Home Blog Page 1944

PM મોદીએ બસ્તરમાં INDIA ગઠબંધન પર નિશાન સાધ્યું

PM મોદી છત્તીસગઢના જગદલપુરમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે. વિજય સંકલ્પ રેલીમાં પીએમ મોદી ઉપરાંત છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાઈ, નાયબ મુખ્યમંત્રી અરુણ સાઓ, વિજય શર્મા સહિત ભાજપના ઘણા નેતાઓએ ભાગ લીધો હતો. પીએમ મોદીએ કહ્યું કે બસ્તરના ભાઈ-બહેનોએ પીએમ મોદીની ગેરંટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ કોંગ્રેસે ગરીબોની અવગણના કરી. તમે વિકસિત ભારતનો પાયો મજબૂત કર્યો. અમારી સરકારે ગરીબોને તેમના હક્કો આપ્યા છે.કોંગ્રેસ સરકારના શાસનમાં રોગની રસી આવતા દાયકાઓ લાગતા હતા. પરંતુ મોદી સરકારમાં ગરીબોને ન માત્ર મફત રસી મળી પરંતુ તેમને મફત રાશન પણ મળ્યું. કોંગ્રેસ ભ્રષ્ટાચારની ઓળખ બની ગઈ છે.

મેં કોંગ્રેસનું લાયસન્સ બંધ કરી દીધું છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આઝાદી બાદ કોંગ્રેસને લાગ્યું કે તેમને ભ્રષ્ટાચાર કરવાનું લાયસન્સ મળી ગયું છે. મેં જ કોંગ્રેસનું લાયસન્સ બંધ કર્યું. એટલા માટે તેઓ મોદીને ગાળો આપે છે. INDIA ગઠબંધનના નેતાઓ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, હું કહું છું કે દેશને ભ્રષ્ટાચારથી બચાવો, તેઓ કહે છે ભ્રષ્ટાચારીઓને બચાવો. આજે વિપક્ષી ગઠબંધન ચૂંટણી રેલીઓ નથી કરી રહ્યું પરંતુ વિપક્ષી નેતાઓને બચાવવામાં વ્યસ્ત છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલા મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ દેખાઈ રહી છે.

પીએમ મોદીએ છત્તીસગઢની જનતાનો આભાર માન્યો

વડાપ્રધાને કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશ ક્યાં પહોંચી ગયો છે. દેશે જે પ્રગતિ કરી છે અને તમે તેને જે સમર્થન આપ્યું છે તેના માટે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરવા આવ્યો છું. તમે લોકોએ અહીં માત્ર ભાજપની સરકાર જ નથી બનાવી, પરંતુ વિકસિત ભારતનો પાયો પણ મજબૂત કર્યો છે.

અમારી સરકારે ગરીબોને તેમના હક આપ્યાઃ પીએમ મોદી

મેં નક્કી કર્યું કે જ્યાં સુધી હું ગરીબોની દરેક ચિંતા દૂર નહીં કરું ત્યાં સુધી હું આરામ નહીં કરું. અમારી સરકારે ગરીબો માટે એક પછી એક યોજનાઓ બનાવી અને તેમને તેમનો હક અપાવ્યો. સરકારના આ પ્રયાસોનું પરિણામ છે કે દેશમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.

મેં કોંગ્રેસની લૂંટફાટ પ્રણાલી બંધ કરી છેઃ પીએમ મોદી

કોંગ્રેસના કાર્યકાળને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 2014 પહેલા લાખો-કરોડ રૂપિયાના કૌભાંડો થતા હતા. કોંગ્રેસની સરકાર વખતે દિલ્હીમાંથી એક રૂપિયો નીકળતો હતો અને માત્ર 15 પૈસા ગામડાઓમાં પહોંચતો હતો. બાકીના 80 પૈસા કોંગ્રેસે જ લૂંટ્યા. મેં કોંગ્રેસને લૂંટવાની આ સિસ્ટમ (લાઈસન્સ) બંધ કરી દીધી છે. ભાજપ સરકારે તેના 10 વર્ષમાં 34 લાખ કરોડ રૂપિયા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલ્યા છે.

પરષોત્તમ રૂપાલા રાજકોટથી 16 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ

ગુજરાતમાં હાલ પરષોત્તમ રૂપાલા વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો અત્યારે એકજુટ થઈ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. અત્યારે ક્ષત્રિયોની એક જ માંગ છે રૂપાલની ટિકિટ રદ્દ કરો. આ વિવાદ એટલો વકર્યો કે છેલ્લે ક્ષત્રિયાણીઓએ જોહરની ચીમકી આપી દીધી છતાં ભાજપના પેટનું પાણી ન હલ્યું અને રૂપાલાની ટિકિટ રદ્દ કરી નહિ. હવે આ વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે પરષોત્તમ રૂપાલા 16 તારીખે રાજકોથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. રૂપાલા 25 હજાર જેટલી મોટી જનમેદનીને સંબોધન કરશે. અને આ જાહેર સભા માટે ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે જોવાનું રહ્યું કે ક્ષત્રિયો આ મામલે હવે શું કરે છે.

ભાજપે શરૂ કરી તૈયારી

શહેર ભાજપે જંગી સભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી હતી. રાજકોટ લોકસભા મતવિસ્તારના ભાજપના અગ્રણીઓ આ સભામાં ઉપસ્થિત રહેશે. સાંસદ,ધારાસભ્યો,સંગઠનના હોદ્દેદારો પણ સભામાં હાજરી આપશે. રાજકોટ શહેર ભાજપના કોર્પોરેટરો પણ સભામાં ઉપસ્થિત રહેશે. સભાને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

ચૂંટણી પહેલા ગુજરાત સરકારની જાહેરાત, મતદાનના દિવસે જાહેર રજા

ગુજરાત સરકારે લોકસભા ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં મતદાનના દિવસે જાહેર રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને આ માહિતી આપી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ૮મી મે, ૧૯૬૮ના જાહેરનામા ક્રમાંકઃ391/68/JUDL-3 સાથે વાંચતાં, સને 1881ના વટાઉખત અધિનિયમ (1881 ના 26 માં) ની કલમ-25ના ખુલાસાને અનુસરીને ગુજરાત સરકાર લોકસભા ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની પોરબંદર, માણાવદર, વાધોડીયા, વિજાપુર અને ખંભાતની ખાલી પડેલી 5 બેઠકો પર 7 મે 2024ના રોજ યોજાનારી પેટા ચૂંટણી કારણે મતદાન દિવસે ગુજરાત રાજ્યમાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રમાં 30 ટકા OBC મત ના મળે તો ખીચડી સરકાર?

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024માં જીત હાંસલ કરવા માટે રાજકીય પક્ષો વચ્ચે OBC વર્ગના મતો પર કબજો કરવા માટે જંગ લડવામાં આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ- બંનેના પ્રયાસ છે કે આશરે 52 ટકા વસતિવાળી આ મતબેન્કનો મોટો હિસ્સો પોતાના તરફ ખેંચવામાં આવે છે. ભાજપ ચૂંટણીપ્રચાર દરમ્યાન OBC માટે કરવામાં આવેલાં કામોને ગણાવી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ સતત જાતિગત જનગણતરી કરવાની માગ કરી રહી છે.

એક સર્વે મુજબ 2014માં OBC મતદાતાઓએ ભાજપને 34 ટકા મતો આપ્યા હતા, જ્યારે 2019માં એ વધીને 44 ટકા મતો થયા હતા. છેલ્લાં 10 વર્ષોમાં ભાજપે OBC માટે સક્રિયતા વધારી છે અને 2009ની તુલનાએ આ સમુદાયના 20 ટકા મતો હાંસલ કરવામાં સફળતા મેળવી છે. જેથી ભાજપની સીટોમાં ઉત્તરોત્તર વધારો થયો છે. ભાજપને અપર OBC અને લોઅર OBC વધુ લાભ મળ્યો છે.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને અપર OBCના 15 ટકા અને લોઅર OBCના 16 ટકા મત મળ્યા હતા, જ્યારે 2019માં કોંગ્રેસને 15-15 ટકા મતો મળ્યા હતા. જેથી એ સ્પષ્ટ છે કે 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં OBCના કોંગ્રેસની તુલનાએ ભાજપને મોટી સંખ્યામાં મતો મળ્યા હતા અને એની સીધી અસર કોંગ્રેસના દેખાવ પર પડી હતી.

આ સર્વે કહે છે કે જો ભાજપ અને કોંગ્રેસને 30 ટકાથી ઓછા OBC મતો મળે છે તો કેન્દ્રમાં એ પાર્ટીને સ્પષ્ટ બહુમત નહીં મળે, પણ જોકોઈ પક્ષ 30 ટકાથી વધુ OBC મત મેળવશે તો એને સરકાર બનાવવા માટે જાદુઈ આંકડો (272)થી વધુ સીટો મળી જાય છે.

 

 

 

 

 

 

મોદી ફરી સત્તામાં આવશે તો તમામ વિપક્ષી નેતાઓ જેલમાં જશે : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દાવો કર્યો હતો કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત સત્તામાં પાછા ફરશે તો તમામ વિપક્ષી નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવશે. તેમણે કહ્યું કે 4 જૂન પછી ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાના વચનનો અર્થ એ છે કે લોકસભા ચૂંટણી પછી વિપક્ષી નેતાઓને જેલના સળિયા પાછળ મોકલવામાં આવશે. દેશમાં લોકસભાની ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે અને સાત તબક્કામાં યોજાનાર મતદાનની શરૂઆત 19 એપ્રિલે પ્રથમ તબક્કા સાથે થશે, જ્યારે મતોની ગણતરી 4 જૂને થશે.

બાંકુરામાં એક ચૂંટણી રેલીને સંબોધતા તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષે આરોપ લગાવ્યો કે NIAની ટીમ સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં ભૂપતિનગર ગઈ હતી. તેમણે કહ્યું, ‘વડાપ્રધાન ચૂંટણી રેલીને સંબોધવા માટે પશ્ચિમ બંગાળ આવી રહ્યા છે. મને તેનાથી કોઈ વાંધો નથી, પરંતુ જે રીતે તેઓ કહી રહ્યા છે કે લોકસભા ચૂંટણીના પરિણામો પછી ભ્રષ્ટાચાર પર વિપક્ષો સામે કાર્યવાહી કરવામાં આવશે, તે અસ્વીકાર્ય છે.” મોદીએ રવિવારે ઉત્તર બંગાળના જલપાઈગુડીમાં એક રેલીમાં કહ્યું હતું. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, તેમણે દાવો કર્યો હતો કે તેઓ ‘ભ્રષ્ટાચાર દૂર કરવાની’ વાત કરે છે, જ્યારે વિપક્ષ ‘ભ્રષ્ટાચાર બચાવવા’ની વાત કરે છે.

તેમણે વચન આપ્યું હતું કે 4 જૂન પછી ભ્રષ્ટાચાર સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. મમતા બેનર્જીએ કહ્યું, શું વડાપ્રધાને આવી વાત કરવી જોઈએ? જો હું કહું કે ચૂંટણી પછી ભાજપના નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવશે? પરંતુ હું આમ નહીં કહું કારણ કે લોકશાહીમાં તે અસ્વીકાર્ય છે.’ તેણીએ આરોપ લગાવ્યો, ‘વાસ્તવમાં, ‘મોદીની ગેરંટી’ એટલે 4 જૂન પછી તમામ વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવા.’ શનિવારે NIA ટીમ પર કથિત રીતે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 2022ના પૂર્વ મેદિનીપુર ડિસ્ટ્રિક્ટ બ્લાસ્ટના સંબંધમાં તે બે મુખ્ય શકમંદોને પકડવા ગઈ હતી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટનાને લઈને રાજકીય આરોપો અને પ્રતિ-આક્ષેપોનો રાઉન્ડ શરૂ થયો અને મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમે ગ્રામીણો પર હુમલો કર્યો હતો. તમને જણાવી દઈએ કે NIAની ટીમ પહેલા બંગાળમાં EDની ટીમ પણ હુમલાનો શિકાર બની છે. તે જ સમયે, મમતા બેનર્જી સતત કહે છે કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષના અવાજને દબાવવા માંગે છે.

દિલ્હી લિકર કેસઃ આપ નેતા દુર્ગેશ પાઠકને EDના સમન્સ

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં હવે EDએ આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય દુર્ગેશ પાઠકને સમન્સ પાઠવ્યા છે. ગોવા વિધાનસભા ચૂંટણીમાં તેઓ પાર્ટીના ઇનચાર્જ હતા. આ સાથે EDએ મુખ્ય મંત્રી કેજરીવાલના પ્રાઇવેટ આસિસ્ટન્ટ (PA) વિભવકુમારથી પણ પૂછપરછ કરી રહી છે. ત્યાર બાદ દુર્ગેશ પાઠકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની લિકર પોલીસ સંબંધિત કેસમાં 21 માર્ચે એજન્સીએ ધરપકડ કરી હતી. એજન્સી આ કેસમાં તેમને કિંગપિન માની રહી છે.

ED વિભવકુમારથી લિકર કેસમાં કેટલાક દસ્તાવેજોની તપાસ કરી રહી છે. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે સાઉથ ગ્રુપે હવાલાના માધ્યમથી રૂ. 45 કરોડની લાંચ લીધી હતી. આમ આદમી પાર્ટીએ આ પૈસાનો ઉપયોગ આપ પાર્ટીએ વર્ષ 2021-22માં ગોવા વિધાનસભા ચૂંટણીના સમયે ચૂંટણી કેમ્પેન માટે કરવામાં આવ્યો હતો.                                 તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે દિલ્હીના ભૂતપૂર્વ CM અને આપ પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની નજીકના મનાતા દિનેશ અરોડાએ નિવેદન આપ્યું હતું કે આ ચૂંટણી પ્રચારમાં ગ્રાઉન્ડ વર્ક કરી રહેલા લોકોને રોકડેથી પેમેન્ટ કરવામાં આવ્યું હતું.

દિલ્હીના લિકર કેસમાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ CM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈન જેલમાં છે. આ કેસમાં આપ પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ સુપ્રીમ કોર્ટથી જામીન મળ્યા પછી છ મહિના પછી જેલથી બહાર નીકળ્યા છે. ED દિલ્હીના મંત્રી કૈલાશ ગહેલોતથી પણ પૂછપરછ કરી ચૂકી છે. આપ પાર્ટીના વધુ નેતા આ લિકર કેસ મામલે EDની રડાર પર છે.

 

 

 

 

 

 

આપ નેતા સંજય સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ફટકો

3 એપ્રિલે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. કથિત દારૂ કૌભાંડમાં EDએ છ મહિના પહેલા તેની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેમને કેટલીક શરતો સાથે આ કેસમાં જામીન આપ્યા છે. આવી સ્થિતિમાં હવે સંજય સિંહને દેશની સૌથી મોટી કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી દીધી છે જેમાં તેણે ગુજરાતની કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને પડકાર્યો હતો. આ પીએમ મોદીની ડિગ્રી સાથે જોડાયેલો મામલો છે.

પીએમ મોદી ડિગ્રી કેસમાં અરજી ફગાવી દેવામાં આવી

સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવવા બદલ AAP સાંસદ સંજય સિંહ સામે જારી કરવામાં આવેલા માનહાનિના સમન્સ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. સંજય સિંહે ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ગુજરાતની અદાલત દ્વારા જારી કરાયેલા સમન્સને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

શું છે સમગ્ર મામલો?

હકીકતમાં, ગુજરાત હાઇકોર્ટે માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ પીએમ મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાના મુખ્ય માહિતી કમિશનરના આદેશને રદ કરી દીધો હતો. આ પછી ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પીએમ મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવ્યા બાદ આ કેસ કરવામાં આવ્યો હતો.

સંજય સિંહની અરજીને ફગાવી દેતા જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે, ‘અમે હાલની અરજી પર વિચાર કરવા ઈચ્છતા નથી.’ વાસ્તવમાં, 16 ફેબ્રુઆરીએ હાઈકોર્ટે સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલની માનહાનિના કેસમાં તેમના વિરુદ્ધ જારી કરાયેલા સમન્સને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સંજય સિંહ અને કેજરીવાલે સેશન્સ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

આંગણે આવેલા અણમોલ અવસરનું મહિલાઓને અનોખું આમંત્રણ!

અમદાવાદ: વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ વચ્ચે એક પરંપરા એવી છે અને જે લગભગ દેશભરમાં જોવા મળે છે. એ છે આંગણે આવેલા અવસરના આમંત્રણની. પારિવારિક અને માંગલિક પ્રસંગોના આમંત્રણની પ્રથાને એક સોપાન આગળ વધારતાં ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી દ્વારા લોકશાહીના મહાપર્વમાં મતદાન માટે મતદારોને સહપરિવાર આમંત્રણ પાઠવતી પત્રિકા મોકલવામાં આવશે.

ગણતરીના દિવસોમાં જ દેશભરમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે રાજ્યના 13 હજાર કરતાં વધુ મતદાન મથકોમાં મહિલા મતદારોની મતદાનમાં સહભાગીતા વધારવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પુરૂષો અને મહિલાઓના મતદાનની ટકાવારીનો તફાવત 10 ટકા કરતાં વધુ હોય તેવા અને કુલ મતદાન 50 ટકા કરતાં ઓછું હોય તેવા લગભગ 13 હજાર મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે. આ મતદાન મથકો પર મતદાનનું પ્રમાણ વધે તે માટે ગ્રામ્ય કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીઓ અને શહેર કક્ષાએ નાયબ મ્યુનિસિપલ કમિશનર્સની, ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાનના નોડલ ઑફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

રાજ્યના આવા ઓળખ કરાયેલા લગભગ 13 હજાર મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધે તે માટે રાજ્યભરમાં સપરિવાર મતદાન કરવા અનુરોધ કરતી કુલ 20.3 લાખ કરતાં વધુ આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવશે. આ આમંત્રણ પત્રિકા થકી મહિલા મતદારોને દૈનિક કામગીરીની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢી સહપરિવાર મતદાન કરવા તથા અન્યોને પણ મતદાન માટે પ્રેરણા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓછા મતદાનના કારણો અંગે ચર્ચા કરવા તેમજ મહત્તમ નાગરિકો મતદાન કરે તે માટેના પ્રયાસો કરવા તમામ મતદાન મથકો પર ‘ચુનાવ પાઠશાલા’નું આયોજન કરવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. ‘ચુનાવ પાઠશાલા’ અંતર્ગત આશા વર્કર, આંગણવાડી કાર્યકર, બુથ લેવલ ઑફિસર, શાળાના આચાર્ય, તલાટી, ગ્રામ સેવક, ગામના બિનરાજકીય સામાજિક આગેવાન અને સ્વસહાય જૂથના સભ્યો દ્વારા શેરી બેઠકો યોજવામાં આવે છે.

ભારતને કદાચ ધોની જેવો કેપ્ટન ક્યારેય નહીં મળે : ગૌતમ ગંભીર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માં ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ મેચ રમાશે. આ મેચ પહેલા KKRના મેન્ટર ગૌતમ ગંભીરે CSKના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના વખાણ કર્યા છે. ગંભીરે કહ્યું કે ભારતને કદાચ ધોની જેવો કેપ્ટન ક્યારેય નહીં મળે. ગંભીરે ધોનીની પ્રશંસામાં લોકગીતો સંભળાવી, અને એ પણ સમજાવ્યું કે શા માટે CSK ને હરાવવા ખૂબ મુશ્કેલ છે. તેણે કહ્યું કે સીએસકે એક એવી ટીમ છે જે અંત સુધી હાર સ્વીકારતી નથી અને તેથી જ છેલ્લો રન ન થાય ત્યાં સુધી તમે સીએસકેને પરાજય ન માની શકો. IPL 2024માં KKRએ સતત ત્રણ મેચ જીતી છે, જ્યારે CS, સતત બે મેચ જીત્યા બાદ સતત બે મેચો પણ હારી છે. KKR પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જ્યારે CSK પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.

ગૌતમ ગંભીરે કહ્યું, ‘હું માત્ર જીતવા માંગુ છું, હું મારા મગજમાં બિલકુલ સ્પષ્ટ છું. જુઓ એવા લોકો છે જે મિત્રો છે, એકબીજા માટે આદર છે, આ બધી વસ્તુઓ અલગ છે, આ બધી વસ્તુઓ રહેશે, પરંતુ જ્યારે આપણે મેદાન પર હોઈએ ત્યારે હું કેકેઆરની કેપ્ટનશીપ કરી રહ્યો છું અને તે સીએસકેની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને જો તમે તેને આ જ પ્રશ્ન પૂછો, તો તે પણ તે જ જવાબ આપશે.

એમએસ કદાચ ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ કેપ્ટન છે, મને નથી લાગતું કે કોઈ એમએસના સ્તર સુધી પહોંચી શકે. ત્રણ આઈસીસી ટ્રોફી જીતવી… લોકો વિદેશમાં જીતી શકે છે, ગમે તેટલી ટેસ્ટ મેચો જીતી શકે છે, પરંતુ ત્રણ આઈસીસી ટ્રોફી જીતવી મોટી વાત છે. મેં આઈપીએલમાં તેની સામેની દરેક મેચનો સંપૂર્ણ આનંદ માણ્યો છે કારણ કે તમે જાણો છો કે રણનીતિની દૃષ્ટિએ તેને હરાવી શકાય નહીં. તે વ્યૂહરચનાની દ્રષ્ટિએ ખૂબ જ સારો છે, તે જાણે છે કે સ્પિનરો સામે કેવી રીતે રન બનાવવા અને સ્પિનરો સાથે મેદાન કેવી રીતે સેટ કરવું તે જાણે છે. એટલા માટે તે ક્યારેય હાર માનતો નથી, નંબર 6 અને નંબર 7 પર બેટિંગ કરે છે, તમે જાણો છો કે જ્યાં સુધી તે ક્રિઝ પર છે, તે કોઈપણ સમયે મેચ સમાપ્ત કરી શકે છે, પછી ભલે તમારે એક ઓવરમાં 20 રન બનાવવાના ન હોય. હું જાણતો હતો કે મારી પાસે બોલિંગ એટેક છે જે ચેન્નાઈ સુપર કિંગ્સના કોઈપણ બેટ્સમેનને રોકી શકે છે. રણનીતિની બાબતમાં તેના કરતા શ્રેષ્ઠ બનવું મુશ્કેલ છે, ધોની મેદાન પર આક્રમક નથી પરંતુ તે જાણે છે કે તેણે અંત સુધી હાર ન માનવી જોઈએ. જ્યાં સુધી તમે ચેન્નાઈને હરાવવા માટે છેલ્લો રન ન બનાવી લો ત્યાં સુધી તમે જીતી શક્યા નથી, કારણ કે એવી ઘણી ટીમો છે જે પાંચ વિકેટ ગુમાવ્યા પછી હાર માની લે છે, પરંતુ એમએસ સાથે આવું બિલકુલ નથી.

ચૈત્ર નવરાત્રિએ મોરારીબાપુનું આદિવાસી વિસ્તારમાં કથાનું આયોજન

સુરત: મોરારીબાપુની રામકથાનું આયોજન આ વખતે ચૈત્રી નવરાત્રી દરમિયાન ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારના ખાંડા ગામમાં કરવામાં આવ્યું છે. મોરારીબાપુએ ધરમપુર-કપરાડા વિસ્તારમાં પ્રથમ વખત કથાનું આયોજન કર્યુ છે.ખાંડા ગામ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે. સત્ય – પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ લઈને મોરારીબાપુ અહીં આવ્યા છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન એટલે કે આગામી 9મી એપ્રિલથી 17મી એપ્રિલ સુધી તેઓ નવ દિવસ અહીં રામકથા કરવાના છે. રામકથા દરમિયાન દરેક માટે પ્રભુપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.ખાંડા અને આસપાસના ગ્રામજનોએ ઉત્સાહ અને ભક્તિપૂર્વક જહેમત ઉઠાવી કથા સ્થળ, પાર્કિંગ, રસોડાની વ્યવસ્થા માટેની જગ્યાઓ તૈયાર કરી છે. આ કથાના નિમિતમાત્ર યજમાન અને કથા મનોરથી જગદીશભાઇ – વીણાબેન પટેલ તથા મહેશભાઇ – કિજારી અને પરિવાર(U.S.A.) છે. આયોજનની સેવા પરેશભાઈ ફડાવાલા કરી રહ્યા છે.

કથાના હેતુ વિશે ડૉ. પ્રજ્ઞાબહેન કલાર્થી ચિત્રલેખા.કોમને કહે છે, ‘આદિવાસી વિકાસ સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા ૨૦૧૯માં સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. ૧૨૫૧ દીકરીઓના સમૂહલગ્ન વલસાડના જૂજવા ગામે થયા હતા. ત્યારે ઉપસ્થિત મોરારીબાપુએ એમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ કન્યાદાન મહોત્સવમાં એક સાધુ તરીકે હું તમને શું આપું? એક કથા તમારી વચ્ચે આવીને કરીશ, તમારી વચ્ચે રહીશ, તમારા રોટલા ખાઈશ, રામાયણની પોથી લઈને આવીશ અને કથા કરીશ. ૨૦૧૯ પછી કોરોના અને અન્ય કારણોના લીધે કથાનું આયોજન લંબાયું હતું. એ રામકથાનો પ્રેમયજ્ઞનું મુહૂર્ત હવે આવ્યું છે. કથા શ્રવણ માટે આસપાસના ગામોમાં નિમંત્રણ પાઠવાયું છે તેમજ આવવા જવા માટે બસની સુવિધા પણ કરવામાં આવી છે.

અરવિંદ ગોંડલિયા (સુરત)