર્યું નથી. આ માહિતી ઇઝરાયેલની કાર્યવાહી પાછળનું મહત્વપૂર્ણ કારણ માનવામાં આવી રહી છે.

ભારતના ઇઝરાયેલ સ્થિત દૂતાવાસે હાલના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે સાવચેતીપૂર્ણ સલાહ (એડવાઇઝરી) જાહેર કરી છે. તેમાં લખ્યું છે: “ઇઝરાયેલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઇઝરાયેલી પ્રશાસન તથા હોમ ફ્રન્ટ કમાન્ડ (oref.org.il/eng) દ્વારા આપવામાં આવતાં સુરક્ષા સૂચનોનું પાલન કરે અને હંમેશાં સતર્ક રહે.

એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બની ધમકી, થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ

થાઈલેન્ડના ફુકેટથી ભારતની રાજધાની દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-379ને શુક્રવારે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી અને ત્યાર બાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી, ફુકેચ એરપોર્ટના અધિકારીઓએ આ જાણકારી આપી. એક અધિકારીએ કહ્યું કે ઈમરજન્સીની પ્રક્રિયા દરમિયાન તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા. નિવેદનમાં કહેવામાં આવ્યું કે એર ઈન્ડિયાના વિમાનમમાં 156 મુસાફરો સવાર હતાં.

 

ફ્લાઈટ ટ્રેકર Flightradar24 અનુસાર, વિમાને શુક્રવારે સવારે 9:30 કલાકે ફુકેટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી, પરંતુ 20 મિનિટની ઉડાન બાદ અંદમાન સાગરની ચારોતરફ ચક્કર લગાવી તેનું પાછું ફુકેટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરવું પડ્યું. બાદમાં કહેવામાં આવ્યું કે ચેકિંગ બાદ અધિકારીઓને સંબંધિત એર ઈન્ડિયા વિમાનની અંદર કોઈ બોમ્બ મળ્યો નહોતો.

નોંધનીય છે કે એક દિવસ પહેલા એટલે કે ગત રોજ 12 જુને અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનનો ગોઝારો અકસ્માત થયો. જેમાં સવાર 241 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા છે. માત્ર એક જ વ્યક્તિનો આ દુર્ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171એ અમદાવાદથી લંડન જવા માટે ટેકઓફ કર્યુ હતું. ટેકઓફના કેટલીક સેકન્ડો બાદ વિમાન ક્રેશ થયું અને મેઘાણીનગરમાં મેડિકલ કૉલેજ પર પડ્યું.

આ દુર્ઘટનામાં 24 મેડિકલ અને નર્સિંગ વિદ્યાર્થીઓના મોત થયા છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ગોઝારા અકસ્માતમાં કૂલ 265 લોકોએ જીવ ગૂમાવ્યા છે.આ વિમાનમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતાં. જે લંડન પોતાની પત્ની અને દીકરીને મળવા જઈ રહ્યા હતાં. તેમનું પણ ઘટનામાં મૃત્યુ છે.

પીડા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથીઃ PM મોદી

અમદાવાદઃ અમદાવાદ વિમાન દુર્ઘટના પછી ઘાયલોથી મળ્યા બાદ PM મોદીએ X પર પોસ્ટ   કરી લખ્યું  છે કે પીડા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું  કે અમદાવાદમાં દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે દુર્ઘટના પછી સતત કાર્યરત અધિકારીઓ અને ટીમો સાથે મુલાકાત કરી હતી. જેમણે આ અકલ્પનીય દુર્ઘટનામાં પોતાના નજીકના લોકોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે અમારી સહાનુભૂતિ છે, એમ તેમણે જણાવ્યું હતું.

વડા પ્રધાનએ વધુમાં કહ્યું હતું  કે અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનાથી આપણે બધા સ્તબ્ધ થઈ ગયા છીએ. એટલા અચાનક અને હૃદયવિદારક રીતે ઘણા લોકોને જીવ ગુમાવવો પડ્યો, તે શબ્દોમાંથી પર છે. તમામ શોકસંતપ્ત પરિવારો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. અમે તેમનાં દુઃખ સમજીએ છીએ અને જાણીએ છીએ કે તેમના જીવનમાં ઊભી થયેલી ખાલી જગ્યા વર્ષો સુધી અનુભવાશે. ઓમ શાંતિ.”

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં PM મોદીએ દુર્ઘટનામાં ઘાયલ થયેલા દર્દીઓ સાથે 10 મિનિટ સુધી મુલાકાત કરી હતી અને તેમના હાલચાલ પૂછ્યા હતા.

અમદાવાદમાં એર ઈન્ડિયાના મોટા વિમાન અકસ્માતમાં જ્યાં 240 કરતાં વધુ લોકોનાં મોત થયાં છે, ત્યાં એક મુસાફર ચમત્કારિક રીતે બચી ગયો છે. આ જીવિત બચેલી વ્યક્તિની ઓળખ 39 વર્ષીય વિશ્વાસ કુમાર રમેશ તરીકે થઈ છે, જે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક છે અને વિમાનમાં 11A બેઠક પર બેઠેલા હતા. આ અંગે અમદાવાદના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે પુષ્ટિ કરી છે. ગુજરાત સરકારનાં સૂત્રો અનુસાર અત્યાર સુધી માત્ર એક જ મુસાફર જીવિત હોવાની માહિતી મળી છે. PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હોસ્પિટલમાં જઈને ઘાયલ મુસાફરો સાથે મુલાકાત કરી હતી.

ઇતિહાસની સૌથી ભયાનક વિમાન દુર્ઘટનાઓમાંની એકઃ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુજરાતના અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને “ભયાનક અને દિલ દહેલાવનારી” ગણાવતાં તેને વિમાનના ઇતિહાસની સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંની એક ગણાવી છે. તેમણે ભારતમાં દુર્ઘટનાગ્રસ્તો માટે સહાયની ઓફર પણ કરી છે.

ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત આ સંકટને પાર કરવા માટે સક્ષમ છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં જે મદદની જરૂર પડશે, તે માટે અમેરિકા સંપૂર્ણપણે તૈયાર છે.

અમદાવાદની વિમાન દુર્ઘટના અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટના ખૂબ જ ભયાનક હતી. મેં પહેલેથી જ તેમને જણાવી દીધું છે કે અમે શક્ય હોય તેવી બધી મદદ માટે તૈયાર છીએ. ભારત એક મોટો અને શક્તિશાળી દેશ છે, મને ખાતરી છે કે તેઓ આ પરિસ્થિતિને સંભાળી લેશે, આ દુર્ઘટનામાં મોટા ભાગના લોકોનાં મોત થયાં છે.

તેમણે વધુમાં કહ્યું હતું આ દુર્ઘટના ખરેખર દુઃખદ છે. વિમાન ઇતિહાસની સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંની એક કહેવાય.

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન, જેમાં 12 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 મુસાફરો હતા, ગુરુવારે બપોરે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી ઉડાન ભરી પછી થોડી જ વારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. એ એર ઈન્ડિયાનું વિમાન એરપોર્ટની પરિસરમાં આવેલી ડોક્ટરોની હોસ્ટેલની ઇમારત પર તૂટી પડ્યું.

અહમદાબાદના સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડે પત્રકારોને જણાવ્યું હતું કે વિમાન ઉડાન પછી દુર્ઘટનાગ્રસ્ત થયું અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તે ડોક્ટરોના હોસ્ટેલ પર તૂટી પડ્યું હતું.

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે અવસાન થયું. ગુરુવારે સાંજે સંજય કપૂર ઈંગ્લેન્ડના ગાર્ડ્સ પોલો ક્લબમાં પોલો રમવા ગયા હતા. અહીં તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું.

સંજય કપૂરના મૃત્યુના થોડા કલાકો પહેલા જ સંજય કપૂરે અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં 241 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. સંજય કપૂરે આ બાબતે એક પોસ્ટ કરી હતી અને આ પોસ્ટ તેમના જીવનની છેલ્લી પોસ્ટ હતી. આ પોસ્ટમાં સંજય કપૂરે લખ્યું હતું કે,’અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. મારી સંવેદના અને પ્રાર્થના બધા અસરગ્રસ્ત પરિવારો સાથે છે. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે.’

સંજય કપૂર સોના કોમસ્ટારના ચેરમેન હતા

સંજય કપૂર દેશના જાણીતા ઉદ્યોગપતિ હતા અને ઓટોમોબાઈલનો વ્યવસાય કરતા હતા. તેઓ સોના કોમસ્ટાર નામની ઓટોમોબાઈલ કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પણ હતા. સંજય દેશના મોટા ઉદ્યોગપતિ ડૉ. સુરિન્દર કપૂરના પુત્ર હતા અને તેમણે કંપનીને વૈશ્વિક સ્તરે વિસ્તારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સંજય ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ACMA) ના પ્રમુખ પણ હતા. સંજય અને કરિશ્માના લગ્ન 2003 માં થયા હતા અને 2005 માં સમાયરાને જન્મ આપ્યો હતો. તેમના પુત્ર કિયાનનો જન્મ 2011 માં થયો હતો અને 2014 માં તેઓએ પરસ્પર સંમતિથી અલગ થવા માટે અરજી કરી હતી. તેમની વચ્ચે છૂટાછેડાની લડાઈ ખૂબ જ ઉગ્ર હતી, જે 2016 માં અંતિમ સ્વરૂપ પામી હતી. વર્ષ 2023 માં, કરિશ્મા અને સંજય ડિનર આઉટિંગ પર જોવા મળ્યા હતા. સંજયે બાદમાં પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. 2023માં તે મુંબઈના એક રેસ્ટોરન્ટમાં તેની ભૂતપૂર્વ પત્ની કરિશ્મા સાથે જોવા મળ્યો હતો. રેસ્ટોરન્ટમાંથી બંનેના બહાર આવતા વીડિયો વાયરલ થયા હતા.

કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્નના થોડા વર્ષો પછી, બંને વચ્ચે ઘણો મતભેદ થયા હતા. બે બાળકો પછી બંને વચ્ચે ઝઘડો થયો હતો અને થોડા વર્ષો પછી બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં બંને વચ્ચે તેમના છૂટાછેડાને લઈને ઘણો ઝઘડો થયો હતો. કરિશ્મા કપૂરે સંજય પર ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. બંનેના છૂટાછેડા ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યા હતા. કરિશ્મા કપૂરના પિતાએ પણ એક ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી. જોકે, બંનેના આ બધા ઝઘડા 2023 માં ઉકેલાતા જોવા મળ્યા હતા જ્યારે બંને સાથે ડિનર માટે બહાર ગયા હતા. જેના વીડિયો અને ફોટા પણ ખૂબ વાયરલ થયા હતા.

વિમાન દુર્ઘટનાઃ મૃતકોના પરિવારને ટાટા ગ્રુપ આપશે રૂ. એક કરોડની સહાય

અમદાવાદઃ એર ઈન્ડિયા ફ્લાઇટ 171ના ભયાનક અકસ્માત પછી આખા દેશમાં શોકની લાગણી છે. આ દુર્ઘટનામાં 265 લોકોનાં મોત થયાં છે. આવી દુઃખદ ઘડીએ ટાટા જૂથે સંવેદનશીલ અને માનવીય અભિગમ દાખવતાં પીડિતોના પરિવારજનોની સહાય માટે મોટી જાહેરાત કરી છે.

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને આ અંગે સત્તાવાર નિવેદન આપતાં જણાવ્યું હતું કે ટાટા જૂથ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને ₹ 1 કરોડની આર્થિક સહાય આપશે.

તેમણે જણાવ્યું હતું અમે એર ઈન્ડિયા ફ્લાઇટ 171ની દુઃખદ ઘટના અંગે ખૂબ જ દુઃખી છીએ. આ ક્ષણના દુઃખને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. અમારી સહાનુભૂતિ તે બધા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમ જ તે લોકો સાથે પણ છે, જે આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે.

આ નિવેદનમાં વધુમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટાટા જૂથ તમામ ઘાયલ થયેલા લોકોના સંપૂર્ણ સારવાર ખર્ચનો વહીવટ કરશે અને તેમને તમામ જરૂરી તબીબી સહાય અને સહારો પૂરો પાડવામાં આવશે. આ સિવાય આ અકસ્માતમાં નુકસાન પામેલી બી.જે. મેડિકલ કોલેજના ડોક્ટર્સ હોસ્ટેલના પુનર્નિર્માણમાં પણ ટાટા જૂથ સહાય આપશે.

તેમણે કહ્યું હતું કે ટાટા જૂથ આ સંકટની ઘડીએ પીડિત પરિવારો અને સમુદાયોની સાથે મજબૂતીથી ઊભું છે. તેમણે વિશ્વાસ આપ્યો કે દરેક જરૂરતમંદ વ્યક્તિને સહાય પૂરી પાડવામાં આવશે અને કોઈ પણ પીડિતને એકલા નહીં છોડવામાં આવે.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરુવારના બપોરે એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયા પછી થોડી જ મિનિટોમાં નજીકના મેડિકલ કોલેજની ઈમારત સાથે અથડાઈ હતી. આ અકસ્માતને કારણે આજુબાજુની ઘણી ઈમારતોને પણ ગંભીર નુકસાન થયું છે. આ બોઇંગ 787 ડ્રીમલાઈનર વિમાન ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો સવાર હતા.

હનીમૂન મર્ડર કેસઃ આ વ્યક્તિ છે હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ, જાણો…

શિલોંગઃ સોનમ રઘુવંશી સહિત રાજા રઘુવંશી હત્યાકાંડના તમામ આરોપીઓ પોલીસ રિમાન્ડમાં છે. પોલીસની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આરોપીઓની પૂછપરછ અને તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે રાજા રઘુવંશી હત્યાકાંડની માસ્ટરમાઈન્ડ સોનમ નહીં, પરંતુ તેનો પ્રેમી રાજ કુશવાહા છે. રાજે સંપૂર્ણ કાવતરું રચ્યું હતું અને સોનમ એમાં સહભાગી બની હતી.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ હત્યા માટે કોઈ નાણાંકીય લાભ ન મળ્યો હતો. રાજના જ મિત્રો જેમમાં એક તેનો કઝિન ભાઈ પણ છે, તેમણે માત્ર રાજ માટે ફેવરરૂપે હત્યા કરી હતી.

હત્યા માટે ચાર વાર યોજાયો પ્લાન

ફેબ્રુઆરીમાં રાજે સોનમને ગાયબ કરવાનો પહેલો પ્લાન બનાવ્યો હતો – પહેલો પ્લાન સોનમને નદીમાં ફેંકવાનો હતો. બીજો પ્લાન કોઈ મહિલાનો મૃતદેહ લાવીને સોનમની સ્કૂટીની સાથે બાળીને લોકોમાં એ વિશ્વાસ ઊભો કરવો કે સોનમ મરી ગઈ છે, પરંતુ બંને પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. આ દરમ્યાન 11 મેએ સોનમનાં લગ્ન રાજા રઘુવંશી સાથે થઇ ગયાં.

આ લગ્ન પછી સોનમ અને રાજા કામાખ્યા દેવી મંદિર દર્શને ગયા હતા. 19 મેએ રાજના ત્રણ મિત્રો – વિશાલ, આનંદ અને આકાશ પહેલાથી જ ગૌહાટી પહોંચી ગયા હતા અને ત્યાં રાજાની હત્યાનો પ્લાન હતો, પણ તે પણ નિષ્ફળ રહ્યો. ત્યાર બાદ સોનમે ચેરાપુંજી (સોહરા)માં હત્યાનો પ્લાન બનાવ્યો.

તેમની યોજના મુજબ ચેરાપુંજીમાં પાર્કિંગ વિસ્તારમાં સૌ મળ્યા, ત્યાં જ રાજાની હત્યા કરીને લાશ ખાઈમાં ફેંકી દેવામાં આવી હતી. એ દરમિયાન સોનમે પોતાનો રેઇનકોટ આકાશને આપ્યો હતો, કારણ કે તેની શર્ટ પર લોહીના ડાઘ હતા.

કિડનેપ થવાનું નાટક
જ્યારે આરોપીઓને લાગ્યું કે તેમની ઓળખ ખબર પડી ગઈ છે ત્યારે રાજે સોનમને ઇન્દોર છોડવાની સલાહ આપી. આ દરમિયાન એક આરોપી પોલીસે પકડ્યો ત્યારે રાજને જાણ થઈ ગઈ હતી. રાજે તરત જ સોનમને ફોન કરી કહ્યું – “તું જ્યાં પણ હોય ત્યાંથી તારા પરિવારને ફોન કરી કહેજે કે તું કિડનેપરોની ચંગુલમાંથી છૂટી ગઈ છે. હવે પાંચેય આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને પૂછપરછ ચાલુ છે.

 

 

 

 

અમદાવાદ પ્લેન ક્રેશ : PM મોદી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા

ગુરુવારે અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું વિમાન AI-171 ક્રેશ થયું. આ પ્લેન ક્રેશમાં અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયા છે. એરલાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને પુષ્ટિ આપી છે કે પ્લેનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા છે. વિમાન ક્રેશ સ્થળની મુલાકાત લીધા બાદ, વડાપ્રધાન સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા. ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલમાં એર ઈન્ડિયાના વિમાન ક્રેશમાં ઘાયલ લોકોને મળ્યા છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 40 થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પીએમ મોદી અમદાવાદમાં ક્રેશ સ્થળ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં પ્લેન ક્રેશ સ્થળ પહોંચ્યા છે. વડાપ્રધાને અકસ્માતની સમીક્ષા કરી છે.

ગુરુવારે બપોરે લગભગ 1:40 વાગ્યે અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન AI-171 ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા. એરલાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને પુષ્ટિ આપી છે કે વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. આ પછી, સવારે લગભગ 9 વાગ્યે, પ્રધાનમંત્રીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ પછી, પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોને મળ્યા હતા.

દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ એક પડકાર છે અને આ માટે DNA નમૂના લેવામાં આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 265 મૃતદેહો રાખવામાં આવ્યા છે. વિમાન દુર્ઘટનાની તપાસ બે સ્તરે શરૂ થઈ ગઈ છે, જેમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિનો સમાવેશ થાય છે. બ્લેક બોક્સથી અકસ્માતના કારણો બહાર આવવાની અપેક્ષા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે મોડી સાંજે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે અકસ્માત સમયે વિમાનમાં ૧.૨૫ લાખ લિટર ઇંધણ હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કોઈને બચાવવાની કોઈ શક્યતા નહોતી. બધાને બહાર કાઢવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ પછી, મૃતદેહો પરિવારના સભ્યોને સોંપવામાં આવશે. અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે. આ વિમાન લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડોમાં ક્રેશ થયું.

ઈરાન પર ઈઝરાયલનો મોટો હુમલો, અનેક પરમાણુ વૈજ્ઞાનિકો અને કમાન્ડરોના મોત

ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. ઈઝરાયલી સેનાએ ઈરાનની રાજધાની તેહરાન પર બોમ્બથી હુમલો કર્યો છે. આ ઉપરાંત, ઈઝરાયલે ઈરાની સૈન્ય મથકો અને પરમાણુ મથકો પર હુમલો કર્યો છે. ઈઝરાયલે શુક્રવારે સવારે કહ્યું કે તેણે ઈરાન પર હુમલો કર્યો છે. ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તેહરાનમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. ઈઝરાયલે કહ્યું કે તે તેહરાન દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલાની અપેક્ષાએ કટોકટીની સ્થિતિ જાહેર કરી રહ્યું છે. એક ઈઝરાયલી લશ્કરી અધિકારીએ કહ્યું કે ઈઝરાયલ ડઝનબંધ પરમાણુ અને લશ્કરી સ્થળો પર હુમલો કરી રહ્યું છે. ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે ઈરાન માટે પરમાણુ બોમ્બ બનાવતા વૈજ્ઞાનિકો પર પણ હુમલો કર્યો છે.

ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા

વડા પ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે અમે નાતાન્ઝમાં ઈરાનના મુખ્ય પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યો, અમે ઈરાની બોમ્બ બનાવવા પર કામ કરતા મુખ્ય ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા, અને અમે ઈરાની બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમના કેન્દ્ર પર પણ હુમલો કર્યો. આ હુમલા બાદ નેતન્યાહૂએ યુએસ પ્રમુખ ટ્રમ્પનો આભાર માન્યો. તેમણે કહ્યું કે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો તેમના નેતૃત્વ અને ઈરાનના પરમાણુ કાર્યક્રમનો સામનો કરવા બદલ આભાર માનવા માંગુ છું.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના ચીફ કમાન્ડર હુસૈન સલામી પણ ઈઝરાયલી હુમલામાં માર્યા ગયા છે. ઈરાની મીડિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. ઈરાનનું રિવોલ્યુશનરી ગાર્ડ આ દેશના મુખ્ય શક્તિ કેન્દ્રોમાંનું એક છે. તે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલોના શસ્ત્રાગારને પણ નિયંત્રિત કરે છે.

ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, સલામી ઉપરાંત, ઈઝરાયલ માને છે કે ઈરાનના લશ્કરી વડા મોહમ્મદ બાઘેરી, સેનાના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિકો પણ ઈરાન પરના પ્રારંભિક IDF હુમલામાં માર્યા ગયા હતા.

જો આપણે હવે કાર્યવાહી નહીં કરીએ, તો આગામી પેઢી નહીં બચે

નેતન્યાહુએ કહ્યું કે જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે, તેમણે કહ્યું કે જો આપણે હવે કાર્યવાહી નહીં કરીએ, તો આગામી પેઢી નહીં આવે. આ હુમલા પછી, ઈરાકે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. હવે ઈરાકના તમામ એરપોર્ટ બંધ છે. ક્યાંયથી વિમાનોની અવરજવર નથી.

પીએમ નેતન્યાહૂએ કહ્યું કે ઈરાન પાસે હવે એટલું બધું યુરેનિયમ છે કે તે ગમે ત્યારે પરમાણુ બોમ્બ બનાવી શકે છે. તેની પાસે 9 પરમાણુ બોમ્બ બનાવવાની ક્ષમતા છે. ઈરાન હવે આ યુરેનિયમથી બોમ્બ બનાવવા જઈ રહ્યું હતું. જો ઈરાનને રોકવામાં ન આવે, તો તે ગમે ત્યારે પરમાણુ બોમ્બ બનાવી શકે છે. એક મહિનાની અંદર, કે એક વર્ષમાં. પરંતુ ઈઝરાયલ ક્યારેય આવું થવા દેશે નહીં. ઈઝરાયલ ક્યારેય એવા લોકોને આવી ક્ષમતા વિકસાવવા દેશે નહીં જે આપણા અસ્તિત્વનો અંત લાવવા માંગે છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો