Home Blog Page 2014

ભાજપ રમજાન પહેલાં જાણીબૂજીને CAA લાવ્યોઃ મમતા બેનરજી

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે સોમવારે સિટિઝન એમેડમેન્ટ એક્ટ (CAA)નું નોટિફિકેશન જારી કરી દીધું છે. લોકસભા ચૂંટણી, 2024થી પહેલાં એને સરકારનું મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. જોકે વિરોધ પક્ષોએ ભાજપ પર હુમલો કરી દીધો હતો. પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)નાં અધ્યક્ષ મમતા બેનરજીએ ભાજપને આડે હાથ લીધો હતો.

તેમણે કહ્યું હતું કે અમે CAAનો સ્વીકાર ના તો કર્યો છે અને ના કરીશું. તમારી પાસે સંપત્તિ છે, સાઇકલ છે, જમીન છે, આધારકાર્ડ છે, પરંતુ તમે વિચાર્યું છે કે તમે વિદેશી થઈ જશો. ભાજપે બે સીટો જીતવા માટે તમારા લોકો સાથે ચીટિંગ કરી રહ્યો છે. એ નિયમ બંધારણના ધર્મનિરપેક્ષ સ્વરૂપને નુકસાન પહોંચાડી રહ્યો છે.તેમણે કહ્યું હતું કે CAAને લઈને કોઈ સ્પષ્ટતા નથી. જે લોકોથી ફોર્મ ભરવા માટે કહેવામાં આવ્યું છે, તેઓ એ ક્ષણથી ગેરકાયદે પ્રવાસી બની જશે. એ પછી તેમની સંપત્તિનું શું થશે? આ નાગરિકોના અધિકારોને છીનવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.ભાજપ પર હુમલો કરતાં TMC વડાંએ વધુમાં કહ્યું હતું કે તેઓ વિચારી રહ્યા છે કે અમે છક્કો માર્યો છે, પણ ઝીરો છે. આવતી કાલથી રમજાન શરૂ થઈ રહ્યો છે. તેમણે એ વિચારીને દિવસની પસંદગી કરી છે. મ્યાનમાર કેમ ના થયો અને અફઘાનિસ્તાન કેવી રીતે થઈ ગયો લિસ્ટમાં? તમે લોકો જેવી અરજી કરશો તમારા અધિકાર છીનવાઈ જશે. એ NRCની સાથે જોડાયેલો છે. ડિટેનેશન કેમ્પમાં નાખી દેવામાં આવશે.

 

 

 

 

PM મોદીએ સાબરમતી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કરાવ્યો શુભારંભ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન લોન્ચ કર્યો હતો. તેમણે સાબરમતી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે રૂ. 85,000 કરોડના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. ગાંધી આશ્રમમાં તેમનું 24 મહિલા ચરખો કાંતીને મોદીનું સ્વાગત કર્યું હતું.

સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક સાબરમતી આશ્રમનું રૂ. 1200 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરાશે. આજે દાંડી કૂચ દિવસે વડા પ્રધાન મોદીએ ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ’નો પ્રારંભ કરાવ્યો છે. આ આશ્રમ આઝાદીની ચળવળમાં અનેક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી રહ્યો છે. 17 જૂન, 1917ના સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતે 132 એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમની જમીનની કિંમત રૂ. 26,972 જ્યારે મકાનોની કિંમતનો રૂપિયા 2,95,121નો ખર્ચ થયો હતો.

વડા પ્રધાને સાબરમતી આશ્રમ વિશે વાત કરતાં કહ્યું હતું કે  જે આશ્રમની દેશની આઝાદીમાં ખૂબ જ મોટી ભૂમિકા રહી છે, જેને દેખવા, જાણવા અને અનુભવવા દુનિયાભરમાંથી લોકો આવે છે, તે સાબરમતી આશ્રમની માવજત તે તમામ ભારતીયની ફરજમાં આવે છે. સાબમતી આશ્રમના વિસ્તારમાં અહીં રહેતા પરિવાજનોની મુખ્ય ભૂમિકા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમને કારણે જ આશ્રમની 55 એકર જમીન પરત મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ કામમાં સકારાત્મક ભૂમિકા ભજવનારનો તેમણે આભાર માન્યો હતો.

આ ઉપરાંત તેમણે 10 નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અને નેતાઓ હાજર રહ્યા હતા. તેઓ બપોરે રાજસ્થાનના પોખરણમાં ટ્રાઇ-સર્વિસીસ લાઇવ ફાયર બે એન્ડ દાવપેચ કવાયતના સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓના સંયુક્ત પ્રદર્શન ‘ભારત શક્તિ’નાં સાક્ષી બનશે.

બાદમાં દ્વારકાથી 4.10 વાગ્યે નિકળી સવારે 10.10 વાગ્યે અમદાવાદ પહોંચશે. તો ટ્રેન નંબર 22925 અમદાવાદ ખાતેથી મંગળવાર સિવાયના છ દિવસ દોડશે. જે મુજબ ટ્રેન અમદાવાદથી સાંજે 6 વાગ્યે 10 કલાકે રવાના થશે અને રાત્રે 12.05 મિનિટે દ્વારકા અને 12 વાગ્યે 40 મિનિટે ઓખા પહોંચશે.

 

 

 

 

 

 

 

CM મનોહરલાલ ખટ્ટર સહિત મંત્રીમંડળે આપ્યાં રાજીનામાં

ચંડીગઢઃ હરિયાણામાં CM મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપ્યું છે. તેમની સાથે મંત્રી મંડળે પણ રાજીનામું આપ્યું છે. રાજ્યમાં હવે ભાજપ એકલે હાથે સરકાર બનાવશે. મુખ્ય પ્રધાને વિધાનસભ્યોના જૂથ સાથે મીટિંગ કરી હતી અને એ પછી તેમણે રાજ્યપાલ સાથે મુલાકાત પણ કરી હતી.તેમની સાથે ગૃહ મંત્રી પણ હતા.

નવી સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ આજે બપોરે એક કલાકે થશે. આ પહેલાં વિધાનસભ્યોના સાથે તેમની બેઠક થશે. એમાં અર્જુન મુંડા અને તરુણ ચુગ સમીક્ષક તરીકે હાજર રહેશે. આ બેઠકમાં નવા CMના નામનું એલાન થશે. નવા CMની રેસમાં નાયબ સૈની અને સંજય ભાટિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. બંને જાટ નેતા નથી અને બંને સાંસદ છે. હવે ખટ્ટરને લોકસભા ચૂંટણી લડાવવામાં આવે એવી શક્યતા છે.

હરિયાણાના સિરસાથી વિધાનસભ્ય અને લોકહિત પાર્ટીના અધ્યક્ષ ગોપાલ કાંડાએ કહ્યું હતું કે આ ગઠબંધન (ભાજપ અને JJP) તૂટી ચૂક્યું છે.બધા અપક્ષ વિધાનસભ્યો ભાજપને ટેકો આપવાનું ચાલુ રાખશે.હરિયાણા વિધાનસભામાં 90 સભ્યો છે અને બહુમતનો આંકડો 46 છે. રાજ્યમાં ભાજપના 41 વિધાનસભ્યો છે. ભાજપ સાથે છ અપક્ષ વિધાનસભ્યોનો ટેકો છે. JJPથી અલગ થવા પર ભાજપનું સમર્થન 48 છે. JJP પાસે 10 વિધાનસભ્યો છે. કોંગ્રેસ પાસે 30 વિધાનસભ્યો છે. ઇન્ડિયન નેશનલ લોકદળ એક (અભય ચોટાલા), હરિયાણા લોકહિત પાર્ટી-એક (ગોપાલ કાંડા) અને નિર્દલીય- એક ( બલરાજ કુંડુ) વિધાનસભ્ય છે.

 

 

 

 

 

 

કોરાનાના 128 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 128 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,31,562 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,510 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,97,114 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 117 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1076 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,11,571 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 872 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૨ માર્ચ, ૨૦૨૪

બે અભિનેતાએ ના પાડ્યા પછી શાહરૂખને ‘બાજીગર’ મળી

શાહરૂખ ખાન પાસે ‘બાજીગર’ (૧૯૯૩) ગઈ એ પહેલાં બે જાણીતા અભિનેતાનો સંપર્ક થયો હતો. ‘બાજીગર’ ની સ્ક્રીપ્ટ તૈયાર થયા પછી અબ્બાસ- મુસ્તાને સૌથી પહેલું અનિલ કપૂરનું નામ વિચાર્યું હતું. અનિલ ત્યારે ફિલ્મ ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ નું શુટિંગ કરી રહ્યો હોવાથી એના સેટ પર એમને બોલાવ્યા હતા. અનિલે ફિલ્મની વાર્તા સાંભળીને કહ્યું કે ભૂમિકા બહુ સારી છે પણ નકારાત્મક છે. જે મારા માટે જોખમી છે. હું કરી શકીશ નહીં. તમે બીજા કોઈને લઈને પણ જરૂર બનાવો.

એ પછી ફિલ્મના નિર્માતા ‘વીનસ’ ના રતન જૈન તરફથી ‘બાજીગર’ માટે સલીમ ખાનનો સલમાન માટે સંપર્ક કરવામાં આવ્યો. એમણે સલમાન માટે અત્યારે આવી નકારાત્મક ભૂમિકા યોગ્ય ન હોવાનું માન્યું હતું. કેમકે એ વખતે સલમાન ‘રાજશ્રી પ્રોડકશન’ ની પારિવારિક ફિલ્મોમાં વ્યસ્ત હતો. અનિલ અને સલમાન તૈયાર ના થયા એ પછી બધાએ મળીને શાહરૂખ ખાનનો વિચાર કર્યો. કેમકે અગાઉ એણે આવી ફિલ્મ માટે કહી રાખ્યું હતું.

થોડા મહિના પહેલાં જ શાહરૂખ ‘વીનસ’ ની કોઈ ફિલ્મ માટે ઈસ્માઈલ શ્રોફ પાસે વાર્તા સાંભળવા આવ્યો હતો. એ બહાર નીકળ્યો અને શૂઝ પહેરતો હતો ત્યારે એણે અબ્બાસ- મુસ્તાનને ત્યાં બેઠેલા જોયા એટલે મળ્યો અને કહ્યું કે તમારી ‘ખિલાડી’ (૧૯૯૨) બહુ સારી હતી. જો ફરી આવી કોઈ થ્રિલર ફિલ્મ બનાવવાના હોય તો મને જરૂર જણાવજો. એ વાત યાદ કરીને અબ્બાસ- મુસ્તાને શાહરૂખનો સંપર્ક કર્યો ત્યારે એણે રસ બતાવ્યો. શાહરૂખને સ્ક્રીપ્ટ સંભળાવવા માટે ‘બાજીગર’ ના ત્રણ લેખકોને લઈ જ્યારે અબ્બાસ- મુસ્તાન ગયા ત્યારે એણે ના પાડી દીધી અને કહ્યું કે એ લેખકો પાસેથી નહીં નિર્દેશકના મોંએથી વાર્તા સાંભળશે.

અબ્બાસ- મુસ્તાને કહ્યું કે લેખકોની જેમ અમે સારું નરેશન આપી શકીશું નહીં. શાહરૂખે કહ્યું કે સારું- ખરાબ જે કહેશો તે તમે જ કહેશો. મને ખ્યાલ આવવો જોઈએ કે તમે કેવું વિચારી રહ્યા છો. અબ્બાસ- મુસ્તાને ખુરશી પર બેસીને નરેશન આપ્યું ત્યારે શાહરૂખે જમીન પર બેસીને એ સાંભળ્યું અને પછી ઊભો થઈને એમને ગળે મળ્યો. નકારાત્મક ભૂમિકા હોવા છતાં શાહરૂખે વિચાર કરવા માટે પણ સમય લીધો નહીં અને ત્યારે જ કહી દીધું કે જબરદસ્ત વાર્તા છે અને એ ફિલ્મ ‘બાજીગર’ કરી રહ્યો છે.

એ પછી શિલ્પા શેટ્ટીની ભૂમિકા માટે ‘વીનસ’ના હરી સિંહ દ્વારા શ્રીદેવીના નામનું સૂચન થયું હતું. તેમણે બે બહેનોની ભૂમિકામાં શ્રીદેવીને ડબલ રોલમાં લેવા કહ્યું હતું. ત્યારે અબ્બાસ- મુસ્તાને સમજાવ્યું કે શાહરૂખ ભલે એક જ ભૂમિકામાં છે પણ એ બે રૂપમાં છે. એટલે શ્રીદેવીને ડબલ રોલમાં લેવાથી વાર્તામાં ગૂંચવાડો ઊભો થશે. અને શ્રીદેવી કે જુહી ચાવલાને લઈએ એ પછી એને ઉપરથી ફેંકવાનું દ્રશ્ય છે એ જોયા પછી એમના ચાહકો નિરાશ થશે અને પછીની વાર્તામાં એમને રસ રહેશે નહીં. એટલે કોઈ નવી છોકરીને લઈએ. એને નીચે ફેંકવાનું દ્રશ્ય દર્શકોને આંચકો આપી જશે અને આગળ શું થશે એની ઇંતજારી વધી જશે. બધાએ અબ્બાસ- મુસ્તાનની આ વાત સ્વીકારી અને નવી છોકરીની શોધ શરૂ કરી ત્યારે ચરિત્ર અભિનેતા અમૃત પટેલે શિલ્પા શેટ્ટીના નામનું સૂચન કર્યું. જ્યારે અબ્બાસ- મુસ્તાન શિલ્પાને મળ્યા ત્યારે એ ઊંચી અને ખૂબસૂરત હોવાથી પાત્ર માટે યોગ્ય લાગી. શિલ્પાને કોઈ ઓડિશન વગર જ સાઇન કરી લેવામાં આવી હતી. નિર્દેશક અબ્બાસ – મુસ્તાને આ વાત કોમલ નાહટા સાથેની એક મુલાકાતમાં કહી હતી.

છેવટે સતનો જ જય થાય છે

 

    છેવટે સતનો જ જય થાય છે

 

સત્ય છેવટે જીતે છે. સત્યનો જ વિજય થાય છે અને એટલા માટે કહેવત છે કે સત્યમેવ જયતે. બનાવટ ગમે તેટલી રૂપકડી લાગતી હોય તો પણ લાંબુ ટકતી નથી. એટલે જ કહ્યું છે કે –

સચ્ચાઈ છીપ નહીં સકતી

બનાવટકે ઉસૂલોં સે

ખુશ્બુ આ નહીં સકતી

કભી કાગઝકે ફૂલોં સે

સત્યને દબાવી શકાય છે થોડી વાર માટે, પરાજિત ક્યારેય કરી શકાતું નથી અને એટલે જ કહેવાય છે સત્યમેવ જયતે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

રાશિ ભવિષ્ય 12/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતું નથી તેવી મનમાં ફરીયાદ રહે, વેપારના કામકાજમાં જોખમ ટાળવું, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપવી.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનું આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાંકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનું આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારાપરિણામની આશા જોવા મળે , યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામાં તક ઝડપવામાં થોડી તકલીફ પડી શકે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમાં રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યું હોય તેવું મનમાં ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે અને તેમાં પણ કામમાં વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમાં ક્યાંક અશાંતિ રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમાં ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદના થાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમાં ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમાં તેમને સારી ખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે , હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવું, વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમાં પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સંભાળવા મળે શકે છે, વેપારીવર્ગને  કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાયના જવાય તેનું ધ્યાન રાખવું,  વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહ ન આપવી.


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે જેમાં તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે ,સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમાં લાભની તક છે.


આજનો દિવસ સામાન્ય છે તમે કામમાં વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમાં જલ્દીથી ઉકેલન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો,  યુવાવર્ગ માટે પોતાના વર્તનમાં શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણીના દુભાય, વેપારમાં પોતાના અનુભવ મુજબ નાનું અને ગણતરીપૂર્વકનું કામ સારું રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડા દ્વિધામાં રહો તમારે થોડો  કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવું જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય  માર્કેટિંગમાં સમયનો વ્યય વધુ થાય  વેપારના કામકાજમાં ધીરજ રાખવી.

પંચાંગ 12/03/2024