Home Blog Page 1907

જાહેરાત છાપીને માફી માગે બાબા રામદેવ, બાલકૃષ્ણઃ SC

નવી દિલ્હીઃ પતંજલિ આયુર્વેદ દ્વારા દવાઓ માટે ભ્રામક દાવોને લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમ્યાન રામદેવને ફરી એક વાર ફટકાર લગાવી હતી. એ સાથે કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને 30 એપ્રિલે ફરી હાજર થવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે રામદેવને આદેશ આપ્યો હતો કે તેઓ મોટી સાઇઝમાં પતંજલિ માફીનામાની જાહેરાત ફરીથી જારી કરે. કોર્ટની ફટકાર દરમ્યાન રામદેવે નવી જાહેરાત છાપવાની વાત કોર્ટમાં કહી હતી, જેને કોર્ટે મંજૂરી આપી હતી.

રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું હતું કે અમે માફીનામું દાખલ કર્યું છે. એના પર જસ્ટિસ હિમા કોહલીએ પૂછ્યું હતું કે એને ગઈ કાલે જ કેમ દાખલ કરવામાં આવ્યું? અમે હવે બંડલોને ના જોઈ શકીએ. એને પહેલાં જ આપવામાં આવવું જોઈતું હતું. જસ્ટિસ અમાનુલ્લાએ સવાલ કર્યો હતો કે એ ક્યાં પ્રકાશિત થઈ છે, એનો જવાબ આપતાં રોહતગીએ કહ્યું હતું કે 67 ન્યૂઝપેપરોમાં આપવામાં આવી હતી. કોહલીએ સવાલ કર્યો હતો કે શું એ તમારી જૂની જાહેરાતના સમાન આકારની હતી, જેના પર રામદેવના વકીલે કહ્યું હતું કે ના, એના પર રૂ. 10 લાખ ખર્ચ કરવામાં આવ્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે અમને એક અરજી મળી છે, જેમાં પતંજલિની વિરુદ્ધ એવી અરજી દાખલ કરવા માટે IMA પર રૂ. 1000 કરોડનો દંડ લગાવવાની માગ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે મને અરજીકર્તાની વાત સાંભળવા દો અને પછી એના પર પણ અમે દંડ ફટકારીશું.

 

 

 

 

 

વિશ્વ પુસ્તક દિવસનો શું છે ઈતિહાસ? કઈ થીમ સાથે ઉજવાય છે આ દિવસ

વિશ્વ પુસ્તક દિવસ, જેને વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, દર વર્ષે 23 એપ્રિલે ઉજવવામાં આવે છે આ દિવસ. તે વાંચન, લેખન, અનુવાદ, પ્રકાશન અને કૉપિરાઇટના રક્ષણના લાભોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત દિવસ છે. વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ પુસ્તક વાચકો અને તેમના પ્રકાશકોને ઉજવવા માટે મનાવવામાં આવે છે.

વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસની થીમ

વિશ્વ પુસ્તક દિવસ (World Book Day) દર વર્ષે નવી થીમ સાથે ઉજવવામાં આવે છે. વર્લ્ડ બુક એન્ડ કોપીરાઈટ ડે 2024 ની સત્તાવાર થીમ છે “રીડ યોર વે”. આ થીમ વાંચન પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન આપવા અને તેના આનંદના મહત્વ વિશે લોકોને જાગૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસનું મહત્વ

વિશ્વ પુસ્તક દિવસ લોકોને પુસ્તકો અને લેખકોનું સન્માન કરવાનું શીખવે છે. વાંચનનો શોખ ધરાવતા લોકો માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. વિશ્વ પુસ્તક દિવસ સમગ્ર વિશ્વના લોકોને પુસ્તકો અને લેખકોનું સન્માન કરવાનું શીખવે છે. આ દિવસ તે લોકો માટે વધુ ખાસ છે જેઓ વાંચનના શોખીન છે અને વર્તમાનમાં તેમના પુસ્તકો વાંચીને ભૂતકાળના મહાન લેખકોને આનંદ શોધવા અને મહત્વ આપવા માંગે છે.

વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસનો ઇતિહાસ

વિશ્વ પુસ્તક દિવસની શરૂઆત વર્ષ 1922 માં સર્વાંટેસ પબ્લિશિંગ હાઉસના ડિરેક્ટર વિસેન્ટ ક્લેવેલ દ્વારા કરવામાં આવી હતી. તેમણે મિગુએલ ડી સર્વાંટેસનું સન્માન કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવાની પહેલ કરી. તે પછી જ 1926 માં બાર્સેલોનામાં પ્રથમ વિશ્વ પુસ્તક દિવસ ઉજવવામાં આવ્યો. ત્યારે પુસ્તક દિવસ 7 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવ્યો હતો જે દિવસે મિગુએલ ડી સર્વાંટેસનો જન્મદિવસ હતો.પરંતુ પાછળથી મિગુએલ ડી સર્વાંટેસના મૃત્યુનો દિવસ એટલે કે 23મી એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણીનું નક્કી કરવામાં આવ્યું.

લોકસભાની ચૂંટણીમાં ડીપફેકનું વધતું જોખમ

નવી દિલ્હીઃ દેશમાં હાલના દિવસોમાં જે વિડિયો વાઇરલ થયા છે, એમાં બે એવા વિડિયો પણ છે, જેમાં બોલીવૂડ એક્ટર આમિર ખાન અને રણવીર સિંહ લોકોથી કોંગ્રેસ પાર્ટી માટે મત માગતા નજરે ચઢે છે. રણવીર સિંહે ડીપફેક વિડિયો માટે FIR પણ નોંધાવી છે.

બોલીવૂડ એક્ટર આમિર ખાનવાળો વિડિયો 30 સેકન્ડનો છે, જ્યારે રણવીર સિંહવાળો વિડિયો 41 સેકન્ડનો છે. આ વિડિયોમાં તેઓ વડા પ્રધાન મોદીની ટીકા કરતા જોઈ શકાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવવામાં આવેલા આ બંને વિડિયો કોંગ્રેસના ચૂંટણી નિશાન અને સ્લોગન સાથે ખતમ થાય છે.

ગયા સપ્તાહે આ બંને વિડિયોને સોશિયલ મિડિયા પર પાંચ-પાંચ લાખથી વધુ વાર જોવામાં આવ્યા હતા. AIથી તૈયાર ફેક અથવા ડીપફેકનો ઉપયોગ અમેરિકા, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા સહિત વિશ્વની ચૂંટણીઓમાં જોઈ શકાય છે.

દેશમાં ચૂંટણીપ્રચાર લાંબા સમયથી ઘેરેઘેર અને ચૂંટણી સભાઓના માધ્યમથી થતો રહ્યો છે. 2019થી વોટ્સએપ અને ફેસબુકનો ચૂંટણીપ્રચાર માટે મોટા પાસે ઉપયોગ થવા લાગ્યો હતો. આ વખતે દેશમાં લોકસભા ચૂંટણીમાં સૌપ્રથમ વાર AIનો ઉપયોગ થઈ રહ્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા સુજાતા પોલે રણવીર સિંહનો વિડિયો 16,000 ફોલોઅરને 17 એપ્રિલે X  પર શએર કર્યા. 19 એપ્રિલ સુધી તેમની આ પોસ્ટને 2900 વાર રિટ્વીટ કરવામાં આવી હતી. 8700 લોકોએ એને લાઇક કરી અને 4,38,000 વાર એને જોવામાં આવ્યો. દેશમાં આશરે 90 કરોડ લોકો પાસે ઇન્ટરનેટની સુવિધા છે. સરેરાશ ભારતીય પ્રતિદિન ત્રણ કલાકથી વધુ સમય સોશિયલ મિડિયા પર વિતાવે છે. દેશમાં આશરે એક અબજ મતદાતાઓ છે, જેથી અંદાજ લગાવવો મુશ્કેલ છે કે AIથી તૈયાર કન્ટેન્ટ ચૂંટણીમાં ક્યાં સુધી જઈ શકે છે.

 

 

 

 

 

 

 

 

 

અમેરિકાનું નાગરિક્ત્વ મેળવવામાં ભારતીયો કયા ક્રમે?

પાછલા ઘણા સમયથી વિદેશ અભ્યાસ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બહારના દેશોમાં વસતા મૂળ ભારતીય લોકો ત્યાંનું નાગરિકત્વ મેળવાની રાહે આગળ વધતા હોય છે. ભારતના લોકો અમેરિકાનું નાગરિકત્વ મેળવવામાં બીજા ક્રમ પર છે. જ્યારે અમેરિકામાં સૌથી વધુ મેક્સિકાના લોકોએ નાગરિકત્વ મેળવ્યું છે. અમેરિકાની લગભગ 33 કરોડ 30 લાખથી વધુની વસ્તીમાં 28 લાખ 31 હજાર 330 ભારતીયોનો સમાવેશ થાય છે.

વર્ષ 2022 પ્રમાણે અમેરિકામાં વિદેશમાંથી વસેલા લોકોમાંથી નાગરિકત્વ મેળવવાને પાત્ર 65 હજાર 960 ભારતીયો હતા. જ્યારે 2023માં વહીવટી તંત્રથી સ્વતંત્ર તેવી કોંગ્રેસ રિસર્ચ સર્વિસ (CRS)ના ડેટા પ્રમાણે 2 લાખ 90 હજાર ભારતવંશીઓ ગ્રીન કાર્ડ મેળવવા માટે પાત્રતા ધરાવે છે. આ ઉપરાંત 2023 સુધીમાં ભારતીય મૂળના વિદેશમાં જન્મેલા અમેરિકનોની કુલ વસ્તી 28 લાખ 31 હજાર 330 હતી. જ્યારે મેક્સિકોના 1 કરોડ 06 લાખ 38 હજાર 429 લોકોને અમેરિકાનું નાગરિકત્વ મળ્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે ભારતવંશીઓએ અમેરિકાનાં અંતરિક્ષ ક્ષેત્રથી લઈ વ્યાપાર- ઉદ્યોગ, આઇ.ટી. ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રે પ્રસંશનીય યોગદાન આપ્યું છે. અમેરિકામાં ભારતીય ઉત્સવો જેવા કે દિવાળી, હોળી જેવા તહેવારો સરકાર દ્વારા સત્તાવાર રીતે ઉજવવામાં આવે છે. અમેરિકાના વર્તમાન ઉપપ્રમુખ પણ મૂળ ભારત વંશીય છે. અમેરિકાનાં વિદેશ મંત્રાલયના નાયબ પ્રવકતા પણ ભારત વંશીય છે.

કેજરીવાલને જેલમાં અપાયું ઇન્સ્યુલિનઃ આપ પાર્ટીએ કર્યું સ્વાગત

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલનું બ્લડ શુગર વધ્યા પછી તેમને ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું, એમ તિહાડ દેલના અધિકારીઓએ કહ્યું હતું. આમ આદમી પાર્ટીએ હનુમાન જન્મોત્સવના પ્રસંગે આ સમાચારનું સ્વાગત કરતાં કહ્યું હતું કે એ ભગવાના આશીર્વાદનું પરિણામ છે.

દિલ્હીનાં કેબિનેટ મંત્રી આતિશીએ X પર પોસ્ટમાં કહ્યું હતું કે જય બજરંગ બલી. હનુમાન જયંતીએ સારા સમાચાર મળ્યા. જેલ સત્તાવાળાઓએ છેવટે કેજરીવાલને ઇન્સ્યુલિન આપ્યું ખરું. એ હનુમાનજીના આશીર્વાદ અને સંઘર્ષનું પરિણામ છે. દિલ્હીવાસીઓના સંઘર્ષ સમયે બંજરંગ બલીના આશીર્વાદ આપણા બધા પર છે.

તિહાર જેલના એક અધિકારીના જણાવ્યા અનુસાર ગઈ કાલે 22 એપ્રિલ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને તિહાડ જેલમાં લો-ડોઝ ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. ગઈ કાલે તેમનું શુગર લેવલ 217 હતું, AIIMSની ટીમે કહ્યું હતું કે જો લેવલ 200ને પાર કરે તો તેમને ઓછી માત્રામાં ઇન્સ્યુલિન આપવામાં આવી શકે છે.

આમ આદમી પાર્ટી (AAP)એ દાવો કર્યો છે કે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને ઘણા દિવસોના સંઘર્ષ બાદ તિહાર જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવ્યું છે. AAPએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આખરે ભાજપ અને તેનું જેલ વહીવટી તંત્ર ભાનમાં આવ્યું અને જેલમાં CM કેજરીવાલને ઇન્સ્યુલિન આપ્યું. CM કેજરીવાલનું શુગર લેવલ 320 પર પહોંચી ગયું હતું. ભગવાન હનુમાનજીના આશીર્વાદ અને દિલ્હીના લોકોના સંઘર્ષને કારણે જ આ શક્ય બન્યું છે. અમે અમારા મુખ્ય મંત્રી સુધી ઇન્સ્યુલિન પહોંચાડવામાં સફળ રહ્યા છીએ.

 

 

 

 

કોરાનાના 85 નવા કેસો, ત્રણનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 85 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે  ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,36,272 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,584 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,02,099 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 68 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 663 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,793 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 37 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

પુસ્તકોનું પરબ જ્ઞાનની તરસનું અમૃતજળ..  

અમદાવાદ: આજે વૈશ્વિક પુસ્તક દિન છે. તો ચલો જાણીએ અનોખા પુસ્તકના પરબની વાત. તરસ્યાને તરસ લાગે અને પાણીની પરબમાં જાય અને નિ:શુલ્ક કિંમતે તરસ છીપાવે, એમ જ્ઞાનનો તરસ્યો માણસ પુસ્તકના પરબમાં આવે, જ્ઞાનની તરસ નિ:શુલ્ક છીપાવે એ જ છે પુસ્તક પરબ. આ પરબમાં લોકો પોતાના પુસ્તકોનું દાન કરી બીજાને પુસ્તકોનો આનંદ આપે છે.

પુસ્તક પરબ સાંભળીને કંઈક નવીન લાગતું હશે. પણ હા, ભુષણ અશોક ભટ્ટ પાસે આજથી ચાર વર્ષ પહેલા 1200 પુસ્તકોનું બહોળું સંગ્રહ હતું. કોરોનાના કપરા સમયમાં તેમણે વિચાર્યું કે આ ભંડોળનો આનંદ બીજા લોકો કેમ ન લઈ શકે? તેમણે પુસ્તક પરબ શરૂ કર્યું. આ પરબમાં વાંચકો કોઈપણ પુસ્તક ફ્રીમાં વાંચવા લઈ જતા. જેના બદલામાં કોઈને પુસ્તક દાન કરવાની ઈચ્છા હોય, તો પુસ્તકનું દાન પણ આપી શકે છે. ભૂષણ ભટ્ટના આ અનોખા પ્રયોગને લોકોએ આવકાર્યો. ખુબ ટૂંકા સમયમાં પુસ્તકનું ભંડોળ 1200થી 8000 સુધી પહોંચ્યું. જે બાદ PM મોદીના ‘વાંચે ગુજરાત અભિયાન’ને આગળ વધારવાના સંકલ્પથી પુસ્તક પરબ યથાવત્ રાખવાનો સંકલ્પ કર્યો. ભૂષણ ભટ્ટ દર રવિવારે રાયપુર ચકલા પાસે સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી પુસ્તકોનો સંગ્રહ ખુલો મુકે છે. હાલ પુસ્તક પરબમાં લગભગ 20000 જેટલા પુસ્તકો છે.

 

પુસ્તક પરબને ચાર વર્ષ પૂર્ણ થયા અને પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ થયો. જેની ખુશીમાં ભૂષણ ભટ્ટ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્દેશક અસિત મોદી, મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ, અર્ચના ત્રિવેદી,અરવિંદ વેગડા, વિવેક શાહ કુ.મોસમ-મલકા મેહતા ઉપસ્થિત રહ્યા હતા.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ભૂષણ ભટ્ટે જણાવ્યું કે, “પાંચમાં વર્ષમાં પ્રવેશ કરતા મને આનંદનો અનુભવ થાય છે. આ સેવા કાર્યમાં કેટલાક તો એવા લોકો પણ છે જે સતત ચાર વર્ષથી પુસ્તક વાંચવા માટે લઈ જાય છે અને એક સપ્તાહમાં વાંચી પરત કરે છે. જેને જોઈ મને આનંદની અનુભૂતિ થાય છે.”

શુકન એ દીવો છે

         

           શુકન એ દીવો છે

 

આપણામાં એક એવી માન્યતા છે કે કોઈ પણ સારું કામ કરવું હોય તો એ માટેનો શુભ અણસાર મળે ત્યારે જ કરવું. આ શુભ અણસાર એટલે શુકન અને અશુભ અણસાર એટલે કે અપશુકન. આ બધી વાતો રૂઢિગત માન્યતાઓ સાથે જોડાયેલી છે.

જેમ કે તમે કોઈ સારા કામે બહાર નીકળો અને સામેથી કુંવારિકા આવતી હોય, ગાય આવતી હોય અથવા પાણીની હેલ ભરીને કોઈ પનિહારી આવતી હોય તો એ કામ ફતેહ થશે એવું મનાય છે. ચોરી કરવા જનાર ચોર પણ ચીબરીની બોલી ઉપરથી એના શુકન નક્કી કરે છે. આમ, તમે જે કરવા જઇ રહ્યા છો એ અનિશ્ચિતતાના અંધારામાંથી સુપેરે પસાર થવા માટે શુકન એ દીવો છે એવી કહેવત પડી હશે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

ફિલ્મની બે અભિનેત્રીઓ પર ત્રીજીનો અવાજ રાખ્યો

નિર્દેશક કપિલ કપૂરની ફિલ્મ ‘યે વાદા રહા’ (૧૯૮૨) માં બે અભિનેત્રીઓ પૂનમ ધિલ્લોન અને ટીના મુનીમ હોવા છતાં એમને ત્રીજી જ હીરોઈને અવાજ આપ્યો હતો. પૂનમ એક વખત જાપાન ગઈ ત્યારે એરપોર્ટ પરથી લેખક ડેનિયલ સ્ટીલની નવલકથા ‘ધ પ્રોમિસ’ વાંચવા લીધી હતી. એ વાંચીને પૂનમને થયું કે આ વિષય પર આજ સુધી ફિલ્મ બની ન હોવાથી બનવી જોઈએ. પૂનમે જેમની ફિલ્મ ‘ત્રિશૂલ’ (૧૯૭૮) થી અભિનયમાં પ્રવેશ કર્યો હતો એ નિર્દેશક યશ ચોપડાને કહ્યું કે એણે એક સરસ પુસ્તક વાંચ્યું છે અને એનો વિષય સારો હોવાથી તમારે એના પર ફિલ્મ બનાવવાનું વિચાવું જોઈએ.

યશજી પાસે ત્યારે સમય ન હતો એટલે પત્ની પામેલા ચોપડાને એ પુસ્તક વાંચીને વાર્તા સંભળાવવાનું કામ સોંપ્યું હતું. પામેલાએ વાર્તા વાંચીને જ્યારે યશ ચોપડાને સંભળાવી ત્યારે એમણે પહેલી જ વારમાં ના પાડી દીધી હતી. એમાં એક એવી સ્ત્રીની વાર્તા હતી જેને અકસ્માત થાય છે અને પ્લાસ્ટિક સર્જરીથી એનો ચહેરો બદલાઈ જાય છે. ચહેરો બદલાયા પછી એ પોતાનું નામ પણ બદલી નાખે છે. પૂનમે વાર્તા પસંદ ન આવવાનું કારણ પૂછ્યું ત્યારે યશજીએ ઉદાહરણ આપીને કહ્યું હતું કે હેમામાલિની જો ઝીનત અમાન બની જાય તો લોકો એને કેવી રીતે સ્વીકારી શકે? પૂનમે દલીલ કરી જોઈ પણ એમણે કહ્યું કે આ વાર્તાને દર્શકો સ્વીકારી શકશે નહીં.

આ વાતને પાંચ વર્ષ વીતી ગયા પછી નિર્માતા રમેશ બહેલ પાસે વિષય પહોંચ્યો. ત્યાં સુધી પ્લાસ્ટિક સર્જરીથી ચહેરો બદલાવાના આ વિષય પર કોઈ ફિલ્મ આવી ન હતી. એમણે કપિલ કપૂરને નિર્દેશન સોંપી પૂનમ ધિલ્લોન અને ટીના મુનીમને રિશી કપૂરની હીરોઈન બનાવી. પૂનમે પહેલો રોલ પસંદ કર્યો હતો. અકસ્માત બાદ ચહેરો બદલાયો એ રોલ ટીના મુનીમે કર્યો હતો. ફિલ્મનું શુટિંગ જ્યારે પૂરું થઈ ગયું ત્યારે રમેશ બહેલ એક બાબતે મૂંઝવણમાં મુકાઇ ગયા. વાર્તામાં એક જ મહિલાની વાત હતી અને બે અભિનેત્રીઓ હતી. તેથી ગૂંચવાડો ના થાય અને વાર્તા વાસ્તવિક લાગે એ માટે અવાજ કોઈ એકનો જ રાખવો પડે એમ હતો.

જો પૂનમનો રાખે તો ટીનાને સારું ના લાગે અને ટીનાનો અવાજ રાખે તો પૂનમને ના ગમે એમ બની શકે. તેથી વચ્ચેનો રસ્તો કાઢ્યો અને ત્રીજી જ અભિનેત્રીનો અવાજ રાખવાનું નક્કી કર્યું. એમણે જયા બચ્ચનને વાત કરી અને એ પોતાનો અવાજ આપવા તૈયાર થઈ ગયા એટલે એમના અવાજમાં બંને હીરોઈનો માટે ડબિંગ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું આર.ડી. બર્મનનું સંગીત પસંદ કરવામાં આવ્યું હતું. એમાં ત્રણેય મુખ્ય કલાકારો સાથેનું ‘તૂ તૂ હૈ વહી, દિલને જિસે અપના કહા’ એની કોરિયોગ્રાફી સાથે બહુ લોકપ્રિય રહ્યું હતું.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો