મુંબઈ: સેબી દ્વારા ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ ધારકો માટે બેનિફિશયરી નોમિનેટ કરવા માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 કરવામાં આવી છે, એમ ડિપોઝિટરી સીડીએસએલે રોકાણકારોને જણાવ્યું છે. સેબીએ જાહેર કર્યું છે કે વર્તમાન ડિમેટ ખાતા ધારકો કે જેમણે નોમિની નક્કી કર્યા નથી કે નોમિની ન રાખવાનો વિકલ્પ પસંદ કર્યો નથી તેમનાં ખાતાં 30 સપ્ટેમ્બર, 2023થી ફ્રીજ કરી નાખવામાં આવશે. આવાં ખાતાંમાં કોઈ વ્યવહાર થઈ શકશે નહિ.
સેબીએ નોમિની નક્કી કરવા માટેની અંતિમ તારીખ 31 માર્ચ, 2022 નક્કી કરી હતી અને તેને 24 ફેબ્રુઆરી, 2022ના સરક્યુલર દ્વારા એક વર્ષ લંબાવીને 31 માર્ચ, 2023 નક્કી કરી હતી. પરંતુ હવે તેની મુદત લંબાવીને 30 સપ્ટેમ્બર, 2023 સુધીની કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં હાલના દિવસોમાં યમુના ઉફાન પર છે. નદીમાં વધતા પાણીના સ્તરને જોતાં હવે રાજ્ય સરકાર એલર્ટ છે. હથિનીકુંડ બેરેજથી પાણી છોડવામાં આવ્યું છે. એને દિલ્હી પહોંચવામાં બહુ ઓછો સમય લાગ્યો છે. યમુનામાં સતત જળસ્તર વધવાને કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે, જેને કારણ આ વિસ્તારોમાં રહેતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ વિસ્તારોમાંથી હવે મોટા ભાગના લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ ચાલ્યાં ગયા છે. ગઈ કાલે યમુનાના જળસ્તરે 1978નો રેકોર્ડ તોડ્યો હતો. સવારે યમુનાનું જળસ્તર 212.70 મીટરની નજીક પહોંચ્યું હતું. રાજ્ય સરકારને ગંભીર સ્થિતિનો અંદાજ આવી ચૂક્યો છે અને મામલો કેન્દ્ર વિરુદ્ધ રાજ્ય થતો જઈ રહ્યો છે. મુખ્ય મંત્રી કેજરીવાલના ઘર સુધી પાણી પહોંચ્યા છે.
દિલ્હીની સાથે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં વરસાદને પગલે સ્થિતિ ગંભીર છે. યમુનાનાં પાણી ઘૂસવાથી દિલ્હીના ત્રણ વોટર પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા છે.
यमुना नदी में जलस्तर बढ़ने से आज कई वॉटर ट्रीटमेंट प्लांट बंद करने पड़े हैं। यमुना किनारे बने वज़ीराबाद वॉटर ट्रीटमेंट प्लांट का आज मैंने खुद दौरा किया। जैसे ही स्थिति यहाँ सामान्य होगी हम इसे जल्द शुरू करेंगे। pic.twitter.com/x1OSudFNBN
યમુના કિનારાના કેટલાય વિસ્તારો ઝડપથી ડૂબી રહ્યા છે. રિંગ રોડ સુધી પાણી આવી ગયાં છે. કાશ્મીરી ગેટ બસ અડ્ડા પર પણ જોખમ ઝળૂંબી રહ્યું છે. રાજઘાટ, ITO, જૂના કિલ્લાના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. લાલ કિલ્લાની પાછળના વિસ્તારમાં પાણી ઘૂસ્યાં છે. જૂની રેલવે સ્ટેશન તરફ જતા રસ્તાઓ જળમગ્ન છે. નીચલા વિસ્તારોમાં ઘરોમાં પાણીમાં ડૂબ્યાં છે.
વઝીરાબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી ધૂસ્યાં પછી પ્લાન્ટને બંધ કરવામાં આવ્યો છે. 45 વર્ષ પછી યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે. પાણી રસ્તાઓની તરફ જતાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. યમુના બેન્ક મેટ્રો સ્ટેશનની બહાર પાણી ભરાવાથી સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે. દિલ્હી વાહનવ્યવહાર માટે પોલીસે એડવાઇઝરી પણ જારી કરી છે.મુખ્ય પ્રધાન કેજરીવાલે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્કૂલો બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે દિલ્હીમાં વોટર પ્લાન્ટ બંધ કરવાથી લોકોને પીવાના પાણીની ખેંચ પડે એવી શક્યતા છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 46 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,665 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,913 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,393 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 54 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1407એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 49,919 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.29 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,46,259 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 814 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
“જીવનની હરેક સમસ્યાનો ટૉલ-ફ્રી નંબર એટલે મિત્ર” અને “આખી દુનિયા જ્યારે સાથ છોડી જાય ત્યારે સાથ નિભાવે એનું નામ મૈત્રી…” ફ્રેન્ડશિપ ડેના દિવસે આવાં ઢગલાબંધ સૂત્રો આપણા મોબાઈલ પર અફળાતા રહે છે.
કેવા હોય છે સમસ્યામાં કામ લાગતા આ ટૉલ-ફ્રી નંબર? વિશ્વવિખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ, ફૉર્ડ મોટર કંપનીના માલિક હેન્રી ફૉર્ડને તેમની વૃદ્ધાવસ્થામાં એક પત્રકારે પૂછ્યું: “આજે આપની પાસે જોઈએ એ બધું જ છે, પણ એવું કંઈ છે, જે હજુ આપને મળ્યું નથી?”
ફૉર્ડે ઉત્તર આપતાં કહ્યું: “સાચો મિત્ર… મારી પાસે સાચો મિત્ર નથી.”
અહીં તમે એક વસ્તુ માર્ક કરી? હેન્રી ફોર્ડે મિત્ર આગળ ‘સાચો’ શબ્દ મૂક્યો, કારણ કે મિત્રો બનવા અને મળવા સહેલા છે પણ સાચો મિત્ર મળવો ઘણો મુશ્કેલ છે.
કંઈ આવો જ પ્રશ્ન એક નિવૃત્ત સૈનિકને પૂછવામાં આવ્યોઃ ‘સર, તમને સરહદ પર રહેવું ગમે કે સમાજમાં?’
સૈનિકે કહ્યું કે ‘સરહદ પર… કારણ કે ત્યાં તો મને ખબર છે કે સાથે છે તે દોસ્ત અને સામે છે તે દુશ્મન, જ્યારે સમાજમાં ખબર જ નથી પડતી કે કોણ દોસ્ત છે ને કોણ દુશ્મન.’
બાળપણમાં શેરીઓમાં, મેદાનમાં રમતાં, સ્કૂલ-કૉલેજમાં ભણતાં, નોકરી-ધંધો કરતાં આપણને પણ ઘણી વાર આવી મૂંઝવણ થઈ હશે કે કે આ મારો દોસ્ત છે કે દુશ્મન? જેમ ઘણી વાર અમુક વ્યક્તિને પરણ્યા પછી પસ્તાવો થાય છે કે આના કરતાં પરણ્યો ન હોત હોત તો સારું થાત. તેમ ઘણાને મૈત્રી કર્યા પછી પસ્તાવું પડે છે, કારણ કે મિત્રનાં લક્ષણ જોઈને મિત્ર નથી કર્યો. મિત્ર એ નથી જે આપણને સિગારેટ ફૂંકવામાં, દારૂની મહેફિલોમાં સાથ આપે, નશો ચઢાવી વ્યસની બનાવે, વ્યભિચારના માર્ગે ચઢાવી આપણું ચારિત્ર્ય ભ્રષ્ટ કરે. મિત્રનો ધર્મ એ છે કે આપણને ખરાબ માર્ગે જતાં રોકે અને સારા માર્ગે ચાલવા માટે સમજાવે.
સ્વયં ભગવાન શ્રીરામ સુગ્રીવને જણાવે છે કેઃ “જિન્હ કેં અસિ મતિ સહજ ન આઈ, તે સઠ કત હઠિ કરત મિતાઈ… કુપથ નિવારી સુપંથ ચલાવા, કુપથ નિવારી સુપંથ ચલાવા, ગુણ પ્રગટૈ અવગુન્નિહ દુરાવા.”
ભાવાર્થઃ જેમને સ્વભાવથી જ એવી બુદ્ધિ પ્રાપ્ત નથી એવા મૂરખા હઠ કરીને શા કાજે કોઈની સાથે મૈત્રી કરે છે? મિત્રનો ધર્મ એ છે કે એ મિત્રને ખોટા માર્ગે જતો રોકી સાચો માર્ગ બતાવે. એના ગુણ પ્રગટ કરે અને અવગુણોને છુપાવે.
આ જ વાત દર્શાવતાં પૂ. પ્રમુખસ્વામી મહારાજ જણાવે છે કે, “મિત્રનો ધર્મ એ છે કે આપણને ખરાબ માર્ગે જતાં રોકી સારા માર્ગે ચલાવે.”
આ કેવળ વાચ્યાર્થ નહોતું પરંતુ જીવનમાં ચરિતાર્થ હતું, કેમ કે, પ્રમુખસ્વામી એવા સાચા મિત્ર હતા, જેમણે ગુજરાતમાં નહીં પરંતુ, વિશ્વભરમાં આપત્તિઓ આવી ત્યારે નાતજાતના ભેદ જોયા વગર માતાસમાન વાત્સલ્ય પૂરું પાડી સૌને ઉગાર્યા છે. ૧૯૭૯માં મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યો હોય કે ૨૦૦૧માં ભૂકંપે ભૂજને તારાજ કર્યું હોય કે પછી અમેરિકામાં સાઈક્લોન આવ્યું હોય… આવા તો અનેક પ્રસંગોએ પ્રમુખસ્વામી મહારાજે સમાજને સધિયારો આપવામાં કોઈ કચાશ રાખી નથી.
આશરે ૨૨ લાખ વર્ષ પૂર્વે ભગવાન શ્રીરામે આપેલા ઉપદેશને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી આપણાં જીવન સુગંધી બનાવનાર પ્રમુખસ્વામી મહારાજે સમસ્ત સમાજ પ્રત્યે સાચા મિત્રની ભૂમિકા નિભાવી છે. તેમણે બધાંને સાચા માર્ગે લાવવાનો પોતાનાથી બનતો પ્રયત્ન કર્યો છે. સાચા મિત્ર કેવા હોય તે તેમણે સાબિત કરી આપ્યું છે. ભગવાન શ્રીરામ તથા આવા મહાન સંતને વંદન કરીને એટલું જ યાચીએ કે આપણને પણ એવા સાચા મિત્રની ભેટ મળે. અને આપણું જીવન પણ સમૃદ્ધ બને. કારણ કે સાચા મિત્રો સાચો મારગ ચીંધી શકે છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.
આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.
ભાજપ દ્વારા રાજ્યસભાના બંન્ને ઉમેદવારોના નામ જાહેર કરવામા આવ્યા છે. જેમાં બાબુ દેસાઈ અને કેસરીસિંહ ઝાલાનું નામ જાહેર થયું છે. ભાજપે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ઓબીસી સમુદાયના બાબુ દેસાઈને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે.જ્યારે બીજી સીટ પર કેસરીસિંહ ઝાલાનું નામ જાહેર થયું છે.
ભાજપે રાજ્યસભાના બંન્ને ઉમેદવારોના નામ કર્યા જાહેર
ભાજપ દ્વારા બે અલગ અલગ ઝોનમાંથી ઉમેદવારો પસંદ કરવામા આવ્યા છે.ભાજપે પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ અને વાંકાનેર સ્ટેટના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાને ઉમેદવાર બનાવ્યા છે. જેમાં રબારી સમાજના ભામાશા તરીકે ઓળખાતા અને બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈની પસંદગી કરી છે. ત્યારે આ અહેવાલમાં અમે તમને તેમના વિશે કેટલીક અગત્યની માહિતી આપીશું.
બાબુભાઇ દેસાઈ કોણ છે ?
બાબુભાઇ દેસાઈ ભાજપના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ કાંકરેજ તાલુકાના ઉબરી ગામના વતની છે.બાબુભાઈ હાલ અમદાવાદમાં સોલા રોડ પર રહે છે. તેમના અભ્યાસની વાત કરવામા આવે તો તેઓએ ઓલ્ડ SSC અને અંગ્રેજી મીડિયમમાં સ્ટેનોગ્રાફીનો અભ્યાસ કર્યો છે. તેઓ 2007માં બનાસકાંઠાની કાંકરેજ બેઠકથી ધારાસભ્ય બન્યા હતા. ઘણા સમયથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહ્યા હોવાથી તેમની પોતાની એક લોકપ્રિયતા છે.જેના કારણે તેમને કમિટેડ કાર્યકર્તા માનવામાં આવે છે. તેમજ તેમના શેષ્ઠ કાર્યોને પરિણામે તેમને ગુજરાતના નામાંકિત મીડિયા ગ્રુપ દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્યનો તરિકેનો એવોર્ડ પણ મળ્યો છે.
રબારી સમાજમાં ભામાશા અને દાનવીર રત્ન તરિકેની ઓળખ
બાબુભાઇ દેસાઇ રબારી સમાજમાં ભામાશા અને દાનવીર રત્ન તરીકેની ઓળખાય છે.દ્વારકા સહિત રાજ્યભરની અનેક ધાર્મિક પ્રવૃતિઓ સાથે તેઓ જોડાયેલા છે. તેમજ અનેક સમૂહલગ્ન અને ધાર્મિક કાર્યક્રમના દાતા છે. એટલુ જ નહી તેઓ 10 જેટલી સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી છે. અને તેઓ કન્યા કેળવણી માટે કાર્યરત છે.
બાબુભાઈ દેસાઈની બિલ્ડર લોબીમાં ઓળખ
આ સાથે બાબુભાઈ દેસાઈની બિલ્ડર લોબીમાં પણ આગવી ઓળખ છે. તેઓ મૂળ બિલ્ડર હતા અને તેમાંથી તેઓ ધારાસભ્ય બન્યા હતા. 2012થી તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વીનર રહ્યા હતા
સોશિયમ મીડિયા પ્લેટફોર્મ પર પોણા ચાર લાખથી પણ વધુ ફોલોવર્સ
સોશિયલ મીડિયાની વાત કરવામા આવે તો તેમના સોશિયમ મીડિયા પ્લેટફોર્મ પર ગતિવિધીઓમા પણ બાબુભાઇ દેસાઈ ગુજરાતમાં અગ્રેસર નેતા છે. તેમના ફેસબુક,ટ્વિટર,અને ઈન્સ્ટાગ્રામ પર પોણા ચાર લાખથી પણ વધુ ફોલોવર્સ છે.
2022 વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ હતી તૈયારી
આ ઉપરાંત આ સમૃદ્ધ નેતાએ 2022 વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી લડવાની તૈયારી દર્શાવી હતી પરંતુ કોઈ કારણોસર તેમને ટિકિટ અપાઈ નહોતી ત્યારે ભાજપે તેમને રાજ્યસભાની ચૂંટણી મેદાનમાં ઉતારી તેમની વર્ષો જૂની માંગ સંતોષી હોવાનું સૂત્રો ચરચી રહ્યા છે.
ઉમેદવારોની પસંદગી પાછળ ભાજપનીરણનીતિ
ભાજપે ફરી એકવાર ત્રણ બેઠકોમાં બે નવા ચહેરાઓને તક આપી ભાજપે આગામી લોકસભાની ચૂંટણીમાં માલધારી સમાજ અને ક્ષત્રિય સમાજને પોતાના તરફેણમાં કરવા આ રણનીતિ અપનાવી હોવાનું મનાઈ રહ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના શિહોરમાં પાંચ ઈંચ વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના કેટલાક વિસ્તારોમાં છે. જો કે સમગ્ર રાજ્યની વાત કરીએ તો છૂટાછવાયો હળવો વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં 47 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 112 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 36 ટકા જ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ પૂર્વ ગુજરાતમાં 34 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યમાં આ સિઝનમાં અત્યાર સુધી 47 ટકા વરસાદ નોંધાયો છે. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ છે. જેમાં 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તેમાં સૌથી વધારે ભાવનગરના સિહોરમાં 5 ઈંચ વરસાદ થયો છે.
સુરતના ઉમરપાડામાં 4 ઈંચ, વાલોડમાં 3.6 ઈંચ, ઉમરાળામાં 3.3 ઈંચ, કપરાડામાં 3.2 ઈંચ, બોડેલીમાં 3 ઈંચ, પલસાણામાં 2.8 ઈંચ, કામરેજ, કવાંટ, બોડેલી અને વ્યારામાં 2.6 ઈંચ, ઉચ્ચલ, સોનગઢ અને માંડવીમાં 2.3 ઈંચ, ઓલપાડમાં 2.8 ઈંચ અને જાંબુઘોડામાં 2.7 ઈંચ, ખાનપુર, ઉમરગામ, ચોર્યાસી અને નસવાડીમાં 2.3 ઈંચ, સુરત, જલાલપોર, કુકરમુંડામાં 2.2 ઈંચ, નવસારી, વલસાડ અને ભરુચમાં 1 ઈંચ વરસાદ આવ્યો છે.