Home Blog Page 1954

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે વધુ એક યાદી જાહેર કરી

કોંગ્રેસે ઉત્તર પ્રદેશની તમામ 80 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. કોંગ્રેસ તબક્કાવાર બેઠકો પર નામોની જાહેરાત કરી રહી છે. કોંગ્રેસે પણ બુધવારે યુપીમાં બે બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી, પરંતુ અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. માનવામાં આવી રહ્યું હતું કે પાર્ટી આ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે.

કોંગ્રેસને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે યુપીની મથુરા સીટના સંભવિત ઉમેદવાર બોક્સર વિજેન્દરે પક્ષ બદલ્યો. વિજેન્દર બુધવારે કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયો હતો. બોક્સર વિજેન્દર ભાજપમાં જોડાયા બાદ હવે કોંગ્રેસે મુકેશ ધનગરને અહીંથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ યાદીમાં પાર્ટીએ અન્ય સીટ સીતાપુર લોકસભા માટે પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. સીતાપુરથી કોંગ્રેસે નકુલ દુબેની જગ્યાએ રાકેશ રાઠોડને ટિકિટ આપી છે.

પ્રયાગરાજ બેઠક પર પણ ઉમેદવારનું નામ નક્કી નથી

દરમિયાન, દરેકની નજર અમેઠી, રાયબરેલી અને પ્રયાગરાજ બેઠકો પર છે જે યુપીની હોટ સીટોમાંની એક છે. કોંગ્રેસ હજુ સુધી આ બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી કરી શકી નથી. જો કે બુધવારે જાહેર કરવામાં આવેલી યાદીમાં અમેઠી અને રાયબરેલીના ઉમેદવારોની જાહેરાત થવાની પ્રબળ સંભાવના હતી.

5માં તબક્કામાં યુપીની 14 સીટો પર ચૂંટણી યોજાશે

ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટો માટે 7 તબક્કામાં મતદાન થશે. યુપીની અમેઠી અને રાયબરેલી બેઠકો પર 5માં તબક્કામાં 20 મે, 2024ના રોજ ચૂંટણી યોજાશે. મતદાનના પાંચમા તબક્કામાં અમેઠી અને રાયબરેલી સહિત યુપીની કુલ 14 બેઠકો પર મતદાન થશે. રાયબરેલી, અમેઠી, મોહનલાલગંજ, લખનૌ, જાલૌન, ઝાંસી, હમીરપુર, બાંદા, ફતેહપુર, કૌશામ્બી, બારાબંકી, ફૈઝાબાદ, કૈસરગંજ અને ગોંડા મુખ્યત્વે આ 14 બેઠકોમાં સામેલ છે. આ માટે 26મી એપ્રિલે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને 3જી મે સુધી નોમિનેશન ફાઇલ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 4 મેના રોજ થશે. તે જ સમયે, 6 મે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે. 4 જૂને તમામ સીટોના ​​ચૂંટણી પરિણામો એકસાથે આવશે.

ટેસ્લા પ્લાન્ટ લગાવવા માટે ટીમ ભારત મોકલશે

નવી દિલ્હીઃ અબજોપતિ એલન મસ્કની ટેસ્લાના પ્રસ્તાવિત બેથી ત્રણ અબજ ડોલરના ઇલેક્ટ્રિક કાર પ્લાન્ટ માટે જગ્યા શોધવા માટે આ મહિને ભારતમાં એક ટીમ મોકલશે. ભારતે ગયા મહિને કાર ઉત્પાદકો માટે ઉત્પાદિત કેટલાંક ઇલેક્ટ્રિક વાહનો પર આયાત ટેક્સમાં ઘટાડો કર્યો હતો. જે વેપારી ધોરણે ઉત્પાદન શરૂ કરવા માટે ત્રણ વર્ષની સમયમર્યાદાની સાથે કમસે કમ રૂ. 4150 કરોડના મૂડીરોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા ભારતમાં મોટું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, એલન મસ્કે ભારતમાં લગભગ 3 અબજ ડોલર (2 અબજ 50 કરોડ 28 લાખ 68 હજાર 500 રૂપિયા)ની ફેક્ટરી સ્થાપવાની યોજના તૈયાર કરી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટેસ્લાની ટીમ એપ્રિલના અંતમાં ફેક્ટરી માટે જમીન શોધવા માટે ભારત આવવાની છે.

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું બજાર ઝડપથી વધી રહ્યું છે. સરકારે 2030 સુધીમાં 30 ટકા કારને ઈલેક્ટ્રિક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. વળી, ભારત સરકારે તાજેતરમાં કેટલાંક ઇલેક્ટ્રિક વાહનો પરના આયાત કરમાં ઘટાડો કર્યો છે. કંપનીઓ ભારતમાં ઉત્પાદન શરૂ કરે અને રોકાણ કરે તેવી શરત રાખવામાં આવી છે. ટેસ્લા માટે આ એક મોટું પ્રોત્સાહન છે.

અહેવાલ મુજબ ટેસ્લા મહારાષ્ટ્ર, ગુજરાત અને તામિલનાડુ જેવાં રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જ્યાં ઓટોમોટિવ હબ પહેલેથી અસ્તિત્વમાં છે. વિશ્લેષકો માને છે કે ટેસ્લાના ભારતમાં પ્રવેશથી ઘણા ફાયદા થશે. ટેસ્લાનું આગમન અન્ય કંપનીઓને પણ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. ટેસ્લા તેનાં વાહનો માટે સ્થાનિક ઓટો પાર્ટ્સ ઉત્પાદકો પાસેથી માલ ખરીદશે, જેનાથી તેમને ફાયદો થશે. ટેસ્લાનો પ્લાન્ટ હજારો લોકોને રોજગાર આપશે.

ટેસ્લાના અધિકારીઓ છેલ્લા એક વર્ષથી સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. જૂનમાં મસ્ક વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. કંપનીએ ગયા વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે કંપની 24,000 ડોલરની કિંમતની ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે ભારતમાં ફેક્ટરી સ્થાપવામાં રસ ધરાવે છે.

 

 

‘ઝરૂખો’માં ‘મારું સફરનામું, રંગભૂમિ અને સિરિયલનું’ વિષય પર ગોષ્ઠિ

મુંબઈ: રંગભૂમિ હોય કે સિરિયલ કે હવે ઉમેરાયેલું OTT, મુંબઈના કલાકાર, લેખક, દિગ્દર્શક પોતાની આગવી છાપ છોડી જતાં હોય છે. મુંબઈ દરેક તેજસ્વી કલાકારને પોતાની સ્પેસ આપે છે.‘મસાલા મામી’, ‘એક રૂમ રસોડું’ જેવાં નાટકોના લેખક તથા વાર્તાકાર જયેશ મહેતા તથા ૮૨ જેટલા નાટકો તથા ‘સો દહાડા સાસુના’, ‘પ્રીત પિયુ ને પન્નાબેન’ જેવી સિરિયલોના અદાકાર તથા ડબિંગ આર્ટિસ્ટ તરીકે ખાસ્સી ઊંચાઈએ પહોંચનાર વરિષ્ઠ કલાકાર રાજુલ દીવાન આ વખતે ‘ઝરૂખો’માં સંજય પંડ્યા સાથે સંવાદ કરશે. કેટલાક પ્રશ્નો શ્રોતાઓ પણ પૂછી શકશે. ૬ એપ્રિલ શનિવારે સાંજે ૭.૨૦ કલાકે આ જાહેર કાર્યક્રમનું આયોજન થયું છે. સાઈબાબા મંદિર બીજે માળે, સાંઈબાબા નગર, બોરીવલી પશ્ચિમ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે.

હું સનાતનવિરોધી નથીઃ કોંગ્રેસના ગૌરવ વલ્લભે આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને એક વધુ આંચકો લાગ્યો છે. સંજય નિરુપમે પાર્ટી છોડી દીધી છે તો બીજી તરફ ગૌરવ વલ્લભે કોંગ્રેસના બધાં પદો પરથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડતાં પહેલાં X પર ટ્વીટ કરીને કોંગ્રેસની હાલત વર્ણવી હતી.

કોંગ્રેસ પાર્ટી આજે દિશાહીન થઈ ગઈ છે. એટલા માટે તે ત્યાં ખુદને સહજ મહેસૂસ નથી કરી શકતા. એટલા માટે તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે.તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નામ લખેલા રાજીનામાની એક કોપી સોશિયલ મિડિયા પર શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે તેમનું મન બહુ વ્યગ્ર છે. તેઓ બહુબધુ લખવા અને કહેવા ઇચ્છે છે, પણ તેમના સંસ્કાર આડે આવી રહ્યા છે. તેમને લાગે છે કે સત્યને છુપાવવું એ એક ગુનો છે અને તેઓ આ ગુનાથી ભાગીદાર નથી બની શકતા.

તેમને લાગતું હતું કે કોંગ્રેસમાં યુવા અને બૌદ્ધિક આઇડિયાની કદર કરવામાં આવશે, પણ થોડાં વર્ષોમાં તેમનો મોહભંગ થયો હતો. કોંગ્રેસનું હાલનું સ્વરૂપ નવા આઇડિયાવાળા યુવાઓ સાંથે ખુદને તેઓ એડજસ્ટ નથી કરી શકતા. અયોધ્યામાં રામ મંદિર પર કોંગ્રેસનું વલણે તેમને દિગ્મૂઢ કરી દીધા હતા. પાર્ટીનો રામ મંદિર તરફના અભિગમથી ઘણો અસહજ થયો હતો, કેમ કે હું જન્મથી હિન્દુ અને કર્મથી શિક્ષક છું. કોંગ્રેસ અને એના ગઠબંધનથી જોડાયેલા લોકો સનાતનના વિરોધી છે, એમ તેમણે કહ્યું હતું.

સંજય નિરુપમે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમને પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. ચૂંટણી નજીક આવતા કેટલાય નેતાઓ કોંગ્રેસથી અંતર જાળવતા થયા હતા.

 

 

 

 

 

 

 

સ્વભાવ નામના દુશ્મન સાથે વેર બાંધો…

ગ્રીક ફિલૉસૉફર એરિસ્ટોટલનું આ એક વિધાન અવારનવાર ટાંકવામાં આવે છેઃ “મૅન ઈઝ અ સોશિયલ એનિમલ અર્થાત્ માણસ પણ એક રીતે જોતાં સામાજિક પ્રાણી છે. તો માનવસ્વભાવ અથવા માનવતાની વ્યાખ્યા કરતાં કોઈએ કહ્યું કે મૅન ઈઝ અ રૅશનલ ઍનિમલ અર્થાત્ મનુષ્ય એક બુદ્ધિશાળી પ્રાણી છે, તો ત્રીજાએ કહ્યું કે મૅન ઈઝ અ મ્યુઝિકલ ઍનિમલઃ મનુષ્ય એક સંગીતમય પ્રાણી છે. માનવીની, માનવસ્વભાવ વિશેની આવી કંઈકેટલી, જુદી જુદી વ્યાખ્યા વિશ્વ સમસ્તમાં થઈ છે. આના મૂળમાં માણસમાં રહેલા જુદા જુદા સ્વભાવ છે. એ સ્વભાવના અનુભવથી લોકો માણસને ઓળખતા આવ્યા છે, ઓળખાવતા આવ્યા છે, માટે આવી અનેક ઓળખાણોના સરવાળા રૂપે કહેવું હોય તો એટલું જ કહી શકાય કે મૅન ઈઝ અ ટેમ્પરામેન્ટલ ઍનિમલઃ માણસ એ મૂળ તો સ્વભાવયુક્ત પ્રાણી છે.

 

જાતજાતના ને ભાતભાતના સ્વભાવોનું ઘર એટલે માણસ પોતે! મધ જેવા મીઠા ને મરચાં જેવા તીખા સ્વભાવ એમાંથી તમને મળે. તૂરા ને બૂરા, ખારા ને ખોરા સ્વભાવ ને પણ મળી આવે તો નવાઈ નહીં પામવાની. એ તમને યાદ પણ કરશે ને તમારી સામે રિયાદ પણ કરશે. એ લાગણીઓ પણ વ્યક્ત કરશે ને માગણીઓ પણ મૂકશે. એ નિંદા માટે પણ મોં ખોલી શકે છે ને પ્રશંસા માટે પણ! એ મારવા માટે પણ હાથ લંબાવી જાણે છે ને તારવા માટે પણ.

વળી, યુગ અને જમાનાની ઓળખાણ પણ મનુષ્યના સ્વભાવ ઉપરથી કરવામાં આવે છે.

ઈજિપ્તના પિરામિડોનું ઐતિહાસિક સંશોધન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ કરતાં કેટલાક એવા અવશેષો મળી આવ્યા કે જેના પર કંઈક લખેલું હતું. પ્રાચીન લિપિના નિષ્ણાતોએ હજારો વર્ષો પૂર્વેના એ લખાણને વાંચ્યું તો તેમાં એક જગ્યાએ એમ લખેલું હતું કે ‘અત્યારે જમાનો બગડી ગયો છે. આજથી વર્ષો પહેલાંનો જમાનો ખૂબ સારો હતો.’

આશ્ચર્યની વાત તો એ છે કે આજથી હજારો વર્ષ પૂર્વે લોકો જે બોલતા હતા એવાં વિધાનો આજે પણ લોકો બોલે છે. અર્થાત્ કદાચ પ્રવૃત્તિઓ બદલાઈ હશે પણ વૃત્તિ તો એની એ જ છે. હા, સ્વભાવ કે પ્રકૃતિ એ અનાદિકાળથી આપણી સાથે જ છે.

ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગ્રંથમાં સમજાવે છે કે…જીવે જે પૂર્વજન્મના વિશે કર્મ કર્યાં છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળાં એકરસ થઈ ગયાં છે. જેમ લોઢાના વિશે અગ્નિપ્રવેશ થઈ જાય તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યા એવાં કર્મને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ.’

આમ, કોટિકલ્પથી આ સ્વભાવ માણસમાં લોહીની જેમ વણાઈ ગયા છે. ગંભીરતાપૂર્વક વિચારીએ તો જણાઈ આવશે વિશ્વનાં ભયાનક યુદ્ધો, પારિવારિક સંબંધોમાં તિરાડ, વ્યાવસાયિક સ્થળોમાં પક્ષપાત, શાસનમાં પડ્યુંત્ર વગેરેનાં મૂળ તો કામ, ક્રોધ, માન, મોહ, ઈર્ષ્યા જેવા માણસના સ્વભાવો જ છે. હા, દ્વિતીય વિશ્વયુદ્ધની પાછળ હિટલરનો અહંકાર હતો તો પાણિપતની પડતી માટે ભારતીય રાજાઓના શંકાળુ અને ક્રોધી સ્વભાવો હતા. રાવણના કામદોષે રામાયણના કામદોષે રામાયણ સર્જ્યું તો મહાભારતના સંગ્રામમાં દુર્યોધનનો ઈર્ષાળુ સ્વભાવ જવાબદાર હતો. સ્પષ્ટ છે કે જ્યાં સુધી આ સ્વભાવો આપણામાંથી દૂર નથી થતા ત્યાં સુધી સુખમય જીવનની કલ્પના અશક્ય છે.

આવા મહાભયાનક શત્રુને દૂર કરવાનો ઉપાય બતાવતાં વચનામૃત જણાવે છે …માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય, તે સ્વભાવ સાથે સીધું દ્રઢ વેર બાંધીને તેનું મૂળ ઊખડી જાય એવો ઉપાય કરવો. અને જ્યારે હરિની ને હરિભક્તની જે ઉપર દયા થાય ત્યારે પોતાના શત્રુ, જે કામ, ક્રોધ, લોભાદિક તેનું બળ ઘટી જાય છે. માટે સ્વભાવ સાથે અતિશય વેર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે.’

હા, અત્યાર સુધી આપણે સ્વભાવોને મિત્ર માનીને પંપાળતા રહ્યા, પરિણામે તે વધુ ગાઢ બનતા ગયા, પરંતુ જો શાશ્વત સુખ અને શાંતિ તરફ વળવું હોય તો સ્વભાવો સાથે વેર બાંધવું જ રહ્યું.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કોરાનાના 104 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 104 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,34,609 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,560 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,00,451 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 139 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 712 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,352 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 33 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

૦૪ એપ્રિલ, ૨૦૨૪

૦૪ એપ્રિલ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 04/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા  કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

પંચાંગ 04/04/2024

ગરમીને લઈને કેન્દ્ર સરકાર હરકતમાં

હવામાન વિભાગ (IMD) એ આ વર્ષ માટે તીવ્ર ગરમીની ચેતવણી જાહેર કરી છે. કેન્દ્ર સરકાર પણ આ અંગે સક્રિય સ્થિતિમાં છે. હવામાન વિભાગની ચેતવણી બાદ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે એક મોટી બેઠક યોજી હતી. તેમાં IMD, આરોગ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા. સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રાલયે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારોને એડવાઈઝરી જાહેર કરવા જણાવ્યું છે.

મીટિંગ બાદ મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, IMDએ આ વર્ષ માટે અલ નીનોની આગાહી કરી છે અને તેથી આ વર્ષે હીટવેવની શક્યતા વધુ છે. IMD એ કહ્યું છે કે આ ઉનાળામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. તેમણે કહ્યું કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે અને હીટ વેવને કારણે હીટ સ્ટ્રોકથી બચવા માટે મેં IMD, આરોગ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા હાથ ધરી છે અને કેન્દ્રને રાજ્ય સરકારોને એડવાઇઝરી જાહેર કરવા કહ્યું છે.

હવામાન વિભાગે મંગળવારે દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં 6 એપ્રિલ સુધી હીટ વેવની ચેતવણી જાહેર કરી છે. હવામાન કચેરીએ આગામી થોડા દિવસોમાં દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં દિવસના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ચેતવણી આપી છે. સમગ્ર દેશમાં એપ્રિલથી જૂન દરમિયાન ભારે ગરમીની સંભાવના છે, જેની અસર મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગો પર પડશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હીટ વેવ હીટ સ્ટ્રોકનું સ્વરૂપ ન લે તે સુનિશ્ચિત કરવા માટે અનેક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. હીટ સ્ટ્રોક એ ગરમીને કારણે થતો સૌથી ગંભીર રોગ છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીર તેના તાપમાનને નિયંત્રિત કરી શકતું નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દર વર્ષે ઉનાળામાં જે તાપમાન જોવા મળે છે તેના કરતા આ વર્ષે તાપમાન વધુ રહેવાની ધારણા છે. આને ધ્યાનમાં રાખીને જનતાને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે આ વર્ષે જ્યારે તમે ચૂંટણી પ્રચાર માટે જાઓ ત્યારે પીવાનું પાણી રાખો અને પાણીની બોટલ તમારી સાથે રાખો. આરોગ્ય મંત્રીએ કહ્યું કે લોકોએ સમયાંતરે પીવાના પાણીની સાથે જ્યુસનું સેવન કરવું જોઈએ. આ સિવાય લીંબુ પાણી પણ પીવું જોઈએ. ઉનાળાની ઋતુમાં મળતા ફળો પણ ખાઈ શકાય છે.

home-remedies-to-get-protection-from-heat-strokeહવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં ગરમીની સૌથી ખરાબ અસર થવાની સંભાવના છે. પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના ભાગો અને ઉત્તર-પશ્ચિમ ભારતના ભાગો સિવાય, જ્યાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે, સિવાય એપ્રિલ અને જૂન વચ્ચે દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.