નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ કેબલ ટીવી અને ડીટીએચ યૂઝર્સને નવા વર્ષની ભેટ આપી છે. ટ્રાઈએ પેઈડ ચેનલો માટેના મહત્તમ દરને 19થી ઘટાડીને 12 રુપિયા કરી દીધા છે. હવે આ જાહેરાત પછી સર્વિસ પ્રોવાઈડર કોઈ પણ ચેનલ માટે વધુમાં વધુ 12 રુપિયા જ પ્રતિ મહિના લેખે ભાડું વસૂલી શકશે. સર્વિસ પ્રોવાઈડર દ્વારા આપવામાં આવી રહેલા ચેનલ બુકેમાં કોઈપણ ચેનલને ત્યારે જ સામેલ કરવામાં આવશે જ્યારે તેમની કિંમત 12 રુપિયા કે તેનાથી ઓછી હશે. મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા જ જાહેર થયેલા સમાચાર મુજબ 1 માર્ચથી ગ્રાહકોને 130 રુપિયામાં 100 ફ્રી ચેનલ્સના બદલે 200 ફ્રી ટૂ એર ચેનલ્સો દેખાડવામાં આવશે.
ટ્રાઈની નવા કેબલ ટીવી અને ડીટીએચ ટેરિફને 1 માર્ચ 2020થી લાગુ કરવામાં આવશે. આ નવી ટેરિફ વ્યવસ્થામાં ગ્રાહકોને 130 રુપિયા(ટેક્સ વગર)માં 200 ફ્રી ટૂ એર ટીવી ચેનલો ઓફર કરવામાં આવશે. પહેલા આ પેકેજમાં 100 ફ્રી ટૂ એર ચેનલ્સ ઓફર કરવામાં આવતી હતી. આજે કરેલી નવી જાહેરાતમાં ટ્રાઈએ 12 રુપિયાથી વધુની કિંમત વાળી ચેનલો બુકે લિસ્ટથી બહાર રાખવાનો આદેશ આપ્યો છે. આ ચેનલોને ગ્રાહક સ્ટેન્ડ અલોન તરીકે સબ્સક્રાઈબ કરી શકશે. ટ્રાઈએ આના માટે કેબલ અને ડીટીએચ ઓપરેટર્સને 15 જાન્યુઆરી સુધી વેબસાઈટ પર જાણકારી મૂકવા પણ કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રાઈએ ગયા વર્ષે જ કેબલ ટીવી અને ડીટીએચ માટે નવી ટેરિફ વ્યવસ્થા લાગુ કરી હતી, જેમાં દર્શકો માત્ર એ જ ચેનલોનું ભાડું ચૂકવશે જે ચેનલો એ જોવા માગે છે.
ભાવનગર: ફોટો જર્નાલિઝમ અને માઉન્ટેઈનરીંગ એટલે કે પત્રકારત્વની તસવીરી કલા અને પર્વતારોહણના સમન્વયરૂપ અનોખું ફોટો એક્ઝિબિશન ‘હિમાલય’ ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીની સહાયથી ભાવનગર ખાતે યોજાશે. જેમાં પર્વતારોહક જિજ્ઞેષ ઠાકરે 15 વર્ષ દરમ્યાન હિમાલયના શિખરો પર કરેલા પરિભ્રમણની તસવીરો પ્રદર્શનમાં નિહાળી શકાશે.
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર, લડાખમાં પર્વતારોહણ દરમ્યાન પ્રાપ્ત થયેલા ત્યાંના લોકજીવન, ધર્મ, કૃષિ, શિક્ષણ, સંસ્કૃતિ સહિતના વિષયો પરના ફોટોગ્રાફ પસંદગી પામ્યા છે.
માર્ચના પ્રથમ અઠવાડિયામાં સરદારનગર ખાતે ખોડિદાસ પરમાર આર્ટ ગેલેરીમાં વરિષ્ઠ તસવીરકાર અમૂલભાઈ પરમારના હસ્તે એક્ઝિબિશન ખુલ્લુ મુકવા આયોજન હાથ ધરાયું છે.
જિજ્ઞેશ ઠાકર પર્વતારોહણ ઇન્સ્ટિટ્યૂટ, માઉન્ટ આબુ ખાતે ઇન્સ્ટ્રક્ટર તરીકે અને જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ, ઈગ્નોમાં ફેકલ્ટી તરીકે સેવા આપી રહ્યા છે અને તેમણે પોતાના શિખર આરોહણ દરમ્યાન તસવીરી કળા અજમાવી છે. જે ‘હિમાલય’ને ભાવનગરવાસીઓ ઘરઆંગણે અનુભવી શકશે.
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય,
આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.
આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી,
આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે.
આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.
આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.
આ વખતના એવોર્ડ્સ માટે વિવિધ કેટેગરી માટે નામાંકનોની આજે જાહેરાત કરવામાં આવી છે.
ગયા વર્ષની જેમ આ વખતનો કાર્યક્રમ પણ સંચાલક-વિહોણો રહેશે. ગયા વર્ષે કોમેડિયન અને અભિનેતા કેવીન હાર્ટને સંચાલક તરીકે નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તે એક વિવાદમાં સપડાતા એને ખસી જવું પડ્યું હતું.
આ વખતના એવોર્ડ્સમાં દસ્તાવેજી ફિલ્મ ટૂંકા વિષયની કેટેગરીમાં ભારતીય-અમેરિકન નિર્માતાઓની ફિલ્મને નામાંકન મળ્યું છે. આ નિર્માતાઓ છે – સ્મૃતિ મુન્ધ્રા અને સમી ખાન. એમની ફિલ્મ ‘સેન્ટ લૂઈસ સુપરમેન’ને નામાંકન મળ્યું છે.
આ દસ્તાવેજી ફિલ્મ 33-મિનિટની છે અને તે બ્રુસ ફ્રાન્ક્સ જુનિયરની સામાજિક કાર્યકર્તામાંથી લોકપ્રતિનિધિ બનવા સુધીની સફર પર આધારિત છે.
‘સેન્ટ લૂઈસ સુપરમેન’નો મુકાબલો 4 ફિલ્મો સામે છેઃ ‘ઈન ધ એબ્સન્સ’, ‘લર્નિંગ ટુ સ્કેટબોર્ડ ઈન અ વોરઝોન’, ‘લાઈફ ઓવરટેક્સ મી’ અને ‘વોક રન ચા-ચા’.
આ સમાચાર વહેતા થતાં જ બોલીવૂડમાંથી ઘણા નિર્માતાઓ તથા જાણીતી હસ્તીઓએ સ્મૃતિ મુન્ધ્રાને ટ્વીટ દ્વારા અભિનંદન આપ્યા છે. આ હસ્તીઓમાં નિર્માતા અનુરાગ કશ્યપનો સમાવેશ થાય છે.
અમદાવાદ: ગુજરાતની અને દેશની ઓળખાણ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ફરી એકવાર વિશ્વ ફલક પર ગુજરાતના ગૌરવમાં વધારો કર્યો છે. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝશને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની આઠમી અજાયબી જાહેર કરી છે. જેને લઇ ભારત અને ગુજરાતની ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. વિદેશ પ્રધાન એસ.જયશંકર ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે. ત્યારે હવે શાંઘાઇ કોર્પોરેશન સભ્ય દેશોમાં પ્રચાર કરશે.
મોદી સરકારના કેબિનેટ મંત્રી અને ગાંધીનગરના સાંસદ એસ.જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઠમી અજાયબી તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે તેવી એક જાણકારી પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી હતી.
ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ 100 જાણીતા સ્થળની યાદી જાહેર કરવામાં આવે છે. આ વર્ષે જાહેર કરવામાં આવેલી યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન આપવામાં આવ્યું છે. ટાઈમ મેગેઝિનની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન મળતા હવે વધારે પ્રસિદ્ધિ મળશે. ટાઇમ મેગેઝિન દ્વારા 2019ના વિશ્વના મહાન સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને મુંબઇના સોહો હાઉસને સ્થાન મળ્યું છે.
182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમાં વિશ્વમાં સૌથી ઊંચી છે. ન્યૂયોર્કના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની ઉંચાઈ પણ માત્ર 93 મીટર જ છે. એટલે કે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બે ગણી મોટી છે. મહત્વનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઊંચી વિશ્વમાં એકપણ પ્રતિમા નથી. ચીનના પ્રખ્યાત વેરોકાના બુદ્ધની મૂર્તિ પણ 128 મીટરની જ છે. જ્યારે હૈદરાબાદ સ્થિત સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીની ઉંચાઈ 65.8 મીટર છે.
લાહૌર: પાકિસ્તાનના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની મોતની સજામાંથી હાલપૂરતો રાહત આપતો આદેશ સોમવારે લાહૌર હાઈકોર્ટે આપ્યો છે. વિશેષ અદાલતે ઈમર્જન્સી લાગુ કરવાના કેસમાં 17 ડિસેમ્બરના રોજ મુશર્રફને મોતની સજા ફરમાવી હતી, હાઈકોર્ટે કહ્યું કે મુશર્રફના કેસ માટે બનાવાયેલી આ વિશેષ અદાલતની રચના જ ગેરબંધારણીય છે.
લાહોર હાઈકોર્ટે કહ્યું છે કે મુશર્રફ સામે ખાસ ટ્રીબ્યુનલનો ચુકાદો ગેરબંધારણીય છે. તેમની સામે નોંધવામાં આવેલ કેસ તેમ જ વિવિધ દલીલો કરવામાં આવી હતી તે ગેરકાનૂની છે. આ સાથે હાઈકોર્ટે વિશેષ અદાલતના ચુકાદાને ઉલટાવી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુશર્રફના વકીલોએ વિશેષ અદાલત તરફથી મોતની સજા મળ્યા બાદ લાહોર હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેનો અંતિમ ફેસલો હજી સુરક્ષિત છે.
મુશર્રફના વિરોધીઓ પાસે હજી નવેસરથી કેસ દાખલ કરવાનો વિકલ્પ છે, કારણ કે આ ફેંસલામાં હાઈકોર્ટે મુશર્રફ સામે મૂકવામાં આવેલા આરોપોની તપાસ કરનાર સમિતિ અને એના પર ફેંસલો સંભળાવનાર કોર્ટની રચનાઓને ગેરકાયદે ગણાવી છે, પણ મુશર્રફ સામેના આરોપો સંપૂર્ણપણે રદબાતલ નથી કર્યા.
સુરત: સ્વામી વિવેકાનંદની 157મી જન્મ જયંતિના પ્રસંગે બીજેપી સાંસદ સી.આર.પાટીલ દ્વારા સુરત સહિત નવસારી જિલ્લાના અલગ-અલગ રેલવે સ્ટેશનો પર ‘પુસ્તક પરબ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આઠથી વધુ રેલવે સ્ટેશનો પર મુસાફરોને આ ‘પુસ્તક પરબ’ના માધ્યમથી સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર આધારિત પુસ્તકો નિઃશુલ્ક વાંચવાનો લ્હાવો મળશે.
સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર આયોજીત ‘પુસ્તક પરબ’ કાર્યક્રમ અંતર્ગત સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય યુવા દિવસના ઉપલક્ષ્યમાં દેશના નાગરિકો સ્વામી વિવેકાનંદના સંદર્ભે મહત્તમ જ્ઞાન મેળવે તે આશય સાથે સુરત, ઉધના, ભેસ્તાન, સચીન, મરોલી, નવસારી, અમલસાડ અને બિલીમોરા સહિતના રેલવે સ્ટેશનો પર પુસ્તક પરબના નામે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.
અંતર્ગત સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર સાંસદ સી આર પાટીલ જ્યારે નવસારી – બિલીમોરા રેલવે સ્ટેશન પર ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. જેમાં મુસાફરો સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર પર આધારિત પુસ્તકો તેમના અનુકુળ સમયે વાંચીને પુસ્તક પરબ ખાતે જ પરત કરવાની રહેશે. આ પ્રયાસનો એક માત્ર ઉદ્દેશ્ય મહત્તમ નાગરિકો સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર અને તેમના સામર્થ્યથી રૂબરૂ થાય એટલો માત્ર છે. પુસ્તક પરબમાં સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર પર આધારિત 100થી વધુ પુસ્તક-પુસ્તિકાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
અમદાવાદઃ ઉત્તરાયણને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. પરંતુ આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હોવાથી પતંગ રસિયાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. રાજ્યમાં ક્યાંક ધુમ્મસ તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટના પતંગ બજારના વેપારીઓ પણ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે. ગ્રાહકો પણ આ વર્ષે મોંઘવારીની સાથે વાતાવરણમાં પણ પલટો આવતા અને વરસાદની આગાહી થતાં દર વર્ષની જેમ આ વર્ષે પતંગની ખરીદીમાં પણ ઢીલા પડ્યા છે. તે જોતા વેપારીઓનું માનવું છે કે, મોંઘવારીનો તો માર હતો તેની સાથે હવામાને પણ અમારો ધંધો બગાડી દીધો છે.
તો પતંગ દોરીના બજારમાં આ વર્ષે મંદીના માહોલ વચ્ચે આજે છેલ્લા દિવસે અમદાવાદના સૌથી મોટા પતંગ બજાર એવા કાલુપુર ટંકશાળ, દિલ્લી દરવાજા અને રાયપુર બજારમાં પતંગરસિયાઓ ભારે ભીડ જામી છે. ગઈકાલે રવિવારે રજાનો દિવસ હોવાથી પતંગ બજારમાં ભારે ભીડ જામી હતી. આજ સવારથી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. પતંગ બજારમાં આ વર્ષે અવનવી પતંગ જોવા મળી રહી છે. બાળકો માટે કાર્ટુન્સની પતંગ, મોદી અને અમિત શાહની પતંગનો લોકોમાં વધુ ક્રેઝ જોવા મળ્યો છે.
શહેરના મુખ્ય બજારો એવા રાયપુર દરવાજા, ટંકશાળ, દિલ્હી દરવાજા સહિતના સ્થળોએ આજે મોડી રાત સુધી ખરીદી માટે ભીડ જામશે. અલગ અલગ જાતના અને જુદીજુદી વેરાઇટીના પતંગો હોય છે. ખંભાતીગોળ ઢાલ, જોધપુરી ઢાલ, ચાઇનીઝ- પ્લાસ્ટિકના પતંગ અને મોદીના ચહેરાવાળા પતંગોનું વેચાણ વધુ જોવા મળ્યું છે. તુક્કલ અને ફુગ્ગાઓનું તેના વર્ગ પ્રમાણે સારુ એવું વેચાણ થઇ રહ્યું છે. આ જ પ્રકારે દોરીના ભાવોમાં પણ 20થી 25 ટકાનો ભાવવધારો નોંધાયો છે. હાથથી ઘસેલી દોરી અને ડોઘલામાં રંગાતી દોરીના ભાવોમાં પણ તે પ્રમાણેનો વધારો જોવા મળી રહ્યો છે.
વડોદરાના પતંગ બજારમાં ઉત્તરાયણના 10 દિવસ પહેલાથી જ લોકો પતંગો સહિતની ખરીદી માટે લોકો ઉમટી પડતા હોય છે. ઉત્તરાયણ આગલા દિવસે હજારોની સંખ્યામાં લોકો પતંગ-દોરાની ખરીદી માટે ઉમટી પડે છે. શહેરના માંડવીથી ગેંડીગેટ રોડ પર પતંગોનું મોટું બજાર ભરાય છે અને રાત્રે 12 વાગ્યાથી પતંગોની હરાજી શરૂ થાય છે. જે વહેલી સવાર સુધી ચાલે છે. ચાર દરવાજા વિસ્તારમાં પતંગોનો મોટો વ્યવસાય છે. જોકે, વડોદરાનો વિકાસ અને વિસ્તાર વધતા હવે શહેરના હરણી રોડ, રાવપુરા રોડ, વાઘોડિયા રોડ, દિવાળીપુરા, રેસકોર્ષ સર્કલ, કારેલીબાગ મુક્તાનંદ ચાર રસ્તા, તરસાલી, માંજલપુર, ગોત્રી, સુભાનપુરા સહિતના વિસ્તારોમાં પતંગ બજારો શરૂ થઇ ગયા છે. વડોદરા શહેરમાં ઉતરાયણ નિમિત્તે અંદાજ પ્રમાણે રૂ.15થી રૂ.20 કરોડની પતંગો વેચાય છે. આ ઉપરાંત લોકોએ ટોપી, ગુંદરપટ્ટી, પિપૂડાં અને ચશ્મા, ટોપા વગેરે ખરીદવા માટેની ઉમટી પડે છે.