Home Blog Page 823

શું દરેક વખતે વાંક પુત્રવધૂનો જ હોય?

યશવી, 28 વર્ષની ઉત્સાહી યુવતી, આઈટી કંપનીમાં ઉચ્ચ હોદ્દે નોકરી કરે, ઘર-પરિવાર સંભાળે. ચાર વર્ષ પહેલાં ધાર્મિક સાથે જન્માક્ષર મેળવી લગ્ન થયાં. બંનેનો પ્રેમભર્યો સંબંધ, સાથે લંચ-ડિનર, પ્રસંગોમાં એકબીજાની સાથે રહેવું, દેશ-વિદેશ ફરવાનો શોખ એમની જિંદગી ખુશહાલ રાખતો. શરૂઆતમાં ધાર્મિકનાં માતા-પિતા યશવીનાં વખાણ કરતાં, પણ માતા રીટાબહેનને યશવીની આશાવાદી વૃત્તિ ખટકતી. એ યશવીને નિયંત્રણમાં રાખવા માગતાં. ધાર્મિકને એની વિરુદ્ધ ભડકાવતાં.

એક સાંજે યશવી અને ધાર્મિક ગાર્ડનમાં બેઠાં હતાં ત્યારે રીટાબહેને યશવીને ટોણો માર્યો, “ઘરનું ધ્યાન નથી, આખો દિવસ ઓફિસની ચિંતા.” યશવીએ શાંતિથી જવાબ આપ્યો, પણ રીટાબહેન ગુસ્સે થઈ ગયાં. એમને લાગ્યું કે યશવી એમની સામે બોલે છે. આ નાની ઘટનાથી રોજિંદો તણાવ શરૂ થયો. રીટાબહેનની દખલગીરીએ ધાર્મિકને યશવીથી દૂર કર્યો. ધાર્મિક, જે શરૂઆતમાં યશવીની સાથે હતો એ હવે માતાની સામે ચૂપ રહેવા લાગ્યો. યશવીના પ્રશ્નોના જવાબમાં એની ચૂપકીએ સંબંધમાં દરાર પાડી. થોડા મહિનામાં વાતચીત બંધ થઈ અને રીટાબહેનની ટીકાએ ધાર્મિકના મનમાં યશવીને સમસ્યાનું કારણ બનાવી.

એક રાત્રે ધાર્મિકે કહ્યું, “આપણે હવે સાથે નહીં ચાલી શકીએ.” યશવી સ્તબ્ધ થઈ ગઇ. એની આંખોમાં આંસુ હતાં, પણ મનમાં આશા હતી કે આ દુઃસ્વપ્ન છે. રીટાબહેન વારંવાર યશવીને માફી મંગાવતાં, પણ યશવી વિચારતી, મારી ભૂલ શુ થઇ?

ઘણા પરિવારો પુત્રવધૂને દીકરીની જેમ રાખવાનું કહે છે, પણ દીકરાને સાસરે જમાઈની જગ્યાએ દીકરો બનવાનું નથી શીખવતા. એ ડરે છે કે દીકરો વહુનો થઈ જશે. આ એકતરફી અપેક્ષાઓ તણાવ અને છૂટાછેડા સુધી લઈ જાય છે.

માતાનો પ્રયત્ન હોય કે દીકરો-વહૂ શાંતિથી રહે

ઘણા પરિવારોમાં પુત્રવધૂ પાસે દીકરીની જેમ વર્તવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ આ જ પરિવારો પોતાના દીકરાને જમાઈની જગ્યાએ દીકરો બનવાનું શીખવવામાં ઘણીવાર બાકી રહી જાય છે. આ એકતરફી અપેક્ષા ઘણીવાર ઘરમાં તણાવનું કારણ બને છે. નાની-નાની ગેરસમજણો કે ઘરેલું વિવાદો જ્યારે છૂટાછેડા સુધી પહોંચે છે, ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે શું આ યોગ્ય છે? ખાસ કરીને જ્યારે પતિ-પત્ની વચ્ચે સુમેળ હોય, પરંતુ સાસરિયાંની દખલગીરી કે અપેક્ષાઓને કારણે લગ્નના માત્ર બે-ચાર વર્ષમાં જ છૂટાછેડાનો વિચાર આવે ત્યારે યુગલની મનોદશા અત્યંત જટિલ અને દુઃખદ હોય છે. આવી સ્થિતિમાં શું દરેક વખતે પુત્રવધૂનો જ વાંક હોય છે? અને સાસરિયાં દ્વારા પુત્રવધૂ પાસે વારંવાર માફી માંગવાની અપેક્ષા રાખવી કેટલી યોગ્ય છે?

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા શારદા શર્મા કહે છે, “જ્યારે કોઈની દીકરીને પુત્રવધૂ બનાવીને ઘરે લાવીએ, ત્યારે એને આપણા પરિવારમાં જોડાવાનો સમય અને માવજત આપવી જરૂરી છે. એના મનમાં એવુ લાગવું જોઈએ કે હવે એ પોતાનાં પીયરમાં છે. સમય સાથે એ બધું શીખી જાય છે. એક માતા તરીકે હંમેશા પ્રયત્ન એ જ હોવો જોઈએ કે દીકરો અને વહૂ સાથે અને શાંતિથી રહે. અંતે માતા-પિતા માટે એ બંનેનો સાથે રહેવુ જ મહત્વનું છે, કેમ કે જેમ તેઓ એકબીજાની નજીક રહેશે, વાતો વહેંચશે તેમ પ્રેમ પણ ઘેરો બનશે.”

પુત્રવધુને દીકરી કહેવી જ નહી, સમજવી પણ જરૂરી

જ્યારે પતિ-પત્ની વચ્ચે સુમેળ હોય, પરંતુ સાસરિયાંની દખલગીરીને કારણે છૂટાછેડાનો વિચાર આવે, ત્યારે યુગલની મનોદશા દ્વિધાગ્રસ્ત, નિરાશ અને ગુસ્સાથી ભરેલી હોય છે. પુત્રવધૂને લાગે છે કે એના પ્રયત્નોનું મૂલ્ય નથી થતું. એના પર અન્યાય થઈ રહ્યો છે. એ પોતાની ઓળખ, સ્વાભિમાન અને માનસિક સ્વાસ્થ્યને બચાવવા માટે લડતી હોય છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ફેમીલી કોર્ટના વકીલ દિપ્તી.આર. પટેલ કહે છે કે, ‘સાસુએ હંમેશા પારકા ઘરેથી લાવેલી દીકરીને દીકરી જ સમજવી જોઈએ. દીકરો લગ્ન પછી પોતાનાથી અળગો થઈ જશે એમ માનવું ખોટુ છે. તમારો દીકરો તમારો જ રહેવાનો છે. બીજી એક વાત એ પણ છે કે આજે અનેક એવા કેસ છે જેમાં દીકરીનું ઘર તુટવાનું કારણ ક્યાંકને ક્યાંક એની માતાની દખલગીરી હોય છે. માટે દીકરીના લગ્ન પછી એને એની રીતે સાસરીમાં સેટ થવા દેવી પણ જરૂરી છે. તો પુત્રવધુને પણ પરિવારમાં મનભરી આવકારી એને સારી રીતે રાખવી પણ જરૂરી છે.’

પુત્રવધૂ પાસે માફીની અપેક્ષા ન્યાયસંગત નથી

સંબંધોની નિષ્ફળતા એ એક જટિલ મુદ્દો છે, જેમાં ઘણા પરિબળો સામેલ હોય છે. સાસરિયાંની અતિરિક્ત અપેક્ષાઓ, પુત્રની નિષ્ક્રિય ભૂમિકા અને સમાજના પુરુષ-પ્રધાન ધોરણો। સાસરિયાં દ્વારા પુત્રવધૂ પાસે વારંવાર માફી માંગવાની અપેક્ષા રાખવી ન તો યોગ્ય છે, ન જ ન્યાયી. માફી માંગવી એ ભૂલ સ્વીકારવાનું પગલું છે, પરંતુ જો એ એકતરફી બની જાય અને નાની-નાની બાબતોમાં પણ પુત્રવધૂ પર માફી માંગવાનું દબાણ થાય, તો એ એના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્યુટીશ્યન શિવાની ઠક્કર કહે છે, ‘વહુને તો બધા દીકરી જેવી માનવા તૈયાર હોય છે, પણ દીકરાને એ શીખવવામાં આવતુ નથી કે એને પણ પોતાની સાસરીમાં જમાઈ નહીં, દીકરો બનીને રહેવું જોઈએ. ઘણી વાર એવો ડર હોય છે કે, મારો દીકરો હવે એની પત્નીનો થઈ જશે. આવા વિચારો ઘરમાં અશાંતિ લાવે છે. દરેક સંબંધને સમજદારીથી સંભાળવો જોઈએ. જયારે માફીની વાત આવે ત્યારે માફી તો એ વ્યક્તિ માંગે છે, જેને ખરેખર લાગે કે એને કઇ ખોટુ કર્યુ છે. પુત્રવધુ પાસે વારંવાર પરાણે માફી મગાવવાની અપેક્ષા રાખવી ન્યાયસંગત નથી.’

હેતલ રાવ

ગિટારના જમાનામાં પકડ્યો તબલાનો તાલ અને ચીનમાં રેલાવ્યા સૂર

સંગીતની વાત આવે ત્યારે આજની જેન ઝી જનરેશનની પસંદગ અલગ જ હોય છે. જેન ઝી યુવાનોનો પૉપ મ્યુઝિક, ગિટાર અને પિયાનો જેવા સાધનોમાં વધારે રસ જોવા મળે છે. ત્યારે આ ગુજરાતી યુવાને ભારતીય શાસ્ત્રીય સંગીતની પસંદગી કરી તે વારસાને નવી પેઢી સુધી લઈ જવાનું નક્કી કર્યુ.

વેદ પ્રજાપતિ

આપણે વાત કરવાની છે તબલા વાદક જેન ઝી યુવાન વેદ પ્રજાપતિની. વેદ ચીનમાં 110મા એશિયન ગેમ્સમાં તબલા વાદક તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી નાની ઉંમરનો કલાકાર છે. મૂળ કડી કલોલના આ યુવાએ એમસ યુનિવર્સિટીમાં માસ્ટર કર્યુ છે. તે છેલ્લા ઘણા સમયથી તબલા વગાડે છે. કોઈ પણ સંગીત કે ધૂનને થોડો મોર્ડન ટચ આપી અનોખી રીતે પ્રસ્તુતી કરવાનો હંમેશાં તેમનો પ્રયાસ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર તેની જબરી ફેન ફોલોઈંગ છે. સોશિયલ મીડિયાના યુગમાં વેદ પણ પોતાની કળાને લોકો સુધી પહોંચાડવામાં પાછળ રહ્યો નથી, ઈન્સ્ટાગ્રામ પર તેના અનેક વીડિયો છે, જેમાં તેની તબલા વગાડવાની કળાને જોઈ શકાય છે.

મજા માટે શરૂ કરેલા તબલાએ બતાવ્યો કરિયરનો માર્ગ

23 વર્ષીય વેદે ચિત્રલેખા ડૉટ કૉમ સાથે વાત કરતાં કહ્યું કે,’સૌથી પહેલા હું ઢોલ વગાડતો હતો. સ્કૂલમાં બીજા ધોરણમાં હતો ત્યારે મેં ઢોલ વગાડવાનું શરૂ કર્યુ હતું. વિવિધ સ્પર્ધાઓમાં પાંચ વખત સ્ટેટ લેવલ પર ઢોલે મને જીત અપાવી છે. મારા પપ્પા અને દાદાનો બહુ સહકાર રહ્યો. ઢોલની સાથે સાથે તેમણે મને તબલા પણ ખરીદી આપ્યા હતાં. શરૂઆતમાં તબલા પણ હું ઢોલ જેમ જ વગાડતો હતો. ધીમે ધીમે તબલામાં મારો રસ વધતો ગયો અને મારા ફન માટે શરૂ કરેલા તબલા મારી કારકિર્દી તરફ દોરી ગયા. મેં કડીમાં શાસ્ત્રીય તબલાની તાલીમ લીધી અને પછી વીડિયો બનાવવાનું શરૂ કર્યુ. હું શું નવું કરી શકું એવા વિચાર સાથે હેમરથી તબલા વગાડવાનો વીડિયો બનાવ્યો. મારો પહેલો વીડિયો ‘ગેંદા ફુલ’ વાયરલ થયો અને લોકોએ તેને ખૂબ પસંદ કર્યો. બસ, આવી રીતે મારી તબલાની સફર થઈ.’

વેદ જેમ જેમ વીડિયો બનાવતા ગયા એમ તેમની ઓળખ બનતી ગઈ. ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅસર્નો આંકડો પણ વધવા લાગ્યો. જેના કારણે તેને વિવિધ બ્રાન્ડ્સની જાહેરાતો અને પ્રમોશન માટે ઓફર મળવા લાગી. આ સાથે જ નાણાકીય આવક પણ શરૂ થઈ ગઈ. જયારે તેનો યશ રાજ ફિલ્મ પ્રોડક્શનમાંથી પ્રમોશન માટે સંપર્ક થવા લાગ્યો ત્યારે તેને સંપૂર્ણપણે આત્મવિશ્વાસ આવ્યો કે તે હવે આ જ દિશામાં આગળ વધશે.

એશિયન ગેમ્સમાં ભારત અને તબલાનું પ્રતિનિધિત્વ કર્યુ

એક દિવસ મને મેઈલ મળ્યો, એ પણ સ્પેમમાં. જેમાં ખબર પડી કે ભારતમાંથી દસ તબલા વાદકને પસંદ કરવામાં આવ્યા છે, જેમાં મારું નામ પણ હતું. આમાંથી જે એક વ્યક્તિની પસંદગી થાય તેને ચીનમાં એશિયન ગેમ્સ 2023 ઓપનિંગ સેરેમનીમાં પર્ફોમ કરવા મળશે. પહેલા તો વિશ્વાસ જ ન આવ્યો. લાગ્યું કે આ નકલી મેઈલ છે, પણ ખરેખર એવું નહોતું. વિવિધ દેશોમાંથી કલાકારોને બોલાવવા આવ્યા હતાં. તબાલ વાદક તરીકે મારી પસંદગી થઈ.પહેલા એશિયન ગેમ્સ માટે વન એશિયા એન્થમ સોન્ગ રેકોર્ડ કરવાનું હતું, જેનું શૂટ બાલીમાં હતું. ત્યાં અન્ય દેશોમાંથી આવેલા કલાકારને પણ મળ્યો. બાદમાં 110મી ચીનમાં એશિયન ગેમ્સ સ્પર્ધાની ઓપનિંગ સેરેમનીમાં લાઈવ પર્ફોમ કર્યુ. જેનો અનુભવ ખૂબ જ અદ્ભૂત રહ્યો. જેમિંગ સેશન કર્યા. ભાષા અવરોધને કારણે અમે બધા કાલાકરો એકાબીજા સાથે ઈન્સ્ટ્રુમેન્ટથી વાત કરતાં હતા, એવું વેદે ચિત્રલેખાને જણાવ્યું.

આમ, ગુજરાતનો વેદ પ્રજાપતિ એશિયન ગેમ્સમાં ભારત અને તબલાનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી યુવા કલાકાર બની ગયો. આંતરરાષ્ટ્રીય સ્તર પર પર્ફોમ કર્યા બાદ વેદ માને છે કે માત્ર ટેલેન્ટ મહત્વનું નથી તમારું વલણ અને વર્તન પણ એટલું જ અગત્યનું છે.

તબલામાં આખું બ્રહ્માંડ

જો તમે એકવાર તબલા વગાડવામાં ઓતપ્રોત થઈ જાઓ તો તમને કંઈજ દેખાતું નથી. વેદે કહ્યું કે મેં ક્યાંક સાંભળ્યુ હતું કે તબલામાં આખું બ્રહ્માંડ છે. ખરેખર એ સાચું લાગી રહ્યું છે.વેદે એમએસ યુનિવર્સિટીમાંથી માસ્ટર કર્યુ છે. આગળ હવે તેને તબલામાં પીએચડી કરવાનો વિચાર છે. દરેક વ્યક્તિનો કોઈ પ્રેરણા સ્ત્રોત હોય છે. વેદ માટે તેના માતા-પિતા જ તેની પ્રેરણા છે. ભારતીય સંસ્કૃતિ અને કળાને જાળવી અનિવાર્ય છે. વેદ પ્રજાપતિ તમામ જેન ઝી યુવાનો માટે એક પ્રેરણા છે, જે શાસ્ત્રીય સંગીતના વારસાને આગળ ધપાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે

(નિરાલી કાલાણી, મુંબઈ)

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર

અમદાવાદઃ વિધાનસભાની કડી અને વિસાવદર પેટા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ 25 જૂને  રોજ 8000થી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આજે રાજ્યનાં 8326 ગામોમાં સરપંચ અને સભ્યો કોણ બનશે તે નક્કી થશે. 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતની મતદાનની મતગણતરી બુધવારે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. કુલ 239 સ્થળોએ મતગણતરી હાથ ધરાશે. હાલ 100થી વધુ પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે, જે નીચે મુજબ છે.

751 ગ્રામ પંચાયતોમાં સમરસ

ગુજરાતમાં અત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે. હવે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે.

ગાંધીનગર જિલ્લાની નાદરી ગ્રામ પંચાયતમાં સરપંચ પદના બંને ઉમેદવારોને સરખા મત એટલે કે 338-338 મત મળ્યા હતા, જેથી ટાઇ સર્જાઇ હતી. જેથી ચિઠ્ઠી ઉછાળી વિજેતા નક્કી કરવામાં આવ્યો હતો. ચિઠ્ઠી ઉછાળતાં હાર્દિક બારોટનું નામ ખૂલ્યું હતું. જેથી પરેશ બારોટને હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતમાં 100 ગ્રામ પંચાયતોનું ચૂંટણી પરિણામ

જિલ્લો           ગ્રામ પંચાયત    વિજેતા              વોટ

ભાવનગર      દેવળિયા        હર્ષા બેન પરમાર       306

ભાવનગર      જીવાપુર        દયાબેન પરમાર        381

અમરેલી        પીપળવા       વલકુભાઈ મોભ        565

અમરેલી        ઇશ્વરીયા      રવિભાઇ માયાપાદર    150

અમરેલી        દલડી        જમિયતબેન જાડેજા       16

જામનગર      હડમતીયા  દિવ્યેશભાઈ સભાયા    જીત

જામનગર      સુવરડા    વિમલ નાખવા        જીત

રાજકોટ       સુલતાનપુર  વર્ષાબેન ભાદાણી    જીત

રાજકોટ        બાંદરા    પરષોત્તમ ઘોણીયા   જીત

રાજકોટ       વોડી     ભરત મકવાણા      જીત

રાજકોટ રીબડા  સત્યજિતસિંહ જાડેજા       જીત

જૂનાગઢ    જૂના કોટડા  નરસીંગભાઇ ખેર   જીત

આણંદ  ગોલાણા   લખનસિંહ પરમાર     જીત

આણંદ  હરિયાણ     ચેતનભાઈ પટેલ     જીત

આણંદ  સદાનાપુરા  હર્ષદભાઈ તળપદા    જીત

દેવભૂમિ દ્વારકા  અણીયારી  ભગતસિંહ સુમણીયા  જીત

દેવભૂમિ દ્વારકા  નાગેશ્વર    રૂપારીબા સુમણીયા   જીત

મહેસાણા   ધામણવા   આશાબેન પટેલ        જીત

મહેસાણા    ઓળા  આનંદજી ઠાકોર       જીત

પાટણ  આંબાપુરા  ઈશ્વરભાઈ પટેલ      જીત

ભરૂચ   ઉમરા  હેતલબેન પટેલ        જીત

મોરબી        કુંતાસી    કુંતાસી       જીત

સાબરકાંઠા     બામણા રીટાબેન પરમાર     જીત

બનાસકાંઠા     ટાઢોળી નવલીબેન ભાગોરા     જીત

અરવલ્લી     કઉ     હુસેનભાઈ વણઝારા     જીત

જુનાગઢ        વડિયા  સોનીંગભાઈ સિંઘવ      જીત

જૂનાગઢ        ચોટલી વીળી   ગોવિંદ ચાવડા  જીત

જૂનાગઢ        ચિંગરિયા       શાંતાબેન સાગરકા      જીત

મોરબી પાજ    રિમીબેન સિપાઈ        જીત

મોરબી સતાપર ગીતાબેન ગણાદીયા     જીત

ભરૂચ   બંબુસર ઉસ્માનગની પટેલ      જીત

ભરૂચ   હીંગલોટ        ફારુક મંસૂરી    જીત

ભરૂચ   નિકોરા અંબાલાલ પટેલ        જીત

નર્મદા  નર્મદા  મમતાબેન વસાવા      જીત

અરવલ્લી       નવા વડવાસા  બકભાઈ ચૌહાણ        જીત

અરવલ્લી       ગઢડા  સુરેખાબેન પટેલ        જીત

અમદાવાદ     મોટી દેવતી    માણેકબેન લકુમ        જીત

સાબરકાંઠા      દેસાસણ        ભાવિકભાઈ રબારી      જીત

મહેસાણા        રૂપપુરા અજુભા ઝાલા   જીત

ગાંધીનગર      મૂલસાણા       રમણજી ભીખાજી ઠાકોર જીત

ગાંધીનગર      મોખાસણ       પૂનમબેન ઠાકોર        જીત

ગાંધીનગર      કરોલી  દિપીકાબેન પંચાલ      જીત

પાટણ  છાણસરા        કંચનબેન       જીત

પાટણ  જામવાડા       રમેશભાઈ ઠાકોર        જીત

પાટણ  રતનપુરા       જગદીશ ભરવાડ        જીત

પાટણ  તાવડિયા       અલ્પેશજી ઠાકોર        જીત

પાટણ  ઉદેલા  ચેતનાબેન ઝાલા        જીત

પાટણ  કારણ  કંકુબેન પટ્ટ     જીત

પાટણ  ચંદ્રેશ્વર મિત્તલબેન ઠાકોર       જીત

પાટણ  હિશોર  મફતલાલ ચૌહાણ      જીત

પાટણ  પર     મહિપતસિંહ જાડેજા     જીત

પાટણ  ખચરિયા       હેતલબેન ઠાકોર        જીત

પાટણ  સુજનીપુર       સુરેશભાઈ પ્રજાપતિ     જીત

પાટણ  સાતી   આનંદ દેસાઈ   જીત

પાટણ  આંબાપુરા       ઈશ્વરભાઈ પટેલ        જીત

પાટણ  કલ્યાણપુરા     સીતાબેન ઠાકોર જીત

દાહોદ  રણધિકપુર     હંસાબેન કટારા જીત

વડોદરા        તેરસા  જયેશ પટેલ    જીત

વડોદરા        અકોટી હેતલબેન બારીયા       જીત

વડોદરા        પીંડાપા દિનેશ પઢીયાર જીત

વડોદરા        નવગામા       બળવંતભાઈ પરમાર    જીત

વડોદરા        પનસોલી       હર્ષિલભાઈ પટેલ       જીત

વડોદરા        શહેરા   મુકેશભાઈ પઢીયાર     જીત

વડોદરા        તરસાણા        રમીલાબેમ રાઠોડિયા    જીત

વડોદરા        મેનપુરા વિશાલ પટેલ   જીત

વડોદરા        મઢેલી  ઘનશ્યામભાઈ વસાવા   જીત

વડોદરા        છાણભોંઈ       કિંજલબેન પટેલ        જીત

જામનગર      પસાયા ભાનુબેન પરમાર       જીત

જામનગર      નંદપુર દિનેશ દુધાગરા જીત

જામનગર      ખારાવેઢા       સુરેશ ગોસ્વામી જીત

આણંદ  ભીમ તળાવ    લીલાબેન ગોહેલ        જીત

આણંદ  અરડી  સેજલબેન જાદવ        જીત

આણંદ  ફાંગણી પ્રિતીબેન બારોટ        જીત

આણંદ  પોપટપુરા      હીરાબેન વણકર        જીત

આણંદ  ઝાલા બોરડી   દિનેશભાઈ પરમાર     જીત

આણંદ  અમરાપુરા      ગણપતભાઈ ડાભી      જીત

તાપી   મેઢસિંગી        ગોંતીયાભાઈ ઠાકોર     જીત

વલસાડ        નંદવલા        અજય પટેલ    જીત

બોટાદ  રેફડા   કાનજીભાઈ વાળા       જીત

બોટાદ  હોળાયા ઉમેદભાઈ ખાચર       જીત

બોટાદ  ગાઢાળી પરાક્રમસિંહ ગોહિલ     જીત

બોટાદ  ઈગોરાળા       મહેશ ખાચર    જીત

બોટાદ  પીપલ તતાણા  બચુભાઈ ચોહલા        જીત

બોટાદ  ચકમપર       વર્ષાબેન અબીયાણી     જીત

કચ્છ   જરુ     ભરતભાઈ જરુ  જીત

રાજકોટ નવી સાંકળી    શિલુબેન વાલાણી       જીત

રાજકોટ સેલુકા  મનીષભાઈ ભેડા        જીત

રાજકોટ ફરેણી  ઈલાબેન શેખવા જીત

રાજકોટ ભૂખી   હરદીપસિંહ રાયજાદા   જીત

રાજકોટ સણોસરા        ડો.નફીસાબેન સરસિયા  જીત

બનાસકાંઠા     જાણદી નાગજીભાઈ રાઠોડ      જીત

બનાસકાંઠા     આકોલી ક્ષેત્રવાસ       આશાબેન દેસાઈ        જીત

અમરેલી        પીપળવા       વલકુભાઈ મોભ જીત

 

ભાવનગર

ભાવનગરની દેવળીયા અને જીવાપુર ગ્રામ પંચાયતમાં મતદારોએ મહિલા ઉમેદવારને સુકાન સોંપ્યું છે. દેવળીયામાં હર્ષાબેન ઘનશ્યામભાઈ પરમાર 306 મતોથી વિજય થયો છે, જ્યારે જીવાપુરમાં દયાબેન રમેશભાઈ પરમાર 381 મતથી વિજયી બન્યા છે.

જૂનાગઢ

માંગરોળની જૂના કોટડા ગામ પંચાયતની ચૂંટણીમાં નરસીંગભાઇ ખેરની જીત થઇ છે.

આણંદ

ખંભાતની પોપટપુરા ગ્રામ પંચાયતમાં હીરાબેન ચીમનભાઈ વણકરની જીત થતાં સરપંચ પદે ચૂંટાયા છે.

ડાંગઃ ગલકુંડ ગ્રામપંચાયતનું પરિણામ જાહેર, પુત્રને હરાવી પિતા બન્યા સરપંચ
ડાંગઃ ગલકુંડ ગ્રામપંચાયતનું પરિણામ જાહેર થયુ છે. પુત્રને હરાવી પિતા સરપંચ બન્યા છે. પિતાએ 576 મતની લીડથી પુત્રને હરાવ્યો. આહવાના ગલકુંડમાં પિતા-પુત્ર વચ્ચે ચૂંટણી જંગ હતો. ગલકુંગ ગ્રામ પંચાયતના સુરેશ વાઘ સરપંચ બન્યા.

 

કેપ્ટન શુભાંશુ શુક્લાએ સ્પેસ માટે ભરી ઉડાનઃ એક્સિઓમ-4 મિશન લોન્ચ

નવી દિલ્હીઃ દેશના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આજે ઇતિહાસ રચવા માટે રવાના થયા છે. એક્સિઓમ-4 મિશને અંતરિક્ષમાં ઉડાન ભરી દીધી છે. શુભાંશુ નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી એક્સિઓમ-4 મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) માટે ઉડાન ભરી હતી. તેમની સાથે ચાર અવકાશયાત્રી જોડાયા છે.  આ મિશન અગાઉ અનેક વખત સ્થગિત થયું હતું. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના પિતા શંભુ દયાલ શુક્લાએ જણાવ્યું હતું કે આ ખૂબ જ લાગણીસભર ક્ષણ છે. મને ખૂબ જ ગર્વ અને આનંદ થાય છે કે હું આવા બાળકનો પિતા છું. આ મારા જીવનનો સૌથી ખુશીની ક્ષણ છે.

શુભાન્શુ ભારત માટે ખાસ મહત્ત્વ ધરાવતા મિશન લઈને આગળ વધી રહ્યા છે કારણ કે તેઓ ISS સુધી પહોંચનારા ભારતની પ્રથમ વ્યક્તિ બનશે અને 1984માં રાકેશ શર્માના મિશન પછી અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય હશે.

શુભાંશુ શુક્લાનો ભાવુક સંદેશ
શુભાંશુએ લોન્ચિંગ પહેલાં એક ભાવુક સંદેશ આપ્યો છે. તેમણે દેશવાસીઓને મિશનની સફળતા માટે દુઆ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે હું ભારતના લોકોને કહેવા માગું છું કે આ મિશન એક માઇલસ્ટોન છે અને હું ઈચ્છું છું કે તમે બધા તેની સફળતા માટે પ્રાર્થના કરો. આકાશના તારાઓ પણ હાંસલ થઈ શકે છે.

કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન
શુભાંશુ અને અન્ય ત્રણ અંતરિક્ષ યાત્રીઓને લઈએને Axiom-4 મિશન અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભર્યું હતું. આ યાન લગભગ 28 કલાકના પ્રવાસ પછી ગુરુવારે સાંજે 4:30 વાગ્યે ISS સાથે જોડાઈ જશે. અંતરિક્ષયાત્રીઓ ISS પર આશરે 14 દિવસ રોકાઈ વિવિધ વૈજ્ઞાનિક અને તકનિકી પ્રયોગો કરશે. આ મિશન Axiom Space નામની ખાનગી કંપની દ્વારા સંચાલિત છે, જેમાં NASA અને SpaceX પણ સહયોગી છે.

સાત વખત ટળેલું મિશન હવે તૈયાર
આ મિશન અગાઉ સાત વખત ટેક્નિકલ ખામીઓ અને ISSના મોડ્યુલમાં દબાણ સંબંધિત સમસ્યાના કારણે ટળ્યું હતું. હવે બધાં ટેક્નિકલ કામ પૂરાં થઈ ચૂક્યા છે અને મિશન લોન્ચ માટે સંપૂર્ણ તૈયાર છે.

માતા-પિતાના આશીર્વાદ અને દેશભરની આશા

દેશમાં ઉત્સાહ છે – લખનૌથી લઈ દિલ્હી અને બેંગલુરુ સુધીની નજરો હવે શુભાંશુની ઉડાન પર છે. તેમનાં માતા-પિતાથી લઈને સોશિયલ મિડિયા સુધી શુભેચ્છાઓ ધોધ વહી રહ્યો છે.

સાઈબર ક્રાઈમ મામલે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઈડીના દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં છેતરપિંડી કરનારાઓ સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે દરોડા પાડ્યા હતા. આ કેસ કથિત રીતે ડિજિટલ ધરપકડ અને 100 કરોડ રૂપિયાથી વધુના ભંડોળના વિદેશમાં ટ્રાન્સફર જેવા સાયબર ગુનાઓ સાથે જોડાયેલો છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના સુરત સબ-રિજનલ ઓફિસ દ્વારા ગુજરાતના સુરત-અમદાવાદ અને મુંબઈમાં મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (PMLA) હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા.

શું છે કેસ?

સૂત્રોએ જણાવ્યું હતું કે મની લોન્ડરિંગનો કેસ ગુજરાત પોલીસે મકબુલ ડોક્ટર, કાશિફ ડોક્ટર, બસમ ડોક્ટર, મહેશ મફતલાલ દેસાઈ, માઝ અબ્દુલ રહીમ નાડા અને કેટલાક અન્ય લોકો સામે દાખલ કરેલી એફઆઈઆરમાંથી ઉદ્ભવ્યો છે.

સામાન્ય જનતા સાથે છેતરપિંડી કરવાનો આરોપ

તેમણે કહ્યું કે આરોપીઓ પર નકલી USDT ટ્રેડિંગ (ક્રિપ્ટો ચલણ), ડિજિટલ ધરપકડ, કાયદા અમલીકરણ એજન્સીઓની નકલી નોટિસ મોકલીને નિર્દોષ લોકોને ધમકી આપવા જેવા વિવિધ સાયબર છેતરપિંડી દ્વારા સામાન્ય જનતા સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.

100 કરોડથી વધુ મૂલ્યના નાણાં વિદેશમાં મોકલવાની શંકા

આ સાયબર છેતરપિંડી દ્વારા ભોળા વ્યક્તિઓ પાસેથી મળેલા નાણાં નકલી વ્યક્તિઓના KYCનો ઉપયોગ કરીને ખોલવામાં આવેલા બેંક ખાતાઓમાં અથવા KYC દસ્તાવેજો બનાવટી બનાવીને એકત્રિત કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર નાણાંને વિવિધ ‘આંગડિયા’ અથવા હવાલા ઓપરેટરો દ્વારા ક્રિપ્ટો ચલણમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. તેમના પર 100 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના નાણાં વિદેશમાં મોકલવાની શંકા છે.

નીરજ ચોપરાએ ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈકમાં જીત્યો ગોલ્ડ મેડલ

ઓસ્ટ્રાવાઃ દેશના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ચેક ગણરાજ્યમાં યોજાયેલી ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈક ટુર્નામેન્ટમાં સોનાનો મેડલ જીતીને દેશનું નામ ફરી વાર આંતરરાષ્ટ્રીય જેવલિન સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યું છે. નીરજે ત્રીજા રાઉન્ડમાં 85.29 મીટરનું થ્રો કર્યો હતો, જેને અન્ય કોઈ પણ એથ્લેટ પાર કરી શક્યો નહીં. દક્ષિણ આફ્રિકાના ડોવ સ્મિથે બીજા રાઉન્ડમાં 84.12 મીટરનો ભાલા ફેંક્યો હતો, જે તેમના તમામ છ રાઉન્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું અને તે બીજા ક્રમે રહ્યા. ગ્રેનેડાના પીટર એન્ડરસને તેમના પ્રથમ પ્રયાસમાં 83.63 મીટરનો ભાલો ફેંક્યો અને આ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું, જેને આધારે તે ત્રીજા સ્થાને રહ્યો હતો.

નીરજ ચોપરાએ અગાઉ 2018માં ઓસ્ટ્રાવામાં આયોજિત IAAF કોન્ટિનેન્ટલ કપમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે 80.24 મીટરનો થ્રો કરીને છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. જોકે ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈકમાં આ તેમની પહેલી હાજરી હતી. નીરજ ચોપરાએ ઇવેન્ટનો અંત ફાઉલ થ્રો સાથે કર્યો હતો, છતાં વર્લ્ડ ચેમ્પિયન ચોપરા તેમના પ્રદર્શનથી ખુશ હશે, કારણ કે પેરિસ ડાયમંડ લીગ પછી તેમણે સતત બીજી ઇવેન્ટ જીતી છે. આ સીઝનની તેમની પાંચમી સ્પર્ધા હતી. તેમણે વર્ષની શરૂઆત દક્ષિણ આફ્રિકાના પોટચેફસ્ટ્રૂમમાં આયોજિત ઇન્વિટેશનલ મીટથી કરી હતી, જેમાં તેમણે 84.52 મીટરના થ્રો સાથે વિજય મેળવ્યો હતો.

નીરજ ચોપરાએ દોહામાં આયોજિત ડાયમંડ લીગ ઓપનરમાં 90.23 મીટરના થ્રો સાથે પ્રથમ વખત 90 મીટરનો આંકડો પાર કર્યો હતો, જે તેમનો અગાઉના શ્રેષ્ઠ 89.94 મીટર કરતાં વધુ હતો. આ સિદ્ધિ હોવા છતાં તેઓ જર્મનીના જુલિયન વેબર (91.06 મીટર) પછી બીજા ક્રમે રહ્યા હતા. દોહા બાદ નીરજ ચોપરાએ પોલેન્ડના ચોરઝોવમાં યોજાયેલા જાનૂસ કુસોસિન્સ્કી મેમોરિયલમાં ભાગ લીધો હતો, જ્યાં તેઓ 84.14 મીટરના થ્રો સાથે ફરીથી વેબર (86.12 મીટર) પછી બીજા સ્થાને રહ્યા હતા. બાદમાં, નીરજ ચોપરાએ શુક્રવારે પેરિસ ડાયમંડ લીગમાં વેબરને હરાવ્યો હતો, જ્યાં તેમણે 88.16 મીટરના તેમના પ્રથમ થ્રો સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું.

ઇમર્જન્સી એ લોકતંત્રના ઇતિહાસનો કાળો દિવસઃ PM મોદી

નવી દિલ્હીઃ ભાજપ આજે ઇમર્જન્સીની 50મી વર્ષગાંઠને બંધારણ હત્યા દિવસ તરીકે ઊજવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોઈ પણ ભારતીય ઇમર્જન્સીને ક્યારેય નહીં ભૂલશે કે ઇમર્જન્સી દરમિયાન બંધારણની ભાવનાનું કેવી રીતે ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. મોદીએ તેમની સરકારની બંધારણના સિદ્ધાંતોને મજબૂત બનાવવા માટેની પ્રતિબદ્ધતાને ફરી દોહરાવી હતી.

ઇમર્જન્સીનાં 50 વર્ષ પૂર્ણ થવા પર સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ્સ કરીને PM મોદીએ કહ્યું હતું કે ઇમર્જન્સી ભારતીય લોકશાહીના ઈતિહાસના સૌથી કાળા અધ્યાયોમાંનો એક છે. તેમણે જણાવ્યું હતું કે તે સમય દરમિયાન બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને પાતાળમાં ધકેલી દેવામાં આવ્યા હતા, મૂળભૂત અધિકારોને નિલંબિત કરી દેવામાં આવ્યા હતા, પ્રેસની સ્વતંત્રતાને દબાવી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં રાજકીય પક્ષોના નેતાઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા.

વડા પ્રધાને કહ્યું હતું કે તે સમયની સત્તામાં રહેલી કોંગ્રેસ સરકારે લોકશાહીને બંધક બનાવી હોય તેમ લાગતું હતું. પાછલા વર્ષથી મોદી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ઇમર્જન્સીની તારીખને “બંધારણ હત્યા દિવસ” તરીકે ઊજવવામાં આવશે. પીએમ મોદીએ જણાવ્યું કે 42મા સંશોધન દ્વારા બંધારણમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા હતા.

ગૃહમંત્રીએ શાહના કોંગ્રેસ પર આકરા પ્રહારો

આ અગાઉ ગૃહમંત્રી અમિત શાહે પણ મંગળવારે ભારતને લોકશાહીનું ઉગમસ્થાન ગણાવતા 1975માં ઇમર્જન્સી લાદવા માટે કોંગ્રેસની તીવ્ર ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણે ઇમર્જન્સીના એવા કાળા અધ્યાય પર વિજય મેળવ્યો છે, કારણ કે ભારત ક્યારેય તાનાશાહી સામે નમતું નથી.

વાહ ભાઈ વાહ! – ૨૫ જૂન ૨૦૨૫

બટેટાનો ઓળો (બટેટાનું ભરતું)

બટેટાનો પણ ઓળો (બટેટાનું ભરતું) બની શકે છે! જે બહુ જ સ્વાદિષ્ટ બને છે!

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 6
  • કસૂરી મેથી 1 ટે.સ્પૂન
  • લીલા કાંદાની 1 ઝુડી
  • ટામેટાં 2
  • લીલા વટાણા ½ કપ
  • કળી પત્તાના પાન 6-7
  • ધાણાજીરૂ પાઉડર 2 ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • ચાટ મસાલો 1½ ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર 1 કપ
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • તેલ વઘાર માટે 3 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • મરચાંનો પાઉડર ½ ટી.સ્પૂન

વાટેલા મસાલા માટેઃ

  • જીરૂ 2 ટી.સ્પૂન
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લસણની કળી 10-12
  • લીલા મરચાં 3-4
  • કળી પત્તાના પાન 10-15
  • સમારેલી કોથમીર ½ કપ

રીતઃ મિક્સીમાં જીરૂ, આદુના ટુકડા, લસણની કળી, લીલા મરચાં, સમારેલી કોથમીર તેમજ કળી પત્તાના પાન ઉમેરીને અધકચરો મસાલો વાટી લેવો.

બાફેલા બટેટાનો હાથેથી ચૂરો કરી લેવો. લીલા કાંદાના પાન અલગ સુધારી રાખવા. આખા કાંદાને ઝીણાં સમારી લેવા

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ તેમજ હીંગનો વઘાર કરી કળી પત્તાના પાનનો વઘાર કરી દો. હવે તેમાં લીલા વટાણા ઉમેરી, સમારેલો કાંદો પણ મેળવી તે સોનેરી રંગનો સંતળાય એટલે વાટેલો મસાલો મેળવીને એકાદ મિનિટ બાદ કસૂરી મેથી મેળવીને ટામેટાં સમારીને મેળવી દો. ટામેટાં નરમ થઈ ઓગળી જાય એટલે તેમાં લીલા કાંદાના સમારેલાં પાન તેમજ બાકીનો સૂકો મસાલો પણ મેળવી દો. જેમાં ગરમ મસાલો, ધાણાજીરૂ પાઉડર, ચાટ મસાલો, મરચાંનો પાઉડર ઉમેરી દીધા બાદ બાફેલા બટેટાનો ચૂરો મેળવી દો.

કઢાઈ ઢાંકીને થોડીવાર માટે ગેસની ધીમી આંચે શાકમાં મસાલો પચવા દો. દસેક મિનિટ બાદ શાકમાં લીંબુનો રસ તેમજ સમારેલી કોથમીર મેળવીને 2 મિનિટ ગરમ કર્યા બાદ ગેસ બંધ કરીને ગરમાગરમ શાક રોટલી સાથે પીરસો.

૨૫ જૂન ૨૦૨૫