Home Blog Page 2630

ભાવનગરમાં ‘સમર્થ સમકાલીન સર્જક પરિસંવાદ’ યોજાયો

ભાવનગરઃ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનના સંયુક્ત ઉપક્રમે  ૨૭ માર્ચે સોમવારે ભાવનગરના ઝવેરચંદ મેઘાણી સભાગૃહમાં ‘સમર્થ સમકાલીન’ સિતાંશુ યશશ્ચન્દ્રની સર્જકતા એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો. સિતાંશુ યશશ્ચન્દ્રની સર્જકતા વિશેના આ પરિસંવાદની ભૂમિકા ગુજરાતી ભવનના અધ્યક્ષ મહેન્દ્રસિંહ પરમારે કરી હતી. પ્રારંભે સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા ‘એક ખરી વાત’નો સમૂહપાઠ ભવનના વિદ્યાર્થીઓ દ્વારા થયો. કવિ સિતાંશુ યશશ્ચન્દ્રે એમની કવિતાનો પાઠ કર્યો.

સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા વિશે સમીર ભટ્ટે અને સંશોધન વિશે હેમંત દવેએ રસપ્રદ વક્તવ્યો આપ્યાં. બીજી બેઠકમાં સિતાંશુ યશશ્ચન્દ્રના વિવેચન વિશે શિરીષ પંચાલનું વક્તવ્ય થયું. ત્રીજી બેઠકમાં સિતાંશુ યશશ્ચન્દ્રનાં નાટકોને રંગભૂમિની દ્રષ્ટિએ મહેન્દ્રસિંહ પરમાર અને સાહિત્યિક દ્રષ્ટિએ મહેશ ચંપકલાલે મૂલવ્યાં. ‘ભાઈબંધ સિતાંશુ’ વિશે પ્રબોધ પરીખનાં વક્તવ્ય પછી એમણે સાહિત્ય અકાદમી દિલ્હી માટે બનાવેલી ફિલ્મ ‘આ માણસ ગુજરાતી લાગે છે’નું નિદર્શન થયું.

‘સમર્થ સમકાલીન’ સિતાંશુ યશશ્ચન્દ્રની સર્જકતા વિશેના પરિસંવાદના સભાગૃહના પરિસરમાં, ભોજનકક્ષમાં કવિની કવિતાઓ ‘પ્રહલાદની પ્રાર્થના’, ‘લક્કડબજાર’, ‘હનુમાનની એકોક્તિ’ તથા ‘જટાયુ’ની એકોક્તિઓ ભવનનાં છાત્રો ફાલ્ગુની, શ્રદ્ધા, દીપક અને આકાશે રજૂ કરી એ કાર્યક્રમનું આકર્ષણ બની રહી. કવિ અને અધિકારી ભાવકોની હાજરીમાં ભજવાતી આ એકોક્તિઓ સૌએ વધાવી લીધી હતી.

આ કાર્યક્રમના પહેલાં રવિવારે ભાષાભવનમાં ‘કવિતાનું કેસર’ શીર્ષકથી આ કવિઓ અને ભવનના છાત્રોનું મિલન યોજાયું હતું. ભાષા સાહિત્યના વિદ્યાર્થીઓને સાહિત્ય સાથે અનુબંધ રચવામાં આવા વિશિષ્ટ કાર્યક્રમોનો મહિમા સૌ સાહિત્યપ્રેમીઓએ અનુભવ્યો. શિરીષ પંચાલ, પ્રબોધ પરીખ, સિતાંશુ યશશ્ચન્દ્ર જેવા અગ્રણી સાહિત્યકારોની હાજરીમાં જાણે એક સેતુબંધ રચાયો. ભવનનાં છાત્રોએ કરેલી સજાવટ તથા ભૂમિ, પાયલ, અંકિતા અને માનસીએ કરેલાં સભાસંચાલનો પણ પ્રશંસનીય રહ્યાં. પરિષદ મંત્રી સમીર ભટ્ટે સૌનો આભાર માન્યો હતો.

 

 

 

 

 

મોદી સરનેમ કેસઃ ચુકાદાને સુરત કોર્ટમાં પડકારશે રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019ના માનહાનિ કેસમાં બે વર્ષની સજાની સામે અપીલ કરવા માટે ગુજરાતની એક કોર્ટમાં હાજર થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અપમાનના રૂપમાં જોવામાં આવેલી એક ટિપ્પણી માટે માનહાનિ મામલામાં તેમને દોષી ઠેરવ્યાના મેજિસ્ટ્રેટના આદેશને રદ કરવા માટે રાહુલ ગાંધીની સુરત સેશન્સ કોર્ટના આગ્રહ કરવા માટે અરજી દાખલ કરવા માટે પહોંચ્યા છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ દોષસિદ્ધિ પર વચગાળાનો પ્રતિબંધ મૂકવા માટે માગ કરશે, જેથી તેમની લોકસભા સદસ્યતા બહાલ થઈ જશે.

રાહુલ ગાંધીને ગુજરાતની કોર્ટે આદેશ પછી સાસંદ તરીકે અયોગ્ય ઘોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમનાં બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને ત્રણ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ-અશોક ગહેલોત, ભૂપેશ બઘેલ અને સુખવિંદર સુક્ખુની સાથે સુરત જશે. કોર્ટમાં હાજર થતાં પહેલાં રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. 52 વર્ષીય રાહુલ ગાંધીને 2019ના મામલે માનહાનિના દોષી ઠેરવવામાં આવ્યા હતા, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરનેમ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. જોકે તેમને કોર્ટે સજા મળ્યા પછી તરત જામીન આપ્યા હતા અને તેમને ચુકાદા સામે અપીલ કરવા માટે 30 દિવસો સુધી તેમની સજાને ટાળી કરી દીધી હતી.  

ભાજપના વિધાનસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની સામે માનહાનિ કેસ દાખલ કર્યો હતો. કેરળમાં રાહુલ ગાંધીની વાયનાડ સીટ તેમને પદ પરથી હટાવ્યા પછી હવે ખાલી છે. ચૂંટણી પંચ હવે આ બેઠક માટે વિશેષ ચૂંટણીની ઘોષણા કરી શકે છે.

 

 

 

 

 

મામૂલી ઝઘડામાં એક શખસે ચાલતી ટ્રેનમાં યાત્રીને લગાડી આગઃ ત્રણનાં મોત

કોઝિકોડઃ કેરળના કોઝિકોડમાં રવિવારે એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા માટે થયેલા મામૂલી ઝઘડા પછી એક વ્યક્તિએ અન્ય યાત્રીને આગ લગાડી દીધી હતી. જેથી ત્રણ લોકોનાં કરુણ મોત થયાં હતાં અને અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. આગ લાગ્યાની ઘટનાના કેટલાક કલાકો પછી કેરળના ઇલાથુર રેલવે સ્ટેશનની પાસે પાટા પર એક વર્ષના બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.

આશંકા છે કે અલપ્પ્ઝા-કન્નુર એક્ઝ્ક્યુટિવ એક્સપ્રેસના યાત્રીઓ દ્વારા ઇમરજન્સી ચેઇન ખેંચ્યા પછી ટ્રેન ધીમી થયા બાદ તે વ્યક્તિ ફરાર થઈ ગઈ હતી. હજી આરોપીઓની ઓળખ નથી થઈ શકી. આ ઘટના રાત્રે 9.45 કલાકે થઈ હતી, જ્યારે ટ્રેન કોઝિકોડ શહેરને પાર કર્યા પછી કોરાપુઝા રેલવે પૂલ પર પહોંચી હતી. યાત્રીઓએ રેલવે સુરક્ષા દળ (RPF)ને સૂચના આપી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રારંભિક સૂચના અનુસાર આગ લગાવનાર વ્યક્તિ ઘટના પછી ફરાર થઈ ગઈ હતી. જોકે આ આગમાં દાઝી જનાર ત્રણ લોકોને RPFના જવાનોએ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા અને આવશ્યક નિરીક્ષણ પછી ટ્રેન રવાના થઈ ગઈ હતી.

પ્રારંભિક અહેવાલો મુજબ બે વ્યક્તિઓ વચ્ચે ચણભણ થતાં આ ઘટના બની હતી, જેમાં બે વ્યક્તિમાં ઝઘડા પછી એક વ્યક્તિએ બીજા યાત્રી પર જ્વલનશીલ પદાર્થ નાખીને આગ લગાડી દીધી હતી. આ ઘટનાને કારણે ભાગદોડ થઈ હતી અને આ આગમાં દાઝેલા ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને આઠ લોકો ઘાયલ થયા હતા.

 

 

 

 

 

કોરાનાના 3824 નવા કેસો, 11નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3824 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 11 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,22,605 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,892 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,75,135 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1800 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 20,219એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.05 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.76 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 59,512 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.13 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.09 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.03 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,11,814 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2799 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

સકારાત્મક વિચારોનું સત્ય

લોકો પોતાના જીવનના ઊંડાણને ગુમાવી બેઠા છે, કારણકે તેઓ ફક્ત પોતાનું ધ્યાન તેમના માટે જે અનુકુળ છે, એ વાતને સકારાત્મક ગણી, તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી અર્થહીન બની ગયા છે. તેમને દરેક વસ્તુઓ એકદમ ઝડપથી પ્રાપ્ત કરવી હોય છે. કોઈપણ વસ્તુ માટે અર્પણની ભાવનાનો અભાવ છે. ધારો કે કોઈને વૈજ્ઞાનિક બનવું છે. તો તેણે ઘણાં વર્ષો સુધી અભ્યાસ કરવો પડશે. કદાચ તે પોતાની પત્ની, કે બાળકો કે બીજું બધું ભૂલીને પોતાની જાતને સમર્પિત કરી દેશે. તો જ તેની માટે શક્યતાઓ ખુલશે, ભૌતિક સ્તર પર પણ આમ બને છે.

આવા સ્થિર કેન્દ્રિત ધ્યાનનો આધુનીક જગતમાં અભાવ છે, કારણકે આ પ્રકારનું શિક્ષણ ખુબ વ્યાપક છે: “ચિંતા કરશો નહીં, ખુશ રહો. બધું બરાબર છે. બસ મજા કરો” આ પ્રકારનું સુખ હંમેશા પડી ભાંગશે અને લોકો માનસિક રીતે બીમારીની સ્થિતિમાં મુકાશે. એક ખાસ લોકપ્રિય નિવેદન જે મને પશ્ચિમમાં ઘણું સંભાળવા મળે છે અને હવે તે ભારતમાં પણ પોતાની ઘણી પકડ જમાવી રહ્યું છે, તે એ છે, “ખુશ રહો અને વર્તમાન ક્ષણમાં જીવો.” કૃપા કરીને બીજી કોઈ ક્ષણમાં જીવીને મને બતાઓ. એમ પણ તમે આ ક્ષણમાં છો, તો તમે બીજે ક્યાં હોવાના છો? બધા લોકો આવું રટણ કરે છે કારણકે આ વિષે ઘણાં બધા પુસ્તકો લખાયેલા છે અને ઘણાં લોકો, કે જેમને કોઈજ અનુભવ કે સમજણ નથી તેઓ આવા અઢળક કાર્યક્રમો યોજે છે.

કર્મની કમાન (સ્પ્રિંગ)

જો તમે આવા લોકો જે હંમેશા “આનંદિત રહો”ની વાતો કરે છે તેમને જુઓ તો તેમની જીવનશૈલી પ્રમાણે થોડા વર્ષોમાં તેઓ હતાશ થઇ જશે. તમને આ વસ્તુ ઘણી ઊંડાણમાં પ્રહાર કરશે કારણકે તમારા કર્મનાં બંધારણ પ્રમાણે તમારી ઉર્જા જુદી જુદી શક્યતાઓ માટે ફાળવેલી છે. તે તમારી પીડા, તમારા દુઃખ, તમારી ખુશી, તમારા પ્રેમ, તેમ ઘણી રીતે વહેંચાયેલી છે, જેને પ્રારબ્ધ કહેવાય છે. તે માત્ર તમારા મનમાં નથી. કર્મ એ માહિતીનો સંગ્રહ અથવા ડેટા છે. તમારી ઉર્જા આ માહિતી સંગ્રહના પ્રમાણે કાર્ય કરી રહી છે. પ્રારબ્ધ દબાવેલી કમાન કે સ્પ્રિંગ જેવું છે જેણે પોતાની અભિવ્યક્તિ શોધવી પડશે. જો તે પોતાને વ્યકત નહીં કરી શકે અને તમે તેને વ્યકત થવાની મંજુરી નહીં આપો તો તે કોઈ અલગ જ રીતે પ્રગટ થશે.

દરેક વસ્તુ જેવી છે તેને તે જ રીતે જોવી, એ ઘણું અનિવાર્ય છે. તમે કોઈ વસ્તુ નામંજૂર ન કરો. જો દુઃખ આવે તો દુઃખ, ઉદાસી આવે તો ઉદાસી, ખુશી આવે તો ખુશી અને પરમાનંદ આવે તો પરમાનંદ, પણ એને મંજુર કરો. જયારે તમે આમ કરો છો તો તમે કોઈ વસ્તુને નકારતા કે તેને રોકવાનો પ્રયાસ નથી કરતા. આ સમયે બધું બની રહ્યું છે, પરંતુ તમે આ બધાથી મુક્ત છો.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

0૩ એપ્રિલ, ૨૦૨૩

0૩ એપ્રિલ, ૨૦૨૩

પી.ટી. ઉષા વિશ્વ કક્ષાની એથ્લેટિક્સ એકેડેમી બનાવશે

વિજયવાડાઃ દેશની ભૂતપૂર્વ ઓલિમ્પિયન અને એશિયન ગેમ્સ મેડલવિજેતા રનર પી.ટી. ઉષા હાલ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)નાં પ્રમુખ છે.

58 વર્ષીય ઉષાએ અહીં એમનાં એક સન્માન સમારંભમાં એવી જાહેરાત કરી હતી કે પોતે દેશમાં એક એથ્લેટિક્સ એકેડેમી બનાવી રહ્યાં છે જેથી ભારત માટે વિશ્વ કક્ષાએ ચમકી શકે એવાં વધારે એથ્લીટ્સ તૈયાર કરી શકાય. એમની પોતાની એકેડેમીમાં આશરે 25 એથ્લીટ્સને એથ્લેટિક્સની તાલીમ આપવામાં આવી રહી છે.

અમેરિકન સુપરમોડેલ જીજીએ નીતા અંબાણીનો આભાર માન્યો

મુંબઈઃ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રિત જૂજ વિદેશી મહેમાનોમાં અમેરિકાની સુપરમોડેલ અને ટીવી અભિનેત્રી જીજી હેડિડનો પણ સમાવેશ થતો હતો. જેલેના ઉર્ફે જીજીએ પોતાને આ સમારોહમાં આમંત્રણ આપીને ભારતની સંસ્કૃતિથી વાકેફ થવા બદલ અને પોતાનાં પ્રથમ ભારત પ્રવાસને યાદગાર બનાવવા બદલ અંબાણી પરિવારનો અને ખાસ કરીને નીતા અંબાણીનો આભાર માન્યો છે.

જીજીએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છેઃ ‘ભારતની રચનાત્મક્તા અને વિરાસતની ઉજવણી કરતા સુંદર વર્લ્ડ-ક્લાસ કલ્ચરલ સેન્ટરમાં આયોજિત ઉદઘાટન સમારોહમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવા બદલ હું અંબાણી પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું. ફેશન શોમાં ભારતનો મહાન સંગીત જલસો નિહાળ્યાં બાદ મને આ સાંસ્કૃતિક કેન્દ્ર વિશે ઘણું જાણવા મળ્યું કે આ કેન્દ્ર દુનિયાભરનાં કલાકારોને એમની નૃત્ય, સંગીત, ફેશન ડિઝાઈનિંગ કે અન્ય કલાને પ્રસ્તુત કરવા અને એમાં પારંગત બનવા માટેનું મંચ પૂરું પાડશે. હું તો આ કલ્ચરલ સેન્ટરની મુલાકાત લેવાની અન્યોને પણ ભલામણ કરું છું. મારો ભારતપ્રવાસ યાદગાર બની રહ્યો. ખૂબ ખૂબ પ્રેમ.’

ઉલ્લેખનીય છે કે, ઉદઘાટન સમારોહના બીજા દિવસના સંગીત કાર્યક્રમ વખતે જીજી હેડિડ ભારતીય વસ્ત્રોમાં સજ્જ થઈને આવી હતી. એણે અબુ જાની – સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલી ચિકનકારી સાડી અને સોનાથી મઢેલું બ્લાઉઝ પહેર્યાં હતાં.

બોલીવુડ અભિનેતા વરુણ ધવન સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે જીજી સ્ટેજ પર ગઈ હતી. વરુણે એને આવકારી હતી અને બંને હાથે તેડી લીધી હતી અને ગોળ ફેરવી હતી. પછી એને નીચે ઉતારતી વખતે વરુણે જીજીનાં ગાલ પર કિસ કરી હતી. વરુણની એ હરકતની ઘણા નેટયૂઝર્સે ટીકા કરી છે, પણ જીજીએ તો પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર ખુશી વ્યક્ત કરી હતી અને લખ્યું છે કે વરુણે મારું બોલીવુડ સપનું સાકાર બનાવ્યું.

https://www.instagram.com/p/CqjAxXEuQSV/

રાશિ ભવિષ્ય 03/04/2023 થી 09/04/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં ધ્યાન ઓછુ અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરણે કરતા હોય તેવી લાગણી મનમાંને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.


તમારા મનમાં રહેલી કોઈ વાત જાણે અજાણે ક્યાય રજુ કરવાની તક મળી જાય, લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો, અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજાર ના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત છે.


આ સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાંને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. બજારના કામકાજ માં તમારામાં કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં થઇ શકે છે.


તમારી નજીકની વ્યક્તિ જેવીકે ઘરની પાસે રહેતી હોયકે ઓફીસમાં તમારી પાસે કામકાજ કરતી હોય તેવી વ્યક્તિ સાથે કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘરકે કુટુંબમાં ભાઈ બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે , તારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો, બજારના કામકાજ સારી વાત બની શકે છે.


આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળા ની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબત નું ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


તમારી મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચેહરા પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકે છે અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જુની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સમભાવના તો રહેલી છે પણ તેમાં તમારી થોડી મેહનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી તેમાં પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમાં ચાલતી હોય, બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણ નું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિ નો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ.


તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા સ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધરેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રા પ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્ર વર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.