Home Blog Page 2135

અયોધ્યા વિશેષ: જલારામ બાપાની જગ્યાનો પ્રસાદ મળશે અયોધ્યામાં

દેશ આખાને પ્રતીક્ષા છે જાન્યુઆરી 22 ની. લગભગ સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને ઇંતજાર પછી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક અવસર આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ચિત્રલેખા.કોમ ના વાચકો માટે આ વિશેષ લેખમાળા… સાત દિવસ માટે.

——————————————————————————————————ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા રામલલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા માટે સોળે શણગાર સજી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર પણ આ મહોત્સવમાં ભાગ લેવા થનગની રહ્યું છે. સોનામાં સુગંધ ભળે એવું રૂડું આયોજન એ થયું છે કે અયોધ્યાના આ મહોત્સવમાં ભાવિકોને જલારામની જગ્યાનો પ્રસાદ આરોગવા મળશે.

દેશભરની નજર અત્યારે અયોધ્યા નગરી પર છે. રામલલ્લાનો મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરીએ ભવ્ય રીતે ઊજવાશે. અયોધ્યામાં યોજાનારા આ મહોત્સવ સાથે સૌરાષ્ટ્રને ગૌરવ અપાવે એવું કાર્ય પ્રસિદ્ધ વીરપુરના સંત જલારામની જગ્યા  દ્વારા થઈ રહ્યું છે. ભગવાન શ્રીરામને મંદિરમાં બન્ને સમય રાજભોગ થાળ ધરવાના યજમાન એવા વીરપુર મંદિરને બે દિવસના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં દર્શન માટે આવનારા ભાવિકોને પ્રસાદ આપવાનો અવસર પણ મળી રહ્યો છે અને એનો ઉમંગ વીરપુર મંદિર પરિવાર અને હજારો-લાખો ભક્તોમાં પ્રસર્યો છે.

દેશભરમાં અનેક મોટાં અને સમૃદ્ધ મંદિરો છે, પરંતુ અયોધ્યાના રામમંદિર તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિકોને પ્રસાદ આપવા વીરપુર જલારામની જગ્યાને આમંત્રણ અપાયું છે. જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો  એ જેમનો જીવનમંત્ર રહ્યો એવા સૌરાષ્ટ્રના વીરપુરના સંત શિરોમણિ જલારામ બાપાની જગ્યામાં છેલ્લાં 200 વર્ષ કરતાં વધુ સમયથી બપોરે અને સાંજે ભાવિકોને એક પણ રૂપિયો લીધા વિના ભોજન આપવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી વીરપુર મંદિરમાં પૈસા કે કોઈ અન્ય સ્વરૂપમાં કોઈ પાસેથી દાન સુદ્ધાં સ્વીકારવામાં આવતું નથી.

આજથી ત્રણ વર્ષ પહેલાં અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનિર્માણની જાહેરાત થઈ ત્યારે જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપાએ અયોધ્યામાં રામમંદિરના ટ્રસ્ટીઓ સાથે વાત કરી. એ વખતે નક્કી થયું કે અયોધ્યા નગરી સાથે લાખો-કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી છે ત્યારે આ નગરમાં નવનિર્માણ પામી રહેલા મંદિરમાં શ્રીરામલલ્લાને સવાર-સાંજ થાળ ધરાવવામાં આવશે, એના આજીવન યજમાન વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા રહેશે. એ સમયથી જ એટલે કે ત્રણ વર્ષથી વીરપુર મંદિર દ્વારા જ અયોધ્યાના રામમંદિરમાં રાજભોગ થાળ ધરાવવામાં આવે છે.

અયોધ્યામાં સેવાનું વધુ એક કાર્ય વીરપુર મંદિરને સોંપવામાં આવ્યું છે. વીરપુર જગ્યાના ગાદીપતિએ આગામી બાવીસ જાન્યુઆરીએ યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવનારા ભાવિકોને જલારામ બાપાની જગ્યા તરફથી પ્રસાદ આપવાની વિનંતીને રામમંદિર ટ્રસ્ટે સ્વીકારતાં બાવીસ અને 23 જાન્યુઆરી એ બે દિવસ એક લાખથી વધુ ભાવિકોને મગસનો પ્રસાદ આપવામાં આવશે.

જલારામ બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદ્રાણી કહે છે: ‘વીરપુરથી 50 થી 60 સ્વંયસેવકોની ટીમ 2 જાન્યુઆરીના રોજ અયોધ્યા જવા રવાના થશે. ત્યાં મગસનો પ્રસાદ બનાવીને બાવીસ અને 23 જાન્યુઆરીએ રામમંદિર પરિસરમાં ખાસ ડ્રેસ કોડમાં સ્વયંસેવકો ભાવિકોને પ્રસાદનું વિતરણ કરશે. અયોધ્યામાં મગસના પ્રસાદના વિતરણની વ્યવસ્થાથી વીરપુર જગ્યા જેવો જ ભાવિકોને અહેસાસ થશે.’

——————————————————————————————————

શ્રીરામની ચરણપાદુકાનું પૂજન

અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વખતે શ્રીરામની ચરણપાદુકા પધરાવવામાં આવશે. એક કિલો સોનું અને સાત કિલો ચાંદીમાંથી આ ખાસ ચરણપાદુકા તૈયાર કરવામાં આવી છે હૈદરાબાદમાં, જેને પૂજારીઓ દ્વારા રામેશ્ર્વરથી થોડા દિવસ અગાઉ અમદાવાદ અને ત્યાંથી રાજકોટ લાવવામાં આવી. રાજકોટમાં રઘુવંશી મહિલા અગ્રણી કાશ્મીરાબહેન નથવાણીના નિવાસસ્થાને એનું પૂજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં અન્ય કેટલાક રામભક્તોને ત્યાં પણ ભાવથી ચરણપાદુકા લઈ જઈને એ પરિવારના સભ્યોએ એનું પૂજન કર્યું.

રાજકોટ બાદ શ્રીરામની ચરણપાદુકાને સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ દ્વારકા મંદિરે લઈ જવામાં આવી. ત્યાં મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યા બાદ એનું પ્રસ્થાન થયું સોમનાથ મંદિર તરફ. એક ખાસ વાહનમાં પૂજારીઓ સાથે આ ચરણપાદુકાને બદરી-કેદાર સહિતનાં દેશભરનાં પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્રોમાં લઈ જવામાં આવી રહી છે અને ૧૯ જાન્યુઆરીએ એ પવિત્ર નગરી અયોધ્યા ખાતે પહોંચશે.

અહેવાલ: દેવેન્દ્ર જાની (રાજકોટ)

તસવીર: નીશુ કાચા

આત્મા અવિનાશી છે તે ક્યારેય મરતી નથી

આ બીજો પ્રસંગ છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સાકાર સંસ્થાપક પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્મા (દાદા લેખરાજ) ના સાકાર જીવનનો. તેઓ હીરા ઝવેરાતના પ્રસિદ્ધ વ્યાપારી હતા. 1936-37 માં તેમના શરીરમાં પરમાત્મા શિવની પ્રવેશતા થઈ. તેઓએ પોતાનું તન- મન-ધન તથા સંબંધો બધું જ ઈશ્વરીય સેવામાં સમર્પિત કરી પરમાત્માના આદેશ અનુસાર વિશ્વ પરિવર્તન માટે જ્ઞાન યજ્ઞની સ્થાપના કરી. દાદા લેખરાજના પત્નીનું નામ યશોદા હતું. તેઓ પણ બાબાની સાથે યજ્ઞમાં સમર્પિત થઈ ગયા. તેઓએ આ યજ્ઞમાં દિલથી સેવા કરી. જ્યારે તેઓએ શરીર છોડ્યું ત્યારે તેઓ આબુથી બહાર હતા.

પ્યારે બાબાને આ સમાચાર મળ્યા ત્યારે તેઓનો પ્રતિભાવ આવો રહ્યો તેમણે કહ્યું કે – માં મરે તો હલવો (શીરો) ખાવ, પત્ની મરે તો હલવો (શીરો) ખાવ. બ્રહ્મા બાબાએ નષ્ટોમોહા સ્મૃતિ લબ્ધા બનવાનો મંત્ર આ એક મહાવાક્યમાં આપી દીધો. તેઓ એ પરમાત્મા શિવ પર પોતાને કેટલા બધા સમર્પિત કરી દીધા હતા કે તેમને શરીર પ્રત્યે આકર્ષણ સંપૂર્ણ રીતે મટી ગયું હતું તો બીજાના શરીરની યાદ તથા આસક્તિનો પ્રશ્ન જ ન હતો. તેમનો સંપૂર્ણ સ્નેહ અવિનાશી આત્મા સાથે રહ્યો. આત્મા ક્યારેય મરતી નથી તો દુઃખ કઈ વાતનું!

પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્મા પોતે તો નષ્ટોમોહા બન્યા જ પરંતુ સાથે સાથે તેઓએ મોહજીત ભાઈ-બહેનોની એક વિશાળ સેના પણ તૈયાર કરી. તેઓ કહેતા હતા કે નવી દુનિયાનું નિર્માણ તે જ કરી શકે છે કે જેને જૂની દુનિયાની કોઈ ચીજ સાથે આસક્તિ ન હોય. આ શરીર તો જુના અને તમો પ્રધાન છે આ શરીર તો જુના અને તમો પ્રધાન છે. શરીરને યાદ કરવું અર્થાત ભૂતને યાદ કરવું. માટે યાદ એને કરવાના છે, જે જન્મ મરણ રહિત છે. સુખોના દાતા છે તથા સ્વર્ગના રચયિતા છે. પ્યારે બ્રહ્મા બાબાના જીવનનું અનુકરણ કરનાર હજારો બ્રહ્મા વત્સો આજે તેમના અવ્યક્ત થયા પછી પણ તેમના દ્વારા શરૂ કરાયેલ કાર્યને આગળ ધપાવતા સંપૂર્ણતાની અવસ્થા તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યા છે.

દેહ પ્રત્યે આસક્તિ ઉપર જીત મેળવવી અર્થાત વિકારોના કિલ્લાને નાશ કરવો. સૃષ્ટિના શરૂઆતના સમયે સતયુગમાં દરેક આત્મા નષ્ટોમોહા હતી. પરિણામે ત્યાં મૃત્યુ એક ઉત્સવ હતો. દરેક શરીર છોડવા વાળી આત્માને સુંદર ગીત સંગીતના અવાજ તથા સુંદર રીતે શણગારીને વિદાય આપવામાં આવતી હતી. તે પ્રથાનું અનુકરણ કરતા આજે પણ ઘણી જગ્યાએ વૃદ્ધા મનુષ્યની અરથીને શણગારવામાં આવે છે. આજે પણ કાશીમાં મૃતકને નૃત્ય કરતા ગીત ગાતા ગાતા વિદાય આપવામાં આવે છે. શરીર છોડવા વાળી આત્માને રોઈને પાછી બોલાવવી તે સારું નથી. માટે જ મૃત્યુ રૂપી ઉત્સવ આનંદપૂર્વક હોય પછી ભલે તે આપણા પોતાના પરિવારનો હોય કે બીજાનો.

મૃત્યુપર વિજય મેળવવાની યુક્તિઓ :-

(1) પરમપિતા પરમાત્માનું ઘર એ જ આપણું ઘર:- આપણે બધા આત્માઓ ભગવાનના ઘેરથી આ સૃષ્ટિ પર પાર્ટ ભજવવા માટે આવ્યા છીએ. તો જ્યાં થી આવ્યા છીએ ત્યાં પાછું જવાનું છે. પિતા પાસે જવાની બાબત સુખદાયી હોય છે, દુઃખદાયી નહીં.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

રાશિ ભવિષ્ય 19/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે.

કોરાનાના 305 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 305 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,22,793 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ  JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 665 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 199 કેસો નોંધાયા છે અને  કેરળમાં 148 કેસ નોંધાયા છે.  આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 139, તામિલનાડુમાં 26,આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં 30, દિલ્હીમાં 21 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,425 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,87,392 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 410 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2331 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,83,941 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 247 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૯ જાન્યુઆરી, ૨૦૨૪

૧૯ જાન્યુઆરી, ૨૦૨૪

Chitralekha Gujarati – 29 January, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 19/01/2024

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા : ગુજરાત સરકારે અડધા દિવસ માટે રજા જાહેર કરી

22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત રાજ્ય સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત તથા દેશમાં તારીખ 22/01/2024 ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર તા.22/01/2024, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર છે, ત્યારે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ શુભ પ્રસંગને લઈ કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે.

આ રાજ્યમાં પણ રજા જાહેર 

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં થવા જઈ રહ્યો છે. ત્યારે દેશભરમાં પણ ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ આ અવસર પર રજા જાહેર કરાઈ છે. હવે કેન્દ્ર સરકારે પણ તમામ ઓફિસો અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે.

વડોદરા બોટ દુર્ઘટના મામલે સરકાર એક્શનમાં, 2ની અટકાયત

વડોદરા બોટ દુર્ઘટનાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટના મામલે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે. જો કે, મુખ્ય કોંટ્રાક્ટર પરેશ શાહ હજુ પણ ફરાર છે. ક્રાઈમ બ્રાંચની ટીમે બંને શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. હરણી લેક ઝોનના ઘટના પાસેના CCTV આધારે તપાસ ચાલી રહી છે. 9 ટીમો દુર્ઘટનાને લઈને તપાસ કરી રહી છે. હાલમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ટૂંક સમયમાં બીજા આરોપીઓની પણ ધરપકડ કરાશે તેવી માહિતી અધિકારીઓએ આપી છે. તો બીજી તરફ રાજ્ય સરકારે ઉચ્ચકક્ષાએ તપાસના આદેશ કર્યા છે. જિલ્લા મેજીસ્ટ્રેટને વિગતવાર તપાસ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 10 દિવસમાં જિલ્લા મેજીસ્ટ્રેટને રિપોર્ટ સોંપવા સૂચના આપી છે. ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકાવવા જરૂરી પગલા લેવા સૂચના. ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણે જિલ્લા મેજીસ્ટ્રેટને તપાસ સોંપી, જિલ્લા પ્રશાસન, પોલીસ, મનપાને તપાસમાં સહયોગ આપવા સૂચના આપવામાં આવી છે.

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં મોટો વળાંક

બોટિંગની બુકિંગ ઓફિસમાં મોટી સંખ્યામાં સેફ્ટી જેકેટનો ઢગલો જોવા મળ્યો છે. પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરી સેફટી જેકેટ માત્ર ઓફિસમાં શોભા ના ગાંઠિયા સમાન જોવા મળ્યા. બુકિંગ ઓફિસ પાસે એક સીસીટીવી કેમેરા લાગેલ જોવા મળ્યો જોકે કાર્યરત છે કે બંધ તે પણ એક સવાલ છે. કોન્ટ્રાક્ટર દ્વારા નિયમો નુ પાલન કરવામાં બેદરકારી દાખવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અન્ય બે સવારી બોટોમાં ઓબીએમ મશીન લાગેલું જોવા મળ્યું.

વડોદરા દુર્ઘટનાને લઈ હર્ષ સંઘવીનું મોટું નિવેદન

બોટના કોંટ્રાક્ટરની આ ભૂલ નથી, આ બેદરકારી છે. માત્ર 10 લોકોને જ સેફ્ટી જેકેટ પહેરાવ્યા હતા. જેમને સેફ્ટી જેકેટ નહોતા પહેરાવ્યા તેમના જીવ ગયા. આ દુર્ઘટના માટે પ્રાથમિક રીતે બોટ કોંટ્રાક્ટર જ જવાબદાર.