Home Blog Page 2051

બિલ્કીસ બાનો કેસના દોષિતને ફરી 10 દિવસની પેરોલ મળી

2002ના ગોધરા રમખાણો ગુજરાત હાઈકોર્ટે બિલ્કીસ બાનો કેસના દોષી રમેશ ચંદનાને 5 માર્ચે યોજાનારા તેના ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા માટે 10 દિવસની પેરોલ મંજૂર કરી છે. 21 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગોધરા શહેરની જેલમાં તમામ 11 દોષિતોએ આત્મસમર્પણ કર્યા પછી ચંદના, જેમણે ગયા અઠવાડિયે પેરોલ મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી, તે આ કેસમાં પેરોલ મંજૂર કરનાર બીજો દોષી છે.

ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા માટે પેરોલની માંગણી કરી હતી

2002ના ગોધરા રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જસ્ટિસ દિવ્યેશ જોશીએ શુક્રવારે જારી કરેલા પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, આ અરજી દ્વારા દોષિત-અરજદાર તેની બહેનના પુત્રના લગ્ન સમારોહમાં હાજરી આપવાના આધારે પેરોલ રજા માટે પ્રાર્થના કરે છે. આ અરજીમાં તાકીદ કરાયેલા કારણોને ધ્યાનમાં લઈને, અરજદાર-આરોપીને દસ દિવસના સમયગાળા માટે પેરોલ રજા પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવે છે.

ચંદનાને 1198 દિવસની પેરોલ મળી છે

સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારની એફિડેવિટ મુજબ, ચંદનાએ 2008માં જેલમાં બંધ થયા બાદ 1,198 દિવસની પેરોલ અને 378 દિવસની રજાનો આનંદ માણ્યો હતો.અગાઉ આ કેસમાં અન્ય એક દોષી પ્રદીપ મોઢિયા હાઇકોર્ટે તેની પેરોલ અરજી મંજૂર કર્યા પછી 7 થી 11 ફેબ્રુઆરી સુધી ગોધરા જેલમાંથી પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2022 માં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને રાજ્ય સરકારે તેની 1992ની નીતિને ધ્યાનમાં રાખીને જેલ દરમિયાન તેમના ‘સારા વર્તન’ને ટાંકીને અકાળે જેલમાંથી મુક્ત કર્યા હતા.

SCએ 11 દોષિતોની સજાની માફીને રદ કરી દીધી હતી

સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીના રોજ તમામ 11 દોષિતોને આપવામાં આવેલી સજાની માફીને રદ કરી હતી, એમ કહ્યું હતું કે રાજ્ય સરકાર પાસે 2002ના કેસની મહારાષ્ટ્રમાં સુનાવણી હોવાથી દોષિતોને અકાળે મુક્તિ આપવાનો અધિકારક્ષેત્ર નથી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે 2022 માં સ્વતંત્રતા દિવસે ગોધરા જિલ્લા જેલમાંથી મુક્ત થયેલા દોષિતોને 14 વર્ષ જેલમાં રહ્યા બાદ બે અઠવાડિયામાં જેલમાં પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. તેણે 21 જાન્યુઆરીએ ગોધરા જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બસ અકસ્માત, બેનાં મોત, અનેક ઘાયલ

ગુજરાતમાં એક પેસેન્જર બસ અકસ્માતનો ભોગ બની હતી. નડિયાદમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આ પેસેન્જર બસ રોડ પરની રેલિંગ તોડીને 25 ફૂટ નીચે પડી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે ઘણા ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ અમદાવાદથી પુણે જઈ રહી હતી. આ બસમાં 20 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટના અંગે માહિતી આપતા નડિયાદના એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે બસ અમદાવાદથી પૂના જઈ રહી હતી. આ બસમાં લગભગ 23 મુસાફરો હતા. સિમેન્ટના ટેન્કરના ચાલકે અચાનક વાહન ડાબી બાજુ ફેરવ્યું હતું, જેના કારણે બસ અથડાઈ હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. ટેન્કર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

ગુલકંદ – ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૪

ક્રિસ્પી કાંદા-બટેટા બોન્ડા

રજાના દિવસે સાંજે ચા સાથે નાસ્તામાં જો ગરમાગરમ ક્રિસ્પી કાંદા-બટેટાના પકોડા ખાવા મળી જાય તો જલસો થઈ જાય!

સામગ્રીઃ

  • કાંદા 4
  • હળદર પાઉડર ¼ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
  • અજમો ½ ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી ¼ કપ
  • ચોખાનો લોટ 4 ટે.સ્પૂન
  • ચણાનો લોટ 3 ટે.સ્પૂન
  • આમચૂર પાઉડર અથવા ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • મેંદો 4 ટે.સ્પૂન

બટેટાના મિશ્રણ માટેઃ બાફેલા બટેટા 4, પિઝા સિઝનિંગ 2 ટી.સ્પૂન, ચીલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન, ઓરેગાનો ¼ ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, કોથમીર ધોઈને સમારેલી  ¼ કપ, ચીઝ ક્યુબ 2, પનીર 1 કપ

રીતઃ કાંદાને લાંબી પાતળી ચીરીમાં સમારી લો. આ ડુંગળીની ચીરી છૂટ્ટી કરીને લચ્છા તૈયાર કરી લો. એક મોટા બાઉલમાં આ કાંદાના લચ્છા લઈ તેમાં હળદર પાઉડર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ પાઉડર, અજમો, સમારેલી  કોથમીર તેમજ ચોખા અને ચણાનો લોટ મેળવીને થોડીવાર માટે રહેવા દો. તેમાં અગાઉથી મીઠું નહીં ઉમેરવું. કારણ કે, કાંદા એકદમ નરમ થઈ જશે. કાંદામાંથી પાણી છૂટતું હોવાથી પાણી પણ ઉમેરવું નહીં.

બટેટાનું મિશ્રણ તૈયાર કરવા માટે બટેટાને ખમણી લો અથવા છૂંદો એ રીતે કરો કે તેમાં ગઠ્ઠા ના રહે. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, પિઝા સિઝનિંગ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, સમારેલી  કોથમીર મેળવો.

ચીઝ ખમણીને તેમાં પનીરના નાના ઝીણાં ચોરસ ટુકડા કરીને મેળવી દો.

બટેટાના મિશ્રણમાંથી ગોળો વાળીને હાથેથી થાપીને પુરી આકાર આપો. તેમાં ચીઝ અને પનીરનું મિશ્રણ થોડું ઉમેરીને ગોળો વાળી લો.

મેંદાને એક બાઉલમાં લઈ તેમાં અડધો કપ જેટલું પાણી મેળવીને સ્લરી બનાવી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

કાંદાના મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બટેટાનો ગોળો લઈ તેને મેંદાની સ્લરીમાં બોળીને  કાંદાના મિશ્રણમાં રગદોળીને હાથેથી બોલને ફરીથી ગોળાકાર આપીને બોન્ડા તૈયાર કરી લો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી મધ્યમ રાખીને બોન્ડા તળી લો.

૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૪

૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૪

મહજબીનને મજબૂરીમાં ‘મીનાકુમારી’ નામ મળ્યું

મીનાકુમારીનું સાચું નામ મહજબીન હતું. ફિલ્મોમાં આવ્યા પછી પિતાએ ઈચ્છા ન હોવા છતાં નવું નામ મીનાકુમારી રાખવા દેવું પડ્યું હતું. પિતા અલીબક્ષ ઉર્દૂમાં લખતા હોવાથી માસ્ટર અલી બક્ષ તરીકે ઓળખાવા લાગ્યા હતા. તે હાર્મોનિયમ પણ વગાડી જાણતા હતા. ત્યારે મૂંગી ફિલ્મોનો સમય હતો. ત્યારના પાકિસ્તાનના બહેરાથી કામની શોધમાં અલી બક્ષ મુંબઈ આવ્યા હતા. એમણે મૂંગી ફિલ્મોમાં સંગીત આપવાનું શરૂ કરી દીધું હતું. એ દરમ્યાન ફિલ્મોમાં ડાન્સ કરતી મહાકવિ ટાગોરના પરિવારની બંગાળી યુવતી પ્રભાવતી સાથી એમનું દિલ લાગી ગયું હતું.

પ્રભાવતી ધર્મ પરિવર્તન કરી ઇકબાલ બેગમ બનીને અલી બક્ષને ત્યાં આવી ગઈ હતી. બંને ફિલ્મોમાં સારું કામ મેળવી રહ્યા હતા. નામ સાથે દામ કમાઈ રહ્યા હતા. એમને ત્યાં એક પછી એક ત્રણ છોકરીઓ ખુર્શીદ, મહજબીન અને મધુનો જન્મ થયો હતો. પરંતુ છોકરીઓનું બાળપણ શરૂ થયું હતું ત્યાં ઇકબાલ અને અલી બક્ષ બંને બીમાર પડ્યા. આર્થિક સ્થિતિ કથળવા લાગી હતી. મોટી બહેન ખુર્શીદ કમાવા લાગી હતી. એની આવક એટલી ન હતી કે એમના ઇલાજનો અને પરિવારનો ઘરખર્ચ કાઢી શકે.

અલીએ મહજબીન અને મધુને પણ કામ પર લગાવવાનો નિર્ણય કર્યો. તેમણે નિર્માતા- નિર્દેશકોને ફોન કરીને મહજબીનને ફિલ્મોમાં કામ અપાવવા વિનંતી શરૂ કરી હતી. કમાલ અમરોહી સોહરાબ મોદી માટે ફિલ્મ ‘જેલર’ (૧૯૩૮) બનાવી રહ્યા હતા. એમાં એક સાત વર્ષની છોકરીની ભૂમિકા હતી. કોઈએ કહ્યું એટલે મહજબીનને ત્યાં ગયા. ત્યાં કમાલે પહેલી વખત એને જોઈ હતી. પણ કોઈ કારણથી એ ફિલ્મમાં મહજબીનને લીધી નહી. નિર્દેશક વિજય ભટ્ટ ત્યારે પી. જયરાજ – મહતાબની જોડી સાથે ‘લેધર ફેસ’ (૧૯૩૯) નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. એમાં નાની છોકરીની જરૂર હોવાથી મહજબીનને કામ આપ્યું.

મહજબીને બહુ સરળતાથી કામ કર્યું. એ પછી બાળ કલાકાર તરીકે કામ મળવા લાગ્યું. અને અધૂરી કહાની, પૂજા, વિજયા, ગરીબ વગેરે કરી. એ પછી મહજબીન છ વર્ષની થઈ ત્યારે વિજય ભટ્ટે ફિલ્મ ‘એક હી ભૂલ’ (૧૯૪૦) માં કામ આપ્યું ત્યારે એનું નામ બેબી મીના કરી દીધું હતું. પુત્રીનું નામ એમણે બદલી નાખ્યું એ વાત પિતા અલી બક્ષને પસંદ આવી ન હતી. પણ ત્યારે એમની એવી હેસિયત ન હતી કે વિજય ભટ્ટ જેવી મોટી ફિલ્મી હસ્તી સામે વિરોધ નોંધાવી શકે. એમણે મજબૂરીમાં પુત્રીનું નવું નામ ‘બેબી મીના’ સ્વીકારી લીધું હતું અને મહજબીન આગળ જતાં ‘મીનાકુમારી’ બની ગઈ હતી. જાણીતા સંપાદક વિનોદ મહેતાએ પોતાની આત્મકથામાં આ માહિતી આપી છે. મીનાકુમારી નામ સાથે પહેલી ફિલ્મ ‘બચ્ચોં કા ખેલ’ (૧૯૪૬) કરી હતી.

રાશિ ભવિષ્ય 24/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

પંચાંગ 24/02/2024

પંજાબ, હરિયાણામાં ખેડૂતોના ઉગ્ર દેખાવો પર ટિયર ગેસનો મારો

નવી દિલ્હીઃ પંજાબ અને હરિયાણાના ખેડૂતોની MSP અને અન્ય માગોને લઈને દેખાવો જારી છે. હરિયાણામાં ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર થઈ રહ્યું છે. એના પર હિસાર પોલીસે ખેડૂતો પર ટિયર ગેસના શેલ છોડ્યા છે, જેના જવાબમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ખેડી ચોપટા બોર્ડરે પર એકત્ર થયા હતા.

ખેડૂત આંદોલનને લઈને હજારની સંખ્યામાં ખેડૂતો શંભૂ બોર્ડર પર ઊમટ્યા છે અને દિલ્હી કૂચના પ્રયાસ કરી રહ્યા છે., સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલનને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં માગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપે. આ સિવાય ખેડૂતોની માગ પર સરકારને વિચાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ અગાઉ હાઈકોર્ટમાં પણ એક અરજી થઈ હતી.

બીજી બાજુસ હરિયાણા અને કેન્દ્ર સરકાર તરફથી દાખલ અરજી પર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે સરકાર પોતાની જવાબદારી નિભાવવાને બદલે કોર્ટનો ઉપયોગ કરવામાં લાગી છે. તમામ આ મામલે રાજકારણ કરી રહ્યા છે.

પાંચ ખેડૂતોનાં મોત

ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચના એલાન બાદ અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોના મોત થયા છે. મૃતક ખેડૂતની ઓળખ દર્શન સિંહ તરીકે થઈ છે જેની આશરે ઉમર 62 વર્ષ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૃતક ખેડૂત પંજાબના ભટિંડાના અમરગઢ ગામના રહેવાસી હતા. દર્શન સિંહનો પરિવાર 8 એકર જમીન ધરાવે છે અને હાલમાં તેમના પરિવાર પર 8 લાખ રૂપિયાનું દેવું છે. તેણે થોડા દિવસ પહેલા જ પુત્રના લગ્ન કર્યા હતા.

ખેડૂત સંગઠને દર્શન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સંગઠને મૃતક ખેડૂતના પરિવારને વળતરની માંગ કરી છે. સંગઠનના જિલ્લા મહાસચિવ રેશમ સિંહે કહ્યું કે, સરકારે ખેડૂતોને સરહદ પર મરતા અટકાવવા તેમની માંગણીઓ સ્વીકારવી જોઈએ.

 

 

 

 

 

 

 

ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે વળતી લડત આપતાં 302/7: રૂટની સદી

રાંચીઃ ભારત-ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી મેચ રાંચીના GSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં આજથી શરૂ થઈ છે. દિવસના અંતે ઇંન્ગ્લેન્ડે સાત વિકેટે 302 રન બનાવી લીધા છે. જો રૂટ 106 અને ઓલી રોબિન્સન 31 રન સાથે ક્રીઝ પર ઊભા છે. બંનેની વચ્ચે 57 રનની ભાગીદારી થઈ છે. છેલ્લા સેશનમાં બે વિકેટ પડી હતી.

ઇંગ્લેન્ડે ટોસ જીતીને બહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ઇંગ્લેન્ડે લંચ બ્રેક સુધી 24.1 ઓવરમાં પાંચ વિકેટ 112 રનમાં ગુમાવી દીધી હતી. જેક ક્રોલીએ 42, જોની બેરિસ્ટોએ 38, બેન ડકેટ 11 અને બેન સ્ટોક્સ ત્રણ રન બનાવીને આઉટ થયા હતા.

ફાસ્ટ બોલર આકાશ દીપે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું. કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ રાંચી ટેસ્ટ મેચમાં અનુભવી બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય કર્યો હતો. આ મેચનું પહેલું સેશન ભારતને નામ રહ્યું હતું, જેમાં બુમરાહની જગ્યાએ આવેલા આકાશદીપને ત્રણ વિકેટ મળી હતી. જ્યારે જાડેજા અને અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.  આકાશ દીપે ઈંગ્લેન્ડના ટોપ-3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજને બે સફળતા મળી.  જ્યારે કુલદીપ યાદવ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો.

જો રૂટે સદી ફટકારી

ઇંગ્લિશ બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફરતા રહ્યા, ત્યારે જો રૂટ મક્કમતાથી એક છેડો સાચવીને રમી રહ્યો હતો. બેન ફોક્સ ઉપરાંત જો રૂટે નીચલા ક્રમના બેટ્સમેનો સાથે ઉપયોગી ભાગીદારી કરી અને ટીમના સ્કોરને સન્માનજનક સ્કોર સુધી લઈ ગયો હતો.