Home Blog Page 4747

BSE SME પ્લેટફોર્મ પર 323મી કંપની બિલવિન ઈન્ડસ્ટ્રીઝ લિસ્ટ થઈ

મુંબઈ: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર બિલવિન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ લિસ્ટ થઈ છે એ સાથે આ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 323 થઈ છે.

બિલવિન ઈન્ડસ્ટ્રીઝે રૂ.10ની મૂળ કિંમતના 6,66,000 ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.37ની કિંમતે રોકાણકારોને ઓફર કર્યા હતા. તેનો રૂ.2.46 કરોડનો પબ્લિક ઈશ્યુ સફળતાપૂર્વક 22 જૂન, 2020ના રોજ સંપન્ન થયો હતો.

બિલવિન ઈન્ડસ્ટ્રીઝ મુંબઈસ્થિત કંપની છે જે લાઈફ જેકેટ્સ, ઈન્ફ્લેટેબલ બોટ્સ અને રેઈનવેર માટેની રક્ષણાત્મક ગીયરનું ઉત્પાદન કરે છે. કંપનીનાં પ્રોડક્ટ્સમાં રેઈનવેર કોટ, રકસેક, લાઈફ જેકેટ્સ, વિન્ટર જેકેટ્સ, ઈન્ફ્લેટેબલ બોટ્સ ડિંગીસ, રિવર રાફ્ટ બોટ, સ્લીપિંગ બેગ્સ, ફેસિયલ માસ્ક અને પલ્સર જેકેટનો સમાવેશ થાય છે.

બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 323 કંપનીઓએ અત્યાર સુધીમાં બજારમાંથી રૂ.3,322.94 કરોડ એકત્ર કર્યા છે અને તેમનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 30 જૂન, 2020ના રોજ રૂ.17,117.52 કરોડ છે. બીએસઈ આ ક્ષેત્રમાં 60 ટકા બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.

તીરંદાજો દીપિકાકુમારી, અતાનુ દાસે લગ્ન કર્યાં; ધોનીએ હાજરી આપી

રાંચી: ઝારખંડના આ પાટનગર શહેરની રહેવાસી તથા આંતરરાષ્ટ્રીય સ્તરની તીરંદાજ દીપિકા કુમારીએ સાથી તીરંદાજ ખેલાડી અતાનુ દાસ સાથે મંગળવારે લગ્ન કર્યા હતા.  કોરોનાકાળમાં સરકાર તરફથી રજૂ કરાયેલી ગાઈડલાઈન્સના પાલન સાથે રાંચીના મોરહાબાદી સ્થિત વૃંદાવન બેંક્વેટ હોલમાં લગ્ન સમારોહ સંપન્ન થયો હતો. આ દરમિયાન અતાનુ મોઢા પર માસ્ક પહેરીને જોવા મળ્યો હતો.

આ પ્રસંગે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન દીપિકા અને અતાનુને આશીર્વાદ આપવા માટે લગ્ન સમારોહમાં પહોંચ્યા હતા. તેમણે આ નવદંપતીને સુખી દાંપત્ય જીવનની શુભેચ્છા આપી હતી.

દીપિકા અને કોલકાતાના 28 વર્ષીય અતાનુની સગાઈ 10 ડિસેમ્બર 2018ના થઈ હતી. કેન્દ્રીય મંત્રી અને ભારતીય તીરંદાજી સંઘના અધ્યક્ષ અર્જુન મુંડા દીપિકાનું કન્યાદાન કરવાના હતા પણ તે કોઈ કારણોસર લગ્નમાં હાજરી આપી શક્યા નહોતા. ત્યારબાદ તેમણે ટ્વીટ કરીને લગ્નમાં ગેરહાજર રહેવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો અને નવદંપતીને સુખી દાંપત્યજીવનની શુભેચ્છા પાઠવી હતી.

મહત્વનું છે કે, દીપિકાની આ સફળતામાં મુંડાની મહત્વની ભૂમિકા રહી છે. દીપિકા કુમારીના લગ્ન સમારોહમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેમની પત્ની સાક્ષી અને દીકરી સાથે હાજરી આપી હતી અને વર-વધૂને આશીર્વાદ આપ્યા હતા.

26 વર્ષની દીપિકા કુમારી દુનિયાની નંબર-1 તીરંદાજ રહી ચૂકી છે. તેણે 2010માં કૉમેનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત 2012 અને 2018માં આર્ચરી કપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા છે. બીજી તરફ 2013 અને 2014ના વર્લ્ડકપમાં તેણે ટીમની સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ઑલિમ્પિકમાં રમી ચૂકી છે. તેને અર્જુન એવોર્ડ અને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવી છે. અતાનુ દાસ પણ ઓલિમ્પિયન ખેલાડી છે.

યુરોપે 14 દેશો માટે સરહદ ખોલી; અમેરિકા માટે નહીં

લંડનઃ યુરોપના 27 દેશોના રાજકીય અને આર્થિક બાબતો માટેના સંગઠન યુરોપિયન યુનિયને 14 દેશોના યાત્રીઓ માટે પોતાની સરહદ ફરી ખોલી છે, પણ અમેરિકામાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈને અમેરિકાને આ પરવાનગી આપવામાં આવી નથી અને અમેરિકનોને હજી કમસે કમ બે સપ્તાહ સુધી પ્રવેશની મંજૂરી નહીં મળે. એની સાથે રશિયા, બ્રાઝિલ અને ભારત જેવા અન્ય કેટલાય મોટા દેશોના યાત્રીઓના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ જારી રહેશે, એમ યુરોપિયન યુનિયને (EU) આ સંબંધે માહિતી આપી હતી.

યુરોપિયન યુનિયનમાં 27 સભ્ય દેશો

કોરોના વાઇરસને કારણે યુરોપનાં દેશોનાં અર્થતંત્રો પર માઠી અસર પડી છે. ગ્રીસ, ઇટાલી અને સ્પેન જેવા દક્ષિણી યુરોપિયન યુનિયનના દેશો તડકો પસંદ કરતા પર્યટકોને આકર્ષિત કરવા તથા પ્રભાવિત પર્યટન ઉદ્યોગોને ફરી બેઠો કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એક અંદાજ મુજબ પ્રતિ વર્ષ 1.5 કરોડથી વધુ અમેરિકી યુરોપની યાત્રા કરે છે. યુરોપિયન યુનિયનમાં 27 સભ્ય દેશો છે.

આ દેશોના નાગરિકોના પ્રવેશને મંજૂરી

પ્રાપ્ત માહિતી અનુસાર જે દેશોના નાગરિકોના પ્રવેશની મંજૂરી આપવામાં આવશે, એમાં અલ્જિરિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જ્યોર્જિયા, જાપાન, મોન્ટેનેગ્રો, મોરોક્કો, ન્યુઝીલેન્ડ, રવાન્ડા, સર્બિયા, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, ટ્યુનિશિયા અને ઉરુગ્વે સામેલ છે.

આ યાદીમાં દર 15 દિવસે અપડેટ કરાશે

યુરોપિયન યુનિયનના જણાવ્યાનુસાર આ યાદીને દર 14 દિવસમાં અપડેટ કરવામાં આવશે અને આમાં નવા દેશો ઉમેરવામાં આવશે અથવા કેટલાક દેશોને યાદીમાં દૂર કરવામાં આવશે. જોકે એ એ વાત પર નિર્ભર રહેશે કે જેતે દેશમાં આ કોરોનાની કેવી સ્થિતિ છે.

કોરોના વાઇરસની અર્થતંત્ર પર ખરાબ અસર પડી છે. યુરોપિયન યુનિયનના દેશો પ્રવાસન ઉદ્યોગને પુનઃ ચેતનવંતો કરવા માટે ઉત્સુક છે. દક્ષિણ યુરોપના ગ્રીસ, સ્પેન અને ઇટાલી જેવા દેશો ટુરિસ્ટોને ખાસ આકર્ષિત કરે છે.

પાકિસ્તાન એરલાઇન્સના વિમાનના પ્રવેશ પર પ્રતિબંધ

યુરોપિયન યુનિયનની એર સેફ્ટી એજન્સીએ એક જુલાઈથી પાકિસ્તાન ઇન્ટનેશનલ એરલાઇન્સને છ મહિના સુધી યુરોપમાં પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય પછી એક જુલાઈથી આગામી છ મહિના સુધી એટલે કે ડિસેમ્બર, 2020 સુધી PIAની ફ્લાઇટ્સ યુરોપ નહીં જઈ શકે. હાલમાં PIAના કેટલાક પાઇલટના લાઇસન્સ ખોટા હોવાના સમાચારને આધારે યુરોપિયન યુનિયન એર સેફ્ટી એજન્સીએ આ નિર્ણય લીધો છે.

કોરોનાના 18,653 નવા કેસ, 507નાં મોત

નવી દિલ્હીઃ દેશ આજથી અનલોક 2ના તબક્કામાં પ્રવેશી રહ્યો છે, ત્યારે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 18,653 નવા કેસ સામે આવ્યા છે અને 507 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત સાતમા દિવસે કોવિડ-19ના 15,000થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 5,85,493 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 17,400 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 3,47,978 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,20,114એ પહોંચી છે. રિકવરી રેટ 59.43 ટકાએ પહોંચ્યો છે.

દેશમાં 29 જૂન સુધી 86 લાખ લોકોના ટેસ્ટ કરાયા

દેશમાં 29 જૂન સુધી કુલ 86,08,654 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 2,10,292 લોકોના ટેસ્ટ સોમવારે કરવામાં આવ્યા છે.

વિશ્વમાં કોરોનાથી 1.01 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,10,632 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 10,185,374 પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 01/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈ કારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર આકસ્મિક ખર્ચ કે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

પંચાંગ 01/07/2020

ભારતે પ્રતિબંધ મૂક્યા બાદ ટિકટોક, ક્લબ ફેક્ટરી તરફથી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ્સ પર સોમવારે રાતથી પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યાર બાદ ટિકટોક કંપનીએ મંગળવારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે એણે કોઈ પણ ભારતીય યુઝર્સની માહિતી ચીન અથવા અન્ય વિદેશી સરકાર પહોંચાડી નથી. આ ઉપરાંત કંપનીએ તો લાખો લોકોને રોજગારી પૂરી પાડી છે. બીજી બાજુ, અન્ય ચાઇનીઝ એપ ક્લબ ફેકટરીએ પણ કહ્યું છે કે અમે ભારતમાં કાયદાઓનું સખતાઈથી પાલન કરવા સાથે સીધી કે આડકતરી રીતે લાખો લોકોને રોજગારી પૂરી પાડી છે.

ડેટા પ્રાઇવસી અને સિક્યોરિટીની શરતોનું પાલન

ટિકટોક ઇન્ડિયાના વડા નિખિલ ગાંધીએ એક નિવેદન જારી કરતાં કહ્યું છે કે અમે આ મામલાથી જોડાયેલા સરકારી અધિકારીઓએ વાતચીત માટે અમને બોલાવ્યા હતા અને અમને સ્પષ્ટતા કરવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ટિકટોક ભારતીય નિયમો મુજબ ડેટા પ્રાઇવસી અને સિક્યોરિટીની શરતોનું પાલન કરતી રહી છે. આ એપે ભારતીય યુઝર્સની માહિતી ચીન અથવા કોઈ પણ વિદેશી સરકારને નથી આપી. ટિકટોકે એ પણ કહ્યું હતું કે જો અમને ભવિષ્યમાં પણ આવું કરવાનું કહેવામાં આવ્યું તો પણ અમે નહીં કરીએ.

ટિકટોક 14 ભાષાઓમાં ઉપલબ્ધ, લાખો યુઝર્સની રોજીરોટી

ટિકટોક દ્વારા એક નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે એ 14 ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેથી લાખો યુઝર્સ કલાકાર, એજ્યુકેટર્સ સ્ટોરી ટેલર્સ પોતાની ભાષામાં પર્ફોર્મ કરીને પોતાની રોજીરોટી ચલાવી શકે. આવામાં કેટલાય એવા લોકો છે, જેમણે પહેલી વાર ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે.

130 કરોડ ભારતીયોના ડેટાની સુરક્ષા માટે આ પગલું

ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશનવ ટેક્નોલોજીએ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 69Aનો ઉપયોગ કરતાં ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે કહ્યું છે કે આ પગલું દેશના કરોડો મોબાઇલ અને ઇન્ટનેટ યુઝર્સનાં હિતોની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે. આ નિર્ણયનો હેતુ ઇન્ડિયન સાઇબરસ્પેસની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે. સરકાર દ્વારા જારી રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે 130 કરોડ ભારતીયોના ડેટાની સુરક્ષા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

સરકારે નવા નિર્ણય પછી પ્લે સ્ટોરથી આ એપ દૂર થઈ ગઈ છે, જ્યારે જે લોકકોની પાસે પહેલેથી જ એ ડાઉનલોડ છે, તેમની એપ કામ કરી રહી છે.

ક્લબ ફેક્ટરીએ હજારો ભારતીયોને રોજગારી આપી

સરકારે 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યાના એક દિવસ પછી ચાઇનીઝ ઇ-ટેલર ક્લબ ફેક્ટરી પણ પ્રભાવિત થઈ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે કંપની આ ક્ષેત્રના તમામ કાયદાનું સખતપણે પાલન કરવા સાથે સેંકડો ભારતીયોને રોજગારી પણ પૂરી પાડે છે.  આ ઉપરાંત કંપની યુઝર્સના ડેટા સિક્યોરિટીનાં પ્રાઇવસીનાં ધોરણોનું પાલન કરે છે. અમે દેશમાં લાંબા સમયથી હાજરી છે. વળી, અમે દેશમા હજારો લોકોને સીધી રોજગારી આપી છે. અમારી પાસે 30,000 રજિસ્ટર્ડ ભારતીય વેચાણકર્તાઓ નોંધાયેલા છે, જે દેશમાં MSME પર ધ્યાન કેન્દ્રિત કરનારા વેચાણ કરનારા વેપારીઓ છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં ક્લબ ફેક્ટરીએ 100 અમેરિકી ડોલરનું ફંડ એકત્ર કરી હોવાની જાહેરાત કરી હતી. કંપનીએ કિમિંગ વેન્ચર કેપિટલની આગેવાનીમાં અનેક રોકાણકારો પાસેથી ફંડ એકત્ર કર્યું હતું. કંપનીએ દેશમાં 10 કરોડથી મન્થલી સક્રિય યુઝર્સ ધરાવે છે. દેશમાં ક્લબ ફેક્ટરી મહત્ત્વનાં બજારો પૈકીનું એક બજાર બની ગઈ છે. કંપનીએ એક લાખ સ્થાનિક વેચાણકર્તાઓને નોંધવાનું લક્ષ્ય બનાવ્યું હતું.

કોરોના સંકટઃ ટેસ્ટ ચેમ્પિયનશિપ કાર્યક્રમમાં ધરખમ ફેરફારોની શક્યતા

નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે છેલ્લા ત્રણ મહિનાથી ક્રિકેટ મેચો બંધ છે. હવે સૌથી મોટી સમસ્યા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC Test Championship)ને લઈને છે. તાજેતરમાં જ કેટલીક ટેસ્ટ સીરિઝ રદ્દ થવાને કારણે હવે આ ચેમ્પિયનશિપ ઉપર પણ સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. જેને લઈને હવે ચેમ્પિયનશિપના પ્રોગ્રામમાં કેટલાક ફેરફાર થઈ શકે છે.

આઈસીસી સંસ્થા હવે ટેસ્ટ ચેમ્પિયનશિપના કાર્યક્રમની સમીક્ષા કરવા અંગે વિચારી રહી છે. આઈસીસીના એક અધિકારીના જણાવ્યા અનુસાર વર્તમાન પરિસ્થિતિને જોતાં, એફટીપી (ફ્યુચર ટૂર પ્રોગ્રામ) પર કામ કરવું પડશે કારણ કે એણે ઘણા દેશોની દ્વિપક્ષીય પ્રતિબદ્ધતાઓને લગભગ અશક્ય બનાવી છે. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે સમજી શકાય કે આ રોગચાળાની સમગ્ર FTP  પર શું અસર પડી છે.

આઈસીસીના અધિકારીએ વધુમાં કહ્યું કે, કોવિડ 19ને કારણે ક્રિકેટને જે નુકસાન થયું છે તેની શું અસર થઈ છે, જ્યારે આ અંગે કોઈ ઉંડી સમજણ બહાર આવશે, ત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગની ચર્ચા અને નિર્ણય કરવામાં આવશે.

આઈસીસી બોર્ડના સભ્યના જણાવ્યા અનુસાર આઈસીસીની બેઠકમાં જે ટેસ્ટ સીરિઝ રદ થઈ છે તેની ટેસ્ટ ચેમ્પિયનશિપ પર શું અસર થશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ટી 20 વિશ્વ કપ સહિતના અન્ય મુદ્દાઓ અંગે પણ ચર્ચા થઈ હતી. આઈસીસી કેલેન્ડર પર ફરીથી કામ કરશે અને ઓક્ટોબરની આસપાસ નિર્ણય લેશે.

ભારત હાલના સમયમાં ટેસ્ટ રેન્કિંગમાં 360 અંક સાથે પ્રથમ સ્થાન પર છે.

ઈન્ડોર સ્ટેડિયમ ફેરવાઈ રહ્યું છે કોવિડ-19 કેર સેન્ટર…

દિલ્હીમાં આવેલા કોમનવેલ્થ ગેમ્સ વિલેજ (CWG) ઈન્ડોર સ્ટેડિયમને કોરોના વાઈરસના દર્દીઓને સારવાર માટે આપવા માટે 500-પથારીઓવાળા ડેડિકેટેડ કોવિડ-19 કેર સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે. 30 જૂન, મંગળવારે આ સેન્ટરમાં પૂરજોશમાં ચાલી રહેલા કામની તસવીરો.