Home Blog Page 785

કોણ છે ભારતીય મૂળના સબીહ ખાન? જે બનશે એપલના નવા COO

અમેરિકન કંપનીઓ ભારતીય પ્રતિભાની ચાહક બની રહી છે. ગૂગલ અને માઈક્રોસોફ્ટ પછી હવે એપલે પણ ભારતીય પ્રતિભા પર વિશ્વાસ કર્યો છે અને સબીહ ખાનને તેના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે નિયુક્ત કર્યા છે. સબીહ ખાન જેફ વિલિયમ્સનું સ્થાન લેશે. કંપનીએ 8 જુલાઈના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ફેરફાર “લાંબા સમયથી ચાલતી ઉત્તરાધિકાર યોજના”નો ભાગ છે. જાણીએ સબીહ ખાન કોણ છે અને એપલના સીઈઓ ટિમ કૂકે તેમના વિશે શું કહ્યું છે?

સબીહ ખાન કોણ છે?

સબીહ ખાન મૂળ ભારતના છે. તેમનો જન્મ 1966માં ભારતના ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં થયો હતો. જ્યારે તેઓ શાળામાં હતા ત્યારે તેમનો પરિવાર સિંગાપોર રહેવા ગયો અને થોડા વર્ષો પછી તેઓ યુએસમાં સ્થાયી થયા. તેમણે ટફ્ટ્સ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેવડી સ્નાતકની ડિગ્રી મેળવી અને પછી ન્યૂ યોર્કમાં રેન્સેલર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ (RPI)માંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી.

એપલમાં સબીહ ખાનની સફર

જીઇ પ્લાસ્ટિક્સમાં એપ્લિકેશન ડેવલપમેન્ટ એન્જિનિયર અને કી એકાઉન્ટ ટેકનિકલ લીડર તરીકે કામ કર્યા પછી સબીહ ખાન 1995માં એપલની પ્રોક્યોરમેન્ટ ટીમમાં જોડાયા. તેમણે છેલ્લા 30 વર્ષોમાં એપલમાં ઘણી મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.

તેમને 2019 માં એપલના ઓપરેશન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ વૈશ્વિક સપ્લાય ચેઇન, સપ્લાયર જવાબદારી કાર્યક્રમ અને ઓપરેશન્સ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે COVID-19 રોગચાળા દરમિયાન સપ્લાય ચેઇનને ઑપ્ટિમાઇઝ કરવા અને ગ્રીન મેન્યુફેક્ચરિંગ તરફ આગળ વધવા માટે ઘણા સપ્લાયર્સ સાથે ભાગીદારી કરી.

સબીહ ખાનની ભૂમિકા અને નવી જવાબદારીઓ

એપલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખાન આ મહિનાના અંત સુધીમાં નવા સીઓઓ તરીકેનો કાર્યભાર સંભાળશે. જેફ વિલિયમ્સ હજુ પણ એપલના સીઈઓ ટિમ કૂકને રિપોર્ટ કરશે અને કંપનીની ડિઝાઇન અને એપલ વોચ ટીમનું નિરીક્ષણ કરશે. તેમની નિવૃત્તિ પછી ડિઝાઇન ટીમ સીધી ટિમ કૂકને રિપોર્ટ કરશે.

ટિમ કૂકે શું કહ્યું?

એપલના સીઈઓ ટિમ કૂકે સબીહ ખાનની પ્રશંસા કરી, તેમને કંપનીની સપ્લાય ચેઇનના મુખ્ય આયોજકોમાંના એક ગણાવ્યા. તેમણે કહ્યું કે ખાને યુએસમાં અદ્યતન ઉત્પાદન ટેકનોલોજીના વિકાસ અને ઉત્પાદન એકમોના વિસ્તરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

કૂકે આગળ કહ્યું, “સબીહ એક પ્રતિભાશાળી વ્યૂહરચનાકાર છે. તેમણે કંપનીના કાર્બન ફૂટપ્રિન્ટને 60 ટકાથી વધુ ઘટાડવામાં પણ ફાળો આપ્યો છે. તેઓ તેમના મૂલ્યો અને સંવેદનશીલ નેતૃત્વ માટે જાણીતા છે અને મને વિશ્વાસ છે કે તેઓ એક ઉત્તમ સીઓઓ સાબિત થશે.”

આ પંથકમાં અંગ્રેજ અધિકારી પૂજાય છે…

ભારતના ઇતિહાસમાં અંગ્રેજ અમલદારની વાત આવે એટલે અત્યાચાર અને દમન નજર સામે દેખાવા માંડે. જો કે, બ્રિટીશ શાસનકાળમાં કેટલાક અંગ્રેજ અમલદારો એવા પણ થઇ ગયા જે પોતાની સકારાત્મક છાપ છોડી ગયા છે.

એનો એક અદભૂત પુરાવો એટલે ખેડા પંથકના રતનપુર ગામમાં આવેલી અંગ્રેજ લેફ્ટનન્ટ કર્નલ વિલિયમ કાર્ડનની કબર. ઇતિહાસ અનુસાર ટ્રિનિટી કોલેજ ડબલિન યુનિવર્સિટીમાં સ્નાતક થયેલા વિલિયમ કાર્ડન ભારતમાં સૈનિકોના અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. એ 17મી રેજિમેન્ટ, લાઇટ ડ્રગુન્સના અધિકારી હતા.

વિલિયમ કાર્ડન બીજા અંગ્રેજ અધિકારીઓ કરતાં કંઇક અલગ જ હતા. એમની છાપ આ ક્ષેત્રમાં રોબિન હુડની હતી. એમનું કાર્યક્ષેત્ર ખેડા પંથક હતું. સામાન્ય માણસને સરકારી કામમાં કોઇપણ અડચણ થાય એટલે તરત જ સહાય કરતા. જરૂરિયાતમંદ લોકોની વહારે ઉભા રહેતા. લગ્ન પ્રસંગ હોય તો દીકરીના માતા પિતાની પડખે ઉભા રહી મદદ કરતા.

આ બધાના કારણે એમની લોકચાહના વધવા માંડી હતી. એમાંય આ વિસ્તાર જ્યારે મહામારી અને દુષ્કાળના ભરડામાં આવી ગયો ત્યારે પણ કાર્ડને ખુબ મદદ કરી હતી, જેના કારણે આખોય પંથક એમને આજેય યાદ રાખે છે. આ અંગ્રેજ અમલદારનું અવસાન થયું પછી એમને રતનપુરમાં દફનાવવામાં આવ્યા હતા. રતનપુરમાં જ્યાં વિલિયમ કાર્ડનની કબર છે એની આસપાસ જ હિંદુ મુસલમાન બંને કોમના ખેતરો છે. આઝાદીના આટલા બધા વર્ષો થયાં એમ છતાં અહીંના લોકો એમને યાદ રાખે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

સુશાસન માટે મને મળવો જોઈએ નોબેલ પુરસ્કારઃ કેજરીવાલ

મોહાલીઃ ભૂતપૂર્વ CM અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે તેમને સુશાસન માટે નોબેલ પુરસ્કાર મળવો જોઈએ. કેજરીવાલે કહ્યું હતું કે LGના રોકવામાં આવ્યા છતાં પણ તેમણે એટલું કામ કર્યું છે કે હવે તેમને શાસન અને વહીવટ માટે નોબેલ પુરસ્તાર મળવું જ જોઈએ.

અરવિંદ કેજરીવાલ પંજાબના મોહાલીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજર હતા, જ્યાં પંજાબના CM ભગવંત માને તથા પાર્ટીના અનેક નેતાઓની હાજરી હતી. આ કાર્યક્રમમાં કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં રાજ્યપાલ દ્વારા વહીવટમાં કરવામાં આવેલા અવરોધો હોવા છતાં પણ તેમની સરકારે જે કામ કર્યું છે, તે તેમને નોબેલ પુરસ્કારનો હકદાર બનાવે છે. તેમનું આ નિવેદન દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદો દરમિયાન આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે અમારી સરકાર ગઈ, લોકો દિલ્હીમાં આપ સરકારને યાદ કરી રહ્યા છે. તેમણે (ભાજપે) મોહલ્લા ક્લિનિકો બંધ કરી દીધી છે. તેમણે હોસ્પિટલોમાં મફત દવાઓ અને ટેસ્ટ્સ બંધ કરી દીધા છે. રોડ બધાં ખંડેર બની ગયા છે. દરેક જગ્યાએ કચરો ભરેલો છે. ગયા વર્ષે જૂનમાં જયારે તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, ત્યારે એક મિનિટ માટે પણ લાઈટ ગઈ નહોતી. પણ હવે સતત લાઈટ જાય છે. તેમણે દિલ્હીનો નાશ કર્યો છે. તેઓ માત્ર રાજકારણ કરે છે અને પૈસા કમાવાની પદ્ધતિ ચલાવે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે મને સુશાસન અને વહીવટ માટે નોબેલ પુરસ્કાર મળવો જોઈએ, કારણ કે મારી આપ સરકારે લેફ્ટેનન્ટ ગવર્નરની અવરોધો હોવા છતા પણ ઘણી બધી કામગીરી કરી છે.

ભોપાલ પછી હવે ઇન્દોરના બ્રિજ પર વિવાદ

ઇન્દોર: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે ઐશબાગ રેલવે ઓવરબ્રિજ (ROB) બનાવવામાં આવ્યો હતો. જોકે આ ઓવરબ્રિજનું ડિઝાઇન તેના ઉદઘાટન પહેલાંથી જ દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. બ્રિજની ટોચ પર 90 ડિગ્રીનો ખતરનાક વળાંક રાખવામાં આવ્યો હતો. સોશિયલ મિડિયા પર આ બ્રિજને લઈને અનેક મીમ પણ બન્યાં હતાં. હવે આવો જ કંઈક મામલો ઇન્દોરથી સામે આવ્યો છે.

મિની મુંબઈ તરીકે ઓળખાતું ઇન્દોર તો હવે ભોપાલથી બે ડગલાં આગળ નીકળી ગયું છે. અહીં એવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જેને સાંભળી ને તમે પણ તમારું માથું પીટવાની સ્થિતિમાં આવી જશો. ભોપાલના ઐશબાગના 90 ડિગ્રીના બ્રિજ વિશે તો તમે ઘણું સાંભળ્યું અને વાંચ્યું હશે. હવે ઇન્દોરના પોલો ગ્રાઉન્ડનો નવો ઓવરબ્રિજ વિવાદોમાં ઘેરાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી મળી રહી છે કે આ બ્રિજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેને કારણે ભવિષ્યમાં ખતરનાક અકસ્માત થઈ શકે છે.

ઇન્દોરનો આ બ્રિજ પોલોગ્રાઉન્ડ ઇન્ડસ્ટ્રિયલ એરિયાને MR-4 સાથે જોડે છે. આ બ્રિજને અંગ્રેજી અક્ષર ‘Z’ જેવી ડિઝાઇન આપવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં, બ્રિજમાં બે જગ્યાએ 90 ડિગ્રીના વળાંકો પણ મૂકવામાં આવ્યા છે.

સ્રોતો પાસેથી મળેલી માહિતી મુજબ PWDએ ટ્રાફિક અને રોડની પહોળાઈનો યોગ્ય રીતે સર્વે કર્યો નહોતો. વિવાદ સામે આવતાં હવે એવું માનવામાં આવી રહ્યું છે કે PWD બ્રિજના ડિઝાઇનમાં ફેરફાર પર વિચાર કરી રહ્યું છે. આ બ્રિજને એવી ડિઝાઇન કરવામાં આવી છે કે બંને બાજુથી વાહનો પોલોગ્રાઉન્ડ તરફ જશે અને પાછા પણ ત્યાંથી જ ફરશે. જેને કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

વડોદરા બ્રિજ દુર્ઘટનામાં 9 લોકોના મૃતદેહ મળ્યા, 6 લોકો રેસ્ક્યૂ

વડોદરામાં આજે એટલે કે બુધવારે સવારે ચાર દાયકા જૂના પુલનો એક ભાગ તૂટી પડતાં અને અનેક વાહનો નદીમાં પડી જતાં નવ લોકોના મોત થયા છે. બચાવ ટીમોએ છ અન્ય લોકોને રેસ્ક્યુ કર્યા છે.

હજી તો અમદાવાદ પ્લેન ક્રેશનો આઘાત દૂર નથી થયો ત્યાં ફરી એક ગોઝારી ઘટના સામે આવી છે. વડોદરામાં બ્રિઝ ભંગાણ થતાં ફરી કેટલાક પરિવારોએ પોતાના પરિવારજનો ગૂમાવ્યા છે. અત્યાર સુધીમાં 9 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે સવારે 7.30 વાગ્યાની આસપાસ પુલ તૂટી પડ્યો હતો. આ 900 મીટર લાંબો આ ગંભીરા પુલ વડોદરા અને આણંદ જિલ્લાને જોડે છે.

વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, ઘટના બાદ સ્થાનિક તરવૈયાઓ, બોટ અને મ્યુનિસિપલ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, NDRF ટીમો અને અન્ય વહીવટી અને પોલીસ ટીમો ઘટનાસ્થળે હાજર છે. બચાવ કામગીરી ચાલુ છે. અમે અત્યાર સુધીમાં 9 મૃતદેહો બહાર કાઢ્યા છે. 5 લોકો ઘાયલ છે, છઠ્ઠો ઘાયલ વ્યક્તિ હમણાં જ મળી આવ્યો છે અને તેને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે આ પુલ 1985માં બનાવવામાં આવ્યો હતો અને તેનું સમારકામ અને જાળવણીનું કામ સમયાંતરે કરવામાં આવ્યું છે. આ અકસ્માત પાછળના વાસ્તવિક કારણની તપાસ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનિકલ નિષ્ણાતોની ટીમને ઘટનાસ્થળે મોકલવા અને પુલ તૂટી પડવાના કારણોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. પ્રારંભિક માહિતી અનુસાર, બે ટ્રક, એક બોલેરો એસયુવી અને એક પિકઅપ વાન સહિત ચાર વાહનો પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે અચાનક તૂટી પડ્યો અને ઘણા વાહનો મહિસાગર નદીમાં પડી ગયા.

ઘટના બાદ સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગંભીરા નદી પર બનેલા પુલનો મોટો ભાગ તૂટી પડ્યો છે. તેના પર એક ટેન્કર લટકતું જોવા મળે છે. પુલની બીજી બાજુ એક બાઇક લટકતું જોવા મળે છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પુલ તૂટી પડવાથી એક ટ્રક અને બે કાર સહિત ઘણા વાહનો નદીમાં પડી ગયા છે.

મસૂદ અઝહરની ભારતમાં 10,000 ફિદાયીન મોકલવાની ધમકી

ઇસ્લામાબાદઃ સેનાના ઓપરેશન સિંદૂર  બાદ પણ પાકિસ્તાની આતંકવાદી સંગઠન ભારતને ધમકી આપવાનું બંધ કરતું નથી. જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે ભારતમાં 10,000 ફિદાયીન આત્મઘાતી હુમલાખોરોને મોકલવાની ધમકી આપી છે. મસૂદ અઝહરની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જે કહે છે કે પાકિસ્તાનના બહાવલપુરમાં આવેલી જૈશની મસ્જિદમાં વગાડવામાં આવી હતી – આ જ મસ્જિદ ઓપરેશન સિંદૂરમાં ભારતીય મિસાઇલોથી નષ્ટ થઈ હતી. એવી માહિતી છે કે આ મસ્જિદ જૈશનું મુખ્ય મથક ગણાય છે. ભારતીય હુમલામાં મસૂદ અઝહરનો પરિવાર અને સંગઠનના બીજા અને ત્રીજા ક્રમના નેતાઓ માર્યા ગયા હતા. મસૂદ અઝહર શું કહે છે?
મસૂદ અઝહરની આ ઓડિયો ક્લિપ ક્યાંક બીજી જગ્યાએ રેકોર્ડ કરવામાં આવી હતી અને પછી જૈશના આતંકીઓ વચ્ચે મસ્જિદમાં વગાડવામાં આવી. મસૂદ કહે છે કે મુજાહિદ્દીનને મળેલા ફંડ્સનો ઉપયોગ જેહાદ માટે કરવામાં આવશે. પાકિસ્તાનને મુજાહિદ્દો પર એટલો જ આધાર છે, જેટલો મોટા ધાર્મિક નેતાઓ પર હોય છે. અમારી પાસે ફિદાયીન છે – કોઈ તાકાત કે મિસાઈલ તેમને રોકી શકશે નહીં. જૈશ પાસે 30,000 કેડરના સભ્યો છે, જેમાંથી 10,000 ફિદાયીન જેહાદ માટે તૈયાર છે.

મસૂદ અઝહરના જૈશ સંગઠને ભારતમાં અનેક મોટા આતંકી હુમલાઓને અંજામ આપ્યો છે – જેમ કે 2001નો સંસદ હુમલો, લાલ કિલ્લો હુમલો, 2016નો પઠાણકોટ એરબેસ હુમલો, ઉરી હુમલો અને 2019નો પુલવામા હુમલો. 2019માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો.

મસૂદ અઝહર ભારતમાં આતંકી હુમલા માટે આવ્યો હતો, પણ તે ઝડપાઈ ગયો હતો. 1999માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC-814નું પાકિસ્તાની આતંકીઓએ અપહરણ કરી અફઘાનિસ્તાનના કંધાર લઈ ગયા હતા. ભારતે નાગરિકોની સલામતીના બદલામાં ત્રણ આતંકીઓની છોડી મૂકવાની માગ કરી હતી, જેમાં મસૂદ અઝહર પણ સામેલ હતો. રજા પછી મસૂદે જૈશ-એ-મોહમ્મદ નામનું સંગઠન સ્થાપી ભારતમાં જેહાદ ચલાવવાનો એજન્ડા જાહેર કર્યો હતો.

આલિયા સાથે 76 લાખ રૂપિયાની છેતરપિંડી, પૂર્વ સેક્રેટરીએ આપ્યો દગો

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટના ભૂતપૂર્વ સેક્રેટરીની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આલિયાના ભૂતપૂર્વ સેક્રેટરીનું નામ વેદિકા શેટ્ટી છે, જેની અભિનેત્રી સાથે 76 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

વેદિકા પર આલિયા ભટ્ટના પ્રોડક્શન હાઉસ અને પર્સનલ એકાઉન્ટમાં છેતરપિંડી કરવાનો અને અભિનેત્રી સાથે 76 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. વેદિકા શેટ્ટી વિરુદ્ધ જુહુ પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો, જેની તપાસ ચાલી રહી છે. હાલમાં, આલિયા કે તેની ટીમ દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

આ કેસ જાન્યુઆરી 2025 માં નોંધવામાં આવ્યો હતો

એવો આરોપ છે કે શેટ્ટીએ આલિયા અને તેના પ્રોડક્શન હાઉસ પાસેથી નકલી બિલોના આધારે ગેરકાયદેસર રીતે 76 લાખ રૂપિયા મેળવ્યા હતા. આ ઉચાપત મે 2022 થી ઓગસ્ટ 2024 દરમિયાન કરવામાં આવી હતી. વેદિકા નકલી બિલ બનાવતી હતી, તેના પર આલિયાની સહી લેતી હતી અને પછી બધા પૈસા તેના મિત્રના ખાતામાં ટ્રાન્સફર કરતી હતી. આ રીતે શેટ્ટીએ બે વર્ષમાં લગભગ 76 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. આ કેસમાં આ વર્ષે જાન્યુઆરીમાં જુહુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ વેદિકાનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

વેદિકા 5 મહિનાથી ફરાર હતી

વેદિકા છેલ્લા 5 મહિનાથી ફરાર હતી. હવે વેદિકાને બેંગલુરુથી ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. આરોપી વેદિકાને 10 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.

આલિયા ભટ્ટની પહેલી પ્રોડક્શન ફિલ્મ

આલિયા ભટ્ટના પ્રોડક્શન હાઉસ ‘ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ’ વિશે વાત કરીએ તો, આ બેનરની પહેલી ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ હતી જેમાં વિજય વર્મા અને શેફાલી શાહ તેની સાથે દેખાયા હતા. આ ફિલ્મ શાહરૂખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી હતી. આ ફિલ્મ સીધી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

આલિયા ભટ્ટની આગામી ફિલ્મો

આલિયા ભટ્ટ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘આલ્ફા’ માટે સમાચારમાં છે, જેમાં તેની સાથે શર્વરી વાઘ પણ જોવા મળશે. આ એક સ્પાય યુનિવર્સ ફિલ્મ છે, જે 25 ડિસેમ્બર 2025 ના રોજ રિલીઝ થશે. આ ઉપરાંત, આલિયા તેના પતિ અને અભિનેતા રણબીર કપૂર સાથે સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’માં પણ જોવા મળશે, જેમાં વિક્કી કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં છે. આલિયા પાસે ફરહાન અખ્તરની ‘જી લે ઝરા’ પણ છે, જેમાં તેની સાથે કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પરંતુ, ફિલ્મ વિશે હજુ સુધી કોઈ અપડેટ નથી.

 

બિહારમાં મતદાતા યાદી પર સંઘર્ષઃ શહેરોમાં ચક્કાજામ

પટનાઃ ચૂંટણી પંચ દ્વારા મતદાતા યાદીની તપાસના વિરોધમાં મહાગઠબંધન આજે રાજ્યમાં ચક્કાજામ કરી રહ્યું છે. બિહારના વિવિધ વિસ્તારોમાં મહાગઠબંધન પાર્ટીઓના કાર્યકરોએ સવારે રેલ રોકો અભિયાન શરૂ કર્યું છે. અરરિયા, જહાનાબાદ, દરભંગા અને હાજીપુર સહિત અનેક શહેરોમાં RJD અને અન્ય વિપક્ષી પક્ષોના નેતાઓએ રેલવે પાટા પર ઊભા રહીને ટ્રેનો અટકાવી છે. વિરોધી પક્ષોએ ચૂંટણી પંચ વિરુદ્ધ વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પણ વિરોધની માર્ચમાં જોડાયા હતા.

RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે આજે આખું બિહાર બંધ છે. ચૂંટણી પંચે પોતાની વિશ્વસનીયતા પૂર્ણ રીતે ગુમાવી દીધી છે. મતદાતા યાદીમાંથી ગરીબ લોકોનાં નામો મોટા પાયે કાઢી નાખવાની તૈયારી ચાલી રહી છે. પહેલાં નામ કાઢશે, પછી પેન્શન, પછી રેશન બંધ કરશે — આ બધાને લઇને મહાગઠબંધનના પક્ષોએ બિહાર બંધનું આહવાન કર્યું છે. ટ્રેડ યુનિયનોએ પણ બંધનું એલાન આપ્યું છે અને અમે તેમનું સમર્થન કરીએ છીએ. રાહુલ ગાંધી આ રેલીમાં જોડાયા છે. ચૂંટણી પંચ હવે એક રાજકીય પક્ષનો વિભાગ બની ગયો છે. ચૂંટણી પંચ પોતે જ ગૂંચવાઈ ગયો છે. અમે દરેક મંચ પર લડીશું- રસ્તો હોય કે વિધાનસભા કે પછી ન્યાયાલય.

મહાગઠબંધનના નેતાઓએ ટાયર સળગાવ્યાં અને રસ્તાઓ રોક્યા
બિહાર વિધાનસભાની 2025ની ચૂંટણી પહેલાં બિહારમાં મતદાતા યાદીનું ખાસ ઊંડાણપૂર્વકનું સમીક્ષા થઈ રહી છે, જેના વિરોધમાં મહાગઠબંધન દ્વારા આહવાન કરાયેલા ‘બિહાર બંધ’ના સમર્થનમાં મહાગઠબંધનના નેતાઓએ ટાયર સળગાવ્યાં અને રસ્તાઓ જામ કર્યા. આ વિડિયો પટના જિલ્લામાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 30ના માણેર વિધાનસભા ક્ષેત્રનો છે.

જીવનના દરેક અવરોધને સ્મિત અને સાહસ સાથે પાર કરો

જો મનને ઉત્સાહિત રાખવું મુશ્કેલ લાગે છે, તો એક રસ્તો છે. તમે જોશો, એક બાળક કેવી રીતે કુશળતાપૂર્વક તેના પિતાની વાત માની લે છે અને પોતાની વાત માનવી પણ લે છે, ભલે પિતા સાંભળવા તૈયાર ન હોય. ધારો કે તમારી પાસે કોઈ કુશળતા નથી. તો પછી એક શાંત વ્યક્તિ, એક એવી વ્યક્તિને યાદ કરો જેને જોઈને તમે ખુશ થાઓ છો. જ્યારે આપણે કોઈ દુઃખી અને ગુસ્સે અથવા એટલી જ ચિંતિત વ્યક્તિને યાદ કરીએ છીએ, ત્યારે આપણે તે તરંગોને પકડી લઈએ છીએ અને આપણી સમસ્યાઓ વિશે વધુ ચિંતા કરવાનું શરૂ કરીએ છીએ. તેથી જ એવું કહેવાય છે: પ્રસન્ન વદનમ્ ધ્યાયેત્, સર્વ વિઘ્નોપ શાંતયે.

શાંત અને આનંદી લોકોને યાદ કરો અવરોધો શાંત થઈ જશે. તમે પ્રસન્ન બાળકોને પણ યાદ કરી શકો છો. તેથી જ, દરેક પૂજામાં, ભગવાન ગણપતિનું પ્રથમ આહ્વાન કરવામાં આવે છે. તેમને આનંદદાયક માનવામાં આવે છે. જો તમને તેમનામાં શ્રદ્ધા હોય, તો તેમને યાદ કરો. નહીં તો તમે શાંત મનવાળા કોઈપણને યાદ કરી શકો છો.

જ્યારે નદીના માર્ગમાં પથ્થર આવે છે, ત્યારે નદી વહેતી બંધ થતી નથી અને ચિંતા કરતી નથી. તે તેમના પરથી પસાર થઈ જાય છે. જ્યારે તે આ પથ્થરો પર વહે છે, ત્યારે તે વધુ સુંદર લાગે છે. જ્યારે બધું સામાન્ય અને તમારા પક્ષમાં હોય છે, ત્યારે હસવું કોઈ મોટી વાત નથી. પરંતુ જો તમે તમારી અંદરની બહાદુરી જગાડો છો, અને કહો છો, “ભલે જે થવું હોઈ તે થાય, હું હસતો રહીશ”. તો તમે તમારી ભીતર પ્રચંડ ઊર્જા ઉઠતી અનુભવશો. પછી સમસ્યા કંઈ ખાસ લાગતી નથી; તે ફક્ત આવે છે અને વિલીન થઈ જાય છે.

અને જીવનને તેના સંપૂર્ણ સ્વરૂપમાં લો. કેટલાક સુખદ, કેટલાક અસુખદ અનુભવ – આ બધું ચાલ્યા કરે છે અને પછી દૂર થઈ જાય છે. એવી શ્રદ્ધા સાથે આગળ વધો કે તમારા પર કૃપા વરસી રહી છે અને જીવનમાં શ્રેષ્ઠ તમારી સાથે થવાનું છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

ભારત બંધમાં રસ્તાઓ પર આગના બનાવો, કેરળમાં દુકાનો-મોલ બંધ

નવી દિલ્હીઃ 10 મુખ્ય કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંસ્થાઓના સંયુક્ત મંચે આજે રાષ્ટ્રવ્યાપી ‘ભારત બંધ’નું એલાન આપ્યું છે. આ ‘ ભારત બંધ’ કેન્દ્ર સરકારની “મજૂર વિરુદ્ધ, ખેડૂત વિરુદ્ધ અને રાષ્ટ્રવિરુદ્ધ કોર્પોરેટ સમર્થક નીતિઓ”ના વિરોધમાં છે. બેંકિંગ, પરિવહન, પોસ્ટ સેવાઓ, ખનિજ અને નિર્માણ જેવાં મહત્વપૂર્ણ ક્ષેત્રોના 25 કરોડથી વધુ શ્રમિકો અને ગ્રામીણ મજૂરો આજના ભારત બંધમાં ભાગ લે તેવી શક્યતા છે.

ભારત બંધ શા માટે છે?

ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે સંસદે પસાર કરેલા ચાર નવા શ્રમ કાયદાઓ શ્રમિકોના અનેક અધિકારો છીનવી લે છે. જ્યારે સ્કૂલ, કોલેજ અને ખાનગી કચેરીઓ ખુલ્લી રહે તેવી શક્યતા છે, ત્યારે પરિવહન અને જાહેર સેવાઓમાં વિઘ્નો દૈનિક જીવનને અસર પહોંચાડી શકે છે. ટ્રેડ યુનિયનોનો દાવો છે કે આ કાયદાઓ હડતાળ પર જવાનું, વધુ સમય સુધી કામ કરવાની માગ અને શ્રમ નિયમોનું ઉલ્લંઘન થવા છતાં કર્મચારીઓનું રક્ષણ કરવું મુશ્કેલ બનાવે છે.

મંગળવારે મધ્ય રાત્રિથી શરૂ થયેલા આજના ભારત બંધને CPI (M) શાસિત રાજ્યમાં ટ્રેડ યુનિયનો અને વામપંથી ઝુકાવ ધરાવતાં સંગઠનો તરફથી મજબૂત ટેકો મળ્યો છે. કેરળમાં સંપૂર્ણ બંધ છે, દુકાનો, સંસ્થાઓ અને મોટા ભાગની સેવાઓ બંધ છે. રસ્તાઓ ખાલી રહ્યા, કેમ કે બસો ચાલતી નહોતી અને વિવિધ ક્ષેત્રોના કર્મચારીઓ સંયુક્ત રીતે પોતાનું કામ છોડીને એકતા દર્શાવી રહ્યા છે.

જાહેર મુશ્કેલીથી બચવા માટે આરોગ્ય સેવા, તાત્કાલિક સેવાઓ અને દૂધ સપ્લાય જેવી આવશ્યક સેવાઓને હડતાળમાંથી મુક્તિ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર પર “કોર્પોરેટ સમર્થક” નીતિઓ આગળ ધપાવવાનો આરોપ લગાવતાં 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધના સમર્થનમાં કોટ્ટાયમમાં દુકાનો અને શોપિંગ મોલ બંધ રહ્યા હતા.