Home Blog Page 2006

નિઃસ્વાર્થભાવે કોઈની તરફ હાથ લંબાવ્યો છે?

બે’એક દિવસ પહેલાં એક સમાચાર વાંચવામાં આવ્યા. દુબઈમાં વસતા 66 વર્ષી ભારતીય બિઝનેસમૅન અને દાનવીર ફિરોઝ મર્ચન્ટે દસ લાખ દિરહામ (આશરે સવાબે કરોડ રૂપિયા) રૂપિયા ભરીને ખાડી દેશોની વિવિધ જેલમાં સબડતા 900 જેટલા કેદીઓને છોડાવ્યા.

આ સમાચાર વાંચીને ફર્સ્ટ વર્લ્ડ વૉરનો એક પ્રસંગ સાંભરી આવ્યો. સન 1892ની વાત. આર્થિક દૃષ્ટિએ નબળા એવા બે વિદ્યાર્થી અમેરિકાની સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા. ઘરની સ્થિતિ એવી કે યુનિવર્સિટીની ફી ભરી શકવાના વાંધા હતા. ફીના પૈસા કાઢવા બન્નેએ મળીને અમેરિકાના પ્રખ્યાત પિયાનોવાદક ઈગ્નેસી પૅડરેસ્ટીના એક મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કર્યું. તે સમયે પૅડરેસ્ટી આવા એક લાઈવ કન્સર્ટ માટે 2000 ડૉલર ચાર્જ કરતા. પેલા બન્નેએ વિચાર્યું કે પૅડરેસ્ટીને 2000 ડૉલર આપ્યા પછી પણ ટિકિટમાંથી આપણને કમાણી થવાની જ છે. એમાંથી ફી ભરી શકાશે અને સરળતાથી અભ્યાસ કરી શકાશે, પરંતુ જીવનમાં બધું આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું. ઘણી વાર આપણે ધારીએ કંઈક અને થાય કંઈક અલગ. આ બંને વિદ્યાર્થીઓ સાથે પણ કંઈ એવું જ બન્યું. આખા ઈવેન્ટના અંતે બંનેને માત્ર ૧૬૦૦ ડૉલર જ મળ્યા. સામે આપવાના હતા ૨૦૦૦ ડૉલર, પિયાનોવાદકની ફી. બંને મૂંઝાતાં મૂંઝાતાં પૅડરેસ્કી પાસે ગયા અને કહ્યું, ‘અમારે તમને 2000 ડૉલર આપવાના હતા, પણ માફ કરજો, અમે આ કન્સર્ટમાંથી માત્ર 1600 ડૉલર જ એકઠા કરી શક્યા છીએ. પણ તમે ચિંતા નહીં કરતા. અમે ભણવાનું છોડી દઈશું, નોકરી કરીશું ને તમારા બાકીના ૪૦૦ ડૉલર આપી દઈશું.’

ઈગ્નેસી પૅડરેસ્કીએ બન્ને જુવાન સ્ટુડન્ટ્સની વાત સાંભળી 1600 ડૉલર પાછા આપતાં કહ્યું, ‘તમે ભણવાનું ચાલુ રાખો. મારે તમારી કોઈ ફી નથી જોઈતી. બન્ને વિદ્યાર્થીઓએ પૅડરેસ્ટ્રીનો ખૂબ આભાર માન્યો.

કાળાંતરે મશહૂર પિયાનોવાદક ઈગ્નસી પૅડરેસ્કી પોલૅન્ડના વડા પ્રધાન બન્યા. ૧૯૧૯માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ પોલૅન્ડની હતી. ત્યાંની પ્રજા અનાજ વગર ભૂખમરાના ભરડામાં ફ્સાયેલી હતી. પોતાની પ્રજાને બચાવવા વડા પ્રધાને વિશ્વના જુદા જુદા દેશો પાસે મદદ માટે દરખાસ્તો કરી. જો કે તે સમય ખૂબ કપરો હતો. વિશ્વના બીજા દેશોની સ્થિતિ પણ સારી નહોતી. એટલે કોઈ જગ્યાએથી મદદ ન મળી. અંતિમ ઉપાય તરીકે પૅડરેસ્કીએ અમેરિકન ફૂડ ઓર્ગેનાઈઝેશનને મદદ માટે વિનંતી કરી. તે સમયે અમેરિકન ફૂડ ઓર્ગેનાઈઝેશનના વડા તરીકે હર્બટ હુવર ફરજ બજાવતા હતા. હર્બટ હુવરે પોલૅન્ડ અને વડા પ્રધાન ઈગ્નસી પૅડરેસ્કીની કલ્પના બહારની મદદ કરી અને પોલૅન્ડની પ્રજાને ભૂખમરાથી બચાવી લીધી.

પ્રાઈમ મિનિસ્ટર ઈગ્નેસી પૅડરેસ્ટી ખાસ આ દરિયાદિલીનો આભાર માનવા અમેરિકા ગયા ને હર્બટને રૂબરૂ મળ્યા ત્યારે હર્બટે કહ્યું, ‘મિ.પ્રાઈમ મિનિસ્ટર… આભાર માનવાની કોઈ જરૂર નથી. 1892માં તમે આર્થિક મુશ્કેલીમાં આવેલા સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓને મદદ કરીને એમનો અભ્યાસ ચાલુ રખાવ્યો હતો, તે બે વિદ્યાર્થી પૈકીનો એક હું પોતે જ છું.’

ખરેખર, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કોઈને કરેલી મદદ ક્યારેય પણ વ્યર્થ નથી જતી. ફેંકાયેલું બૂમરેંગ જેમ હંમેશાં આપણી તરફ પાછું ફરે છે તેમ નિઃસ્વાર્થ ભાવે કરેલી મદદ હંમેશાં એક યા બીજા સ્વરૂપે પરત ફરે જ છે. લેવાની તો બધાને મજા આવે, પરંતુ ક્યારેક આપવાનો આનંદ પણ લેવા જેવો છે. સ્વાર્થ માટે તો બધા બધું કરે જ છે, થોડું બીજા માટે પણ કરી લઈએ.

આજે પણ વિશ્વના માંધાતા, ઉમરાવો, મોટા-મોટા ઑફ્સિરોથી લઈને નાના ગામડાનો સામાન્ય માનવી પ્રમુખસ્વામીજીને યાદ કરે છે, કારણ કે આ મહાન સંતે કરેલી મદદ આજે પણ લાખો લોકોનાં હૃદયમાં જાગ્રત છે. આવા પરોપકારી સંતના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે આપણી જાતને રોજ એક પ્રશ્ન પૂછવા જેવો છે – શું આજે મેં કોઇને નિઃસ્વાર્થભાવે મદદ કરી?

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૫ માર્ચ, ૨૦૨૪

Chitralekha Gujarati – 25 March, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

શું જમીનમાં નંગ વાવવાથી વાસ્તુનું શુદ્ધિકરણ થાય?

હોળી આવે એટલે રંગો દેખાવા લાગે. ગુલાલના રંગોથી વાતાવરણ ભરાય જાય. તો કેસુડાના પણ જમીન પર પડેલા દેખાય ત્યારે યાદ આવે કે આ કેમિકલ યુગમાં આપણી પરમ્પરાઓ પાછળનું વિજ્ઞાન પણ ક્યાંક વિસરાઈ ગયું છે. જેમને વરસાદનો ડર લાગે છે એ લોકો કૃત્રિમ વરસાદમાં અર્ધનગ્ન અવસ્થામાં નહાતા જોવા મળે ત્યારે નવાઈ ચોક્કસ લાગે. પણ પશ્ચિમ તરફની આંધળી દોટ ભારતીય હોવાની અનુભૂતિના પરીમાણ વિસરાવતી હોય તેવું સતત લાગી રહ્યું છે. એક તરફ દેવસ્થાનની બહાર લંબાતી કતારો. અને બીજી બાજુ ટૂંકા વસ્ત્રો પહેરીને અંદર ન આવવું એવા બોર્ડ બે વિરોધાભાસ ઉભા કરે છે. પર્યટન માટે પર્વત પર કે બીચ પર જવાય, દેવસ્થાનમાં ઉર્જા પ્રાપ્તિ માટે જવાય આવી સમજણ પણ જરૂરી છે. સંસ્કૃતિનો વિધ્વંશ માત્ર અક્રમણો દ્વારા જ થાય છે? ક્યારેક સ્વ પ્રત્યેની સભાનતાનો અભાવ પણ એમાં કારણભૂત હોય છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલા ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ:  નમસ્તે. મારા પતિને રીલ્સ જોવાની ટેવ છે. મારા પ્રેમ લગ્ન છે. મારા પરિવારમાં ધાર્મિક વાતાવરણ હતું એટલે આપણી સંસ્કૃતિ વિશેની મૂળભૂત સમજણ છે. અને એમને ત્યાં આવું કશુજ ન હતું. એટલે એ રીલ્સ જોઇને ગમે તેવી વાતોમાં વિશ્વાસ કરી લે છે. જેમકે એમને એક ગુરુમાં વિશ્વાસ છે. એ કહેતા હતા કે વિષ્ણુના 24 અવતાર છે. એમાંથી મૂળ 11 છે. જેમાંથી એક બલરામ પણ છે. આવું ક્યાં લખેલું છે. પેલા બહેનના લાખો ચાહકો છે. એટલે મારા પતિ મારી વાત માનવા નથી માંગતા. આવું જ વાસ્તુ શાસ્ત્ર માટે પણ કહે છે. એમનું માનવું છે કે જમીનમાં વિવધ નંગ વાવવાથી વાસ્તુનું શુદ્ધિકરણ થાય છે. મેં આવું ક્યાંય વાંચ્યું નથી. મને તમારામાં પૂરી શ્રદ્ધા છે કે તમે આધારભૂત વાત કરશો. વળી નવાઈની વાત એ છે કે મારા પરિવારમાં તમારા વિશે કહું તો બધાને વિશ્વાસ આવે છે. એટલે બધા મારી પાર્ટીમાં આવે જાય છે. એટલે જ મારી ઈચ્છા છે કે આ વાત વિશે તમે કશુક કહો.

જવાબ: નમસ્તે. આજના યુગમાં લોકો આડેધડ રીલ્સ બનાવવા લાગ્યા છે. એનો મુખ્ય હેતુ મનોરંજન છે. જે વિષયો પર હજારો વરસ સંશોધન થયું હોય એને માત્ર અમુક સેકન્ડ્સમાં કેવી રીતે સમજાવી શકાય? પહેલી વાત કે લોકોમાં ધીરજ ઘટી રહી છે. અને બીજું બધાને મનોરંજન ગમે છે. વિના મહેનતે મળેલું જ્ઞાન કેવું હોય? તમારા પતિદેવ જેવા લાખો લોકો તમને સમજમાં મળી જાય તો નવાઈની વાત ન લાગે. દસાવતાર શબ્દ જ તમે કહેલી વાતને સમજાવવા પુરતો છે. વળી બલરામ અને કૃષ્ણ સમકાલીન હતા. એક સાથે બે અવતાર કેવી રીતે હોઈ શકે? જેમને કશુજ નથી આવડતું એને કશું પણ શીખવાડી શકાય છે.

વાવવું શબ્દ એમાંથી કોઈ નીપજ લેવા સાથે જોડાયેલો છે. જો નંગ વાવવામાં આવે તો એની નીપજ શું? આ ચોક્કસ એક ગેરમાન્યતા છે. આવી ઘણીબધી વાતો તમને ફરતી દેખાશે. જો કહેવાવાળી વ્યક્તિ છટાદાર હશે તો એનું બધુજ મનોરંજક બની જશે. ચાલી જશે. તમારા જેવો અભિગમ ધરવતા લોકો કેટલા છે? જમીનની ઉર્જા વધારવા માટે આપે ત્યાં વિવધ વાત કરવામાં આવી છે. ખેતરની ઉર્જા વધારવા માટે કેટલીક પ્રક્રિયાઓ પ્રચલિત હતી. એ પણ વિસરાઈ રહી છે. આપણે પશ્ચિમના રંગે રંગાઈને પાંચેપાંચ તત્વોને પ્રદુષિત કરવા સક્ષમ થઇ ગયા છીએ. આપને જમીનની ઉર્જા વિશે જાણવામાં રસ હોય તો આપણે ચોક્કસ વાત કરીશું.

સવાલ: ધુળેટીમાં કયો રંગ લગાડવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય?

જવાબ: હવે તો આપણે તહેવારોની ઉજવણીમાં પણ આનંદની જગ્યાએ સ્વાર્થને ભરી રહ્યા છીએ. શું નિસ્વાર્થ આનંદ ન લઇ શકાય? જે રંગ મનને ગમે તેવા કુદરતી રંગથી હોળી રમવી જોઈએ.

સુચન: ધૂળેટી પર દાનનું ખુબ મહત્વ છે. આ દિવસે ખજુર, દાળિયા અને ધાણીનું દાન કરવું જોઈએ.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

રાશિ ભવિષ્ય 15/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે,  વેપારમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 15/03/2024

ચૂંટણી પહેલા મોદી સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 15 માર્ચ 2024ના રોજ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કરીને કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરીને દેશના સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમના કરોડો ભારતીયોના પરિવારનું કલ્યાણ અને સુવિધા હંમેશા તેમનું લક્ષ્ય છે.

તેમણે મહાન કવિ રામધારી સિંહ દિનકરની કવિતાની પંક્તિઓ પણ શેર કરી. તેમણે કહ્યું કે, જ્યારે વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વિકસિત અને વિકાસશીલ દેશોમાં પેટ્રોલના ભાવમાં 50-72 ટકાનો વધારો થયો હતો અને આપણી આસપાસના ઘણા દેશોમાં હવે પેટ્રોલ ઉપલબ્ધ નથી, 1973 પછી પણ પેટ્રોલના ભાવમાં 50 ટકાનો વધારો થયો હતો. -72 ટકા.વર્ષની સૌથી મોટી ઓઇલ કટોકટી હોવા છતાં પીએમ મોદીના દૂરંદેશી અને સાહજિક નેતૃત્વને કારણે મોદી પરિવારને કોઈ અસર થઈ નથી. ભારતમાં પેટ્રોલના ભાવ વધવાને બદલે છેલ્લા અઢી વર્ષમાં 4.65 ટકા ઘટ્યા છે. !

 

CM મમતા બેનર્જી અકસ્માતનો શિકાર બન્યા, માથામાં ઈજા થઈ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અકસ્માતનો શિકાર બન્યા છે. તૃણમૂલ કોંગ્રેસે મમતા બેનર્જીનો ફોટો જાહેર કરતા આ જાણકારી આપી છે. ટીએમસીએ ટ્વીટ કરીને લખ્યું, અમારા અધ્યક્ષ ગંભીર રીતે ઘાયલ થયા છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ફોટામાં મમતા બેનર્જી હોસ્પિટલમાં બેડ પર સુતેલા જોવા મળે છે અને તેમના કપાળમાંથી લોહી નીકળી રહ્યું છે. સીએમ મમતા બેનર્જીની કોલકાતાની SSKM હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને SSKM હોસ્પિટલના વુડબર્ન વોર્ડના કેબિન નંબર 12માં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં સારવાર બાદ તે ઘરે પરત ફર્યા હતા.

મમતા બેનર્જી આ દિવસે રાજ્ય સચિવાલય નબાનમાં ગયા હતા. ત્યાંથી એકદલિયા ગયા. જ્યાં સ્વ.સુબ્રત મુખોપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પછી મમતા ઘરે ગયા હતા. આજે તેમનો બીજો કોઈ કાર્યક્રમ નહોતો. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેડ મિલ પર ચાલતી વખતે આ અકસ્માત થયો હતો. બીજી તરફ, તૃણમૂલના અન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુરુવારે કાલીઘાટ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ટહેલતા હતા. તે જ ક્ષણે તે કોઈક રીતે પડી ગયા. આગળ પડવાને કારણે તેને કપાળ પર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું. જ્યારે તેને પહેલા ઘરની અંદર લઈ જવામાં આવ્યા ત્યારે તેને તાત્કાલિક SSKM હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ડોકટરોએ કહ્યું કે કપાળ પર ટાંકા લેવામાં આવ્યા છે.

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર મમતાના ઘા ખૂબ ઊંડા છે. સીટી સ્કેન કરવામાં આવ્યું હતું અને એક મેડિકલ બોર્ડની પણ રચના કરવામાં આવી હતી, જો કે, હોસ્પિટલમાં સારવાર પછી તે કાલીઘાટ સ્થિત તેના નિવાસસ્થાને પરત આવ્યા હતા.  તૃણમૂલના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે જ્યારે આ ઘટના બની ત્યારે તૃણમૂલના અખિલ ભારતીય મહાસચિવ અભિષેક બેનર્જી કાલીઘાટમાં મમતાના ઘરે હતા. મમતા બેનર્જીને તેમની કારમાં SSKM હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

ચૂંટણી આયોગે જાહેર કર્યો ઇલેક્ટોરલ બોન્ડનો ડેટા

સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સોંપ્યો હતો. હવે ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર SBI તરફથી ઈલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલી માહિતી અપલોડ કરી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આવતીકાલે ઈલેક્ટોરલ બોન્ડ કેસની સુનાવણી કરશે. ભારતના ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં એસસી દ્વારા 11 માર્ચે આપેલા આદેશમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. અરજી 11 માર્ચના આદેશના ઓપરેટિવ ભાગમાં કેટલીક સ્પષ્ટતાઓ/સુધારાઓ માંગે છે. જો કે, કયા સુધારાની માંગણી કરવામાં આવી છે તે હજુ જાણવા મળ્યું નથી.

અરજીમાં 12 એપ્રિલ, 2019 અને નવેમ્બર 02, 2023ના આદેશો અનુસાર ચૂંટણી પંચ દ્વારા સીલબંધ પરબિડીયાઓમાં/બોક્સમાં SC સમક્ષ રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો/ડેટા/માહિતી પ્રકાશિત કરવા માટે પણ નિર્દેશ માંગવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા તેની વેબસાઈટ પર શેર કરવામાં આવેલા ડેટામાં 12 એપ્રિલ, 2019થી 1,000 રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીના ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી વિશે માહિતી આપવામાં આવી છે (આ બોન્ડ હવે સમાપ્ત થઈ ગયા છે). તે કંપનીઓ અને વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી ખરીદી દર્શાવે છે. ચૂંટણી બોન્ડની માહિતીને સાર્વજનિક બનાવવાના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને, SBIએ મંગળવારે સાંજે હવે સમાપ્ત થયેલા ચૂંટણી બોન્ડ્સ ખરીદનાર સંસ્થાઓની વિગતો અને રાજકીય પક્ષોએ તેમને પ્રાપ્ત કર્યા હતા.

ચૂંટણી પંચ દ્વારા શેર કરવામાં આવેલા ડેટામાં જાણવા મળ્યું છે કે ચૂંટણી બોન્ડ દ્વારા ચૂંટણી દાન મેળવનારાઓમાં ભાજપ, કોંગ્રેસ, AIADMK, BRS, શિવસેના, TDP, YSR કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે. ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારાઓની યાદીમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંત લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા વાઈન્સનો સમાવેશ થાય છે.