Home Blog Page 3982

બંધારણના 70 વર્ષઃ શું એ ફક્ત શાસન ચલાવવાની નિયમાવલી જ છે?

નવી દિલ્હીઃ ભારતીય સંવિધાનના 70 વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશના વિભિન્ન ક્ષેત્રોમાંથી આવતી હસ્તીઓએ એક પત્ર જાહેર કરીને સ્પષ્ટ સવાલ કર્યો કે, શું સંવિધાન માત્ર પ્રશાસન ચલાવવાની નિયમાવલી છે? તેમણે આ પ્રસંગે લોકોને સંવિધાનના કામકાજનું આત્મ વિશ્લેષણ કરવાની અપીલ પણ કરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જે.ચલમેશ્વર, ભારતના મુખ્ય ઈલેક્શન કમિશનર એસ.વાય.કુરેશી સહિત આઠ લોકો દ્વારા ભારતીય સંવિધાનના 70 વર્ષ મહત્વપૂર્ણ ક્ષણ શીર્ષકથી એક પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં ભારતના ગણતંત્ર બનવાના 70 વર્ષ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરતા આત્મ વિશ્લેષણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. સાથે જ સવાલ કરવામાં આવ્યો છે કે શું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે સર્વોપરિ સત્ય અને અહિંસાની વિચારધારા આજે પણ આપણા રાજનૈતિક જીવનનો માર્ગ પ્રશસ્ત કરી રહી છે.

પત્રમાં તમામે કહ્યું કે, સંવિધાનના 70 વર્ષ પૂર્ણ થવા પર અમને અવસર મળ્યો છે કે અમે આની સફળતા પર ખુશ થઈ શકીએ અને સાથે પોતાની ખામીઓનું આત્મવિશ્લેષણ કરી શકીએ. આ પત્રમાં તમામે સવાલ કર્યો છે કે, શું સંવિધાન માત્ર પ્રશાસનિક નિયમોની એક પુસ્તિકા છે જે સરકારોને સત્તાનો દુરુપયોગ કરવાની વૈધતાનો દાવો કરવાનો અધિકાર આપે છે અને નાગરિકોને બીજાના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો પૂર્ણ હક આપે છે?

તેમણે સવાલ કર્યો કે, શું આ પણ કોઈ શ્યાહીથી લખાયેલી કેટલીક લીટીઓ છે કે એક પવિત્ર પુસ્તક છે કે જે જાતિ, ધર્મ, ક્ષેત્ર જાતીયતા અને ભાષાના બંધનોથી ઉપર ઉઠીને શહીદ થયેલા લોકોના રક્તથી લખાઈ છે? પત્રમાં કહેવામાં આવ્યું છે કે, અમારુ માનવું છે કે પ્રત્યેક પેઢીનું કર્તવ્ય છે કે સતત સંવિધાનના કામકાજનું અવલોકન કરો અને તેના પર વિચારો અને તેના પર ધ્યાન આપો.

પત્રમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે આ અવસર પર આપણે પોતાની સફળતા પર ખુશ થવું જોઈએ, વર્તમાન ચિંતાઓને દૂર કરવી જોઈએ, ધર્મનિરપેક્ષ સમાજના હિતમાં કામ કરવું જોઈએ અને ડોક્ટર ભીમ રાવ આંબેડકર તેમજ પૂર્વજો દ્વારા પ્રસ્તાવનામાં રાખવામાં આવેલા વિચારો/સપનાઓ ના સંવૈધાનિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા જોઈએ.

આપના કેમ્પેઈન સોંગમાં મનોજ તીવારીનો વીડિયોઃ ભાજપે મોકલી માનહાનીની નોટિસ

નવી દિલ્હીઃ ભાજપના દિલ્હી એકમે મનોજ તિવારીના એક વીડિયોનો ઉપયોગ કરવા માટે આમ આદમી પાર્ટીને 500 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ આપી છે. AAPએ પાર્ટીના થીમ સોંગ ‘લગે રહો કેજરીવાલ’માં મનોજ તિવારીના એડિટેડ વીડિયોનો ઉપયોગ કર્યો છે. ભાજપે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કર છે.

વીડિયોમાં તિવારી AAPના પોલ કેમ્પેન સોંગમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તિવારીએ આને ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એક્ટનું ઉલ્લંઘન જાહેર કરી દીધું અને વીડિયોનો ઉપયોગ કરવા માટે AAP પર સવાલ ઉઠાવ્યા છે.

ભોજપુરી ગાયક અને ફિલ્ન સ્ટાર તિવારીએ દાવો કર્યો કે તેમના એક આલબમના સાઉન્ડટ્રેકનો ઉપયોગ AAPના થીમ સોંગ માટે કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી ભાજપની લોકપ્રિયતાથી ડરી ગઈ છે એટલે આવી નીચ હરકત કરી છે.

ડે.સીએમ મનીષ સિસોદીયાએ શનિવારે પાર્ટીનું થીમ સોંગ લોન્ચ કર્યું હતું. ગીતને વિશાલ દદલાનીએ કમ્પોઝ કર્યું છે. તેમણે 2015માં પણ AAP માટે ‘5 વર્ષ કેજરીવાલ’ગીત બનાવ્યું હતું. દદલાનીનું 2.52 મિનિટનું ગીત પાર્ટીના નારા જેવું જ હતું-‘એસે બીતે પાંચ સાલ, લગે રહો કેજરીવાલ’. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 11 જાન્યુઆરીએ પરિણામ આવશે.

હાડ થીજવતી ઠંડી બાદ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ કાતિલ કોલ્ડવેવને કારણે હાડ થીજવતી ઠંડી પડી હતી. અમદાવાદનું તાપમાન 10 ડિગ્રીની નીચે ગગડી ગયું હતો. પણ બે દિવસ બાદ ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. અમદાવાદમાં ગત રાત્રિએ લોકો ઠંડી ગાયબ થઈ ગઈ હોવાની બૂમો લગાવી હતી. તો આજે વહેલી સવારથી અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે. તો કચ્છ અને દ્વારકામાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે.

અગાઉ હવામાન વિભાગે બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. અફઘાનિસ્તાનમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ આગળ વધતાં સોમવારે અમદાવાદ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટાથી લઇને માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે ગઇકાલે મોડી રાતે દ્વારકા અને કચ્છમાં હળવો વરસાદ પડ્યો હતો.

તો અમદાવાદની વાત કરીએ તો, 2 દિવસ સુધી ઠંડીમાં ઠુંઠવાયા બાદ અમદાવાદમાં એકાએક ઠંડી ગાયબ થઈ ગઈ હતી. બે દિવસ બાદ ઠંડીમાં એકાએક ઘટાડો થતાં અમદાવાદીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડિગ્રી વધીને 29.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 3.2 ડિગ્રી વધીને 15.4 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં શનિવાર કરતા રવિવારે તાપમાન 5 ડિગ્રી વધતાં ઠંડી ગાયબ થઈ ગઈ હતી. આજે ધુમ્મસ રહેવાની સાથે વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડવાની શક્યતા છે.

કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં પડ્યા હતા. બોટાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. માવઠાને પગલે રવી પાકોમાં નુકસાન થવાની ભીંતિ છે. જીરું, ચણા, ઘઉં, બટાટા સહિતના પાકોમાં નુકશાન થવાની શક્યતા છે.

યામી ગૌતમનો સાડી લૂક, બેહદ સુંદર…

યામી ગૌતમ બોલીવૂડની ખૂબસૂરત યુવા અભિનેત્રીઓમાંની એક છે. એ કોઈ પણ ડ્રેસમાં સુંદર દેખાય છે, પણ સાડી સાથેનો દેશી લૂક એને બહુ ગમે છે. પર્પલ રંગની, જરીની પહોળી બોર્ડરવાળી પરંપરાગત બનારસી સિલ્ક સાડી અને ઓરેન્જ બ્રોકેડ બ્લાઉઝમાં સજ્જ થઈને એણે હાલમાં જ અમુક પોઝ આપ્યાં હતાં. એણે તેનાં વાળ છૂટાં રાખવાનું પસંદ કર્યું હતું અને રેડ લિપ્સ એની સુંદરતામાં વધારો કરતાં હતાં.












નૌકાદળની સિદ્ધિઃ તેજસ વિમાને ‘વિક્રમાદિત્ય’ જહાજ પરથી ટેક-ઓફ્ફ કર્યું

નવી દિલ્હી – ભારતે સ્વદેશી ટેક્નોલોજીથી નિર્માણ કરેલા તેજસ લાઈટ કોમ્બાટ ફાઈટર વિમાને ગઈ કાલે ગોવા નજીક અરબી સમુદ્રમાં વિમાનવાહક જહાજ INS વિક્રમાદિત્યના તૂતક પરથી સફળતાપૂર્વક ઉડાણ ભરી હતી.

તેજસ વિમાને વિક્રમાદિત્યના સ્કી-જમ્પ ડેક પરથી ટેક-ઓફ્ફ કર્યું હતું.

આ સાથે ભારતીય નૌકાદળના કૌશલ્યમાં ઉમેરો થયો છે. તેજસનું સફળ ઉડાણ આ વિમાનના વિકાસની દિશામાં મોટી સિદ્ધિ છે.

સ્કી-જમ્પ વિમાનવાહક જહાજના ડેક પર એક એવો ઘુમાવદાર છેડો હોય છે જે ફાઈટર વિમાનોને ઉડાણ ભરવા માટે પર્યાપ્ત ઉડ્ડયન કરવાની સરળતા પૂરી પાડે છે.

નૌકાદળના પ્રવક્તાએ કહ્યું કે તેજસ વિમાને ગયા શનિવારે વિક્રમાદિત્ય જહાજ પર પહેલી વાર લેન્ડિંગ કર્યું હતું, તે પણ એક મોટું કદમ હતું. શનિવારના સફળ ઉતરાણ બાદ રવિવારે વિમાનના સફળ ટેક-ઓફ્ફ સાથે ભારત દુનિયાના એવા ચુનંદા દેશોની હરોળમાં આવી ગયું છે જેઓ આવા લડાયક વિમાનોની ડિઝાઈનમાં સક્ષમ છે, જેનું સંચાલન વિમાનવાહક યુદ્ધજહાજ પરથી કરી શકાય છે. આ સિદ્ધિ માત્ર અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ અને ચીન જ હાંસલ કરી શક્યા છે. હવે ભારતનો આમાં ઉમેરો થયો છે.

આ તેજસ વિમાન એ નૌકાદળની આવૃત્તિવાળું છે.

ભારતીય હવાઈ દળે તેજસ વિમાનોના એક બેચને પોતાના કાફલામાં સામેલ કરી દીધા છે. હવાઈ દળે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 40 તેજસ વિમાનો ખરીદ્યા છે.

 

 

10 કંપની BSE પર 5,745 કરોડનાં કમર્શિયલ પેપર્સ લિસ્ટ કરશે

મુંબઈ – લાર્સન એન્ડ ટુબ્રો, મન્નાપુરમ ફાઈનાન્સ, ઈસીએલ ફાઈનાન્સ, સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ, રેડિંગટન (ઈન્ડિયા), કોટક મહિન્દ્ર પ્રાઈમ, મુથુટ હોમફિન (ઈન્ડિયા), રેમકો સિમેન્ટ્સ અને આઈઆઈએફએલ વેલ્થ ફાઈનાન્સએ તેમનાં કમર્શિયલ પેપરના અનુક્રમે રૂ.2,995 કરોડ, રૂ.775 કરોડ, રૂ.500 કરોડ, રૂ.500 કરોડ, રૂ.450 કરોડ, રૂ.175 કરોડ, રૂ.140 કરોડ, રૂ.100 કરોડ, રૂ.75 કરોડ અને રૂ.35 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 13 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.

 

અત્યાર સુધીમાં 77 ઈશ્યુઅરોના રૂ.1,72,984 કરોડના કમર્શિયલ પેપર્સના 582 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 149 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.13 ટકા રહ્યું છે.

 

બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (10 જાન્યુઆરી, 2020)માં ભારતીય કંપનીઓના રૂ.5,12,045 કરોડ (71.83 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,35,237 કરોડનું ભંડોળ (33.19 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (10 જાન્યુઆરી, 2020) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,41,719 કરોડ (132.88 અબજ ડોલર) એકત્ર કર્યા છે.

રાશિ ભવિષ્ય 13/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે,  વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે,


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે,  વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે,


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે,  તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ,


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે,

કોલકાતા પોર્ટ ટ્રસ્ટ હવે ઓળખાશે શ્યામાપ્રસાદ મુખરજી પોર્ટ તરીકે…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા કોલકાતા પોર્ટ ટ્રસ્ટના 150મા સ્થાપનાદિન નિમિત્તે 12 જાન્યુઆરી, રવિવારે કોલકાતાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત સમારોહમાં હાજરી આપી હતી અને કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું નામકરણ કર્યું હતું. આ પોર્ટ હવેથી શ્યામાપ્રસાદ મુખરજી પોર્ટ તરીકે ઓળખાશે, જેઓ ભારતીય જનસંઘના સ્થાપક હતા.


શ્યામાપ્રસાદ મુખરજી નેતા, બેરિસ્ટર અને ગણિતજ્ઞ હતા. તેઓ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સરકારમાં ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન હતા.




વડા પ્રધાન મોદીએ કોલકાતા પોર્ટ ટ્રસ્ટની સ્થાપનાનાં 150 વર્ષ નિમિત્તે એક વિશેષ ટપાલટિકિટનું અનાવરણ પણ કર્યું હતું. એ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકાર અને કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.