Home Blog Page 2763

વોખાર્ટ હોસ્પિટલ, મુંબઈએ ‘મ્યુઝિકલ યોગા’ સાથે ઉજવ્યો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’

મધ્ય મુંબઈના મુંબઈ સેન્ટ્રલ ઉપનગરમાં આવેલી વોખાર્ટ હોસ્પિટલે 21 જૂન, બુધવારે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની અનોખી રીતે ઉજવણી કરી હતી. ત્યાં ડોક્ટરો, નર્સો, સપોર્ટ સ્ટાફ માટે સંગીતની ધૂનના સથવારે યોગવિદ્યા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યક્તિને સંગીત અને કસરતના મિશ્રિત લાભ પ્રાપ્ત થાય એ માટે સંગીતમય યોગ સત્ર યોજવામાં આવ્યું હતું. જાણીતાં યોગ થેરાપિસ્ટ વૃંદા ઠક્કરે આ એક-કલાકના સત્રનું આયોજન કર્યું હતું.

મોદીજી વ્હાઈટ હાઉસના મહેમાનઃ બાઈડન દંપતીને આપી અનેક ભેટ

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડન અને એમના પત્ની ફર્સ્ટ લેડી જિલ બાઈડને બુધવારે સાંજે (ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે) અત્રે એમનાં સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. વ્હાઈટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, બાઈડને મોદીજીના માનમાં વ્હાઈટ હાઉસ ખાતે ખાનગી ડિનરનું આયોજન કર્યું હતું. એમની સાથે યૂએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

બાઈડન દંપતી અને મોદીજી વચ્ચે વિશેષ ભેટસોગાદની આપ-લે થઈ હતી. મોદીએ ફર્સ્ટ લેડી જિલને 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો હતો. આ હીરો પર્યાવરણને અનુકૂળ છે, કારણ કે એના નિર્માણમાં સૌર અને પવન ઊર્જા જેવા પર્યાવરણ-વિવિધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો  છે. મોદીએ પ્રમુખ બાઈડનને કોલકાતાના કારીગરોએ બનાવેલી ભગવાન ગણેશની એક મૂર્તિ અને ચાંદીનો દીવડો, રાજસ્થાનમાં હાથથી બનાવેલા 24-કેરેટ હોલમાર્કવાળા સોનાના સિક્કા સહિત 10 ચીજ ગિફ્ટમાં આપી છે. મોદીએ બાઈડનને કર્ણાટકના મૈસુરુના કારીગરોએ ચંદન (સુખડ)ના લાકડામાંથી બનાવેલું એક વિશિષ્ટ બોક્સ પણ ગિફ્ટમાં આપ્યું હતું. એમાં ચાંદીની 10 નાની ડબ્બીઓ અને ભગવાન ગણપતિની મૂર્તિ અને ચાંદીનો એક દીવો પણ છે. મોદીએ બાઈડનને બીજી અનેક ચીજો પણ ભેટમાં આપી હતી, જેમાં પંજાબનું ચોખ્ખું ઘી, મહારાષ્ટ્રમાં નિર્મિત ગોળ, ઉત્તરાખંડના ચોખા, તામિલનાડુનું તેલ, ગુજરાતનું નમક (મીઠું), પશ્ચિમ બંગાળના કારીગરોએ બનાવેલું ચાંદીનું નાળિયેર સમાવેશ થાય છે. બાઈડનને તે ઉપરાંત અંગ્રેજી કવિ ડબલ્યુ.બી. યીટ્સના અનુવાદ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પણ ભેટમાં આપી છે. યીટ્સ 80 વર્ષીય બાઈડનના ફેવરિટ કવિ છે. તેઓ એમના સંબોધનમાં અવારનવાર યીટ્સની પંક્તિઓનો ઉલ્લેખ કરતા હોય છે.

જિલ બાઈડને મોદીને 20મી સદીના આરંભની એક હસ્તનિર્મિત અમેરિકી પુસ્તક ગેલી ભેટ આપી છે. તો પ્રમુખ બાઈડને એમને વિન્ટેજ અમેરિકન કેમેરા આપ્યો છે. તે ઉપરાંત અંગ્રેજી કવિ રોબર્ટ ફ્રોસ્ટના હસ્તાક્ષર સાથે એમના કાવ્યસંગ્રહનું પુસ્તક પણ ભેટમાં આપ્યું છે.

સુવિચાર – ૨૨ જૂન, ૨૦૨૩

સુવિચાર – ૨૨ જૂન, ૨૦૨૩

૨૨ જૂન, ૨૦૨૩

૨૨ જૂન, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 22/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની  વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ  યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે,  વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી  અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.

પંચાંગ 22/06/2023

‘સત્યપ્રેમ કી કથા’ ફિલ્મનું ગરબા ગીત ‘સુન સજની’ લોન્ચ કરાયું

આગામી હિન્દી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના ગીત ‘સુન સજની’ને નિર્માતાઓએ 21 જૂન, બુધવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ લોન્ચ કર્યું હતું. એ પ્રસંગે ફિલ્મનાં મુખ્ય કલાકારો – કાર્તિક આર્યન અને કિયારા અડવાની-મલ્હોત્રા તથા ફિલ્મનાં કસબીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્તિક અને કિયારાએ સ્ટેજ પર ગીતની ધૂન પર ડાન્સ કર્યો હતો. ‘સુન સજની’ ગીતમાં સ્વર આપ્યો છે મીત બ્રધર્સ, પરંપરા ટંડન અને પીયૂષ મેહરોલિયાએ. સંગીત પીરસ્યું છે મીત બ્રધર્સે અને ગીતકાર છે કુમાર. મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ આવતી 29 જૂને થિયેટરોમાં રિલીઝ કરવામાં આવનાર છે. ફિલ્મના દિગ્દર્શક છે સમીર વિદવાંસ.

કિયારા અડવાની અને કાર્તિક આર્યન

 

(તસવીર, વિડિયો: માનસ સોમપુરા)

IIT ગાંધીનગર સમાજે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવ્યો

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગરે (IITGNએ) આજે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. યોગના – શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિવિધ લાભો મેળવવા માટે આ ઉજવણી કરવામાં આવી હતી.

સંસ્થાના ફિઝિકલ એજ્યુકેશન વિભાગે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે 30 દિવસીય યોગ સત્રનું આયોજન 23 મેથી કર્યુ હતું, જેમાં સંસ્થાએ કલાત્મક યોગ, શીર્ષાસન સ્પર્ધા, યોગ પર પ્રશ્નોત્તરી, યોગ ક્રિયાની વર્કશોપ, મેડિટેશન વગેરે પ્રવૃત્તિઓ રાખી હતી. આ 30 દિવસીય યોગ સત્ર -IDY-2023માં ભાગ લેનારાને યોગ આસનોનાં વિવિધ આસનો- કમર (સ્પાઇન કોડ)ના આરોગ્યનું સંતુલન, લવચિકતા, શક્તિ, તાણમુક્ત અને ધ્યાન પર કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

સંસ્થાના મુખ્ય યોગ શિક્ષક તુલસા પૂજારી દ્વારા બધાં ગ્રુપના સ્પર્ધકોએ યોગ આસનો, પ્રાણાયમ અને સહજ યોગ કર્યા હતા. આ યોગ સત્રમાં ભાગ લેનારા સ્પર્ધકોને યોગના વિશિષ્ટ લાભો અને એમને કરવાના પ્રાર વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારે બાદ ડો. વિજ્યાલક્ષ્મીએ અને અતિથિ રજની મુનાએ યોગને દૈનિક જીવનમાં કેવી રીતે વણી લેવા એ વિશે વ્યાખ્યાન આપ્યાં હતાં.

સંસ્થાની યોગ ટીમો માટે યોગ ડાન્સ સ્પર્ધામાં તેમણે પર્ફોર્મ કર્યું હતું, દજેમાં તેમણે યોગ ડાન્સ, પરંપરાગત યોગા અને જોડીમાં યોગા કર્યા હતા. આ યોગ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યાં હતાં.સંસ્થાના વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ, કર્મચારીઓએ અને તેમના પરિવારના સભ્યોમાં ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લીધો હતો.

સંસ્થા હંમેશા પોતચાના સમુદાયને ગેમ્સમાં સક્રિય અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહન આપતો  છે.

 

 

 

 

 

 

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં આર્ટ ઓફ લિવિંગના સહયોગથી યોજાયો યોગ કાર્યક્રમ

અમદાવાદઃ આજે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે આર્ટ ઓફ લિવિંગના સહયોગથી અમદાવાદ સેન્ટ્રલ જેલના ત્રણ વિભાગોમાં યોગાભ્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જેલના કેદીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓને જુદા જુદા યોગાસન, પ્રાણાયામ કરતાં અને ધ્યાન ધરતાં શીખડાવવામાં આવ્યું હતું.

અમદાવાદ સેન્ટ્રલ જેલનાં અધિક્ષક શ્વેતા શ્રીમાલી અને ગુજરાત જેલના એડિશનલ ડી.જી.પી. ડૉ. કે.એલ.એન. રાવ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

આર્ટ ઑફ લિવિંગ સંસ્થાના અમદાવાદ ચેપ્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ૨૦થી પણ વધારે સ્થળોએ ૮૦,૦૦૦થી વધારે લોકોને સંસ્થાનાં શિક્ષકો અને સ્વયંસેવકો દ્વારા યોગ, પ્રાણાયામ અને મેડિટેશન કરાવવામાં આવ્યા હતા.

APM ટર્મિનલ્સ પીપાવાવમાં CCG સર્વિસનો પ્રારંભ

પીપાવાવઃ પશ્ચિમ ભારતના અગ્રણી ગેટવે બંદરોમાંના એક APM ટર્મિનલ્સ પીપાવાવે ગયા સપ્તાહે જ્યારે SM મનાલી જહાજ 10 જૂને બંદર પર ઊતર્યું ત્યારે CCG (કોલંબો કોચીન ગલ્ફ) સર્વિસનો પ્રારંભ થયો હતો. CCG સર્વિસ દુબઈસ્થિત અગ્રણી કન્ટેનર ફીડર સર્વિસ ખાનગી ક્ષેત્રની કંપની ગ્લોબલ ફીડર શિપિંગની પેટા કંપની સીમા મરીન ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ઓફર કરવામાં આવતી ફ્લેગશિપ કોસ્ટલ સર્વિસ છે.

CCG સર્વિસ એ પોર્ટની આગેવાનીના વિકાસ દ્વારા જળમાર્ગો અને દરિયાકાંઠાની સંભવિતતાને અનલોક કરવાની ભારત સરકારની પહેલ સાગરમાલાના નેજા હેઠળ ડિઝાઇન કરવામાં આવી છે. સર્વિસ રોટેશનમાં મુંદ્રા, પીપાવાવ, મેંગલોર, કોચીન, કોલંબો, કટુપલ્લી, વિઝાગ, કૃષ્ણપટ્ટનમ, કટુપલ્લી, કોલંબો, કોચીન અને મુંદ્રાનો સમાવેશ થાય છે.

બર્થ પર ટિપ્પણી કરતાં APM ટર્મિનલ્સ પીપાવાવના MD ગિરિશ અગ્રવાલે જણાવ્યું હતું કે અમને APM ટર્મિનલ્સ પીપાવાવમાં CCG સર્વિસને આવકારતાં આનંદ થાય છે. અમે અમારા ગ્રાહકોને કાર્યક્ષમ અને વિશ્વસનીય સર્વિસીઝ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને સીમા મરીન ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથેની આ ભાગીદારી દરિયાકાંઠાના અને એક્ઝિમ ક્ષેત્રો દ્વારા સીમલેસ વેપારને સરળ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. અમે વેપારમાં સફળ સહયોગ અને પરસ્પર લાભોના આદાનપ્રદાન માટે આતુર છીએ.

સીમા મરીન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ માઇક હિલ્ટને પણ સર્વિસના પ્રારંભ કરવા વિશે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે CCG સર્વિસ આ પ્રદેશમાં ટોચના કોર્પોરેટ્સની જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરશે અને સોડા એશ, ઘઉં, ટાઇલ્સ અને કપાસ જેવી કોમોડિટીની સતત અવરજવરને સરળ બનાવશે. સ્પર્ધાત્મક દરો ઓફર કરીને અને કન્ટેનર કોસ્ટલ મુવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની પહેલને ટેકો આપીને અમારો હેતુ ભારતની સફળતાની વાર્તાનો અભિન્ન ભાગ બનવાનો છે.