પટના: પટનામાં જાણીતા વેપારી ગોપાલ ખેમકાની તેમના ઘરના બહાર અજાણ્યા ગુનેગારો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાના આ ઘટનાક્રમ બાદ બિહારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને વિપક્ષ સતત નીતીશ સરકાર પર હુમલો કરી રહ્યો છે. આજે બિહાર પોલીસ દ્વારા આ હત્યાકાંડ સંબંધિત દરેક કડી અને દરેક સત્યનો ખુલાસો કરવામાં આવ્યો છે.
પટનામાં DGPએ ઉચ્ચ અધિકારીઓ સાથે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હત્યાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) બનાવવામાં આવી હતી અને તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે.
જમીન વિવાદ હત્યાનું કારણ
પોલીસના જણાવ્યાનુસાર ગોપાલ ખેમકાની હત્યાનું મુખ્ય કારણ જમીનનો વિવાદ હતું. આ હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ અશોક સાવ છે. એણે જ ગોપાલ ખેમકાની હત્યા કરાવવાની યોજના ઘડી હતી. પટના પોલીસે એક એન્કાઉન્ટરમાં વિકાસ ઉર્ફે રાજા નામના આરોપીની હત્યા કરી છે. માલ સલામી વિસ્તારમાં રાત્રે 2:45 વાગે થયેલી અથડામણમાં રાજાની હત્યા થઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, રાજાના શૂટર ઉમેશ યાદવ સાથે સંબંધ હતા. ઘટનાસ્થળેથી પોલીસને એક પિસ્તોલ, કારતૂસ અને ખોખાં મળ્યાં છે. રાજાએ જ ખેમકાની હત્યા માટે શૂટર ઉમેશને હથિયાર આપ્યાં હતાં.
શૂટર ઉમેશ યાદવે લીધી હતી ખેમકાની સુપારી
એક દિવસ પહેલાં પોલીસે ઉમેશ યાદવ નામના શૂટરને માલ સલામી વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. ઉમેશની માહિતીને આધારે STF અને પટના પોલીસે સાથે મળીને કોઠવાલી પોલીસ સ્ટેશનની નજીક આવેલ ઉદયગિરી એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા. ઉમેશે જ ગોપાલ ખેમકાની હત્યાની સુપારી લીધી હતી. પોલીસે ગંગાના કિનારેથી હથિયાર પણ જપ્ત કર્યાં છે.
સંસ્કૃતિ 35 વર્ષની મધ્યમવર્ગીય મહિલા સવારે નવ વાગ્યે ઓફિસે જાય છે. બેંકમાં ક્લાર્ક તરીકે આખો દિવસ ગ્રાહકોની ભીડ, કાગળોની ફાઇલો અને ડેડ લાઇન્સની દોડધામમાં પૂર્ણ થાય. સાંજે છ વાગે ઘરે પહોંચે ત્યારે એની બીજી શિફ્ટ શરૂ થાય. રસોડામાં રાત્રિનું ભોજન બનાવવું, બે નાના બાળકોના હોમવર્ક, ઘરની સફાઈ, સવારે ઉતાવળમાં બાકી રહેલા કામ, પરિવારની નાની-મોટી જરૂરિયાત પૂરી કરવી આ બધું એના શિરે.
સંસ્કૃતિનો પતિ સુજલ ઓફિસેથી આવીને ટીવી સામે બેસી જાય, પણ સંસ્કૃતિને આરામની એક ક્ષણ પણ નથી મળતી. એની બે વર્ષની દીકરી રીયા, એની સાથે રમવાની જીદ કરે, જ્યારે આઠ વર્ષનો દીકરો આરવ ગણિતના પ્રશ્નો પૂછે. સસરાને વહેલા જમવા જોઈએ. સાસુમાને જમતા પહેલાં દવા આપવાની. નાની બાબતોમાં એમની સલાહ લેવાની. આ બધું સંસ્કૃતિ ખામોશીથી નિભાવે છે. જેના માટે ન તો એને પગાર મળે છે, ન તો કોઈ પ્રશંસા, છતાં એ રોજ આ બીજી શિફ્ટ પૂરી કરે છે.
ઘણીવાર રાત્રે બધું પૂરું કરીને એ નવરી પડે ત્યારે ઘડિયાળમાં 12 ટકોરા થાય. એ સવારે પાંચનું એલાર્મ મૂકી આંખો મીચે. આ મહિલાની આંખોમાં થોડી નિરાશા અને થોડો સંતોષ હોય છે. નિરાશા એટલે કે પોતાનો થાક, પોતાની સ્થિતિ કોઈ જોઈ ન શક્યું, અને સંતોષ એટલે પરિવારની ખુશ જોવાનો.
સંસ્કૃતિ જેવી અનેક મહિલાઓની આ સેકન્ડ શિફ્ટ એક અવાજ વિહોણી લડત છે, જે તેઓ રોજ ખામોશીથી લડે છે, પોતાના પરિવાર માટે, પોતાની જવાબદારીઓ માટે. શું મહિલાઓની આ સેકન્ડ શિફ્ટ વિશે ક્યારેય કોઈ વિચારે છે?
..તો મહિલાઓને સેકન્ડ શિફ્ટનો બોજ ઉઠાવવો નહીં પડે
ડૉ. જાગૃતિ કોઠારી જણાવે છે કે, પહેલાંના સમયમાં પુરુષ બહારનું કામ સંભાળતો અને સ્ત્રી ઘરનું વ્યવસ્થાપન કરતી, જેથી ઘરની વ્યવસ્થા સુચારુ રહે. પરંતુ આજના સમયમાં આર્થિક જવાબદારી અને ખર્ચાઓ એટલા વધી ગયા છે કે એકલા પુરુષની કમાણીથી સંસાર ચાલતો નથી. આથી મહિલાઓએ પણ નોકરી કરીને આર્થિક રીતે પરિવારને ટેકો આપવો પડે છે. જોકે, આ નવી ભૂમિકા ઉમેરાયા પછી પણ ઘરના કામોની જવાબદારી મુખ્યત્વે મહિલાઓ પર જ રહે છે, જેનાથી તેમની ‘સેકન્ડ શિફ્ટ’ શરૂ થાય છે.
ડો. જાગૃતિ કોઠારી કહે છે કે, “જો પતિ-પત્ની બંને નોકરી કરતા હોય અને પતિ વહેલો ઘરે આવે, તો એ આરામ કરે છે. પરંતુ જ્યારે પત્ની ઘરે પહોંચે, ત્યારે એને સૌથી પહેલા ચા બનાવવી પડે છે, અને પછી બંને સાથે ચા પીવે. જો પતિ વહેલા આવે, તો પણ એ ચા બનાવવાનું વિચારતો નથી. આનું કારણ એ છે કે સમાજે અને ખાસ કરીને માતાઓએ પુરુષોને ઘરકામમાં સહભાગી થવાનું શીખવ્યું નથી. જેમ મહિલા આર્થિક રીતે પરિવારને મદદ કરે છે, એમ પુરુષે પણ ઘરના કામમાં સહયોગ આપવો જોઈએ. આ પરિસ્થિતિ બદલવા માટે માતાએ પોતાના પુત્રોને નાનપણથી જ ઘરકામની તાલીમ આપવી જોઈએ. જો પુરુષ ઘરના કામમાં સમાન ભૂમિકા નિભાવે તો મહિલાઓને સેકન્ડ શિફ્ટનો બોજ ઉઠાવવો નહીં પડે.”
આ મુશ્કેલીનો હલ છે!
મહિલાઓ માટે સેકન્ડ શિફ્ટ એટલે ઓફિસ પછી ઘરના કામનો પડકારજનક તબક્કો. આત્મનિર્ભરતા માટે નોકરી કરતી મહિલાઓ ઘરે પહોંચે ત્યારે રસોડું, બાળકો અને પરિવારની જવાબદારીઓનો બોજ ઉઠાવે છે, જેનાથી શારીરિક-માનસિક થાક અનુભવાય. આ ઉપરાંત, પરિવાર અને મિત્રો સાથે સમય ઓછો મળવાથી સંબંધોમાં તણાવ આવે છે. સામાજિક પ્રસંગમાં હાજરી ઘટે છે. આ બધામાં પોતાના સ્વાસ્થ્યની અવગણના થાય છે, અને નારીવાદનો ટેગ જાળવવા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા નેઇલ આર્ટીસ્ટ જીનલ પટેલ કહે છે કે “મહિલાઓએ આ મુશ્કેલીનો ઉકેલ શોધી શકે છે. આજની મહિલાઓ પતિ કે પરિવારના સભ્યોની મદદ લઈ, બાળકો માટે કેરટેકરનો ઉપયોગ કરી, કામના કલાકો ઘટાડતી સંસ્થાઓ સાથે જોડાઈને જવાબદારીઓ વહેંચે છે. બજેટ બનાવી આર્થિક તણાવ ઘટાડે છે, સ્વાસ્થ્ય માટે સારી આદતો અપનાવે છે. પારિવારિક સહયોગ અને ધૈર્યથી મહિલાઓ આ અવાજવિહોણી લડત જીતી શકે છે, જેનાથી તેઓ ઘર અને કાર્યસ્થળ બંનેમાં સંતુલન જાળવી, આત્મનિર્ભરતા અને નારીવાદને સાચા અર્થમાં ન્યાય આપે.”
મહિલાને સહયોગ આપવો પરિવારની જવાબદારી
મહિલાઓના જીવનમાં ઘરકામ, નોકરી અને જવાબદારીઓ અભિન્ન અંગ બની ગયા છે. આ બધું હસતા મોઢે કરવાનું દબાણ ઓફિસ, ઘર અને સમાજ તરફથી સતત રહે છે. ઓફિસના થાકેલા દિવસ પછી ઘરે પહોંચતા પણ રસોડું, બાળકોની સંભાળ અને ઘરના કામોની જવાબદારી મહિલા પર જ આવે છે. આધુનિક યુગમાં પણ ઘણી જગ્યાએ આ વિચારધારા બદલાઈ નથી, જે મહિલાઓની સેકન્ડ શિફ્ટને વધુ ભારે બનાવે છે.
એલઆઈસીમાં કામ કરતાં પલ્લવી મકવાણા ચિત્રલેખા.કોમને કહે છે કે, પરિવાર, ખાસ કરીને પતિએ એ સમજવું જરૂરી છે કે ઘરની સ્ત્રી પછી એ દીકરી, માતા, બહેન, ભાભી કે પત્ની હોય. જ્યારે બહાર જઈને નોકરી કરે છે અને પરિવારને આર્થિક ટેકો આપે છે, ત્યારે એની સેકન્ડ શિફ્ટનો બોજ હળવો કરવો એ પરિવારની જવાબદારી છે. પુરુષ અને ઘરના અન્ય સભ્યોએ ઘરકામમાં સહયોગ આપવો જોઈએ. આ સહયોગથી મહિલાઓનો શારીરિક-માનસિક થાક ઘટશે. એમને પોતાના માટે સમય મળશે.”
જો પરિવાર સમાન જવાબદારી વહેંચે, તો સેકન્ડ શિફ્ટનો ખ્યાલ નાબૂદ થઈ શકે છે, અને મહિલાઓ ઘર-કાર્યસ્થળ બંનેમાં સંતુલન જાળવી, વધુ સશક્ત અને આનંદી જીવન જીવી શકશે.
ફેશન અને ગ્લેમર ઈન્ડસ્ટ્રી પાછળની કહાની દર્શાવતા નિર્માતા-દિગ્દર્શક મધુર ભંડારકર હવે એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ બોલિવૂડ સેલિબ્રિટીઓની પત્નીઓની વાર્તા બતાવવાનો પ્રયાસ કરશે. તેમની ફિલ્મ ‘ધ વાઇવ્સ’ બોલિવૂડની સૌથી ગ્લેમરસ મહિલાઓ પાછળના વણકહ્યા સત્યને ઉજાગર કરશે. આ ફિલ્મ આજથી ફ્લોર પર આવી ગઈ છે.
આ ફિલ્મની જાહેરાત આ વર્ષની શરૂઆતમાં નિર્માતાઓ દ્વારા કરવામાં આવી હતી.’ધ વાઇવ્સ’માં સોનાલી કુલકર્ણી, મૌની રોય, રેજીના કેસાન્ડ્રા, રાહુલ ભટ્ટ, સૌરભ સચદેવા, અર્જન બાજવા અને ફ્રેડી દારૂવાલા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આજથી શરૂ થઈ ગયું છે.
આ ફિલ્મ વિશે મધુર ભંડારકર કહે છે કે ‘ધ વાઇવ્સ’ દ્વારા હું સમાજના બીજા ગ્લેમરસ સ્તરને દૂર કરવા માંગુ છું અને તેની પાછળ ખરેખર શું છુપાયેલું છે તે બતાવવા માંગુ છું. આ ફિલ્મ ઘણીવાર જોવા મળતી પણ ભાગ્યે જ સાંભળવામાં આવતી મહિલાઓના રહસ્યો, સંઘર્ષો અને સ્થિતિસ્થાપકતા પર એક બોલ્ડ અને સ્પષ્ટ દૃષ્ટિકોણ રજૂ કરશે.
મધુર ભંડારકરે અગાઉ ‘ફેશન’,’ચાંદની બાર’, ‘હિરોઈન’ અને ‘પેજ 3’ જેવી તેમની ફિલ્મોમાં વિવિધ ઉદ્યોગોના ગ્લેમર પાછળની દુનિયા બતાવી છે. હવે તે બોલિવૂડ સ્ટાર પત્નીઓની ગ્લેમરસ દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે અને તેની પાછળની વાર્તા લાવી રહ્યા છે. એક એવી દુનિયા જે ગપસપ અને આશ્ચર્યજનક વૈભવીતાથી ભરેલી છે. ભંડારકરનો ધ્યેય લાઈમલાઈટ પાછળના સત્યને ઉજાગર કરવાનો છે. પીજે મોશન પિક્ચર્સના નિર્માતા પ્રણવ જૈન સાથે મધુર ભંડારકરનો આ બીજો પ્રોજેક્ટ છે. અગાઉ, તે બંને ઓટીટી પર ‘ઈન્ડિયા લોકડાઉન’ નામની ફિલ્મ લઈને આવ્યા છે. તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
નવી દિલ્હી: હવે દેશમાં માત્ર સરહદ પર જ નહીં, પરંતુ ડિજિટલ દુનિયામાં પણ દેશના દુશ્મનોને રોકવા માટે અભિયાન શરૂ થયું છે. આ અભિયાન છે — ઓપરેશન ડિજિટલ સ્ટ્રાઈક. દેશમાં ઝેર ઓકતા, નફરત ફેલાવતા અને આતંકવાદી પ્રચારકામ કરનારા અનેક સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અને અન્ય ગુપ્તચર એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહી છે. આમાં માત્ર ભારતમાં રહેલા લોકો નહીં, પરંતુ પાકિસ્તાન, ચીન, ખાલિસ્તાન સમર્થક જૂથો, ISISના પ્રચારક અને વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરો પણ સામેલ છે.
NIA પાસે એક વિશિષ્ટ ટીમ છે, જે 24×7 સોશિયલ મિડિયા પર નજર રાખે છે. આ ટીમ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, X (ટ્વિટર), યુટ્યુબ, ટેલિગ્રામ અને વોટ્સએપ જેવી તમામ મોટી સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર દેશ વિરુદ્ધના કન્ટેન્ટને AI ટૂલ્સ દ્વારા સ્કેન કરે છે. AI અલ્ગોરિધમ્સની મદદથી કોઈ પણ પોસ્ટ, વિડિયો કે મેસેજમાં આતંકવાદી વિચારધારા, ખોટી માહિતી, સાંપ્રદાયિક ઉશ્કેરણી આપતી પોસ્ટ, દેશદ્રોહ કે અશ્લીલ સામગ્રી શોધી કાઢવામાં આવે છે અને ત્યાર બાદ તરત પગલાં લેવામાં આવે છે.
શંકાસ્પદ એકાઉન્ટ્સના પોસ્ટ્સ, મેસેજીસ, શેરિંગ ઇતિહાસ, IP એડ્રેસ વગેરેનો રેકોર્ડ તૈયાર કરવામાં આવે છે. સ્ક્રીનશોટ્સ, લિંક્સ અને ટેક્નિકલ મેટાડેટા સાચવી લેવામાં આવે છે જેથી પછી કોર્ટ કે કંપનીઓને રજૂ કરી શકાય. એજન્સીઓ મેટા, X, યુટ્યુબ અને ટેલિગ્રામ જેવી કંપનીઓને બ્લોકિંગ રિક્વેસ્ટ મોકલે છે. આ રિક્વેસ્ટસ ભારતના કાયદાની વિવિધ કલમો હેઠળ મોકલવામાં આવે છે. ઘણા કેસમાં ગૃહ મંત્રાલય મારફતે પણ એકાઉન્ટ બ્લોક કરાવવામાં આવે છે.
NIA આ બધા પર ખાસ નજર રાખી રહી છે. વર્ષ 2014માં જ્યાં ફક્ત 471 એકાઉન્ટ/URL બ્લોક કરવામાં આવ્યા હતા, ત્યાં 2023માં આ આંકડો 12,483 સુધી પહોંચી ગયો હતો. 2024માં સપ્ટેમ્બર સુધીમાં જ 8821 લિંક્સ અથવા એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. પ્લેટફોર્મ પ્રમાણે જોવામાં આવે તો 2021થી 2024 વચ્ચે ફેસબુક પર 11,000, X (ટ્વિટર) પર 10,139, યુટ્યુબ પર 2200, ઇન્સ્ટાગ્રામ પર 2198 જેટલી URLs બ્લોક થઈ છે. જ્યારે વોટ્સએપ અને ટેલિગ્રામ પર પણ સેંકડો ગ્રુપ અને એકાઉન્ટ્સ બંધ કરાયા છે.
ઓપરેશન સિંદૂર: પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર સૌથી મોટો પ્રહાર હમણાં જ થયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન લગભગ 8,000 પાકિસ્તાની સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવ્યા હતા. આ એકાઉન્ટ્સ ભારતમાં ધાર્મિક નફરત ફેલાવવાનો, ખોટા વીડિયો દ્વારા દંગલ ભડકાવવાનો અને દેશવિરુદ્ધ વાતાવરણ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યાં હતા.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને નેઇલ આર્ટિસ્ટ રાજશ્રી મોરે આ દિવસોમાં એક ચોંકાવનારી ઘટનાને કારણે સમાચારમાં છે. તેમણે મનસે ઉપાધ્યક્ષના પુત્ર સામે મોરચો ખોલ્યો છે. રવિવારે મોડી રાત્રે અંધેરી વિસ્તારમાં તેમની સાથે થયેલા રોડ અકસ્માત અને ધમકીભર્યા બનાવથી રાજકારણથી લઈને સોશિયલ મીડિયા સુધી હોબાળો મચી ગયો છે.
રાજશ્રી મોરેએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના ઉપાધ્યક્ષ જાવેદ શેખના પુત્ર રાહિલ શેખે નશાની હાલતમાં વારંવાર તેમની કારને ટક્કર મારી હતી અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે રાજશ્રી મોરે ગોરેગાંવથી અંધેરી જઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે રાહિલ અર્ધનગ્ન હતો અને તેના કાર્યો અત્યંત વાંધાજનક હતા. રાહિલ પોલીસની હાજરીમાં તેમને ધમકાવતો હતો અને તેમના પિતાના રાજકીય દરજ્જાનો હવાલો આપીને તેમને પાઠ ભણાવવાની ધમકી આપતો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે, જેમાં રાજશ્રી મોરે આખી ઘટના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી જોવા મળી રહી છે અને ભાવુક જોવા મળી રહી છે. તેણીએ કહ્યું કે તે અસુરક્ષિત અનુભવી રહી હતી અને જ્યારે પોલીસ કોન્સ્ટેબલ તેને મદદ કરવા માટે કારમાં બેઠો ત્યારે રાહિલે ફરીથી કારને ટક્કર મારી.
આ કેસમાં FIR નોંધાઈ
આ કેસમાં રાહિલ શેખ સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આમાં કલમ 79 (મહિલાની નમ્રતાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ), કલમ 281 (બેદરકારીપૂર્વક વાહન ચલાવવું) અને કલમ 125 અને 185 (દારૂ પીને વાહન ચલાવવું)નો સમાવેશ થાય છે.
રાજશ્રી મોરે કોણ છે?
રાજશ્રી મોરે એક સૌંદર્ય અને ફેશન ઈન્ફ્લુએન્સર છે જે લોખંડવાલામાં પોતાનો નેઇલ આર્ટ સ્ટુડિયો ચલાવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 31 હજારથી વધુ ફોલોઅર્સ છે અને તે ઘણી બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે વીડિયો પણ બનાવી રહી છે. તાજેતરમાં, તેણીએ એક વીડિયોમાં મરાઠી ભાષા લાદવાની ટીકા કરી ત્યારે તે વિવાદમાં પણ ફસાઈ. આ નિવેદન પછી MNS સમર્થકોએ તેની સામે ફરિયાદ નોંધાવી. જો કે, બાદમાં તેણીએ વીડિયો દૂર કર્યો અને માફી પણ માંગી.
રાજશ્રી મોરે વિશે વાત કરીએ તો, તે 8 વર્ષથી તેના વ્યાવસાયિક જીવનમાં સક્રિય છે. તેનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં થયો હતો અને તે લાંજાની રહેવાસી છે. તેણીએ મરાઠી શાળામાં અભ્યાસ કર્યો હતો પરંતુ મોડેલના મતે, તે હાઇસ્કૂલ પાસ કરી શકી ન હતી. તેના અંગત જીવન વિશે વાત કરીએ તો, રાજશ્રીએ હજુ સુધી લગ્ન કર્યા નથી અને તે સિંગલ છે.
શરૂઆતનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું
રાજશ્રીની શરૂઆતની સફર મુશ્કેલીઓથી ભરેલી હતી. તેના પિતા ટ્રાન્સપોર્ટમાં કામ કરતા હતા, પરંતુ રાજશ્રી માત્ર 16 વર્ષની હતી ત્યારે તેમનું અવસાન થયું. હાલમાં તેના પરિવારમાં તેની માતા,એક મોટો ભાઈ અને એક મોટી બહેન છે.
કારકિર્દીની વાત કરીએ તો રાજશ્રીએ નેઇલ આર્ટ સ્ટુડિયો શરૂ કર્યો. આ ઉપરાંત તે મુંબઈના મલાડના એવરશાઇન નગરમાં એક બ્યુટી પાર્લર પણ ચલાવે છે. તેને આ કામ શરૂ કરવાની પ્રેરણા લક્ષ્મી નામના બ્યુટિશિયન પાસેથી મળી. આજે તેની પાસે આ પાર્લરની બે વધુ શાખાઓ પણ છે અને બંને સારી કમાણી કરી રહી છે.
આ પહેલા પણ વિવાદોમાં રહી છે
નોંધનીય છે કે આ પહેલી વાર નથી કે રાજશ્રી કોઈ વિવાદમાં ફસાઈ હોય, આ પહેલા પણ રાજશ્રી તેની મિત્ર રાખી સાવંત અને તેના પૂર્વ પતિ આદિલના મામલામાં ફસાઈને ઘણી હેડલાઇન્સ બનાવી ચૂકી છે. રાજશ્રીએ રાખી સાવંતના પતિ આદિલ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા, જેના પછી તે થોડા સમય માટે તેની મિત્ર રાખી વિરુદ્ધ થઈ ગઈ હતી.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 29 ડેમ હાઈએલર્ટ પર છે અને સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે છોટાઉદેપુર નેશનલ હાઈવે બપોરે બંધ કરવો પડ્યો હતો. એસ.ટી બસોને અસર થતા 11 રૂટ બંધ કરાયા હતા અને 34 ટ્રીપો કેન્સલ થઈ હતી. જ્યારે 1 જુલાઈથી 6 જુલાઈ સુધીમાં કુલ 3700થી વધુ લોકોનું સ્થળાંતર કરવામા આવ્યુ હતું.
માછીમારોને 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી
ગુજરાતમાં હાલ વિવિધ 33 જિલ્લામાં કુલ 13 એનડીઆરએફ ટીમો તૈનાત છે અને 20 એસડીઆરએફ ટીમો તૈનાત છે.બે એનડીઆરએફ ટીમ રીઝર્વ રખાઈ છે. ગુજરાતના માછીમારોને 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. ભારે વરસાદને પગલે વીજપુરવઠાને અસર થતા 14332 ગામોમાં અસર થઈ હતી અને 20292 થાંભલા અને 1073 ટ્રાન્સફોર્મર સેન્ટરો તથા 20111 ફીડર્સને અસર થઈ હતી. ભારે વરસાદને પગલે વડોદરા સ્ટેટ હાઈવે અને છોટાઉદેપુર નેશનલ હાઈવે બંધ કરવો પડયો હતો.’ બપોરે 2 વાગ્યા સુધીમાં 8 અન્ય માર્ગો અને જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતોના 249 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.
એસ.ટી બસોના 11 રૂટ બંધ કરાયા હતા અને 34 ટ્રીપો કેન્સલ થઈ
એસ.ટી બસોના 11 રૂટ બંધ કરાયા હતા અને 34 ટ્રીપો કેન્સલ થઈ હતી. હાલ રાજ્યમાં કુલ 206 ડેમ-જળાશયોમાંથી 29 ડેમ હાઈએલર્ટ પર છે અને 17 એલર્ટ પર તથા 17 વોર્નિંગ મોડ પર છે. કુલ 20 ડેમ 100 ટકા ભરાયા છે. જેમાં 19 સૌરાષ્ટ્ર-કચ્છના છે અને 1 તાપીનો છે. 43 ડેમ 70થી 100 ટકા તેમજ 46 ડેમ 25 થી 50 ટકા વચ્ચે અને 48 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.
ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ વાંધાજનક શબ્દો વાપર્યા હતા. ભાજપે કહ્યું કે આ કોંગ્રેસનો આદિવાસી વિરોધી ચહેરો દર્શાવે છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે ‘તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું પણ અપમાન કર્યું હતું. દરેક વ્યક્તિ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ પાર્ટીની નિંદા કરી રહી છે. તમે રાષ્ટ્રપતિને કોઈ પણ આદર વિના ‘મુર્માજી’ કહીને સંબોધો છો અને પછી અંતે તેમને ભૂમિ માફિયા કહો છો. આખો દેશ જાણે છે કે જો દેશમાં કોઈ ભૂમિ માફિયા છે, તો તે નકલી ગાંધી પરિવાર છે.’ ગૌરવ ભાટિયાએ કહ્યું કે ‘મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી મુર્માજી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને ‘કોવિદ’ કહે છે.
ખડગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ભૂમિ માફિયા કહે છે, કહે છે કે તે આપણી જમીન અને જંગલો છીનવી લેવા માટે રાષ્ટ્રપતિ બની છે. રાહુલ ગાંધીના ઇશારે, રિમોટ-કંટ્રોલ્ડ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આદિવાસી વિરોધી, દલિત વિરોધી, મહિલા વિરોધી અને બંધારણ વિરોધી નિવેદનો આપી રહ્યા છે.
#WATCH | Delhi: BJP National Spokesperson Gaurav Bhatia says, “Udit Raj said that no country should get a President like Droupadi Murmu…Adhir Chowdhury addressed the President as ‘Rashtrapatni’. It was such a derogatory remark toward a tribal woman…The Congress leaders… pic.twitter.com/CjI6cuxnZy
ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે ‘ઉદિત રાજ કહે છે કે કોઈ પણ દેશને દ્રૌપદી મુર્મુ જેવા રાષ્ટ્રપતિ ન મળવા જોઈએ. અધીર રંજન ચૌધરી રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધે છે. આ એક આદિવાસી મહિલા વિરુદ્ધ ખૂબ જ વાંધાજનક ટિપ્પણી છે. કોંગ્રેસના નેતાઓ માને છે કે દેશમાં ફક્ત નકલી ગાંધી પરિવારના સભ્યો જ બંધારણીય પદો પર બિરાજમાન થઈ શકે છે. અજય કુમાર કહે છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ખરાબ માનસિકતા દર્શાવે છે. મલ્લિકાર્જુન ખડગેનું આજનું વાંધાજનક નિવેદન એ વાતનો પુરાવો છે કે તેમણે પોતાની જીભ લપસી નથી. આ જાણી જોઈને કરવામાં આવ્યું હતું. અમે મલ્લિકાર્જુન ખડગે પાસેથી માંગ કરીએ છીએ કે તેઓ તેમના નિવેદન માટે માફી માંગે.’
નવી દિલ્હી: દિલ્હીમાં સત્તામાં રહેલા ભાજપે કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) પર ‘મહિલા પેન્શન યોજના’માં રૂ. 200 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. ભાજપે દાવો કર્યો છે કે લોકો ઈચ્છે છે કે CM રેખા ગુપ્તાની સરકાર દિલ્હીમાં અગાઉની કેજરીવાલ સરકારમાં થયેલા આ પેન્શન યોજના સાથે જોડાયેલા કથિત “કૌભાંડની” તપાસનો આદેશ આપે.
AAPએ આ આરોપનો જવાબ આપતાં દાવો કર્યો કે દિલ્હીમાં સત્તામાં આવેલો ભાજપ જનતા માટેની તમામ કલ્યાણકારી યોજનાઓ બંધ કરવા માગે છે. દિલ્હીના ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ દાવો કર્યો હતો કે હાલના નિષ્કર્ષ મુજબ પેન્શન યોજના હેઠળ નોંધાયેલા 83,000થી વધુ મહિલા લાભાર્થીઓ “બોગસ” અથવા “શંકાસ્પદ” છે અને આ કૌભાંડ દર વર્ષે રૂ. 200 કરોડનું છે.
સચદેવાને કહ્યું હતું કે દિલ્હીવાસીઓ હવે ઈચ્છે છે કે રેખા ગુપ્તાના નેતૃત્વમાં હાલની સરકાર આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરે. આ યોજના 18 વર્ષથી વધુ ઉંમરની એવી વિધવા, છૂટાછેડા લીધેલી, અલગ રહેતી, ત્યક્તા અથવા નિરાશ્રિત મહિલાઓ માટે છે જેમની પાસે જીવનનિર્વાહ માટે પૂરતાં સાધનો નથી અને જે ગરીબ અને નબળી વર્ગની ગણાય છે. આ યોજના અંતર્ગત આ મહિલાઓને સીધા તેમના ખાતામાં દર મહિને રૂ. 2500ની નાણાકીય સહાય આપવાની જોગવાઈ છે.
દિલ્હી ભાજપ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ ગયા વર્ષે કેટલાક ભાજપ વિધાનસભ્યો અને મીડિયા પોર્ટલ્સે પેન્શનના વિતરણમાં અનિયમિતતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તપાસની માગ કરી હતી. યોગ્ય મંજૂરી બાદ ઓક્ટોબર, 2024માં તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે તત્કાલીન સરકારે ફેબ્રુઆરી સુધી તપાસ પ્રગતિ રોકી દીધી હતી. ઉપલબ્ધ આંકડા મુજબ આ પેન્શન યોજના માટે કુલ 3,81,539 મહિલાઓની નોંધણી કરાઈ હતી.
આ નિવેદન મુજબ તપાસમાં 60,000થી વધુ બોગસ નોંધણી સંબંધિત અનિયમિતતાઓ માલૂમ પડી હતી. આ ઉપરાંત, 22,795 કેસોમાં અન્ય વિસંગતિઓ જોવા મળી હતી. 60,573 કેસોમાં તપાસકર્તાઓએ જણાયું હતું કે મહિલાઓ પોતાના નોંધાયેલા સરનામે મળી નહોતી કે પછી તેમની પાસે નિવાસનો કોઈ પુરાવો નહોતો. ઘણા કેસોમાં સરનામાં “બનાવટી” હતાં.
અમદાવાદમાં 12 જૂને થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ વધુ તીવ્ર બનાવી છે. અકસ્માતની તપાસ કરી રહેલી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની ટીમે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સંબંધિત અધિકારીઓને પોતાનો પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે AI 171 વિમાન દુર્ઘટના અંગે તૈયાર કરાયેલો અહેવાલ તપાસના પ્રારંભિક તારણો પર આધારિત છે.
AAIB અકસ્માતની તપાસ કરી રહ્યું છે
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ને સોંપવામાં આવી છે. AAIB એ તપાસ માટે બહુ-શાખાકીય ટીમની રચના કરી છે. આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ રચાયેલી ટીમનું નેતૃત્વ DG AAIB કરે છે. આ કિસ્સામાં, બ્લેક બોક્સ અને હેન્ડલિંગ કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) બંને મળી આવ્યા છે. 13 જૂન, 2025 ના રોજ અકસ્માત સ્થળે ઇમારતની છત પરથી CVR મળી આવ્યું હતું. તે જ સમયે, 16 જૂન, 2025 ના રોજ કાટમાળમાંથી FDR મળી આવ્યા હતા. તેમના સલામત સંચાલન, સંગ્રહ અને પરિવહન માટે માનક સંચાલન પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવી હતી. હવે AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને તેનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો છે.
270 મુસાફરોના મોત
12 જૂનના રોજ, ૨૪૨ મુસાફરો અને ક્રૂ સભ્યો સાથે લંડન જઈ રહેલ એર ઇન્ડિયાનું AI-171 વિમાન અમદાવાદના મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં, એક વ્યક્તિ સિવાય વિમાનમાં સવાર તમામ મુસાફરો માર્યા ગયા હતા અને જમીન પર રહેલા લગભગ 29 લોકો માર્યા ગયા હતા.
ભારતે અફઘાનિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં લાવવામાં આવેલા મુસદ્દા ઠરાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો અને કહ્યું હતું કે “સામાન્ય પદ્ધતિઓ સાથે કામ કરવાથી” વૈશ્વિક સમુદાય અફઘાન લોકો માટે અપેક્ષા રાખે છે તે પરિણામો નહીં મળે. 193 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સોમવારે જર્મની દ્વારા રજૂ કરાયેલ ‘અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ’ પર ઠરાવ પસાર કર્યો. ઠરાવને 116 મત મળ્યા, બે વિરોધમાં અને 12 દેશો મતદાનથી દૂર રહ્યા, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પર્વતાનેની હરીશે મતદાનમાં ભાગ ન લેતા કહ્યું કે યુદ્ધ પછીની કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે એકીકૃત નીતિમાં વિવિધ બાબતોનો સમાવેશ થવો જોઈએ, જેમાં સકારાત્મક વર્તનને પ્રોત્સાહન આપવા અને હાનિકારક ક્રિયાઓને નિરુત્સાહિત કરવાના પગલાંનો સમાવેશ થાય છે. હરીશે કહ્યું, અમારા મતે, ફક્ત દંડાત્મક પગલાં પર કેન્દ્રિત એકતરફી અભિગમ કામ કરી શકતો નથી. સંયુક્ત રાષ્ટ્ર અને વ્યાપક આંતરરાષ્ટ્રીય સમુદાયે સંઘર્ષ પછીના અન્ય સંદર્ભો માટે વધુ સંતુલિત અભિગમ અપનાવ્યો છે.” તેમણે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં સુરક્ષા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવાનું ચાલુ રાખે છે.
તેમણે ભાર મૂક્યો કે આંતરરાષ્ટ્રીય સમુદાયે એ સુનિશ્ચિત કરવા માટે નક્કર પ્રયાસો કરવા જોઈએ કે યુએન સુરક્ષા પરિષદ દ્વારા નિયુક્ત કરાયેલી સંસ્થાઓ અને વ્યક્તિઓ, અલ કાયદા અને તેના સહયોગીઓ, ઇસ્લામિક સ્ટેટ અને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સહિત તેના સહયોગીઓ, અને તેમની પ્રવૃત્તિઓને સમર્થન આપતા તેમના પ્રાદેશિક પ્રાયોજકો હવે આતંકવાદી પ્રવૃત્તિઓ માટે અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ કરી શકતા નથી. તેમણે પાકિસ્તાનના સંદર્ભમાં આ વાત કહી.