નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,35,183 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,568 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,00,869 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 68 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 717 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,481 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 8 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.



રક્તના 72496 યુનિટ દાનમાં મેળવવામાં સહભાગી થયેલ રમેશભાઈ પટેલની વાત સાંભળીએ તેમની પાસેથી.




૧૦ એપ્રિલ, ૨૦૨૪


નવસારીના પારસી વિદ્વાન કેરસી દેબુએ પારસી રંગભૂમિ વિષે ખ્યાલ આપ્યો હતો. વિખ્યાત નૃત્યાંગના મીનુ ઠાકુરે નૃત્યકલાની તલસ્પર્શી માહિતી આપતાં વાક્અભિનય અને અંગઅભિનય-નૃત્ય વિષે લાક્ષણિક છણાવટ કરી હતી. રેડિયો સિલોનના શ્રોતા સંગઠક ચંદર નવાની, આકાશવાણી સંગીતકાર પ્રભાત અને અભિનેતા કેપ્ટન ગોપાલ સિંહે પ્રેરક પ્રવચન કર્યું હતું.
મરાઠી કલાકાર અમોઘ સાહજેએ પ્રાચીન આદિવાસી વાજિંત્ર ગાંગુલનું વાદન પ્રસ્તુત કર્યું હતું. મૃદંગ પટેલ, તૃષા જાની રાવલ, અનિલ ચાવલા અને અન્ય કલાકારોએ ગીત-સંગીત પ્રસ્તુત કરી ઉજવણી અર્થસભર બનાવી હતી. ગુજરાતી સમાજના પ્રમુખ સચિન શાહ અને માનદ મુખ્ય મંત્રી હિતેશ અંબાણીએ આ કાર્યક્રમને વિશિષ્ઠ ગણાવતાં પોતાના પ્રોત્સાહક વિચાર રજૂ કર્યા હતા.
આ સમારોહમાં ગુજરાતી સમાજ દ્વારા નિર્મિત ફિલ્મ વિશે વિગત અપાઈ હતી અને નિર્માણાધીન આગામી ગુજરાતી નાટક ‘આસોપાલવ’ (લેખક-દિગ્દર્શક ભાગ્યેન્દ્ર પટેલ)ની જાહેરાત કરવામાં આવી હતી. નાટકના કલાકારો ઈશાની ખુરાના, અમિત શાહ, જાગૃતિ જાદવ, કાંતિલાલ વગેરે હાજર હતા.
નવોદિત નાટ્ય અભિનેત્રી અવનિ જેઠવાએ મંચ-સંચાલન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંયોજન નાટ્યોત્સવ સમિતિના અધ્યક્ષ ભાગ્યેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું. જેને સફળ બનાવવામાં સમિતિના સંયોજક રાજેશ પટેલ, ભારત ભારતીના સંયોજક વિજય પંચાલ અને પરેશ કંસારાએ જહેમત કરી હતી.
વર્લ્ડ થિયેટરની ઉજવણીમાં વિવિધ ભાષાઓ અને વિવિધ કલાક્ષેત્રના મહાનુભાવો એકત્ર થયા હતા એ રીતે ગુજરાતી સમાજનો આ કાર્યક્રમ એક રાષ્ટ્રીય અવસર બની ગયો.