મહારાષ્ટ્રમાં હિન્દી ભાષાનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે અને મનસેના વડા રાજ ઠાકરે આના વિરોધમાં એકઠા થયા છે. આ દરમિયાન પહેલીવાર રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ સંયુક્ત પત્ર જારી કર્યો છે. આ સંયુક્ત પત્ર મરાઠી લોકોને સંબોધિત કરતી વખતે લખવામાં આવ્યો છે. આ પત્ર દ્વારા ઉદ્ધવ અને રાજ ઠાકરેએ 5 જુલાઈના રોજ યોજાનારી જાહેર સભામાં મરાઠી લોકોને આમંત્રણ આપ્યું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરોની ગુંડાગીરી પણ જોવા મળી હતી.
સંયુક્ત પત્રમાં શું લખ્યું છે?
સંયુક્ત પત્રમાં લખ્યું છે, ‘આવાઝ મરાઠી કા, મરાઠી માતાઓ, બહેનો અને ભાઈઓ, શું તમે સરકારને ઝૂકાવી? હા, તમે ઝૂકાવી. અને કોણે ઝુકાવી ? તે તમે જ હતા. તમે મરાઠી લોકોએ સરકારને ઝુકાવી. અમે ફક્ત તમારા વતી લડી રહ્યા હતા. તેથી જ ખુશીની ઉજવણી કરતી વખતે પણ અમે ફક્ત આ સભાના આયોજકો છીએ. બાકીની ઉજવણી તમારી છે. નાચતા-ગાતા આવો, ઉત્સાહ અને ગુલાલ સાથે આવો. અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. તમારો વિનમ્ર, રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે.’
ભાષા વિવાદ પર મનસેની ગુંડાગીરી
તમને જણાવી દઈએ કે અગાઉ મુંબઈમાં મનસે કાર્યકરોની ગુંડાગીરી જોવા મળી હતી. મીરા રોડમાં એક ફાસ્ટ ફૂડ કર્મચારીને મરાઠી ન બોલવા બદલ ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. તેને ઘણી વાર થપ્પડ મારવામાં આવી હતી. માહિતી અનુસાર, મીરા રોડની બાલાજી હોટેલમાં મનસે કાર્યકરોએ કર્મચારીને માર માર્યો હતો અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. આ સોમવાર રાત્રિની ઘટના છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. હવે આ ઘટના પર અન્ય પક્ષોની પ્રતિક્રિયાઓ પણ આવી છે.
નવી દિલ્હીઃ દિવસે ને દિવસે સાઇબર ક્રાઈમના અનેક કેસ સામે આવી રહ્યા છે. ઠગો લોકોને પોતાના જાળમાં ફસાવા માટે નવી-નવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જો આંકડાઓની વાત કરીએ તો વર્ષ 2024માં સાઇબર ગુનેગારો દ્વારા લોકોને કુલ 22,811.95 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે, એમ અહેવાલ કહે છે.
ઇન્ડિયન સાઇબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર (I4C)ના જણાવ્યા મુજબ વર્ષ 2024માં નેશનલ સાઇબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર 19.18 લાખ ફરિયાદો નોંધવામાં આવી છે. આ ફરિયાદો સાઇબર ગુનાઓથી સંબંધિત છે, જેમાં લોકો પોતાના 22,811.95 કરોડ રૂપિયા ગુમાવી બેઠા છે. આ આંકડા ભારતને દુનિયાના સૌથી વધુ સાઇબર ક્રાઈમનો ભોગ બનતા દેશોમાં સામેલ કરે છે.
GIREMના એક રિપોર્ટ અનુસાર ભારતમાં મેલવેર એટેકમાં 11 ટકા, રેન્સમવેરમાં 22 ટકા, IoT એટેકમાં 59 ટકા અને ક્રિપ્ટો હુમલાઓમાં આશ્ચર્યજનક રીતે 409 ટકાની વૃદ્ધિ થઈ છે.
વર્ષ 2023માં સાઇબર છેતરપિંડીની 15.56 લાખ ફરિયાદો નોંધવામાં આવી હતી, જે 2024માં વધીને 19.18 લાખ થઈ ગઈ છે. તેમાં મોટા ભાગના કેસ પૈસાથી સંબંધિત છે. વર્ષ 2023માં ભારતીયોએ 7496 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા, જ્યારે 2022માં આ આંકડો 2306 કરોડ રૂપિયાનો હતો.
વર્ષ 2024માં આ આંકડો 2023ના તુલનાએ ત્રણ ગણો અને 2022ના તુલનાએ 10 ગણો વધ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં લોકો આશરે 33,165 કરોડ રૂપિયા સાઇબર છેતરપિંડીમાં ગુમાવી ચૂક્યા છે. GIREM રિપોર્ટ પ્રમાણે 2024માં થયેલા ફિશિંગ હુમલાઓમાં 82.6 ટકા એટેક AI જનરેટેડ હતા. તાજેતરમાં QR કોડ આધારિત સાઇબર છેતરપિંડીના કેસોમાં વધારો થયો છે.
આજકાલ હાર્ટ એટેક કે અન્ય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે નાની ઉંમરે જ જીવ ગૂમાવતા લોકોના અનેક કિસ્સાઓ આપણે જોયા છે અને સાંભળ્યુ છે.ત્યારે આપણે વાત કરવાની છે એક એવી વ્યક્તિની જેમણે પોતાના જીવનની 90 વર્ષ સુધીની સફર ખેડી છે. આટલી ઉંમર સુધી ન માત્ર જીવનને માણ્યુ છે પરંતુ વિવિધ પ્રવૃત્તિઓમાં પણ પોતાને જાતને આગળ રાખે છે.
હરગોવિંદ દાસ ભાઈ
“મારા જીવનનો એક મુખ્ય મંત્ર છે,જેનું હું ચોક્કસપણે પાલન કરું છું અને લોકોને પણ કહું છું કે જીવનમાં હંમેશા ખુશ રહેવું. તૈયાર થઈને અપટુડેટ રહેવું અને ગમતું કામ કરવું. આ જીવન મંત્ર સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મોટી ભૂમિકા નિભાવે છે” આ શબ્દો છે હરગોવિંદ દાસ મનસુખલાલ ત્રિવેદીના.
મુંબઈના મળવા જેવા માણસ
હરગોવિંદ દાસ મનસુખલાલ ત્રિવેદી 90 વર્ષના છે.એકદમ ફિટ, ખુશખુશાલ,સંતોષકારક, કામમાં સક્રિય અને વિવિધ રમતોમાં ભાગ લેતા તથા જીવનની દરેક પળને માણતાં વ્યક્તિ. તે હજી પણ પોતાના વ્યવસાયમાં એક યુવાન જેવો જુસ્સો અને ઊર્જા ધરાવે છે. હરગોવિંદ દાસ મુંબઈના ચર્ચગેટમાં રહે છે. તે વ્યવસાયે જ્યોતિષ તો છે જ સાથે સાથે આટા મેંદા કંપનીમાં જોબ પણ કરે છે. તે એક સારા કૂક પણ છે. ઘણીવાર ઘરના સભ્યો માટે સ્વાદિષ્ટ વ્યંજન બનાવી પરિવારમાં ખુશીનું વાતાવરણ ઉભું કરવા જેવી તેમની કેટલીક રીતોમાં પણ તેમનું ખુશમિજાજ વ્યક્તિત્વ છલકાય છે. તાજેતરમાં જ હરગોવિંદ દાસના પરિવારે તેમનો 90મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો.
ચિત્રલેખા ડૉટ કૉમે હરગોવિંદ દાસ ત્રિવેદી સાથે વાત કરી તેમની ફિટનેસ અને એનર્જેટિક વ્યક્તિત્વ પાછળના રહસ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જીવનમાં ધ્યેય હોવો અનિવાર્ય છે. ઉદ્દેશલક્ષી બનવુ એ મારી પ્રાથમિકતા છે. તેમજ હું માનું છું કે જીવનમાં ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે. હું જિંદગીની દરેક ક્ષણને માણું છું. મને તૈયાર થઈને ટીપટોપ રહેવું ગમે છે. આનંદ તમને સકારાત્મકતા તરફ દોરે છે. હંમેશા કંઈકને કંઈક કામ કરતા રહેવું તમને ઊર્જાવાન બનાવે છે. આ સાથે જ કેટલાક સિદ્ધાંતોને પણ અનુસરું છું. નીતિનો માર્ગ ક્યારેય ન છોડવો અને લોકો પ્રત્યે દયાભાવ રાખવો એ જીવનને આનંદમય અને અતિસુંદર બનાવે છે.
પોતાના રૂટિન વિશે વાત કરતા તેમણે ઉમેર્યુ કે ફિટ રહેવા માટે હું પ્રમાણસર જ ખોરાક લઉં છું. સમયસર ભોજન લેવું અને યોગ્ય પ્રમાણમાં લેવું. આ બે માપદંડોએ મારા તંદુરસ્ત સ્વાસ્થ્યમાં મોટી ભૂમિકા ભજવી છે. દરરોજ શારીરિક પ્રવૃત્તિ કરું છું.
એજ ઈજ જસ્ટ નંબર
‘Age is just number’ વાક્યને ખરા અર્થમાં સાર્થક કર્યુ છે આ મુંબઈકરે. ઢળતી ઉંમરે જ્યારે લોકો નિવૃત્તિ લેવાનું વિચારતા હોય છે ત્યારે હરગોવિંદ દાસ ત્રિવેદી જોબની સાથે સાથે મેરેથોન અન સ્વિમિંગ પ્રવૃત્તિમાં રુચિ દાખવી રહ્યા છે. કોરોના કાળ પહેલા તેમણે મેરેથોનમાં બે વખત ભાગ લીધો હતો. દર અઠવાડિયે ઓફિસ જઈને કામકાજ સંભાળે છે. તેમજ સ્વિમિંગ માટે પણ પૂરતો સમય કાઢી લે છે. તેમની પહેલી પત્નીના નિધન બાદ 60 વર્ષની વયે તેમણે બીજા લગ્ન કર્યા છે. તેમના બીજા લગ્નને પણ 30 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. તેમને પાંચ હજારથી પણ વધુ વાર્તાઓ મોઢે છે.
દેશની આઝાદ વખતે થયેલી લડતના પણ તેઓ સાક્ષી રહ્યાં છે. મુંબઈના આઝાદ મેદાનમાં થયેલા અનેક રાજકીય ભાષણોનો તેઓ ભાગ રહી ચૂક્યા છે. હરગોવિંદ દાસે મહાત્મા ગાંધી અને જવાહર લાલ નહેરુ સહિતના
નેતાઓના ભાષણ સાંભળેલા છે.
હરગોવિંદ દાસ ભાઈ વિશે જાણ્યા પછી જીવન પ્રત્યેનો પ્રેમ વધી જાય. તે એ તમામ લોકો માટે પ્રેરણા છે જે જીવનમાં ખુશ રહેવાના રસ્તાઓ શોધી શકતા નથી.
બેંગલુરુઃ ભારતીય રાજકારણમાં હાલ અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલી કોંગ્રેસમાં આંતરિક ઝઘડા કોઈ નવી વાત નથી. હવે કર્ણાટકમાં CM સિદ્ધારમૈયા અને ઉપ CM ડી.કે. શિવકુમાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણે પાર્ટીના હાઈકમાન્ડને પણ ચિંતામાં મૂકી દીધા છે. CMની ખુરસી માટે શરૂ થયેલી આ લડાઈએ રાજસ્થાનમાં ભૂતપૂર્વ CM અશોક ગહેલોત અને તેમના ડેપ્યુટી CM સચિન પાયલટ વચ્ચેના ઝઘડાની યાદ તાજી કરી દીધી છે.
સિદ્ધારમૈયા શિવકુમાર વચ્ચે ખેંચતાણ વધી?
ડીકે શિવકુમાર જૂથ દાવો કરે છે કે 2023માં કોંગ્રેસ હાઇ કમાન્ડે અઢી-અઢી વર્ષની સત્તા ફોર્મ્યુલાને લઈને સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારની વચ્ચે સહમતી બની હતી. શું આ વ્રષના અંતે કર્ણાટકમાં સત્તા પરિવર્તન થશે?
કર્ણાટકમાં હાલમાં ફરી એક વાર આ ખેંચતાણ બહાર આવી છે. કોંગ્રેસ ધારાસભ્ય ઇકબાલ હુસૈને દાવો કર્યો છે કે ડી.કે. શિવકુમાર ટૂંક સમયમાં કર્ણાટકના CM બને એવી શક્યતા છે. તેમણે તો અહીં સુધી કહી દીધું કે કોંગ્રેસના 100થી વધુ ધારાસભ્યો શિવકુમારને CM તરીકે જોવા માગે છે.
જોકે સિદ્ધારમૈયાના સમર્થકોએ આ દાવાઓને નકારી કાઢ્યા છે. કેટલાંક સૂત્રોના મતે 2023માં શિવકુમારને CM બનાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ સિદ્ધારમૈયાની લોકપ્રિયતા અને ધારાસભ્યોનો ટેકો તેમને લાભદાયક રહ્યો હતો. સોશિયલ મિડિયા પર પણ ચર્ચા છે કે જો કોંગ્રેસ આ ટેન્શનને હલ નહીં કરી શકે તો શિવકુમાર પોતાની રાજકીય શક્તિથી સરકારને અસ્થિર બનાવી શકે છે.
સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચેના મતભેદ 2018થી ચાલ્યા આવે છે, જયારે બંને CMપદના દાવેદાર હતા. 2022માં રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાના 75મા જન્મદિન સમારોહમાં તેમની પ્રશંસા કરી હતી અને બંને નેતાઓને એકસાથે રહેવાની સલાહ આપી હતી. તેમ છતાં શિવકુમારના સમર્થકો માને છે કે તેમની સંગઠનાત્મક ક્ષમતા અને જીતમાં ભજવેલ ભૂમિકા જોવા મળતી નથી. બીજી તરફ, સિદ્ધારમૈયા સમર્થકો માને છે કે તેમની જનતામાં લોકપ્રિયતા અને અનુભવ તેમને CM પદ માટે યોગ્ય વિકલ્પ બનાવે છે.
સાબરકાંઠા: દરેક પ્રાંત રાજ્ય દેશની પોતાની એક પરંપરા આસ્થા માન્યતાઓ હોય છે. એક પ્રાંત કે રાજ્યમાં જ જુદી-જુદી માન્યતાઓ જોવા મળે. એવું જ ગુજરાતના સાબરકાંઠાના પોશીનામાં જુદી-જુદી જગ્યાએ માટીના ઘોડા વૃક્ષ નીચે કે દેવસ્થાને જોવા મળે છે. માટીના આ ઘોડાને “ટેરાકોટા હોર્સ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટીના ઘોડા માટે દેશમાં સૌથી વધુ પ્રખ્યાત હોય તો ગુજરાત રાજ્યનો પોશીનાનો વિસ્તાર, જ્યાં ગ્રામીણ વિસ્તારની આ સંસ્કૃતિમાં માટીના ઘોડાઓને પૂજવામાં આવે છે.અહીંના લોકો માનતા કે બાધા રાખી હોય એ જ્યારે પૂર્ણ થાય ત્યારે માટીના ઘોડા એમની શ્રધ્ધાની જગ્યાએ મુકતા હોય છે.
સ્વરક્ષા, ખેતીની રક્ષા હોય કે પશુની રક્ષા માટે આદિવાસી લોકો તુંબરાજ બાવજી, ભાખર બાવજી, કરૂ બાવજી, અંઘાસી માતા, દેવી માતા, ભાડેર બાવજી અને રખવાળ બાવજી સહિતના દેવ અને દેવીઓને માટીના ઘોડા ચડાવી નવા વર્ષે સુખ-શાંતિની પ્રાર્થના કરતા હોય છે. આપણા ગ્રામ્ય દેવતાઓ કે જે આપણી રક્ષા કરે છ. એમની પૂજા કરી શ્રધ્ધાપૂર્વક માટીના ઘોડા દેવોને અર્પણ કરવામાં આવે છે.આદિવાસી લોકો જે કામ કરે છે એ સહજ હોય છે. પોશીના વિસ્તારમાં માટીના ઘોડાઓ ભીલ-ગરાસિયા દેવને ચઢાવે છે. અહીં માન્યતા પ્રમાણે ઘોડાને જીવંત ઘોડા જેટલું જ માન આપવામાં આવે છે. આ ઘોડા બનાવનાર કુંભાર કહે છે, ‘ભાઈ, અમે તો આઠ વસ્તુનો એક ‘જીવ’ કરીએ.’ગુજરાતમાં ઠેર-ઠેર આવા માટીનાં ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ, સ્ત્રી અને એમના અવયવો કેટલીક જાતિના લોકો ચઢાવે છે. તૈયાર થયેલી કેટલીક આકૃતિઓ દેવને ચઢાવે છે. આ પંથકમાં બહારથી આવતાં લોકો આ માટીના કળાત્મક ઘોડાઓના વૃક્ષ નીચે કે દેવસ્થાન પર એક સાથે ખડકલાં જોઇ અચંબિત થઇ જાય છે.
ભોપાલઃ મધ્ય પ્રદેશમાંથી 30,000 કરોડ રૂપિયાનું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેને કારણે ભાજપની આબરૂના ધજાગરા થયા છે. રાજ્યમાં રાજકીય ગરમાટો આવ્યો છે. રાજ્યના મંત્રી સંપતિયા ઉડકે પર જળ જીવન મિશન માટે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી રકમમાં ગેરરીતિ કરવાનો આક્ષેપ છે. આ મુદ્દાને લઈને CM મોહન યાદવના આદેશ પર લોક આરોગ્ય યાંત્રિકી વિભાગ (PHE) દ્વારા મંત્રી સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
વાસ્તવમાં, એન્જિનિયર-ઇન-ચીફ (ENC) સંજય અંધાવને મંત્રી સંપતિયા ઉડકે અને એક કાર્યપાલક એન્જિનિયર સામે ભ્રષ્ટાચારના આરોપમાં તપાસ કરવાના આદેશ આપ્યા છે. આરોપ છે કે જળ જીવન મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા મધ્ય પ્રદેશને આપવામાં આવેલી 30,000 કરોડ રૂપિયાની રકમમાં હેરાફેરી કરવામાં આવી અને મંત્રી માટે નાણાં એકઠા કરવામાં આવ્યાં.
7 દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ ENC સંજય અંધાવને PHE વિભાગના તમામ ઝોનના મુખ્ય એન્જિનિયરોને અને MP જળ નિગમ લિ. ભોપાલના પ્રોજેક્ટ ડિરેક્ટરને પત્ર મોકલ્યો છે. આ તમામ અધિકારીઓને સાત દિવસની અંદર વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. જોકે આ મામલે રાજ્યની મંત્રી સંપતિયા ઉડકે તરફથી હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
આ તપાસ લાંજીના પૂર્વ ધારાસભ્ય અને સંયુક્ત ક્રાંતિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કિશોર સમરીતે દ્વારા 12 એપ્રિલે નોંધાવાયેલી ફરિયાદને આધારે શરૂ કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે મંત્રીઓ, અધિકારીઓ અને ઠેકેદારોએ ભાગીદારીમાં ભાજપ શાસિત રાજ્યમાં ગ્રામીણ પરિવારોને નળથી પાણી જોડાણ આપવાના કેન્દ્રનાં નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.
₹1000 करोड़ की रिश्वतखोरी, और जांच खुद के मातहत अफसरों से? ये न्याय नहीं, ये “भ्रष्टाचार का सरकारी कवच” है!
मंत्री संपतिया उइके पर जल जीवन मिशन में भारी कमीशनखोरी के गंभीर आरोप लगे हैं।
₹30,000 करोड़ की इस स्कीम में घोटाले का पर्दाफाश पूर्व विधायक किशोर समरिते ने किया है – यह… pic.twitter.com/fV87QM6Ghc
તેમની ફરિયાદમાં રાજ્યની જલ પુરવઠા માળખાગત યોજનાઓમાં અનેક અધિકારીઓ અને ઠેકેદારોની ભ્રષ્ટાચારભરી સંડોવણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ યોજનામાં ભારત સરકારને 3000થી વધુ નકલી કામ પૂર્ણતા અને ઉપયોગિતા પ્રમાણપત્રો મોકલવામાં આવ્યાં છે, જેને તાત્કાલિક જપ્ત કરવાં જોઈએ.
વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ એલન મસ્કે ફરી એક વાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના ‘બિગ બ્યુટિફુલ બિલ’ની ટીકા કરી છે. માત્ર એટલું જ નહીં, મસ્કે પડકાર આપતાં કહ્યું હતું કે જો સેનેટ આ બિલને મંજૂરી આપશે તો તે બીજા જ દિવસે ‘અમેરિકન પાર્ટી’ નામે નવી રાજકીય પાર્ટી શરૂ કરશે.
ટેસ્લાના વડા એલન મસ્કે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે જો આ પાગલપંતીભર્યું ખર્ચાળ બિલ પાસ થાય છે, તો બીજા જ દિવસે ‘અમેરિકા પાર્ટી’ બની જશે. આપણા દેશમાં ડેમોક્રેટ-રિપબ્લિકન પાર્ટીનો વિકલ્પ હોવો જોઈએ જેથી લોકોને ખરેખર અવાજ મળી શકે.
એક અન્ય પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે દરેક તે સાંસદ જેને લાગે છે કે ખર્ચ ઘટાડવો જોઈએ અને છતાંય આ ઐતિહાસિક રીતે દેવું વધારતા બિલના પક્ષમાં મત આપે છે, તેને શરમ આવવી જોઈએ.
If this insane spending bill passes, the America Party will be formed the next day.
Our country needs an alternative to the Democrat-Republican uniparty so that the people actually have a VOICE.
અરબપતિ મસ્ક લાંબા સમયથી બિગ બ્યૂટિફુલ બિલની ટીકા કરતા આવ્યા છે. મસ્કનું માનવું છે કે આ બિલને કારણે અમેરિકાને ભારે નુકસાન સહન કરવું પડશે. તેમણે કહ્યું હતું કે આ બિલથી અમેરિકામાં લાખો નોકરીઓ ખતમ થશે અને દેશને વ્યૂહાત્મક રીતે મોટું નુકસાન કરશે. તેમણે કહ્યું હતું કે આ બિલ સંપૂર્ણ રીતે પાગલપણું અને વિનાશક છે. તે ભૂતકાળના ઉદ્યોગોને લાભ આપે છે, જ્યારે ભવિષ્યના ઉદ્યોગોને ગંભીર નુકસાન પહોંચાડે છે.
શું છે ‘વન બિગ બ્યૂટિફુલ બિલ’?
એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વિવાદનું કારણ બનેલું ‘વન બિગ બ્યૂટિફુલ બિલ’ એ આવક અને મિલકતકર વધારવાની સાથે તેને સ્થાયી બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ બિલનો ઉદ્દેશ ગેરકાયદે ઇમિગ્રેશન અટકાવવા માટે અમેરિકી સેના અને રક્ષણ ક્ષમતા પર વધુ ખર્ચ કરવો છે.
એક સમય પર સંગીતકાર નદીમ – શ્રવણનો એવો દબદબો હતો કે એ પોતાની શરતો પર કામ કરતાં હતા. ગીતકાર સમીર સાથે એમની જોડી ખૂબ લોકપ્રિય રહી છે. સમીરે અશોક પંડિત સાથેના એક શૉમાં નદીમ – શ્રવણના નિર્માતા- નિર્દેશકો સાથેના કેટલાક કિસ્સા યાદ કર્યા છે. ફિલ્મ ‘હમ હૈં રાહી પ્યાર કે’ (૧૯૯૩) માટે નદીમ – શ્રવણ દ્વારા ગીતો તૈયાર કરવામાં આવ્યા હતા. જ્યારે નિર્માતા મુકેશ ભટ્ટે ‘ઘૂંઘટ કી આડ સે’ ગીત સાંભળ્યું ત્યારે એમને પસંદ ના આવ્યું અને કહ્યું કે ‘આડ’ શબ્દ બરાબર લાગતો નથી.
આવું ગીત ચાલશે નહીં. એના બદલે ‘ઘૂંઘટ કે પીછે સે’ કે ‘ચિલમન કે નીચે સે’ શબ્દોનો ઉપયોગ કરીને ગીત બનાવો. નદીમે કહ્યું કે તમે કોઈ શાક માર્કેટમાં આવ્યા નથી. જો આ ગીત રહેશે તો ‘આડ’ શબ્દ સાથે જ રહેશે નહીંતર હું તમને આ ગીત આપીશ નહીં. બીજું કોઈ ગીત બનાવી આપીશું. આ વાત ચાલતી હતી ત્યારે નિર્દેશક મહેશ ભટ્ટનો ત્યાં પ્રવેશ થયો એટલે એમને ગીત સંભળાવવામાં આવ્યું. એ તો ખુશ થઈને સમીરને ભેટી પડ્યા અને કહ્યું કે શું સરસ શબ્દોનો ઉપયોગ કર્યો છે. પહેલી પંક્તિ ‘ઘૂંઘટ કી આડ સે દિલબર કા’ તો ગીતની જાન છે.
મુકેશ ભટ્ટની સ્થિતિ કફોડી બની ગઈ. નદીમે કહ્યું કે તમને આ ગીત આપી શકીશું નહીં કેમકે મુકેશને પસંદ આવ્યું નથી. એમણે તરત જ પોતાની સ્ટાઇલથી કહ્યું કે કોણ મુકેશ? પછી મુકેશને કહ્યું કે ફિલ્મ બનાવવામાં તું ક્યારથી સંગીત જોવા સાંભળવા લાગ્યો? મુકેશ એક શબ્દ બોલી શક્યા નહીં. ફિલ્મમાં ‘ઘૂંઘટ કી આડ સે’ ગીત રાખવામાં આવ્યું. એને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું અને ગીતકાર સમીરને ત્રીજો ફિલ્મફેર એવોર્ડ અપાવી ગયું હતું.
બીજો કિસ્સો નિર્દેશક સુભાષ ઘઈ સાથેનો છે. ઘઈએ પોતાની ફિલ્મ ‘પરદેસ’ (૧૯૯૭) માટે સંગીત આપવા નદીમ – શ્રવણને કહ્યું ત્યારે એમણે કહી દીધું કે ગીતો સમીર જ લખશે. હું બીજા કોઈ ગીતકાર સાથે કામ કરતો નથી. ઘઈ આનંદ બક્ષી પાસે ગીતો લખાવવા માગતા હતા. એમણે કહ્યું કે આમ ના કરો. અમે હંમેશા એમની પાસે જ ગીતો લખાવ્યા છે. ત્યારે આનંદ બક્ષીનાં નદીમ – શ્રવણ પર સંદેશ આવતા રહેતા હતા કે મારી સાથે પણ એક ફિલ્મ કરશો.
ઘઈએ સમીરનો સંપર્ક કરીને કહ્યું કે નદીમ – શ્રવણ માની રહ્યા નથી. તમે જ સમજાવો કે એ બક્ષીજી સાથે કામ કરે. સમીરે સમજાવ્યા કે એક ફિલ્મની જ વાત છે. એમની સાથે કામ કરી લો. નદીમે ઘસીને ના પાડી દીધી કે તમે વચ્ચે પડશો નહીં. હું તમારી સાથે જ કામ કરીશ. સમીર કહે કે તમે બહુ જીદ કરો છો. ત્યારે નદીમે કહ્યું કે હું તમારા માટે લડી રહ્યો છું અને તમે મને સમજાવી રહ્યા છો. સમીરે કહ્યું કે જો આનંદ બક્ષી એમાં નહીં હોય તો હું પણ નહીં કરું.
આખરે નદીમ – શ્રવણ માની ગયા અને આનંદ બક્ષીને લેવામાં આવ્યા. તૈયારી માટે જ્યારે ઘઇએ એક પત્ર મોકલ્યો અને એમાં લખ્યું કે કયા દિવસે કેટલા વાગે સંગીત માટે બેઠક કરવાની છે અને નદીમ – શ્રવણે હાજર રહેવાનું છે. એમણે પત્રને ફાડી એના ચાર ટુકડા કરી ઘઈના સહાયકને પાછા આપતા કહ્યું હતું કે એમને કહી દેજે કે અમે સંગીતકાર છીએ સમયના બંધાયેલા મજૂર નથી. જ્યારે અમારો સંગીતનો મૂડ હશે ત્યારે બેસીશું. ઘઇએ જવાબમાં કહ્યું કે તમે તો નારાજ થઈ ગયા. આ તો એક પદ્ધતિ છે. તમે તમારી રીતે કામ કરો. અને નદીમ – શ્રવણ દ્વારા તૈયાર થયેલા ‘પરદેસ’ ના બધા જ ગીતો લોકપ્રિય રહ્યા હતા.
મગર પાણીમાં રહે છે. જ્યાં સુધી પાણીમાં હોય મગર હાથીને પણ માત આપી શકે છે. આમ, પાણીમાં મગર એક રીતે કહીએ તો ખૂબ બળવાન અને બીજી રીતે કહીએ તો ભયંકર પ્રાણી છે. જે કોઈ જળચર જીવે પાણીમાં રહેવું હોય તેને મગર સાથે વેર કરવાનું પાલવે જ નહીં.
જો એવું કરે તો સરવાળે નુકસાની વેઠવાનો અને ક્યારેક જાન ગુમાવવાનો વારો આવે.
આમ, જ્યાં રહેતા હોઈએ ત્યાંના સત્તાધીશ અથવા દુર્જન બેમાંથી એકેય સાથે વેર ન રખાય. દુર્જનને નવ ગજના નમસ્કાર કરીને ચાલવું જોઈએ એવું આ શ્લોકમાં કહ્યું છે.
दुर्जनः प्रथमं वन्दे सज्जनं तदनन्तरम्
मुखप्रक्षालनात्पूर्वं गुदप्रक्षालनं यथा
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)