ઉપવાસ માટે ઘરની જ સામગ્રીથી જલ્દી બની જતી આ મીઠાઈ પૌષ્ટિક પણ છે!
સામગ્રીઃ સાકર 1 કપ, નાળિયેરની છીણ 1 કપ, દૂધનો પાઉડર ½ કપ, પાણી 1 કપ, સૂકા મેવાની કાતરી, તાજા ગુલાબની પાંદડી
રીતઃ એક કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં સાકર નાખીને ઓગળવા દો. તે દરમિયાન ચમચા વડે મિશ્રમ એકધારું હલાવતા રહો. આ સાકરની ચાસણી ચિપચિપી થવા દો. ચાસણી તારવાળી કરવાની જરૂર નથી. હવે તેમાં નાળિયેરની છીણ ચમચા વડે સરખી મેળવી દો. સાથે મિલ્ક પાઉડર પણ મેળવી દો. ગેસની આંચ મધ્યમ તેજ રાખવી. ચમચા વડે મિશ્રણ સતત હલાવતાં રહેવું. જેવું મિશ્રણ ઘટ્ટ થઈને કઢાઈના કિનારા છોડવા લાગે એટલે એલચી પાઉડર તેમાં મેળવી દો.
એક થાળી કે ટ્રેમાં બટર પેપર મૂકીને મીઠાઈ માટેનું મિશ્રણ તેમાં ઠાલવીને તવેથા તેમજ વાટકી વડે સમતળ પાથરી દો. ત્યારબાદ ચપ્પૂ વડે ચોસલા પાડી દો અને દરેક ચોસલા પર બદામ કાજુની કાતરી તેમજ ગુલાબની કટ કરેલી પાંદડી મૂકી દો અને તેને ઢાંકીને 3-4 કલાક માટે રહેવા દો.
ત્યારબાદ ઈન્સ્ટન્ટ ફરાળી મીઠાઈ ખાવાના ઉપયોગમાં લો.





