Home Blog Page 2739

સંગીતકાર રવિએ અંધારામાં દિવસો કાઢ્યા

આપ કી નજરોંને સમઝા પ્યાર કે કાબિલ મુઝે….કિસ્મત કે ખેલ નિરાલે મેરે ભૈયા…જેવા સુમધુર ગીતોમાં સંગીત આપનાર સંગીતકાર રવિએ શરૂઆતમાં કેવો સંઘર્ષ કર્યો હતો અને વર્ષો સુધી કેવી મુશ્કેલીમાં જિંદગી પસાર કરી હતી એ જાણીને કોઇની પણ આંખમાં પાણી આવી જાય એમ છે. રવિને ગાયક બનવાનો શોખ હતો. મિત્રોએ મુંબઈ જઈને નસીબ અજમાવવા આપી ત્યારે ૧૯૪૫ માં રવિ અંગ્રેજની કંપનીમાં નોકરી કરતા હતા. એ વખતે જ એમની બદલી કરવાનો હુકમ થયો અને પઠાણકોટ જવાનું થયું. રવિને મુંબઈ જવું હતું. માતા-પિતાને કહ્યું કે એ ગાયક તરીકે કામ કરવા મુંબઈ જવા માગતા હતા પણ કંપનીવાળા ના પાડે છે. એમણે સંમતિ આપી એટલે રવિએ મુંબઈમાં કિસ્મત અજમાવવા કંપનીમાંથી ૨૦ દિવસની રજા માગી. કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે પઠાણકોટ જવાનું હોવાથી પરિવારની વ્યવસ્થા કરવાની છે. ત્યારે રવિને એક પુત્રી હતી. રજા મેળવીને મુંબઈ જવા તૈયાર થયા પણ કોઈ ઓળખીતું ન હતું.

માતાએ થોડા સમય પહેલાં તીર્થયાત્રાએ ગયા ત્યારે મુંબઈ માધવબાગ ધર્મશાળામાં રોકાયા હોવાનું યાદ કરી ત્યાં જવા કહ્યું. ટ્રેનમાં ગાયનની તૈયારી કરતાં મુંબઈ પહોંચ્યા અને એક મજૂર પાસે સામાન ઊંચકાવી ધર્મશાળા ગયા. ત્યાં કોઈ રૂમમાં જ નહીં કબાટમાં પણ જગ્યા ન હતી. ધર્મશાળાના કબાટમાં સામાન મૂકી બહાર સૂઈ રહેવાની પણ જગ્યા ન હતી. મજૂરે હીરાબાગ ધર્મશાળાનું નામ સૂચવ્યું. ત્યાં રૂમ ખાલી ન હતો પણ એક માણસ કબાટનું એક લૉકર ખાલી કરી ગયો હતો એ મળી ગયું. રવિ કામ મેળવવા દાદર ખાતેના સ્ટુડિયોમાં ચક્કર મારવા લાગ્યા. દરમ્યાનમાં પત્નીએ તબિયત ખરાબ હોવાથી પત્ર લખી રૂ.૨૫ મોકલવા કહ્યું પણ રૂ.૨ જ મોકલી શક્યા. ગાવા માટે પ્રયત્ન કરતા હતા ત્યારે પહેલી વખત ફિલ્મ ‘આનંદમઠ’ ના ‘વંદે માતરમ’ ગીતમાં કોરસમાં ગાવાની તક મળી. ઘણા પ્રયત્ન પછી સંગીતકાર હેમંતકુમારના સહાયક તરીકેનું કામ મળી ગયું હતું. ત્યારે જ પત્નીનો પત્ર આવ્યો કે અમારે એકલા રહેવું નથી.

મુંબઈમાં જેવું રહેવાનું -ખાવાનું મળશે એ ચલાવી લઈશું. રવિની આર્થિક પરિસ્થિતિ એવી હતી કે પરિવાર સાથે રહેવા માટે મકાન મળી શકે એમ ન હોવાથી એક પતરાનું નાનું ગોડાઉન ભાડે રાખ્યું હતું. જેની એક બાજુ મરચાનું અને બીજી બાજુ સિમેન્ટનું ગોડાઉન હતું. ક્યારેક સિમેન્ટ તો ક્યારેક મરચાની ભૂકી ઊડતી એવી સ્થિતિમાં અને ખરબચડી જમીન પર ગાદલાં વગર સૂઈને નવ વર્ષ સુધી રહ્યા હતા. થોડા વર્ષ પછી બાજુનું સિમેન્ટ ગોડાઉન ખાલી થયું એને ભાડે રાખી લીધું હતું. શરૂઆતમાં લાઇટ ના હોવાથી એક દીવો સળગાવતા હતા. પછી ફાનસ લાવ્યા અને ઘણા સમય પછી લાઇટ મળી હતી. પાસે કૂવો હતો એનું પાણી પીવાલાયક નહોતું એટલે રવિ રોજ સવારે દૂરથી બે બાલદી પાણી લાવતા હતા. ગોડાઉન જેવા ઘરમાં રહીને રવિએ ભારે સંઘર્ષ કર્યો અને હેમંતકુમારની સાથે સહાયક તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યું. એમાં ‘શર્ત’ અને ‘સમ્રાટ’ સાથે ‘નાગિન’ પણ હતી.

રવિએ આકાશવાણીના વિવિધ ભારતીના કાર્યક્રમ માટે આપેલી મુલાકાતમાં એવો દાવો કર્યો હતો કે ‘નાગિન’ (૧૯૫૪) માં બીનની ધૂન એમણે હાર્મોનિયમ પર બનાવી હતી. સંગીતકાર કલ્યાણજીએ એક નવા વાજિંત્રથી માત્ર એને ટોન આપ્યો હતો. અને કલ્યાણજી હેમંતકુમારના સહાયક ક્યારેય રહ્યા નથી. ‘નાગિન’ ની સફળતાને કારણે હેમંત કુમારને દસ ફિલ્મો મળી હતી. એમાં સંગીત સહાયક તરીકે દરેક ફિલ્મ માટે રવિને રૂ.200 મળતા હતા. રવિના કામથી પ્રભાવિત થઈને ફિલ્મીસ્તાન કંપનીએ પણ સંગીત વિભાગ માટે રૂ.250 ના પગારથી નોકરીએ રાખી લીધા હતા. આમ રવિ હેમંતકુમાર ઉપરાંત બહારની ફિલ્મોમાં સંગીત આપવા લાગ્યા હતા.

કોરાનાના 55 નવા કેસો, એકનું મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 55 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,188 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,906 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,60,809 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 60 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1513એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 48,411 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.24 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,38,906 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 445 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ગુલકંદ – ૦૧ જૂલાઈ, ૨૦૨૩

ગુલકંદ – ૦૧ જૂલાઈ, ૨૦૨૩

૦૧ જૂલાઈ, ૨૦૨૩

૦૧ જૂલાઈ, ૨૦૨૩

આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે, જાણો કોના માનમાં મનાવાય છે

દર વર્ષે ૧ જુલાઈના રોજ આપણા દેશમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે મનાવાય છે. સામાન્ય લોકો ડૉક્ટરને ઈશ્વરના દૂત ગણીને સન્માનતા હોય છે. ડૉક્ટરના સેવાકીય કાર્યોને બિરદાવવા તથા તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. જોકે, ઘણાને પ્રશ્ન થઈ શકે કે રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે ૧ જુલાઈના દિવસે જ કેમ મનાવાય છે? ભારત રત્નથી પોંખાયેલા ડૉ. બિધાન ચંદ્ર રૉયનું દેશના મેડિકલ ક્ષેત્રમાં અવિસ્મરણીય યોગદાન બોલે છે. ડૉ. બી.સી. રૉયના જન્મદિવસને ધ્યાનમાં રાખીને ભારતમાં વર્ષ ૧૯૯૧થી દર વર્ષે ૧લી જુલાઈના રોજ રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ડૉક્ટર્સ ડે નિમિત્તે આપણે ડૉક્ટરને સન્માનવાની સાથે સાથે મહાન ડૉક્ટર અને ઉમદા રાજનેતા એવા ડૉ. બી.સી. રૉયનો પણ પરિચય કેળવીએ તો કેવું? ડૉ. બી.સી. રૉયનું જીવન અને કવન આજની પેઢીને ડૉક્ટરને પ્રેરણા અને માર્ગદર્શન આપે એવું છે. ચાલો, તેમના વિશે થોડી જાણકારી મેળવીએ.

ડૉ. બી.સી. રૉય ‘ગાંધીના ડૉક્ટર’ તરીકે પણ જાણીતા બન્યા હતા. ગાંધીજી સાથેના તેમના એક પ્રસંગની વાત કરીએ તો યરવડા જેલમાં હરિજનકાર્ય ન કરવા દેવાના મુદ્દે ગાંધીજીએ 1933માં આમરણ ઉપવાસ શરૂ કરેલા. અંગ્રેજ સરકારે ગભરાઈને ગાંધીજીને જેલમુક્ત કર્યા. ગાંધીજીએ પૂનામાં જ સર વિઠ્ઠલદાસ ઠાકરશીના ‘પર્ણકુટી’ બંગલામાં રહેવાનો નિર્ણય કર્યો. ઉપવાસને કારણે તેમની તબિયત લથડી હતી. યુવાન ડૉક્ટર એવા બી.સી. રૉયે ગાંધીજીને દવાઓ આપી. ગાંધીજીએ પૂછ્યું, ‘મારે તમારી સારવાર શા માટે લેવી જોઈએ? શું તમે મારા ચાળીસ કરોડ દેશવાસીઓને નિ:શુલ્ક સારવાર આપશો?’ ત્યારે ડૉ. રૉયનો જવાબ હતો, ‘ના ગાંધીજી, હું તમામ દર્દીઓની મફતમાં સારવાર ન કરી શકું. હા, હું મો.ક. ગાંધીની સારવાર નથી કરતો, પણ હું એ વ્યક્તિની સારવાર કરું છું, જે દેશના ચાળીસ કરોડ દેશબંધુઓનું પ્રતિનિધિત્વ કરે છે.’ આવો વિનમ્ર અને પારદર્શક જવાબ સાંભળીને ગાંધીજી દવા-સારવાર લેવા તૈયાર થયેલા.
ડૉ. બિધાન ચંદ્ર રૉય એક ઉમદા રાજનેતા પણ હતા. સેવાને પરમ ધર્મ માનનારા ડૉ. રૉયે રાજકીય ક્ષેત્ર પણ સેવા માટે જ પસંદ કર્યું હતું. પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી બનેલા ડૉ. બી.સી. રૉય આધુનિક પશ્ચિમ બંગાળના નિર્માતા ગણાય છે. ડૉ. રૉય આઝાદી જંગના લડવૈયા, પરોપકારી ચિકિત્સક, આરોગ્ય ક્ષેત્રમાં મેડિકલ સંસ્થાઓ (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વગેરે)ના સ્થાપક હતા તેમજ કુશળ રાજકર્તા તરીકે દેશની મહામૂલી સેવા કરી હતી. આઝાદી પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ કરતાં તેમને તો દર્દીઓની સેવા વહાલી હતી, પરંતુ ગાંધીજીના અનુરોધને આંખે ચડાવીને તેમણે મુખ્યમંત્રી પદ સંભાળેલું. જોકે, દિવસનો એક કલાક તેઓ ગરીબ દર્દીઓની સારવાર-સંભાળ માટે ફાળવતા હતા. એક ડૉક્ટર તરીકે તેમનું પ્રદાન વધારે ઉત્કૃષ્ટ હતું કે એક રાજનેતા તરીકેનું, એનો નિર્ણય અઘરો પડે, એવાં અનેક મહાકાર્યો ડૉ. રૉયના નામે બોલે છે. અને એટલે જ તેમને ઈ.સ. 1961માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી તરીકે તેમની કામગીરીને સમજવા માટે એક જ ઉદાહરણ કાફી છે. વિશ્વભરમાં ભારતીય સિનેમાની શિરમોર ગણાતી ફિલ્મ ‘પાથેર પાંચાલી’ માટે સત્યજિત રેને કોઈ નાણાં ધીરવા તૈયાર નહોતું. ફિલ્મ અટવાઈ પડી હતી. આખરે સત્યજિત રેએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને અડધી-અધૂરી ફિલ્મ બતાવી અને કળાપારખું મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો કે રાજ્ય સરકાર જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે અને દેશ-દુનિયાને એક ઉત્તમ સિનેકૃતિ ઉપલબ્ધ થઈ હતી.

ડૉ. રૉય અને શેક્સપિયર વચ્ચે એક સામ્યતા એ છે કે બન્નેના જન્મ દિવસ અને મૃત્યુ દિવસ એક જ તારીખે આવે છે. આમ, 1 જુલાઈ, 1882ના રોજ બિહારના પટણા ખાતે જન્મેલા ડૉ. રૉયનું નિધન કોલકાતા ખાતે 1 જુલાઈ, 1962ના રોજ થયું હતું.

આજે મેડિકલ ક્ષેત્ર ખૂબ જ આગળ વધ્યું છે ત્યારે ટેક્નોલોજીની સાથે સાથે સેવાભાવ પણ ખૂબ જ આવશ્યક બન્યો છે, ડૉ. રૉય જેવા વ્યક્તિત્વ આપણી નવી પેઢીના ડૉક્ટરો માટે ચોક્કસ એક આદર્શ અને પ્રેરણાપુરુષ બની શકે એમ છે. દેશના ડૉક્ટર્સ જો ડૉ. બી.સી. રૉય જેવાને પોતાના રોલમૉડલ ગણે તો ભાગ્યે જ કોઈ દર્દી સારવારથી વંચિત રહે. જીવન અને મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે, પણ દેશના દરેક નાગરિકને સમયસર સારવાર મળે, એ તો દેશના ડૉક્ટરની નૈતિક ફરજ છે. દર્દીના દુ:ખો દૂર કરનારા ડૉક્ટર્સને સલામ!

(દિવ્યેશ વ્યાસ)

રાશિ ભવિષ્ય 01/07/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 01/07/2023

શેરબજારમાં લાલચોળ તેજીઃ સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ

અમદાવાદઃ સ્થાનિક શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં અને જુલાઈ કોન્ટ્રેક્ટના પ્રારંભે શેરોમાં લાલચોળ તેજી થઈ હતી. બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીએ પહેલી વાર 64,000 અને 19,000ની ઉપર બંધ આવ્યા છે. BSE સેન્સેક્સ 803.14 પોઇન્ટ ઊછળીને 64,718.56ના સ્તરે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 216.95 પોઇન્ટ ઊછળી 19,189.05ના મથાળે બંધ થયો હતો. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં 1400 પોઇન્ટ ઊછળીને 64,400ને પાર પહોંચ્યો હતો.

સ્થાનિક શેરબજારોમાં આગઝરતી તેજી થઈ હતી. આઇટી ઇન્ડેક્સ 2.5 ટકા, PSU બેન્ક ઇન્ડેક્સ બે ટકા, ઓટો અને કેપિટલ ગુડેઝ ઇન્ડેક્સ બે-બે ટકા વધીને બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ લાવ-લાવ હતું.

બજારમાં તેજીની વચ્ચે BSE પર 3648 શેરોમાં સોદા પડ્યા હતા, જ્યારે 1548 શેરોમાં  ઘટીને બંધ થયા હતા. આ સિવાય 138 શેરો સ્થિર રહ્યા હતા, જ્યારે 199 સ્ટોક્સ એક વર્ષની ઊંચાઈએ અને 34 શેરો એક વર્ષની નીચલી સપાટીએ પહોંચ્યા હતા. આ સાથે 185 શેરોએ ઉપલી સરકિટ બનાવી હતી, જ્યારે 11 શેરોએ લોઅર સરકિટ બનાવી હતી. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને 2,96,48,118.86 કરોડે પહોંચ્યું હતું. જ્યારે ગઈ કાલનું માર્કેટ કેપ રૂ, 2,94,11,131.69 કરોડ હતું. આમ રોકાણકારોની અસ્કયામતોમાં રૂ. 2,37 લાખ કરોડનો વધારો થયો હતો.

ભારતીય માર્કેટમાં વિદેશી રોકાણકારોએ મોટા પાયે મૂડીરોકાણ કર્યું છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ ચાલુ નાણાકીય વર્ષમાં શેરબજારમાં 10 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે.

 

 

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વખત મહિલા કુલપતિની નિયુક્તી

ગુજરાત યુનિવર્સિટીમાં  નવા કુલપતિની નિયુક્તી કરવામાં આવી છે.  હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીને નવા કુલપતિ મળી ગયા છે. મહત્વની બાબત એ છે કે યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષ બાદ પ્રથમવાર એક મહિલાની નિયુક્તી કુલપતિ તરીકે કરવામાં આવી છે.

1949 માં સ્થાપિત રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સીટીના 18 માં કુલપતિ તરીકે મૂળ અમદાવાદી અને સાંચી યુનિવર્સિટી ઓફ બુધ્ધિસ્ટ-ઇન્ડિક સ્ટડી, સાંચી, મધ્યપ્રદેશ ના કુલપતિ ડૉ નિરજા ગુપ્તાની પસંદગી કરાઈ છે. 30 જૂને ડૉ હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ પૂર્ણ થઈ રહી હતી.

ડો.નીરજા ગુપ્તા અગાઉ ભવન્સ કોલેજના આચાર્ય રહી ચૂક્યા છે. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય, સેનેટ સભ્ય, અને ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલના પણ સભ્ય રહી ચૂક્યા છે. એટલુ જ નહીં ગુજરાત સરકારના સ્ટડી ઇન ગુજરાત કેમ્પિયનના સભ્ય તરીકે પણ ડો. નીરજા ગુપ્તાએ ફરજ બજાવી છે.

નોંધનીય છે કે ડો. નીરજા ગુપ્તા આરએપીજી કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન, ખાનપુર, અમદાવાદ, ગુજરાત ખાતે પ્રોફેસર અને આચાર્ય રહી ચૂક્યા છે. 2006થી 2012 સુધી ડો.ગુપ્તા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેસન પ્રોગ્રામના સલાહકાર રહ્યા છે. તેમણે 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત તેઓ ઉર્દૂ પર પ્રભુત્વ ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે હરસિદ્ધભાઇ દિવેટીયા, મગનભાઇ દેસાઇ, ડો. ઉમાશંકર જોષી, જસ્ચિસ નોમનભાઇ મિયાભોય, ડો. પી.સી. વૈધ જેવી વ્યક્તિઓએ ફરજ નિભાવી છે ત્યારે પ્રથમ વખત મહિલા તરીકે ડો. નિરજા ગુપ્તાની નિયુક્તી કરવામાં આવી છે.

સેન્સેક્સ ડેરિવેટિવ્ઝની રેકોર્ડ સ્તરે આગેકૂચ યથાવત

 મુંબઈ: એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટે આજે સાપ્તાહિક અને માસિક બંને કોન્ટ્રેક્ટની એક્સપાયરી પૂરી થતાં રેકોર્ડ ઉચ્ચ સ્તરે આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું.

અગાઉના સપ્તાહના રૂ. 6,06,637 કરોડના એક્સપાયરી ટર્નઓવરથી 37 ટકા વધીને, આ સપ્તાહનું નોશનલ ટર્નઓવર રૂ. 8,28,100 કરોડ (ઓપ્શન્સમાં રૂ. 8,28,000 કરોડ અને ફ્યુચર્સમાં રૂ. 100 કરોડ) પર પહોંચી ગયું છે.

 

કુલ ઓપન ઇન્ટરેસ્ટ એક્સપાયરી પહેલાં 6.62 લાખ કોન્ટ્રાક્ટ્સ સાથે રૂ. 42,850 કરોડની મૂલ્ય પર પહોંચ્યું હતું. કુલ 1.28 કરોડ કોન્ટ્રેક્ટ ટ્રેડ થયા હતા.