ગુજરાત બોર્ડનું ધોરણ ૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં બંને પ્રવાહમાં એ વન મેળવવાના મામલે સુરતએ મેદાન માર્યું છે.ગુજરાત બોર્ડનું ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યુ છે. એ-૧ ગ્રેડમાં સુરત પ્રથમ સ્થાને છે. સુરતના 328 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડમાં છે. જ્યારે સુરતનું 85.56 ટકા પરિણામ આવ્યું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, તાપીનું 68.41 ટકા (2 વિધાર્થીઓ એ-૧માં), નવસારીનું 85.76 ટકા (62 વિદ્યાર્થીઓ એ-૧માં), વલસાડનું 72.10 ટકા ( 25 વિધાર્થીઓ એ-૧માં), ડાંગનું 91.10 ટકા (એ-૧માં એક પણ નહી) ભરૂચનું 80.09 ટકા (13 વિધાર્થીઓ એ-૧માં), નર્મદાનું 69.63 ટકા ( એ-૧માં એક પણ નહી)
બીજીતરફ ગુજરાત બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. જેમાં પણ એ-૧ ગ્રેડમાં સુરત પ્રથમ ક્રમે છે. સુરતના 1703 વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સુરતનું પરિણામ 93.38 ટકા આવ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના પરિણામ પર નજર કરીએ તો,
તાપીનું 94.01 ટકા ( 11 વિધાર્થીઓ એ-૧માં), નવસારીનું 94.34 ટકા (62 વિદ્યાર્થીઓ એ-૧માં), વલસાડનું 90.63 ટકા (26 વિધાર્થીઓ એ-૧માં), ડાંગનું 95.01 ટકા (એ-૧માં એક વિદ્યાર્થી) ભરૂચનું 92.11 ટકા (51 વિધાર્થીઓ એ-૧માં), નર્મદાનું 91.27 ટકા ( એ-૧માં ત્રણ વિદ્યાર્થીઓ). આમ સુરતએ ફરી એક વખત એ વનમાં ડંકો વગાડી શિક્ષણ ક્ષેત્રે પરછમ લહેરાવ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 118 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,596 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,03,767 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 145 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 836 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,142 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 24 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
હમણાં 7 મેએ ગુજરાત તથા અન્ય રાજ્યમાં લોક સભાની ચૂંટણીનું મતદાન થયું. અમારા જેવા સાધુ-સંતો સહિત ગુજરાતવાસીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું. મતદાનની સમી સાંજે એક ભાઈનો ફોન આવ્યો. ફોન પર વ્યથા ઠાલવતાં એ કહેઃ “સ્વામી, આ ચૂંટણી ને લોકશાહી ને મતદાન એ બધું ઠીક છે… પણ આ દેશમાં રહેવા જેવું તો નથી…”
મને નવાઈ લાગીઃ “કેમ? શું થયું?”
સામેથી જવાબ આવ્યો, “તમે રોજ સભામાં આપણી મહાન સંસ્કૃતિ, ઉચ્ચ મૂલ્યો, ભવ્ય પરંપરાનાં ગુણગાન ગાઓ છો, પણ મને તો ક્યાંય એના છાંટાયે દેખાતા નથી. આવી અભરાઈમાં સજાવીને મૂકેલી સંસ્કૃતિનાં બણગાં ફૂંકવાનો અર્થ ખરો?”
પછી એમણે મને શું બન્યું એ કહ્યું. માત્ર એક પ્રતિકૂળ ઘટના એમની સાથે ઘટી અને આખેઆખી ભારતીય સંસ્કૃતિને મૃત ઘોષિત કરી દીધી. સમાજમાં કે રાષ્ટ્રમાં કે અંગત જીવનમાં કશુંક અનિચ્છનીય બને ત્યારે સંસ્કૃતિ કે પરંપરાને દોષ દેનારી આવી અનેક વ્યક્તિ આપણે જોઈ છે. આ આપણી જૂની ટેવ છે. આપણી ચર્ચામાં ભારત દેશની ગરીબી અને અછતની વાત ન આવે એવું ભાગ્યે જ બને. એથીયે વધારે અક્ષમ્ય તો એ છે કે અણસમજ અને યોગ્યતા વગર નવા, ક્રાંતિકારી વિચાર આપવાની સ્પર્ધામાં સંસ્કૃતિખંડન કરીને ખુશ થઈએ છીએ.
નવો વિચાર કે નવો દૃષ્ટિકોણ આપવો સારી બાબત છે, પણ કોના ભોગે? શું પોતાનાં જ મૂળ ઉપર પ્રહાર કરીને ક્યારેય કોઈ વૃક્ષ ઊભું રહી શકે ખરું? કૂવાના દેડકાની વાત આપણે ઘણી વાર સાંભળી છે. હા, તેની ભૂલ તો છે જ, પરંતુ તે ક્ષમ્ય છે. પોતાની બુદ્ધિ અને અનુભવ પ્રમાણે દેડકો પોતાના સ્થાનનો મહિમા કહે છે, પરંતુ દેડકાનો એક ગુણ છે કે તે સમુદ્રની નિંદા નથી કરતો. તે ત્યાં પોતાની શ્રેષ્ઠતા બતાવવા ગયો પણ નથી. તે નિજાનંદમાં મસ્ત છે, નિંદાનંદમાં તેને રસ નથી.
શું આપણી પરંપરામાં બુદ્ધિમત્તા અને તર્કસિદ્ધિને સ્થાન જ નહોતું? ન્યાયદર્શનના ગ્રંથોએ જે પ્રખર તર્કસભર શાસ્ત્રાર્થની પદ્ધતિ આપી છે તે સમગ્ર વિશ્વમાં અજોડ છે. સામાન્ય બુદ્ધિશાળી માણસોની બુદ્ધિસીમા પછી ન્યાયદર્શનની સીમાનો આરંભ થાય છે. હા, આ ગ્રંથોને ભણવા માટે અત્યંત ઉચ્ચ કક્ષાની પ્રજ્ઞા જોઈએ. આવા તાર્કિક દર્શનોમાં પણ ભગવાન, આત્મા, મંદિર, પરંપરા, પ્રણાલી આદિનું મંડન જ થયું છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાની રક્ષા માટે જ આ ગ્રંથો હતા. જો કોઈને ખરેખર બુદ્ધિશાળી, વિચારક, વિવેચક, મીમાંસક કે તાર્કિકનું પાટિયું લગાડવું હોય તો એક વાર ન્યાયવેદાંતનાં શાસ્ત્રોને જોવાં જ રહ્યાં.
સાચી બુદ્ધિમત્તા સંસ્કૃતિના ખંડનમાં નહીં, પરંતુ તેના જતનમાં છે. તે જ સાચું જ્ઞાન છે. એટલે જ સંસ્કૃતિના રક્ષક અને પરંપરાના નિર્વાહક મહાપુરુષોને લોકો બુદ્ધિશાળી નહીં, પરંતુ જ્ઞાની કહે છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા સન 2000ના ઑગસ્ટમાં વર્લ્ડ પીસ સમિટનું આયોજન થયેલું. આ સભામાં ૫૪ દેશોમાંથી 1800 ધર્મગુરુઓએ ભાગ લીધો હતો. વિશ્વના પ્રમુખ ધર્મ-સંપ્રદાયોના પ્રતિનિધિઓને સભાને સંબોધવા માટે આમંત્રિત કરાયેલા, જેમાં સનાતન હિંદુ ધર્મનું વૈશ્વિક પ્રતિનિધિત્વ પ્રમુખસ્વામી મહારાજે કર્યું હતું. સનાતન સંસ્કૃતિ અને પરંપરાગત વેશભૂષા, પ્રવચનની ગુજરાતી ભાષા, વૈદિક મંત્રગાન તથા ભગવાનની ચલ મૂર્તિનું અખંડ સાંન્નિધ્ય- સ્વામીજીના માધ્યમથી યુનોની આ સભામાં ભારતની અસ્મિતા પ્રતિષ્ઠિત થઈ ગઈ. જે જ્ઞાની મહાપુરુષોની એક મુલાકાતથી યુનો જેવી શ્રેષ્ઠ સંસ્થાના જનરલ સેક્રેટરી કોફી અનાન પણ પ્રશંસક થઈ જતા હોય એમની પરંપરાને કોઈ પછાત કહી શકે?
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.
આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.
આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે, વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.
7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સુરત સિવાયની બાકી તમામ 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. ગુજરાતમાં કુલ 60.13 ટકા મતદાન થયું હતું. ઈલેક્શન કમિશન દ્વારા મતદાનના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા પ્રમાણે ગુજરાતમાં 60.13 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન વલસાડમાં થયું હતું. વલસાડમાં કુલ 72.71 ટકા મતદાન થયું હતું.
કઈ બેઠક પર કેટલું મતદાન થયું ?
કચ્છ 56.14 ટકા મતદાન
બનાસકાંઠા 69.62 ટકા મતદાન
પાટણ 58.36 ટકા મતદાન
મહેસાણા 59.86 ટકા મતદાન
સાબરકાંઠા 63.56 ટકા મતદાન
ગાંધીનગર 59.80 ટકા મતદાન
અમદાવાદ પૂર્વ 54.72 ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમ 55.45 ટકા મતદાન
સુરેન્દ્રનગર 55.09 ટકા મતદાન
રાજકોટ 59.69 ટકા મતદાન
પોરબંદર 51.83 ટકા મતદાન
જામનગર 57.67 ટકા મતદાન
જૂનાગઢ 58.91 ટકા મતદાન
અમરેલી 50.29 ટકા મતદાન
ભાવનગર 53.92 ટકા મતદાન
આણંદ 65.04 ટકા મતદાન
ખેડા 58.12 ટકા મતદાન
પંચમહાલ 58.85 ટકા મતદાન
દાહોદ 59.31 ટકા મતદાન
વડોદરા 61.59 ટકા મતદાન
છોટા ઉદેપુર 69.15 ટકા મતદાન
ભરૂચ 69.16 ટકા મતદાન
બારડોલી 64.81 ટકા મતદાન
નવસારી 59.66 ટકા મતદાન
વલસાડ 72.71 ટકા મતદાન
મુંબઈ: બોરીવલીમાં અવાર નવાર ‘ઝરૂખો’ નામે કાર્યક્રમનું આયોજન થતું હોય છે.જેમાં વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આગામી રવિવારે ‘ઝરૂખો ‘માં કવિ ઉદયન ઠક્કર પોતાના નવા કાવ્યસંગ્રહ ‘રાવણહથ્થો ‘ ની રચનાઓનું પઠન કરશે.
ગઝલ,ગીત,દુહા હોય કે અછાંદસ, કવિ ઉદયન ઠક્કરના પોતાના આગવા હસ્તાક્ષર છે. કવિ ઉદયન ઠક્કર પ્રથમ કાવ્યસંગ્રહ ‘એકાવન’ માટે મળેલા જયંત પાઠક પારિતોષિક તથા ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઉશનસ્ પારિતોષિક અને રા.વિ. પાઠક પારિતોષિક, કલાપી એવોર્ડ, રમેશ પારેખ સન્માન, હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક, NCERT રાષ્ટ્રીય પુરસ્કાર, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો જીવન ગૌરવ પુરસ્કાર, પ્રિયદર્શિની સાહિત્ય એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. વરિષ્ઠ કવિ ઉદયન ઠક્કર શ્રી સાઈલીલા વૅલફેર ટ્રસ્ટના ‘ઝરૂખો’ કાર્યક્રમમાં ‘રાવણહથ્થો’ કાવ્યસંગ્રહની રચનાઓ રજૂ કરશે તથા શ્રોતાઓ સાથે ગોષ્ઠિ પણ કરશે.
સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ 12 મે રવિવારે સાંજે 7.20 વાગ્યે સાઈબાબા મંદિર બીજે માળે,સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટમાં યોજાનાર છે. સાહિત્યરસિકોને આ કાર્યક્રમમાં હાજરી આપવા જાહેર નિમંત્રણ છે. કવિ ઉદયન ઠક્કરનાં સાહિત્યનાં વીસેક પુસ્તકો પ્રકાશિત થયાં છે તથા એમનાં કાવ્યોનાં અંગ્રેજી અને જાપાનીઝ અનુવાદનાં પુસ્તકો પણ પ્રગટ થયાં છે.
અમદાવાદઃ આજે દીકરીઓ તમામ ક્ષેત્રમાં દીકરાઓ સાથે પગથી પગ મેળવીને ચાલી રહી છે. હાલમાં જ અમદાવાદની દીકરીએ કમાલ કરી છે. અમદાવાદની રિતિશા પરીખે બુધવારે અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ફિન સ્વિમિંગ સ્પર્ધામાં બે સ્લિવર મેડલ જીત્યા છે. આ જીત સાથે જ રિતિશા રાષ્ટ્રીય સ્વિમિંગ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઇ ગઈ છે.
રાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઇ
રિતિશાએ 50 મીટર અને 100 મીટરની રાજ્ય કક્ષાની ફિન સ્વિમિંગ સ્પર્ધામાં જૂનિયર કેટેગરીમાં બે સિલ્વર મેડલ જીતીને રાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઇ છે. તાજેતરમાં જ રિતિશાએ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફિન સ્વિમિંગ ટુર્નામેન્ટમાં બાય-ફિનિ સ્વિમિંગ જૂનિયર ગ્રૂપ બી કેટગરીમાં 50 અને 100 મીટરમાં જીત મેળવી હતી અને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય થઇ હતી. પાણીની અંદર સ્વિમિંગ સામાન્ય સ્વિમિંગ કરતા અલગ હોય છે. તેમાં સ્નોર્કલ્સ અને મોનો અને બાય ફિન્સનો ઉપયોગ કરવામાં આવે છે.