Home Blog Page 747

જગદીપ ધનખરના રાજીનામા પર PM મોદીએ ટ્વીટ કર્યું

વડાપ્રધાન મોદીએ જગદીપ ધનખરના રાજીનામા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું છે કે જગદીપ ધનખરને ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ અને દેશની સેવા કરવાની તક સહિત ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ મળી છે. હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું. તમને જણાવી દઈએ કે જગદીપ ધનખરે 21 જુલાઈના રોજ દેશના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આજે તેમનું રાજીનામું પણ સ્વીકારવામાં આવ્યું છે. ચોમાસુ સત્રના પહેલા દિવસે, રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયા પછી તેમણે અચાનક રાજીનામું આપી દીધું.

સાંસદ તેજસ્વી સૂર્યાની પ્રતિક્રિયા

ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ પણ જગદીપ ધનખરના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જગદીપ ધનખરે સ્વાસ્થ્યના કારણોસર પદ પરથી રાજીનામું આપ્યું છે. હું તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરું છું.  ભાજપ સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ જગદીપ ધનખરના રાજીનામા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે દેશ અને સંસદ માટે પોતાનો સમય અને સેવા આપવા બદલ અમે તેમના આભારી છીએ અને હંમેશા તેમના આભારી રહીશું.

સ્વાસ્થ્ય કારણોસર રાજીનામું આપ્યું

તમને જણાવી દઈએ કે જગદીપ ધનખરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. તેમણે પોતાના રાજીનામામાં બંધારણની કલમ 67 (A)નો પણ ઉલ્લેખ કર્યો હતો. જગદીપ ધનખડ ઘણા સમયથી હૃદય રોગથી પીડાતા હતા. તેમણે સ્વાસ્થ્ય કારણોસર રાજીનામું આપ્યું છે. તે જ સમયે, હવે દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષનું પદ ખાલી પડી ગયું છે. બંધારણની કલમ 68 મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી આગામી 6 મહિનામાં યોજાશે, જેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર્યું

જગદીપ ધનખડનો કાર્યકાળ ઓગસ્ટ 2027 સુધીનો હતો. તેમણે 11 ઓગસ્ટ 2022 ના રોજ 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે પદની ગુપ્તતાના શપથ લીધા. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને ગૃહ મંત્રાલયે તેમના રાજીનામા અંગે સૂચના પણ જારી કરી છે. રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સુધી કાર્યકારી અધ્યક્ષ રહેશે. તમને જણાવી દઈએ કે ધનખર

37.56 લાખ નવા MSMEની ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં નોંધણી થઈ

નવી દિલ્હી: છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 37,56,390 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની (MSME) નવી નોંધણી થઈ છે. ગત પાંચ વર્ષ દરમિયાન, રાજ્યમાં 8,779 MSME બંધ થયા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરેલા પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય MSME મંત્રી શોભા કરંદલાજેએ 21 જુલાઈ, 2025ના રોજ આ માહિતી આપી હતી.MSME મંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું કે, વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને MSME ક્ષેત્રને સુદૃઢ બનાવવા અને ટેકો આપવા ભારત સરકારે વિવિધ પગલાં લીધાં છે. આત્મનિર્ભર ભારત ફંડ દ્વારા રૂ. 50,000 કરોડનો મૂડી ઉમેરો કરાયો છે. MSMEની સ્થિતિમાં સુધારો થાય તો બિન-કરવેરા લાભો 3 વર્ષ માટે લંબાવાયા છે. રૂ. 200 કરોડ સુધીની ખરીદી માટે કોઈ વૈશ્વિક ટેન્ડરની જરૂર નથી. પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણ હેઠળના લાભો પ્રાપ્ત કરવા અનૌપચારિક સૂક્ષ્મ સાહસોને ઔપચારિક દાયરામાં લાવવા ઉદ્યમ સહાય પ્લેટફોર્મ (UAP)નું લોન્ચિંગ કરાયું હતું.MSME ક્ષેત્રને સુદૃઢ બનાવવા, ભારત સરકારે 2024ના બજેટમાં ઉત્પાદન ક્ષેત્રના MSME માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી સ્કીમ (CGS) તેમજ સ્પેશિયલ મેન્શન એકાઉન્ટમાં (SMA) MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરી હતી. વધુમાં, સરકારે બજેટ ઘોષણા 2025 દ્વારા MSMEની વ્યાખ્યામાં સુધારો કરીને CGS હેઠળનું ગેરંટી કવરેજ રૂ. 5 કરોડથી વધારીને રૂ. 10 કરોડ રૂપિયા કર્યું હતું. પરિમલ નથવાણી જાણવા માગતા હતા કે, ભારતમાં MSME પર વૈશ્વિક આર્થિક મંદીની કેટલી અસર થઈ છે અને આ મુશ્કેલ સમયમાં આ ક્ષેત્રને ટેકો આપવા માટે સરકારે કયાં પગલાં લીધા છે.

માલદીવની સ્વતંત્રતાની ઉજવણીમાં PM મોદી મુખ્ય અતિથિ બનશે

મોહમ્મદ મુઇઝુ રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલીવાર માલદીવની બે દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ માલદીવની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પ્રધાનમંત્રી 25 અને 26 જુલાઈએ માલદીવમાં રહેશે. રાષ્ટ્રપતિ મુઇઝુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માલદીવની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્ય અતિથિ બનાવવાથી સંકેત મળે છે કે માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો પાટા પર પાછા ફર્યા છે. તે જ સમયે, માલદીવને પણ તેની ભૂતકાળની ભૂલોનો અહેસાસ થયો છે.

 

આ મુલાકાતનો હેતુ ભારત-યુકે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાનો અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે. મુક્ત વેપાર કરાર 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને વર્તમાન US $ 60 બિલિયનથી બમણો કરવાનો માર્ગ મોકળો કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મોદી પ્રથમ તબક્કામાં બે દિવસની મુલાકાતે બ્રિટન જશે અને પછી માલદીવની મુલાકાત લેશે.

25 થી 26 જુલાઈ સુધી વડા પ્રધાનની માલદીવ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે દ્વિપક્ષીય સંબંધોની પુનઃસ્થાપનાનું પ્રતીક છે. નવેમ્બર ૨૦૨૩માં ચીન તરફી માનવામાં આવતા મોહમ્મદ મુઇઝ્ઝુ સત્તામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો તંગ બની ગયા હતા. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં, PM મોદી 23 થી 24 જુલાઈ સુધી બ્રિટનની મુલાકાત લેશે અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટોર્મર સાથે વ્યાપક વાટાઘાટો કરશે.

 

ટ્વિંકલ ખન્ના અને કાજોલ લઈને આવી રહ્યા છે એક નવા ટોક શો ‘ટૂ મચ’

ટ્વિંકલ ખન્ના અને કાજોલ એક નવો ટોક શો ‘ટૂ મચ’ લઈને આવી રહ્યા છે. આ શોની સત્તાવાર જાહેરાત થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. તેમના ચાહકો આ શોમાં ટ્વિંકલ અને કાજોલને સાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

પ્રાઇમ વિડિયોએ આજે કાજોલ અને ટ્વિંકલ ખન્નાના નવા શોની જાહેરાત કરી છે. આ એક ટોક શો હશે. આજે એમેઝોન પ્રાઇમ વિડિયોએ ઇન્સ્ટાગ્રામ પર કાજોલ અને ટ્વિંકલનો એક અદભુત ફોટો શેર કર્યો છે જેમાં તેમણે નવા શો ‘ટૂ મચ’ની જાહેરાત કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે,’તેઓ ચા પી રહ્યા છે અને આ બહુ યાદ આવે તેવી વસ્તુ છે. #TwoMuchOnPrime ટૂંક સમયમાં આવી રહ્યું છે.’

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)

ટ્વિંકલ ખન્ના અને કાજોલના શોને લઈને સેલેબ્સ અને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. સિદ્ધાર્થ પી મલ્હોત્રાએ લખ્યું,’શીર્ષક અને હોસ્ટ ખૂબ જ ગમ્યું, આ ખૂબ જ મજેદાર બનવાનું છે’, એક ચાહકે લખ્યું, ‘ઓ ભગવાન, એક જ શોમાં મારા બે પ્રિય લોકો! આ અનોખું અને મજેદાર બનવાનું છે – હું તેના માટે તૈયાર છું’, બીજા ચાહકે લખ્યું, ‘ખૂબ જ ઉત્સાહિત’, અન્ય એક ચાહકે લખ્યું,’પહેલા એપિસોડમાં અક્કી અને દેવગન કૂક’, બીજા ચાહકે લખ્યું,’વાહ કાજોલ, બેક ટુ બેક આ બોલિવૂડમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ છે!’, બીજા ચાહકે લખ્યું,’કાજોલ બેક ટુ બેક શોટ્સ.’

કાજોલ અને ટ્વિંકલ ટૂંક સમયમાં પ્રાઇમ વિડિયો પર એક નવો ટોક શો “ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ” લઈને આવી રહ્યા છે. શોની રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ શોનું નિર્માણ બાણજય એશિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેમાં બોલિવૂડ અને અન્ય ઉદ્યોગોની ઘણી મોટી હસ્તીઓ સાથે મજેદાર, સ્પષ્ટ અને ઉત્સાહી વાતચીત કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ શો અનોખો હશે. આ શો કોમેડી, ગ્લેમર અને સ્પષ્ટ વાતોનું મિશ્રણ હશે. બંને અભિનેત્રીઓ તેમની સ્પષ્ટવક્તા માટે જાણીતી છે. તેથી, આ શો દર્શકો માટે એક તાજો અને મનોરંજક અનુભવ બની શકે છે.

QR કોડ મામલે સુપ્રીમે કોર્ટે UP સરકારનો આદેશ યથાવત્ રાખ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કાવડ યાત્રાના માર્ગ પર દુકાનો અને ઢાબાઓમાં QR કોડ લગાવવાના ઉત્તર પ્રદેશ સરકારના આદેશને યથાવત્ રાખ્યો છે. કોર્ટે અરજીકર્તાઓને કોઈ રાહત આપી નહોતી અને કહ્યું કે તમામ હોટેલ અને ઢાબામાલિકોએ કાયદેસર નિયમો હેઠળ લાયસન્સ અને નોંધણી પ્રમાણપત્ર બતાવવું પડશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે હાલમાં અન્ય વિવાદિત મુદ્દાઓ પર વિચાર નહીં કરે.

QR કોડ અંગે સરકારનું શો તર્ક હતો?
કોર્ટે કહ્યું હતું કે અમને જણાવાયું છે કે આજે કાવડ યાત્રાનો અંતિમ દિવસ છે. નજીકના ભવિષ્યમાં તે પૂર્ણ થઈ જશે. તેથી અમે હાલ માત્ર એટલો જ આદેશ આપીએ છીએ કે તમામ સંબંધિત હોટેલ માલિકોએ કાનૂની આવશ્યકતાઓ મુજબ લાયસન્સ અને નોંધણી પ્રમાણપત્ર દર્શાવવું જોઈએ.

દર વર્ષે શ્રાવણ મહિનામાં લાખો શિવભક્તો કાવડ યાત્રા કરે છે, ત્યારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારોએ યાત્રા માર્ગ પર આવેલા ભોજનાલયો, ઢાબાઓ અને દુકાનો પર QR કોડ લગાવવાનો આદેશ આપ્યો હતો. આ QR કોડ સ્કેન કરતાં દુકાનદારોનાં નામ, ધર્મ અને અન્ય માહિતી જાણવા મળે છે. સરકારનું કહેવુ છે કે આ પગલાનો ઉદ્દેશ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી અને યાત્રાળુઓને દુકાનોની સ્વચ્છતા અંગે માહિતી આપવી છે.

અરજીકર્તાઓના દલીલો શું હતી?
દિલ્લી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદ ઝા, સામાજિક કાર્યકર આકાર પટેલ, TMC સાંસદ મહુઆ મોઇત્રા અને NGO ‘એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સએ સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવાયું હતું કે QR કોડ લગાવવાનો આદેશ ન માત્ર ગોપનીયતાના અધિકારનો ભંગ કરે છે, પણ તે ધર્મના આધારે ભેદભાવને પ્રોત્સાહન આપે છે.

વિડિયોકોનના રૂ. 300 કરોડના કૌભાંડમાં ચંદા કોચર દોષિત

નવી દિલ્હીઃ વિડિયોકોન સાથે જોડાયેલા લોનના બદલામાં લાંચ લેવાના કેસમાં ICICI બેન્કનાં ભૂતપૂર્વ CEO ચંદા કોચરને દોષિત જાહેર કરવામાં આવી છે. ટ્રિબ્યુનલ કોર્ટે જણાવ્યું છે કે ચંદા કોચરે 300 કરોડની લોનના બદલામાં 64 કરોડ રૂપિયા લાંચ તરીકે લીધા હતા. ટ્રિબ્યુનલના આદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે આ ચુકવણી quid pro quoના સ્પષ્ટ દાખલામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો quid pro quoનો અર્થ થાય છે, હું તારું કામ કરું, તું મારું કામ કર.

આ ચુકાદો ત્રીજી જુલાઈએ જારી કરવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર ટ્રિબ્યુનલે ઇન્કમ ટેક્સ વિભાગ (ED)ના કેસને યોગ્ય માનીને કહ્યું હતું કે ચંદા કોચરે તેમના પતિના વ્યાવસાયિક સંબંધો અંગે કોઈ ખુલાસો કર્યો ન હતો. વળી, ICICI બેન્કની આંતરિક નીતિઓનું પણ આ લોન સેક્શનમાં ઉલ્લંઘન થયું હતું.

ટ્રિબ્યુનલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નિમાયેલ Adjudicating Authorityને પણ ઝાટકી છે કે તેમણે ચંદા કોચરની 78 કરોડની મિલકત છોડીને તેમને રાહત કેમ આપી?

કૌભાંડ કેવી રીતે થયું?

ટ્રિબ્યુનલના ચુકાદામાં લખાયું છે કે જે દિવસે ICICI બેન્કે વિડિયોકોનને 300 કરોડની લોન મંજૂર કરી હતી, એના બીજા જ દિવસે વિડિયોકોનની કંપની SEPLએ ચંદા કોચરના પતિ દીપક કોચરની કંપની NuPower Renewables Pvt. Ltd. (NPRL)ને 64 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

ટ્રિબ્યુનલના જણાવ્યા મુજબ દસ્તાવેજોમાં એવું બતાવવામાં આવ્યું છે કે NPRLના હેડ વિડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂત હતા, પરંતુ હકીકતમાં કંપનીનો આખો કંટ્રોલ દીપક કોચરના હાથમાં જ હતો, કારણ કે તેઓ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હતા.

ટ્રિબ્યુનલએ વધુમાં કહ્યું કે ચંદા કોચર લોન સેન્કશનિંગ કમિટીનાં સભ્ય હતાં. તેમણે લોન લેતા પક્ષ એટલે કે વિડિયોકોન સાથે તેમના પતિના વેપારી સંબંધો અંગે કોઈ જાણકારી બેન્કને આપી નહોતી, જે બેન્કના કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નિયમોનું ઉલ્લંઘન છે.

શું રાજીનામા માટે ભાજપાધ્યક્ષ સાથે ધનખડની કશ્મકશ જવાબદાર?

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પછી કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના મહામંત્રી જૈરામ રમેશે બેઠકમાં ભાજપના નેતા જેપી નડ્ડા અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુની હાજરીને લઈ પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે આ મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ પ્રતિસાદ આપ્યો છે. તેમણે બેઠકમાં હાજર ન રહી શકવાનું કારણ જણાવ્યું છે કે તેઓ સંસદીય કાર્યમાં વ્યસ્ત હતા.

જેપી નડ્ડાએ કહ્યું હતું કે કિરેન રિજિજુ અને હું ઉપરાષ્ટ્રપતિ દ્વારા બોલાવાયેલી 4:30 વાગ્યાની બેઠકમાં ભાગ લઈ શક્યા નહીં, કારણ કે અમે બીજા કેટલાક મહત્વના સંસદીય કાર્યમાં વ્યસ્ત થઈ ગયા હતા. આ અંગે માનનીય ઉપરાષ્ટ્રપતિના કચેરીને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મેં રાજ્યસભામાં કહ્યું હતું કે જે હું બોલી રહ્યો છું, એ જ રેકોર્ડમાં જશે. આ વાત વિપક્ષના કશ્મકશ કરતા સાંસદો માટે હતી, ચેર માટે નહોતી.

શું જેપી નડ્ડા પર નારાજ થયા હતા જગદીપ ધનખડ?

હકીકતમાં, સભાની કાર્યવાહી દરમિયાન 4:30 વાગ્યે બિઝનેસ એડવાઈઝરી કમિટી (BAC)ની બીજી બેઠક મળી હતી. તેમાં સત્તાપક્ષ તરફથી માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ. મુરુગન ઉપસ્થિત રહ્યા હતા. મુરુગને ઉપસભાપતિ ધનખડને બેઠકને બીજા દિવસે (મંગળવારે) માટે પુનઃનિર્ધારિત કરવા વિનંતી કરી હતી. આ બેઠકમાં નડ્ડા અને રિજિજુ હાજર ન રહ્યા. એવી જાણકારી છે કે આ કારણે ધનખડ નારાજ થયા હતા. હવે નડ્ડાએ આ મુદ્દે સ્પષ્ટતા આપી છે.

કોંગ્રેસ સાંસદનો દાવો: નડ્ડાએ ચેરનું અપમાન કર્યું

કોંગ્રેસના સાંસદ સુખદેવ ભગતે BAC બેઠકમાં જેપી નડ્ડા અને રિજિજુની ગેરહાજરી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. અહેવાલ મુજબ તેમણે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિશે જણાવ્યું હતું કે રાજીનામાની સ્ક્રિપ્ટ તો પહેલેથી જ લખાઈ ચૂકી હતી. ભગતે કહ્યું હતું  કે સભામાં જેપી નડ્ડાએ કહ્યું કે મારા શબ્દો રેકોર્ડમાં જશે, આ સીધું ચેરનું અપમાન છે.

World Brain Day: હાર્વર્ડ નિષ્ણાતોની આ ટિપ્સથી તમારા મગજને રાખો યુવાન અને તેજ

દર વર્ષે 22 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ મગજ દિવસ’ (World Brain Day)ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વને મગજનું મહત્વ સમજાવવા અને તેના સ્વાસ્થ્ય તરફ લોકોનું ધ્યાન દોરવા માટે ઉજવવામાં આવે છે.આ વર્ષે 2025 માં ‘વિશ્વ મગજ દિવસ’ ની થીમ ‘બધા યુગ માટે મગજનું સ્વાસ્થ્ય’ છે,જે દર્શાવે છે કે મગજની સંભાળ કોઈ ચોક્કસ ઉંમર સુધી મર્યાદિત નથી, પરંતુ દરેક વ્યક્તિએ જીવનભર તેની કાળજી લેવી જોઈએ.

આ ખાસ તકે અમે તમને હાર્વર્ડના આરોગ્ય નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી 12 સરળ પણ અસરકારક ટિપ્સ જણાવીશું, જે તમારા મગજને લાંબા સમય સુધી તેજ, મજબૂત અને યુવાન રાખવામાં મદદ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ પદ્ધતિઓનું પાલન કરીને મગજને તેજ અને સ્વસ્થ રાખવું ખૂબ જ સરળ છે.

હાર્વર્ડ નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી 12 ટિપ્સ:

નવી વસ્તુઓ શીખતા રહો: દરરોજ કંઈક નવું શીખવાનો પ્રયાસ કરો. તે કંઈપણ નવું હોઈ શકે છે. પછી ભલે તે નવી કોઈ સ્કિલ હોય, ભાષા હોય કે પછી રેસીપી પણ હોય શકે. શીખવું તમારા મગજને સક્રિય રાખે છે અને નવા જોડાણો બનાવવામાં મદદ કરે છે.

મગજની રમતો રમો: મગજની રમતો રમવાથી તમારી યાદશક્તિ અને વિચારવાની ક્ષમતામાં સુધારો થાય છે. કોયડાઓ, ક્રોસવર્ડ્સ, સુડોકુ ઉકેલવાથી કે ચેસ રમવાથી તમારું મગજ તેજ રહે છે.

તમારા શોખને અનુસરો: જો તમે કામમાં વ્યસ્ત છો અને તમારા શોખને અનુસરી શકતા નથી, તો તરત જ તેને કરવાનું શરૂ કરો.તે તમને આરામ કરવામાં અને ખુશ રહેવામાં પણ મદદ કરે છે.

શારીરિક રીતે સક્રિય રહો: કસરત ફક્ત તમારા શરીર માટે જ નહીં પરંતુ તે તમારા મગજ માટે પણ ફાયદાકારક છે.

સ્વસ્થ આહાર લો: તમારા આહારને સ્વસ્થ રાખો. તેમાં વધુ ફળો, શાકભાજી, સૂકા ફળો અને આખા અનાજનો સમાવેશ કરો.

સારી ઊંઘ લો: સારી ઊંઘ તમારા મગજને આરામ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે 7-8 કલાક સારી ઊંઘ લેવાની ખાતરી કરો.

સ્ટ્રેસ મેનેજમેન્ટ: વધુ પડતો તણાવ તમારા મગજને નુકસાન પહોંચાડી શકે છે. શાંત અને તણાવમુક્ત રહેવા માટે, યોગ, ધ્યાન અથવા ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ કરો.

સોશલ બનો: પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાથી તમારું મન સક્રિય અને તાજું રહે છે.

તમારા મગજનું રક્ષણ કરો: સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરો અને કારમાં સીટ બેલ્ટ બાંધો.

ઓછું દારૂ પીવો અને ધૂમ્રપાન ટાળો: વધુ પડતો દારૂ અને ધૂમ્રપાન મગજના કોષોને નુકસાન પહોંચાડે છે.

તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો: હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા સ્થૂળતા જેવા રોગો સમય જતાં તમારા મગજને નુકસાન પહોંચાડી શકે છે.

પોઝિટિવ વિચારો: ખુશ રહેવું મગજ માટે સારું છે. દરરોજ કંઈક સારું શોધો અને તેના માટે આભારી બનો. ખુશ રહેવાથી મગજ તેજ અને યુવાન રહે છે.

 

આધાર, વોટર ID અને રેશન કાર્ડને સામેલ કરવા ECનો ઇનકાર

પટનાઃ બિહારમાં જેમ-જેમ 25 જુલાઈની તારીખ નજીક આવી રહી છે, તેમ મતદાર યાદીની ખાસ સંશોધન પ્રક્રિયા (Special Intensive Revision – SIR) ઝડપ પકડી રહી છે. આ પ્રક્રિયા અંગે ઘણી અફરાતફરી જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

એ પહેલાં ચૂંટણી પંચે મતદાર યાદી સંશોધન અંગે સુપ્રીમ કોર્ટમાં જવાબી સોગંદનામું રજૂ કર્યું છે, જેમાં ચૂંટણી પંચે જણાવ્યું છે કે બિહારના 7.8 કરોડ મતદારોને એક ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો જમા કરવા પડશે, ત્યારે જ તેઓ બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે.

વિપક્ષે આ નિર્ણયનો ભારે વિરોધ કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચનો આ પગલાં બિહારના ગરીબ લોકોના મત કાપવાનું એક મોટું ષડ્યંત્ર છે. ચૂંટણી પંચે કહ્યું છે કે મતદાન માટે પસંદગીના 11 દસ્તાવેજોમાંથી કોઈ એક હોવો ફરજિયાત છે.

મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
આના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ થઈ હતી. 10 જુલાઈએ જ્યારે સુનાવણી થઈ ત્યારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે તે વિચાર કરે કે શું આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર અને રેશન કાર્ડને માન્ય દસ્તાવેજ તરીકે સામેલ કરી શકાય?

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને 21 જુલાઈ સુધીમાં પોતાનો ઉત્તર રજૂ કરવાની સૂચના આપી હતી. ચૂંટણી પંચે સોગંદનામામાં જણાવ્યું છે કે આધાર કાર્ડ નાગરિકત્વનું પુરાવું નથી માનવામાં આવતું અને ઘણી હાઈકોર્ટો પણ આ બાબત કહી ચૂક્યા છે. તેથી તેને ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી 11 દસ્તાવેજોની યાદીમાં સામેલ કરાયું નથી.

પંચે સોગંદનામામાં આ પણ જણાવ્યું છે કે રેશન કાર્ડ મોટી સંખ્યામાં ખોટાં જારી કરાયાં છે. કેન્દ્ર સરકારએ 7 માર્ચે પાંચ કરોડથી વધુ નકલી રેશન કાર્ડ રદ કર્યાં હતાં. આ સાથે અંગે ચૂંટણી પંચે કહ્યું કે મતદાર ઓળખપત્ર પણ નાગરિકત્વનો પુરાવો નથી.

ઋષિદાની ‘નમક હરામ’ ની અમિતાભ અને રાજેશની રસપ્રદ વાતો

ફિલ્મ ‘નમક હરામ’ (1973) ના નિર્માણ દરમ્યાન પરિસ્થિતિ એવી બદલાઈ કે અમિતાભ માટે ખરાબ કહેનાર વિતરકોએ એમની ભૂમિકા લાંબી કરવાની માંગ કરી હતી. નિર્દેશક ઋષિકેશ મુખર્જીએ ‘નમક હરામ’ શરૂ કરી ત્યારે રાજેશ ખન્નાનો જમાનો હતો. રાજેશની તારીખો જલદી મળી રહી ન હતી એટલે ઋષિદાએ અમિતાભની તારીખો ઉપલબ્ધ હોવાથી એકલ દ્રશ્યોનું શુટિંગ શરૂ કરી દીધું હતું.

ફિલ્મ થોડી તૈયાર થયા પછી ઋષિદાએ એના ફૂટેજ વિતરકોને બતાવ્યા ત્યારે એમને થયું કે ફિલ્મનો હીરો અમિતાભ છે અને રાજેશ ખન્ના મહેમાન ભૂમિકામાં છે. એમણે અમિતાભ વિશે ઘણું ખરાબ કહ્યું અને સલાહ આપી કે કોઈ સારી જગ્યાએ વાળ કપાવવા જોઈએ. કાન વાળથી ઢંકાઈ ગયા છે. પરંતુ ‘નમક હરામ’ પહેલાં ‘જંજીર’ (1973) રજૂ થઈ ગઈ અને ચિત્ર બદલાઈ ગયું. જે વિતરકો અમિતાભના ગેટઅપ માટે ખરાબ બોલી રહ્યા હતા એમણે ભૂમિકા લાંબી કરવાનું કહ્યું. પરંતુ ઋષિદા પોતાની સ્ક્રિપ્ટમાં કોઈ ફેરફાર કરવા માગતા ન હતા. બંનેની ભૂમિકા સરખી જ રાખી હતી. જોકે, એક કિસ્સો એવો છે કે ફિલ્મના અંતમાં ઋષિદાએ બદલાવ કરવો પડ્યો હતો.

ફિલ્મની વાર્તા સંભળાવવામાં આવી ત્યારે રાજેશ ખન્નાએ અમિતાભને આપવામાં આવનાર ‘સોમુ’ ની ભૂમિકા લઈ લીધી હતી. અમિતાભે ‘વિકી’ ની ભૂમિકા ભજવી હતી. એ પછી પણ ખન્નાએ કેટલાક ફેરફાર કરાવ્યા હતા. ‘મેં શાયર બદનામ’ ગીત રજા મુરાદ પર ફિલ્માવવાનું નક્કી થયું હતું. એ પસંદ આવ્યું હોવાથી ખન્નાએ લઈ લીધું હતું અને એ ગીતમાં રજા મુરાદ સાંભળે છે એવું દ્રશ્ય રાખ્યું હતું. ફિલ્મના અંતમાં ખન્નાએ ફેરફાર કરાવ્યો હોવાનું પણ નોંધાયું છે. મૂળ સ્ક્રિપ્ટમાં છેલ્લે અમિતાભનું પાત્ર મૃત્યુ પામતું હતું. પરંતુ ખન્નાએ ઋષિદાને કહ્યું હતું કે તેનું પાત્ર મૃત્યુ પામતું નહીં બાતવવામાં આવે તો ફિલ્મ છોડી દેશે. કેમકે જે ફિલ્મમાં ખન્નાનું પાત્ર મૃત્યુ પામતું હતું એને દર્શકોની સહાનુભૂતિ મળતી હતી. અને એને જ ફિલ્મના સાચા હીરો તરીકે ઓળખવામાં આવતું હતું.

અગાઉ ઋષિદાની ‘આનંદ’ (1971) માં એવું જ થયું હતું. ‘નમક હરામ’ પછી પણ રાજેશ ખન્નાએ રોટી, આપ કી કસમ વગેરે ફિલ્મોમાં પોતાનું પાત્ર મૃત્યુ પામતું હોય એવો આગ્રહ રાખ્યો હતો કે એટલે જ પસંદ કરી હતી. અને એ સફળ રહી હતી. ફિલ્મના અંતમાં ફેરફાર કરવામાં આવતા અમિતાભ ઋષિદાથી નારાજ થયા હતા. જોકે, ઋષિદાએ રાજેશ ખન્નાના પાત્રના મૃત્યુનું દ્રશ્ય સામાન્ય રાખ્યું હતું. એ પછી અમિતાભનું પાત્ર એના મૃત્યુથી જે રીતે પ્રભાવિત થાય છે એ દ્રશ્યો વધુ દમદાર સાબિત થયા હતા અને મહત્વના બની રહ્યા હતા. રાજેશના પાત્રના મૃત્યુ પછી ફિલ્મ ૭ મિનિટ ચાલે છે અને એ દ્રશ્યોને કારણે અમિતાભનું પાત્ર વધુ મજબૂત સાબિત થયું હતું. જેમાં એ કોર્ટના કઠેરામાં કહે છે કે.‘ઇસ ખૂન કા જિમ્મેદાર મેં હૂં.’ છેલ્લે જેલમાં કહે છે કે,‘બાપ કે પાપોં કા પ્રાયશ્ચિત કરને કા અધિકાર બેટે કો હૈ ના.’ અમિતાભને ‘નમક હરામ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.