સુરતઃ શહેરના અડાજણમાં આવેલા પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં પરિવારની સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં પતિ, પત્ની, માતા, પિતા અને બે બાળકો સહિત પરિવારના સાત લોકોએ આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર પરિવારના છ લોકોએ ઝેરી દવા ગટગટાવી અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો છે.
શહેરમાં સોલંકી પરિવારને કોઈ અંગત કારણસર ઝેર ઘોળ્યું છે. જેથી એકસાથે સાત લોકોના મોતથી થયાં છે. આ બનાવમાં પતિ-પત્ની, માતા-પિતા અને એક બાળક અને બે બાળકી સાથે સામૂહિક આપઘાત કરી લીધાં છે. મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જ્યારે તેમણે પરિવારના અન્ય સભ્યોને ઝેરી દવા આપી હોવાની આશંકા છે.આ પરિવાર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતો હતો. જ્યારે આખા પરિવારે સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. આ ઘટનાને પગલે પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રથામિત માહિતી અનુસાર આર્થિક તંગીના લીધે આ પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે પોલીસ દ્વારા તમામ લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવના પગલે પોલીસ અધિકારીઓએ આસપાસમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં આવી રહી છે.
અમદાવાદઃ વિશ્વ ઉમિયાધામ સૌપ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનનું આયોજન કરી રહ્યું છે, જેમાં રાજ્યભરમાંથી દરેક સમાજની એક લાખથી વધુ રાષ્ટ્રપ્રેમી જનતા સરદાર સાહેબની જીવનગાથાનું રસપાન કરશે. સરદાર પટેલના જીવનની સિદ્ધાંતોને સમજવા માટે તેમના સંકલ્પ સિદ્ધ પ્રસંગોમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે એ હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું આયોજન કરાયું છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આ કાર્યક્રમમાં હિન્દુત્વના પ્રતીક અને દેશના વીર પુરુષ એવા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના રાજવી વંશજો સહિત દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારોનું સન્માન કરશે. આ કાર્યક્રમમાં અખંડ ભારતના નિર્માણના સહભાગી એવા રાજાઓના ત્યાગ અને સમર્પણને યાદ કરાશે અને દેશમાં તેમના સંદેશ મોકલશે.
આ આયોજન નિમિત્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 10,000થી વધુ કાર રેલી સ્વરૂપે અમદાવાદમાં કાર્યક્રમ સ્થળે પહોંચશે. કાર રેલી સ્વરૂપે આવનાર લોકો ‘મેરી મિટ્ટી-મેરા દેશ, મેરા ધર્મની ભાવના’ સાથે પોતાના શહેર અને ગામની માટીની પૂજા કરી કળશમાં લઈને આવશે. રાજ્યમાંથી આવેલી આ માટીના કળશની પૂજાવિધિ કરી વિશ્વ ઉમિયધામ દ્વારા નિર્મિત જગતજનની મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંગે વધુ જણાવતાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ કહે છે કે જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ મંદિર નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે સરદાર સાહેબની 149મી જન્મજયંતીના દિવસે સરદાર ગૌરવ ગાથા તેમ જ રાજવી વંશજોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે જ મનની માવજત અને સમસ્યાઓના સમાધાન હેતુથી ઉમા કાઉન્સલિંગ સેન્ટરનું પણ ઉદઘાટન થઈ રહ્યું છે. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ દ્વારા ગાંધીનગરમાં 1.4.5 ACADEMY નો પણ 31 ઓક્ટોબરે શુભારંભ થવાનો છે, જ્યાં કોઈ પણ સમાજના યુવાનો તાલીમ લઈને IAS થવાનું સ્વપ્ન પૂર્ણ કરશે. એ સાથો સાથ વિશ્વ ઉમિયાધામ દ્વારા દેશના ખેલાડીઓ વૈશ્વિક રમતોમાં ઉત્તમ પ્રદાન કરી શકે તે હેતુથી આગામી ડિસેમ્બરમાં વૈશ્વિક ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. જેમાં દરેક સમાજના ગુજરાત સહિત દેશ-વિદેશનાં એક લાખ જેટલા ખેલાડીઓ ભાગ લઈ પોતાની રમતનું કૌશલ બતાવશે.
નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમના સત્તાવાર ઈમેઇલ પર કોઈ અજાણ્યા શખસે 27 ઓક્ટોબરે રૂ. 20 કરોડની ખંડણી પણ માગી છે. આ મામલે અંબાણીના સુરક્ષા ઇનચાર્જે FIR પણ નોંધાવડાવી છે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે.
આ ધમકીભર્યા ઈમેલમાં લખ્યું છે કે જૌ તેને રૂ. 20 કરોડ નહીં મળ્યા તો તે મુકેશ અંબાણીને મારી નાખશે. તેણે એ પણ લખ્યું છે કે અમારી પાસે બેસ્ટ શૂટર્સ છે.આ પહેલાં પણ ધમકી મળી હતી
ઓક્ટોબરમાં દક્ષિણ મુંબઈના સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એક શખસ ફોન કર્યો હતો. આ શખસે હોસ્પિટલને બોમ્બથી ઉડાવાની ધમકી આપી દીધી હતી. અહેવાલ પ્રમાણે કોલ કરનારા શખસે મુકેશ અંબાણી, નીતા અંબાણીનું નામ લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વર્ષ 2021ના ફેબ્રુઆરીમાં મુકેશ અંબાણીના ઘર પાસે એક નધણિયાતી SUV મળી હતી. આ SUVમાં લગભગ 20 જેલેટિનની સ્ટિક અને એક લેટર મળ્યો હતો. જેમાં મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીને ધમકી મળી હતી. આ મામલામાં પોલીસે કાર્યવાહી કરતાં કેટલાક લોકોની ધરપકડ કરી હતી. જોકે આ વિશે વધુ તપાસ કરવામાં આવશે અને ક્યાંથી અને કોણે મોકલ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હવે સિક્યોરિટી ઇન્ચાર્જની ફરિયાદ જે થઈ છે એને લઈને પણ એન્ગલ ચકાસી તપાસ શરૂ થશે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 26 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,176 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,293 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,644 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 18 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 274 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,435 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,74,676 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 102 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
થોડા દિવસ પહેલાં મારી મુલાકાત એક પત્રકાર મિત્ર જોડે થઈ. અમે એક દાયકા કરતાં વધારે સમયથી મિત્ર છીએ. મિત્રે મને તેની ઑફિસમાં બનેલી એક રસપ્રદ ઘટનાની વાત કરી.
તેની ઑફિસમાં એક નવી કર્મચારી આવી હતી. મહિનાના છેવટના ભાગમાં એ ઑફિસમાં જોડાઈ હતી. પગારનો દિવસ આવવાનો જ હતો ત્યારે તેની નિમણૂક થઇ હતી. એ વખતે બૅન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું નહીં હોવાથી તેનો પગાર એકાદ અઠવાડિયું મોડો મળે એવી શક્યતા હતી. બન્યું એવું કે તેના પિતા હૉસ્પિટલમાં હતા અને તેને સારવાર માટે પૈસાની તાકીદે જરૂર હતી. એ કર્મચારીએ પોતાના ઉપરીને મળીને બધી વિગત જણાવી. ઉપરી દયાળુ માણસ હતો. આથી તેણે એ કર્મચારીને નાણાં ઉછીનાં આપવાનું નક્કી કર્યું. સદનસીબે એણે એ કર્મચારીને કહ્યું કે નાણાં ઉછીનાં આપવા માટે એ વિનંતીનો ઔપચારિક ઈ-મેઇલ લખે અને જૂની બૅન્કની વિગતો આપે.
પછીના અઠવાડિયે જ્યારે પગાર જમા થયો ત્યારે તેના બોસે પૈસા પાછા માગ્યા. એ કર્મચારી એક યા બીજું બહાનું કાઢીને મહિનાઓ સુધી પૈસા આપવાનું ટાળતી રહી. થોડા મહિના પછી એણે રાજીનામું આપી દીધું અને ઉપરીએ જ્યારે પૈસા માગ્યા ત્યારે એણે પૈસા આપવાનો ઇનકાર કરી દીધો.
થયું એવું કે એ કર્મચારી જે બીજી કંપનીમાં જોડાવાની હતી તેણે અગાઉની કંપની કે અગાઉના ઉપરી પાસેથી સર્ટિફિકેટ લાવવાનું કહ્યું. એવા વખતે ઉપરીને જોઈતી તક મળી ગઈ. તેણે નવા ઉપરીને ફોન પર બધી વાત કરી. નવા ઉપરીએ પણ કહ્યું કે જ્યાં સુધી એ કર્મચારી પૂરેપૂરી રકમ પાછી નહી વળે ત્યાં સુધી તેને નોકરીએ નહીં લેવાય.
ઉક્ત શ્લોકમાં શાસકના સંદર્ભમાં વાત કરવામાં આવી છે. આધુનિક સમયમાં હવે રાજાઓ રહ્યા નથી. ન્યાય તોળવાની ભૂમિકા હવે અદાલતો અને નિયમનકારો અદા કરે છે. વિવિધ અદાલત અને નિયમનકારોએ એ વાતની તકેદારી લેવી જોઈએ કે લોકોએ રોકેલાં નાણાં અથવા તો ઉધાર આપેલાં નાણાં તેમને પહેલેથી કરાયેલા વાયદા મુજબ પાછાં મળે.
ઘણીવાર મને વાચકોના પત્રો આવે છે. તેમાં તેઓ વિનંતી કરે છે કે હું તેમને તેમનાં રોકાણનાં અટવાયેલાં નાણાં પાછાં અપાવવામાં મદદ કરું. હું તો કોઈ વકીલ કે નિયમનકાર નથી તેથી હું તેમને મદદરૂપ થઇ શકતો નથી. છતાં હું શક્ય હોય ત્યાં સુધી તેમને માર્ગદર્શન આપું છું.
ઘણીવાર એવા કિસ્સા જોવા મળ્યા છે કે જ્યાં રોકાણકારે અથવા તો નાણાં ધીરનારે યોગ્ય દસ્તાવેજો બનાવ્યા જ ન હોય. જો દસ્તાવેજો જ બનાવ્યા ન હોય તો એમને કોઇ જ વ્યક્તિ મદદ કરી શકવાની સ્થિતિમાં હોતી નથી.
બીજી બાબત એ પણ છે કે ઘણી વખત ન્યાય તોળવામાં વિલંબ થઈ જાય છે. ક્યારેક પુરાવાના અભાવે અથવા તો ક્યારેક જાણીજોઈને અથવા તો ક્યારેક કાયદાઓના લીધે આવું થાય છે. આવા સમયે સરકારે અગાઉના રાજાઓની જેમ પોતાનું કર્તવ્ય બજાવીને સાચા રોકાણકારને તેનાં નાણાં પાછા અપાવવામાં મદદ કરવી જોઈએ.
આપણે એવા પણ કિસ્સા સાંભળ્યા છે કે જલદીથી ધનવાન બની જવાના અભરખાને લીધે લોકો છેતરાઈ જાય છે. તેમની પાસેથી નાણાં લેનાર વ્યક્તિ એક યા બીજા બહાને પૈસા આપવાનું ટાળે છે અથવા તો પૈસા આપવાનો ઈનકાર જ કરી દે છે.
અહીં સૌથી પહેલા તો એ કહેવાનું કે નહીં નૈતિક દૃષ્ટિએ આ તદ્દન ખોટું છે. આવી રીતે લોકોને છેતરીને ભેગું કરેલું ધન સુખ-શાંતિ આપી શકતું નથી. આખરે કાયદો કાયદાનું કામ કરે છે અને ગુનેગાર સપડાઈ જાય છે. આવા સમયે એ વ્યક્તિ પાસે ભલે પૈસા બચી જાય, પણ તેની આબરૂનું ધોવાણ થઈ જાય છે, આબરૂના કાંકરે કાંકરા થઈ જાય છે, સમાજમાં એમનું નામ બગડી જાય છે. ફક્ત એ વ્યક્તિનું નહીં, પરંતુ પરિવારજનોનું અને નિકટના સંબંધીઓનું પણ નીચાજોણું થઈ જાય છે.
આથી શાસ્ત્રને ધ્યાનમાં રાખીને કહી શકાય કે પહેલેથી નક્કી કરાયેલાં નિયમો અને શરતો પ્રમાણે નાણાં પાછાં ચૂકવી દેવાં જોઈએ. ક્યારેક કોઈક ખરી મુશ્કેલી હોય તો નાણાં રોકનારની સાથે વાતચીત કરીને તેનો કોઈ હલ કાઢવો જોઈએ. જે સમયે રોકાણકારે અદાલતનાં દ્વાર ખખડાવવાં પડે અથવા તો નિયમનકાર પાસે જવું પડે એ જ ઘડીથી તેમનું સુખ-ચેન ખોવાઈ જાય છે.
ઉક્ત શ્લોકમાં શાસકને આવા કિસ્સાઓમાં હલ કાઢવાનું કહેવામાં આવ્યું છે. સમયસર પૅમેન્ટ કરવામાં આવે એ બાબત નાણાં ઉછીનાં લેનારના જ હિતમાં હોય છે. તેમ કરીને તેઓ પોતાની સાથે આબરૂ ટકાવી શકે છે. ખરું પૂછો તો, શાખ કે પ્રતિષ્ઠા કરતાં વધારે મૂલ્યવાન બીજી કોઈ વસ્તુ નથી.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
તબુ ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી પણ અભિનયમાં જવાનો વિચાર કર્યો ન હતો. માતાના ભાઈ ઇશાન સિનેમેટોગ્રાફર હતા અને સંબંધી શબાના આઝમી પણ ફિલ્મોમાં હતા છતાં અભિનયમાં રસ ન હતો. તબુએ બાળકલાકાર તરીકે જ નહીં હીરોઈન તરીકે પણ અચાનક તક મેળવી હતી. એ હૈદરાબાદમાં ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારે રજાઓમાં પરિવાર સાથે શબાના આંટીના ઘરે મુંબઈ આવતી રહેતી હતી. એક વખત અભિનેતા નવીન નિશ્ચલની છોકરીના જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ હતો. ત્યાં વિજય આનંદ ‘ગોલ્ડી’ ના પત્ની સુષ્મા આવ્યા હતા. એમને તબુની મમ્મી સાથે મૈત્રી હતી. એમણે કહ્યું કે દેવ આનંદ ફિલ્મ ‘હમ નૌજવાન’ (૧૯૮૫) માં એમની પુત્રીની ભૂમિકા માટે એક છોકરી શોધી રહ્યા છે.
માએ તબુને દેવ સામે રજૂ કરી અને એમણે સ્ક્રીન ટેસ્ટ લઈ પસંદ કરી લીધી. એનું આખું નામ તબસ્સુમ ફાતિમા હાશમી છે. દેવ આનંદને એનું ઘરનું લાડકું નામ ‘તબુ’ જાણવા મળ્યા પછી એ જ રાખવા કહ્યું હતું. તબુ સાથે એની મોટી બહેન ફરાહ પણ ગઈ હતી. દેવ આનંદે એનો પણ સ્ક્રીન ટેસ્ટ લઈ રાખ્યો હતો. પાછળથી યશ ચોપડાએ ફરાહની માતાને ફોન કરી એમની પુત્રીને પોતાની ફિલ્મ ‘ફાસલે’ (૧૯૮૫) માં લેવાની વાત કરી હતી. એમણે કહી દીધું હતું કે તબુ હમણાં ફિલ્મો કરવા માગતી નથી. ત્યારે એમણે કોલેજમાં ભણતી ફરાહ વિષે કહ્યું હતું અને બ્રેક આપ્યો હતો. તબુ જ્યારે ફિલ્મમાં કામ કરવા લાગી ત્યારે એની સ્કૂલના ટીચર અને આચાર્યા બંને દુ:ખી થઈ ગયા. તબુ ભણવામાં સારી હતી. એમણે તબુની માતાને કહી દીધું કે તમારે છોકરીને સ્કૂલમાં રાખવાની છે કે ફિલ્મોમાં એ નક્કી કરી લો. માતાએ વિનંતી કરીને પરિસ્થિતી સાચવી હતી.
બાળ કલાકાર તરીકે ફિલ્મ કર્યા પછી તબુ ફરી અભ્યાસમાં લાગી ગઈ હતી. બહેન ફરાહ અને માતા મુંબઈ જતા રહ્યા હતા. તબુ હૈદરાબાદ રહીને જ ભણી હતી. ઉનાળુ વેકેશનમાં ફરાહની ફિલ્મોના શૂટિંગ જોવા મુંબઇ જતી હતી. એક દિવસ શબાના આઝમીના ઘરે નિર્દેશક શેખર કપૂરે તબુને જોઈ અને પોતાના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘દુશ્મની’ માં કામ આપ્યું હતું. પરંતુ એ અધૂરી રહી ગઈ ત્યારે બીજી ફિલ્મ ‘પ્રેમ’ (૧૯૯૫) માં હીરોઈન તરીકે કામ કરવા કહ્યું. ત્યારે તબુએ કહી દીધું હતું કે મને હવે અભિનયમાં રસ નથી અને અભ્યાસ કરવો છે.
તબુ આગળ અભ્યાસ કરવા માગતી હતી ત્યારે શેખરે એને માત્ર આ એક ફિલ્મ કરવા આગ્રહ કર્યો હતો. કેમકે એ ભૂમિકા માટે તબુ જ યોગ્ય લાગતી હતી. અને એમની વાતોમાં આવીને તબુ એક ફિલ્મ કરવા તૈયાર થઈ ગઈ હતી. એ પછી માત્ર ભણવા પર ધ્યાન આપવાનો નિર્ણય કર્યો હતો. દરમ્યાનમાં દક્ષિણના નિર્માતા ડી. સુરેશ બાબુએ પોતાની તેલુગુ ફિલ્મ ‘કુલી નંબર વન’ માટે તબુની પસંદગી કરી લીધી. એમણે જ શેખરને કહ્યું કે આ તેલુગુ ફિલ્મથી તમારી ફિલ્મને કોઈ વાંધો આવશે નહીં. અને તબુને કામ કરવાની પરવાનગી મળી ગઈ. એ હિન્દી ફિલ્મ ‘પ્રેમ’ માં કામ કરી રહી હતી પણ શૂટિંગ લંબાતું ગયું અને નિર્દેશક બદલાઈ ગયા. શેખરના સ્થાને સતીષ કૌશિક આવી ગયા. એ કારણે તબુની હીરોઈન તરીકે તેલુગુ ફિલ્મ ‘કુલી નંબર વન’ (૧૯૯૧) પહેલી રજૂ થઈ હતી. પછી તબુ ફિલ્મોમાં એટલી રચીપચી ગઈ કે અભિનયને જ કારકિર્દી બનાવી દીધી.
આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામજ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.