Home Blog Page 19

આસામ સરકારના બુલડોઝર એક્શન પર ‘સુપ્રીમ’ રોક

નવી દિલ્હીઃ બુલડોઝર એક્શનની વિરુદ્ધ ફરી એક વાર સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. આસામના સોનાપુરમાં ગેરકાયદે નિર્માણ પર બુલડોઝર એક્શન પર કોર્ટે રોક લગાવી છે. જે લોકો ત્યાં વસેલા છે, તેમને હટાવવા પર પણ કોર્ટે રોક લગાવી દીધો છે. જસ્ટિસ BR ગવઈ અને કેવી વિશ્વનાથનની ખંડપીઠે આસામ સરકારને નોટિસ જારી કરી છે અને ત્રણ સપ્તાહમાં જવાબ માગ્યો છે.

કોર્ટમાં 48 લોકો તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે કોર્ટે બુલડોઝર એક્શન પર પહેલી ઓક્ટોબર સુધી રોક લગાવી છે તો પછી આ પગલાં કેમ લેવામાં આવ્યાં. આવું કરવું એ સુપ્રીમ કોર્ટનો અનાદર છે.  એ સાથે આરોપ લગાવવામાં આવ્યો હતો કે અધિકારીઓએ કાનૂની પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. એ પણ તર્ક આપવામાં આવ્યો હતો કે લોકોને સાંભળવાની તક આપ્યા વિના તોડફોડ કરવામાં આવી હતી. એ બંધારણના આર્ટિકલ 14,15 અને 21નું ઉલ્લંઘન છે.

સોનાપુર ગુવાહાટીના બહારી વિસ્તારોમાં આવે છે અને કામરૂપ જિલ્લામાં પડે છે. આ વિસ્તારમાં વહીવટી તંત્ર તરફથી કેટલાક જિલ્લાઓમાં ગેરકાયદે બાંધકામની ઓળખ કરવામાં આવી હતી. અહીં આદિવાસી વિસ્તારની જમીન પર અતિક્રમણ કરીને ઘરોનુ બાંધકામ કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે આ પહેલાં 17 સપ્ટેમ્બરે આપેલા આદેશમાં કહ્યું હતું કે કોર્ટની મંજૂરી વિના બુલડોઝરની કાર્યવાહી ના કરવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રસ્તા, ફૂટપાથ કે રેલવે લાઇન પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામમાં આ નિર્દેશ લાગુ નથી થતો.

‘ભગવાનને તો રાજકારણથી દૂર રાખો…’ : સુપ્રીમ કોર્ટ

આંધ્રપ્રદેશના તિરુપતિમાં સામે આવેલા લાડુ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. આ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભગવાનને તો રાજકારણથી દૂર રાખો. જસ્ટિસ ભૂષણ આર ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેંચ સમક્ષ સુબ્રમણ્યમ સ્વામીના વકીલે કહ્યું કે બાંધકામ સામગ્રી તપાસ્યા વિના રસોડામાં જઈ રહી છે. તપાસમાં બહાર આવ્યું છે. સિસ્ટમ તેની દેખરેખ માટે જવાબદાર હોવી જોઈએ કારણ કે તે દેવતા માટે અર્પણ છે અને જનતા અને ભક્તો માટે સૌથી પવિત્ર છે.

CARTમાં દાખલ કરાયેલી અરજીઓમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવેલા આરોપોની કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસની માંગ કરવામાં આવી છે. તેમનો દાવો છે કે તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવામાં પ્રાણીઓની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરમિયાન, લાડુમાં વપરાતા પ્રસાદમ અને ઘીની ગુણવત્તા ચકાસવા માટે રાજ્ય સરકારની એક સોસાયટી તિરુપતિમાં છે. તિરુપતિ ટેમ્પલ બોર્ડ વતી વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ અને આંધ્ર પ્રદેશ રાજ્ય વતી વરિષ્ઠ એડવોકેટ એડવોકેટ મુકુલ રોહતગી હાજર રહ્યા હતા.

કોર્ટે પ્રશ્નો ઉઠાવ્યા

જસ્ટિસ બીઆર ગવઈએ આંધ્ર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, “જ્યારે તમે બંધારણીય પદ સંભાળો છો, ત્યારે તમારી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દેવતાઓને રાજકારણથી દૂર રાખવામાં આવશે.” કોર્ટે રોહતગીને એમ પણ પૂછ્યું કે, “તમે SIT માટે આદેશ આપ્યો હતો, પરિણામ આવે ત્યાં સુધી પ્રેસમાં જવાની શું જરૂર છે? તમે હંમેશા આવા મામલાઓમાં હાજર રહ્યા છો, આ બીજી વખત છે.”

ચંદ્રાબાબુ નાયડુ સરકાર વતી રોહતગીએ દલીલ કરી હતી કે આ ‘સાચી અરજીઓ નથી’. અગાઉની સરકાર દ્વારા વર્તમાન સરકાર પર પ્રહાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે એ પણ પૂછ્યું હતું કે લાડુ બનાવવામાં દૂષિત ઘીનો ઉપયોગ થતો હોવાના કયા પુરાવા છે. તેના પર તિરુપતિ મંદિર તરફથી હાજર રહેલા વકીલ સિદ્ધાર્થ લુથરાએ બેન્ચને કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ. આ પછી જસ્ટિસ ગવઈએ પૂછ્યું, “તો પછી તરત જ પ્રેસમાં જવાની શું જરૂર હતી? તમારે ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જોઈએ.”

સાયન્સ સિટીમાં ‘વન વીક વન થીમ’ અભિયાન હેઠળ કાર્યક્રમ

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)ના સહયોગથી ‘વન વીક વન થીમ’ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ (CLP) થીમ પર 28 સપ્ટેમ્બરે કાર્યક્રમના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રસાયણ, લેધર અને પેટ્રોલકેમિકલ્સ ક્ષેત્રોમાં થયેલા મહત્વપૂર્ણ વિકાસ, નવીન સંશોધનો અને સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી. ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો, CSIR પ્રયોગશાળાના સંચાલકો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ સહિત 160થી વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં હૈદરાબાદ સ્થિત CSIR – IICT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી)ના ડાયરેક્ટર ડૉ. શ્રીનિવાસ રેડ્ડીએ સહભાગીઓને આવકાર્યા. તેમણે આ પ્રસંગે જુદી-જુદી CSIR પ્રયોગશાળાઓ અને ગુજરાતના રાસાયણિક ઉદ્યોગો વચ્ચે સહયોગના મહત્વ પર ભાર આપ્યો. ભારતના રાસાયણિક કેન્દ્ર તરીકે ગુજરાતને મહત્વનું રાજ્ય ગણાવ્યું. CSIR-CLRIના ડાયરેક્ટર અને ‘વન વીક વન થીમ’ અભિયાનના કેમિકલ્સ (લેધર સહિત) અને પેટ્રોકેમિકલ્સ (CLP) થીમના ડાયરેક્ટર ડૉ. કે.જે. શ્રીરામે CLP થીમ અંતર્ગત CSIR પ્રયોગશાળાઓ દ્વારા કરવામાં આવેલી મહત્વની પહેલ અંગે વાત કરી.

ગુજરાતના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના ડેપ્યુટી સેક્રેટરી સુબોધ જોશીએ આ પ્રસંગે કહ્યું, ખેડૂતો અને પૃથ્વી બંનેના લાભ માટે વૈજ્ઞાનિક કાર્યની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. ગુજરાતમાં રાસાયણિક ઉદ્યોગોની વર્તમાન સ્થિતિ અને ભારતની અર્થવ્યવસ્થામાં તેનું મહત્વપૂર્ણ યોગદાન છે. GHCL ઈન્ડસ્ટ્રીઝ-ગુજરાતના પ્રમુખ પી.એન. રાવ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે આ ઉત્પાદનો માટે મહત્વપૂર્ણ બજાર તરફ ધ્યાન આપવાની તથા મીઠા અને મીઠાને લગતી ઉપપેદાશો જેવી કે બ્રોમીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સહિતના રાસાયણિક તત્વો,  કેમિકલને લગતા સંશોધનો અને ટેકનોલોજીની ઇન્ડસ્ટ્રીને ખૂબ જ જરૂર છે. ગ્લાસના ઉત્પાદન, સોડાએશ, કોસ્ટિક સોડા, ક્લોરો-આલ્કલી અને ડિટર્જન્ટ જેવા કેમિકલ ઉદ્યોગોમાં ભારતમાં મીઠાના ઉદ્યોગની ખૂબ જ માંગ છે.વસા ગ્રૂપ ઓફ કંપનીઝના CMD અને ગુજરાત કેમિકલ એસોસિએશનના અધ્યક્ષ ડો. જૈમિન આર. વસા કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રાસાયણિક ઉદ્યોગની વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને સુનિશ્ચિત કરવા તથા નવીન સંશોધનો અને ટકાઉ પ્રથાઓ માટે આ પ્રકારની ભાગીદારી કેટલી મહત્વપૂર્ણ છે તેના પર તેમણે ભાર આપ્યો.ગુજરાત સાયન્સ સિટી દ્વારા લોકો, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકોમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચિ વધે તે માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે.

સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો, CM ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ગુજરાતમાં આ વર્ષ લલનીનોને કારણે ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે ગુજરાતના જળાશયોમાં પણ પાણીની ધરખમ આવક નોંધાય છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.61 મીટરે પહોંચી ગઈ છે. હવે ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 6 સેન્ટીમીટર જ દૂર છે. મળતી માહિતી અનુસાર આવતીકાલે માં નર્મદાના વધામણાં કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે સરદાર સરોવર નર્મદા ડેમનું સંપૂર્ણ કામ 2017માં પૂર્ણ થયુ હતું, ત્યારે 16 સપ્ટેમ્બર 2017એ ભરાયો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવીને નર્મદાનું પૂજન કર્યું હતું અને 7 વર્ષથી સતત સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી વટાવી રહ્યો છે અને ચાલુ વર્ષે 2024માં પણ 1 ઓક્ટોબરે 2024એ ફરી નર્મદા ડેમ છલોછલ ભરાશે.

સરકારી આકડા પ્રમાણે આજે  સરદાર સરોવર નર્મદા ડેમ 138.61 મીટર પર છે. જ્યારે આજે પાણીની આવક 81508 ક્યુસેર નોંધાય રહી છે. જ્યારે ડેમમાંથી 80980 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. અને ડેમની જળ સપાટી આજે 138.61 મીટરે પહોંચતા હવે માત્ર 6 સેન્ટીમીટર ડેમ ખાલી રહ્યો છે, ત્યારે સીઝનમાં આ વખતે સંપૂર્ણ ડેમ 1 ઓક્ટોબર 2024 એટલે કે આવતીકાલે ભરાઈ જશે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની ખુશીમાં એક મોટો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 10.30 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માં નર્મદાના વધામણાં કરવા આવી રહ્યા છે. જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નર્મદાના વધામણાંના બેનરો પણ લાગી ગયા છે. કેવડિયાના બ્રાહ્મણો દ્વારા વિધિ સાથે માં નર્મદાના વધામણાં કરાશે. જોકે આ વધામણાં બાદ નર્મદા ડેમના 10થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે. જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

બીજી બાજું સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત શનિવારે મોડીરાતના શેત્રુંજી ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો તેથી નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. આજે સોમવારે શેત્રુંજી ડેમની સપાટી 34 ફૂટે પહોંચતા નીચાણવાળા 17 ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત્ રહેતાં ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.

એર માર્શલ એપી સિંહ વાયુસેનાના નવા વડા બન્યા

એર માર્શલ એપી સિંહે ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે કમાન સંભાળી છે. તેમને એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ ચાર્જ સોંપ્યો છે. જણાવી દઈએ કે આજે એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ સવારે વાયુ ભવનમાં પરંપરાગત ‘વૉક થ્રૂ’ કરતા પહેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર મૃત નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી, તેમને વાયુસેનાના વાયુ યોદ્ધાઓ દ્વારા વિદાય સલામી તરીકે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

એપી સિંહ પાસે 40 વર્ષનો અનુભવ

તમને જણાવી દઈએ કે, 27 ઓક્ટોબર, 1964ના રોજ જન્મેલા એર માર્શલ એપી સિંહને ડિસેમ્બર 1984માં ભારતીય વાયુસેનાના ફાઈટર પાઈલટ સ્ટ્રીમમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમની લગભગ 40 વર્ષની લાંબી અને વિશિષ્ટ સેવા દરમિયાન, તેમણે અસંખ્ય કમાન્ડ, સ્ટાફ, સૂચનાત્મક અને વિદેશી નિમણૂંકોમાં સેવા આપી છે.

5 હજાર કલાકથી વધુ સમય માટે વિમાન ઉડવાનો અનુભવ

નેશનલ ડિફેન્સ એકેડેમી, ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કૉલેજ અને નેશનલ ડિફેન્સ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી, એર ઑફિસર એક લાયક ફ્લાઇટ પ્રશિક્ષક અને વિવિધ ફિક્સ્ડ અને રોટરી વિંગ એરક્રાફ્ટ પર 5,000 કલાકથી વધુ ઉડ્ડયન અનુભવ સાથે પ્રાયોગિક પરીક્ષણ પાઇલટ છે.

એપી સિંહ પણ આ મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે

તેમની કારકિર્દી દરમિયાન, એપી સિંહે ઓપરેશનલ ફાઇટર સ્ક્વોડ્રન અને ફ્રન્ટલાઈન એર બેઝની કમાન્ડ કરી છે. ટેસ્ટ પાયલોટ તરીકે, તેમણે મોસ્કો, રશિયામાં મિગ-29 અપગ્રેડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ કર્યું. તેઓ નેશનલ ફ્લાઇટ ટેસ્ટ સેન્ટરમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર (ફ્લાઇટ ટેસ્ટ) પણ હતા અને તેમને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, તેજસના ફ્લાઇટ ટેસ્ટિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડમાં એર ડિફેન્સ કમાન્ડર અને ઈસ્ટર્ન એર કમાન્ડમાં વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસરના મહત્વના સ્ટાફના હોદ્દા સંભાળ્યા છે. એર હેડક્વાર્ટરમાં જતા પહેલા તેઓ સેન્ટ્રલ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ પણ હતા.

 

જમ્મુ-કાશ્મીર ચૂંટણીઃ ખડગે, શાહ વચ્ચે છેડાયું વાક્યુદ્ધ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરની એક ચૂંટણી સભામાં કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ છેડાયું હતું. ખાસ કરીને PM મોદી વિશેના વિવાદિત નિવેદનથી ગૃહ પ્રધાન અમિત શાહે આકરી પ્રતિક્રિયા આપી હતી.

ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જમ્મુ-કાશ્મીરમાં એક જનસભા દરમ્યાન વડા પ્રધાન મોદી પર કરવામાં આવેલી ટિપ્પણીને અત્યંત ખરાબ અને અપમાનજનક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ખડગેની ટિપ્પણી બતાવે છે કે કોંગ્રેસના મનમાં PM મોદી માટે કેટલી નફરત અને ડર છે. તેઓ સતત તેમના વિસે વિચારતા રહે છે.

રાજ્યના જસરોટામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુંન ખડગેએ ભાજપ પર હુમલો કરતાં કહ્યું હતું કે PM મોદીને સત્તા પરથી હટાવ્યા પહેલાં તેઓ મરશે નહીં. અમારી સરકાર આવશે તો અમે આતંકવાદને ખતમ કરી દેશે. અમે રાજ્યનો દરજ્જો અપાવવા માટે લડીશું. તમારી વાત સાંભળીશ, તમારા માટે લડીશ.

શાહે X પર લખ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગે પાર્ટીના નેતાઓ કરતાં પણ વધુ અભદ્ર ભાષાઓનો પ્રયોગ કર્યો હતો. તેમણે તેમની કડવાશનો પરિચય આપતાં કહ્યું હતું કે મોદીને સત્તાથી દૂર કર્યા પછી જ મરીશ. હું પ્રાર્થના કરું છું કે તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ રહે. તેઓ 2047 સુધી વિકસિત ભારતનું નિર્માણ માટે જીવિત રહે.

આ દર્શાવે છે કે આ કોંગ્રેસીઓમાં PM મોદી પ્રત્યે કેટલી નફરત અને ડર છે કે તેઓ સતત તેમના વિશે જ વિચારતા રહે છે, એમ તેમણે કહ્યું હતું.

આ નિવેદનોથી કોંગ્રેસ અને ભાજપની વચ્ચે રાજકીય ખેંચતાણ તેજ થવાની શક્યતા છે. બંને પક્ષોના સમર્થકોની વચ્ચે એક નવી ચર્ચા છેડાઈ છે. હવે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં આ વિવાદની રાજકીય અસર શું થાય છે?

 

 

નસરલ્લાહના મોતનો બદલો લેશે હિઝબોલ્લાહ

હિઝબુલ્લાહ કમાન્ડર નસરાલ્લાહના મોત બાદ આતંકી સંગઠનની કમાન ડેપ્યુટી કમાન્ડર નઈમ કાસિમે પોતાના હાથમાં લીધી છે. નસરાલ્લાહના મૃત્યુ બાદ પ્રથમ વખત નઈમ દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે. હિઝબોલ્લાહના ડેપ્યુટી કમાન્ડરે ઇઝરાયેલ સામેની લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી અને તેના માણસોને લાંબી લડાઈ માટે તૈયાર રહેવા કહ્યું.

હિઝબોલ્લાહ કમાન્ડર નસરાલ્લાહની હત્યા પછીના તેમના પ્રથમ ભાષણમાં, નઇમ કાસિમે સોમવારે કહ્યું હતું કે જો ઇઝરાયેલ જમીન પર હુમલો કરવાનું નક્કી કરે છે, તો હિઝબોલ્લાહ લડવૈયાઓ લડવા અને લેબનોનનો બચાવ કરવા તૈયાર હોવા જોઈએ. ડેપ્યુટી સેક્રેટરી જનરલ નઈમ કાસીમ હવે હિઝબુલ્લાહના કાર્યકારી નેતા છે જ્યાં સુધી નેતૃત્વ નસરાલ્લાહના સ્થાને કોઈની પસંદગી ન કરે.

10 દિવસમાં હિઝબુલ્લાના 6 ટોચના નેતાઓ માર્યા ગયા

નસરાલ્લાહ અને તેના છ ટોચના કમાન્ડરો છેલ્લા 10 દિવસમાં ઇઝરાયેલી દળોના હુમલામાં માર્યા ગયા છે. ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે લેબનોનના મોટા ભાગોમાં હજારો આતંકવાદી લક્ષ્યોને નિશાન બનાવીને હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર લેબનોનમાં 1,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી લગભગ એક ક્વાર્ટર મહિલાઓ અને બાળકો છે. લેબનીઝ સરકાર કહે છે કે લડાઈથી દસ લાખ લોકો વિસ્થાપિત થઈ શકે છે.

ઇઝરાયેલના હુમલાના જવાબમાં હિઝબુલ્લાએ પાછલા સપ્તાહમાં ભારે રોકેટ છોડ્યા છે. હિઝબુલ્લાહ દ્વારા દરરોજ સેંકડો મિસાઇલો છોડવામાં આવી હતી. જેમને ઈઝરાયેલની એર ડોમ સિસ્ટમ દ્વારા હવામાં ગોળી મારી દેવામાં આવી હતી. કેટલાક રોકેટ જમીન પર પટકવામાં સફળ રહ્યા હતા. જેમાં કેટલાક ઈઝરાયેલના નાગરિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 19 સપ્ટેમ્બરે સરહદ નજીક બે ઈઝરાયેલ સૈનિકોની હત્યા બાદ કોઈ જાનહાનિ થઈ નથી.

વડોદરામાં ફરી પૂરનું સંકટ!, વિશ્વામિત્રી ભયજનક સપાટીની નજીક

વડોદરા: ગુજરાતમાં વિદાય વખતે મેઘરાજા મન મુકી વરસી રહ્યા છે. ત્યારે ફરી એક વખત વડોદરામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીનું લેવલ 25 ફૂટ આસપાસ નોંધાયુ હતું. ચોમાસા દરમિયાન વડોદરા શહેરની વિશ્વામિત્રી ચર્ચા રહી છે, કેમકે પાણીનું સ્તર વધતાની સાથે વડોદરામાં મગરના ત્રાસ વધી જતો હોય છે. ત્યારે ફરી એક વખત નદીની સપાટી ભયજન સુધી પહોંચી હતી. જોકે ગઈ રાતથી વરસાદ બંધ છે અને આજે ઉઘાડ છે, પરંતુ નદીનું લેવલ રવિવારની સરખામણીએ ધીમી ગતિએ વધી રહ્યું છે, એટલે વડોદરામાં હજી પૂરનું સંકટ માથે મંડરાઇ રહ્યું છે, હવે ભારે વરસાદ ન પડે તો જ શહેર ત્રીજી વખતના પૂરમાંથી બચી શકે તેવી સ્થિતિ છે.

રવિવારની સરખામણીએ આજવા સરોવરમાં પણ લેવલ ખૂબ ધીમી ગતિએ વધે છે. રવિવારે વડોદરામાં ભારે વરસાદ પડ્યા બાદ અને ઉપરવાસમાંથી આવક થતાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી ખૂબ ઝડપભેર આગળ વધી ગઈ હતી. જેના કારણે કોર્પોરેશનનું તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. લોકો ત્રીજી વખત પૂર આવશે તેવી દહેશતથી ભયભીત બની ગયા હતા. ગત રાત સુધી લેવલ ખૂબ ઝડપથી વધતું હતું. રાત્રે બે વાગ્યે લેવલ 24 ફૂટ પહોંચી ગયું હતું. જોકે એ ત્યારબાદ સપાટીમાં વધારો ધીમી ગતિએ થઈ રહ્યો છે, એટલે તંત્ર થોડું નિશ્વિત બન્યું છે. રાત્રે 2 વાગ્યાથી અત્યારે સવારે 11:30 વાગ્યા સુધીમાં નદીની સપાટીમાં 1.03 ફૂટનો વધારો થયો છે. આજવા સરોવર ખાતે પણ ગત રાત્રે 11 વાગ્યે  લેવલ 213.13 ફૂટ હતું. જે આજે 12 કલાક પછી તેમાં 0.16 નો વધારો થયો છે. આજવાનું લેવલ હાલ 213.26 ફૂટ છે. વરસાદ થંભી જવાના કારણે લેવલ વધવાની ગતિ ઘટી ગઈ છે.

આ ઉપરાંત અફવા પર ધ્યાન ન આપવા માટે પણ કોર્પોરેશન દ્વારા એપિલ કરવામાં આવી છે. ત્યારે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરનું પાણી વિશ્વામિત્રી નહીં છોડાય તેવી પણ જાણકારી તંત્રએ આપી હતી. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા એન.ડી.આર.એફની બે ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને બચાવ કામગીરી માટે તરાપા રાખવામાં આવ્યા છે. આજની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાની શાળાઓ અને એમ.એસ.યુનિવર્સિટી બંધ રાખવામાં આવી છે. હાલ નદીમાં પાણી જે વધી રહ્યું છે, તે વિશ્વામિત્રીના ઉપરવાસના વરસાદના લીધે વધે છે. સામાન્ય રીતે વરસાદ થયા બાદ 24 કલાક સુધી ધીમી ગતિએ પાણીની આવક ચાલુ રહે છે. કોર્પોરેશનના તંત્રનું માનવું છે કે હવે લેવલ ધીમે ધીમે સ્થિર થશે અને કલાકો બાદ પાણી ઉતરવાની શરૂઆત થશે, પરંતુ તે સમય દરમિયાન વરસાદ પડવો ન જોઈએ. જો વરસાદ પડે તો સ્થિતિ પાછી ચિંતાજનક બની જાય તેમ છે

લો ગાર્ડન ખરીદી માટે લોકો ઉમટ્યા, ટ્રાફિક જામની સમસ્યા

અમદાવાદ: શહેરના લો ગાર્ડન નજીક આવેલા ફૂટપાથ પરનું બજાર હવે ચારે તરફ ફેલાતું જાય છે. જી.એલ.એસ. કોલેજની સામે વસ્ત્રો માટે બનેલી ફૂટપાથ પરની હાટ હવે આ વિસ્તારના તમામ માર્ગ ગલીઓમાં ફેલાઈ ગઈ છે. એમાંય નવરાત્રિ પહેલાં ખરીદી માટે અહીં ભારે ભીડ જામી રહી છે. બપોરથી રાત્રી સુધી આખાય વિસ્તારમાં અનિયંત્રિત ટ્રાફિક જોવા મળે છે.

લો ગાર્ડન પાસેના ફૂટપાથની નાની-નાની હાટડીઓમાં આમ તો બારે માસ પરંપરાગત ડ્રેસ, કેડિયા, ભરતગુંથણ વાળા ચણિયાચોળી, છત્રીઓ, ઓક્સોડાઈઝના ઘરેણાં જેવી અનેક પરંપરાગત ચીજવસ્તુઓનું વેચાણ થાય છે. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં લાલ દરવાજા, ભદ્ર, ત્રણ દરવાજા, પાનકોર નાકા કરતાં પણ વધારે ભીડ નવરાત્રિ દિવાળી પહેલાં લો ગાર્ડનની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે. આ સાથે શહેરના નવા વિકસેલા પૂર્વ પશ્ચિમના વિસ્તારોમાં પણ ખુલ્લી જગ્યાઓમાં ચણીયા ચોળી, કેડિયા અને ઉત્સવોની ચીજવસ્તુઓની ખરીદી માટે લાગતી ભીડથી ટ્રાફિક જામ થઈ જાય છે. છેલ્લા કેટલાક દિવસથી લો ગાર્ડનની આસપાસની ફૂટપાથ, ડીવાઈડર અને રોડની વચ્ચે ફેરિયાઓએ અડ્ડો જમાવી દીધો છે. ઓફિસ ટાઈમ વેળાએ આવતા-જતા અને ઈમરજન્સીના વાહનો ટ્રાફિકમાં ફસાઈ જાય છે. સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન, દબાણ વિભાગની ગાડીઓની ઉપસ્થિતિ હોવા છતાં લોકો માર્ગો, ડિવાઈડર રોકી ધંધો કરી રહ્યા છે. જેના કારણે ભારે ચક્કાજામ સર્જાય છે. અમદાવાદની મધ્યમાં લોકોને ફન માટે બનાવેલી લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ આસપાસ ફેરિયા માર્ગો પર અડ્ડો જમાવીને બેઠા છે. હેપ્પી સ્ટ્રીટ સાથે આખોય લો ગાર્ડન વિસ્તાર ટ્રાફિક સ્ટ્રીટમાં ફેરવાઈ ગયો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

બિહારનાં 200 ગામોમાં પૂરઃ 2.50 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

પટનાઃ બિહારમાં કોસી, ગંડક, બાગમતી નદી કાળો કેર વર્તાવી રહી છે. અત્યાર સુધી બે ગામોમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં છે. આશરે 2.50 લાખથી વધુ લોકોને અસર થઈ છે. બિહાર સરકારે અલર્ટ પણ જારી કર્યું છે. છેલ્લા 24 કલાકમાં સાત બાંધ તૂટ્યા છે. આ બાંધ તૂટવાને કારણે કિરતપુર, પ્રખંડ અને ધન્યશ્યામપુર પ્રખંડમાં પૂરનાં પાણી વિનાશ વેર્યો છે. સીતામઢી અને શિવહરમાં કુલ પાંચ બંધને બાગમતી નદીના પૂરે ધ્વસ્ત કર્યાં છે.

હાલના દિવસોમાં ગંડક, કોસી, બાગમતી, કમલા બલાન અને ગંગા સહિત અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. કોસી નદીમાં જળસ્તર વધી રહ્યું છે. લાખ્ખો લોકોની જિંદગી મુશ્કેલીમાં છે. લોકોને 2008વાળો ડર સતાવવા લાગ્યો છે. વર્ષ 2008માં આવેલા પૂરમાં સરકારી આંકડાઓ મુજબ 2008માં પૂરથી 526 લોકોનાં મોત થયાં હતાં. અનેક ખેડૂતોનાં ખેતરો હંમેશ માટે ખતમ થયાં હતાં, ત્યારે નેપાળે બે-ત્રણ લાખ ક્યુસેક પાણી છોડ્યું હતું.રાજ્યમાં ઘર, રસ્તા, પૂલ અને ઊંચી ઇમારતો પાણીમાં ગરકાવ છે. લાખ્ખો જિંદગીઓ અચનક નિઃસહાય થઈ ગઈ છે. નેપાળના રસ્તે આવી રહેલી નદીઓએ રાજ્યના 13 જિલ્લાઓ ભારે વિનાશ વેર્યો છે. આ જળપ્રલય જોઈને લોકોને હવે 1968 અને 2008ની ભયાનક યાદો તાજી થઈ છે.

રાજ્યમાં કોસી નદી પર બીરપુર (નેપાળ)થી 6.61 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે છેલ્લાં 56 વર્ષોમાં સૌથી વધુ છે. જે 2008ની તુલને આશરે ત્રણ ગણું છે. જોકે 168માં 7.88 લાખ ક્યુસેક પછી એ સૌથી વધુ છે. ગંડક પર વાલ્મીકિનગરથી 5.62 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે 2003 પછી સૌથી વધુ છે.