Home Blog Page 1848

બાબા કેદારના જયઘોષ સાથે કેદારનાથના ખુલ્યા કપાટ

મહાદેવ ભક્તોની આતુરતા આજે અંત આવ્યો. આજે અક્ષર તૃતિયાના પાવન પર્વના દિવસે ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. વિશ્વ પ્રસિદ્ધ ભગવાન કેદારનાથ મંદિરના દ્વાર સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે કેદારનાથના કપાટ રાવળ ભીમાશંકર લિંગ અને મુખ્ય પૂજારી શિવશંકર લિગ દ્વારા ખોલવામાં આવ્યા. બાબા કેદારના જયઘોષ વચ્ચે ભક્તોની હાજરીમાં કપાટ ખોલવામાં આવ્યા હતા. આજે સવારે બરાબર 7:15 કલાકે શુભ મુહૂર્તમાં મંદિરમાં બાબા કેદારની પંચમુખી ડોળીની વિધિ-વિધાન સાથે સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે બાબા કેદારનાથ પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.

ચાર ધામમાંથી એક કેદારનાથના કપાટ ખોલતી વખતી ઉત્તરા ખંડના મુખ્યમંત્રી પુષ્કર સિહં ધામી હાજર રહ્યા હતા. જ્યાં તેમને દેશ અને રાજ્યના તમામ લોકોના સુખની મનોકામના કરી હતી. જે બાદ મુખ્યમંત્રીએ ભાવી ભક્તોનું સ્વાગત કર્યું હતું. મંદિર પરિસરમાં આયોજિત ભંડારા કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો. કેદારનાથ ધામની સાથે ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ પણ આજે ખોલવામાં આવ્યા છે. આ રીતે ચાર ધામ માંથી ત્રણ ધામના કપાટ ખુલ્યા છે. જ્યારે બદ્રીનાથ ધામના કપાટ આગામી 12મી મેના રોજ ખુલશે.

નોંધનીય છે કે ચાર ધામનું તાપમાન શૂન્ય ડિગ્રી છે. દિવસ દરમિયાન તાપમાન 0 થી 3 ડિગ્રીની આસપાસ રહે છે અને રાત્રે તાપમાન માઈનસ થઈ જાય છે. તેમ છતાં ભક્તોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાર ધામમાં હાલમાં લગભગ 10 હજાર ભક્તો હાજર છે.

10 સગીર બાળકોએ 14 વર્ષીય કિશોરી પર કર્યો ગેન્ગરેપ

નવી દિલ્હીઃ યુરોપિયન દેશ બેલ્જિયમથી હ્દયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 14 વર્ષીય કિશોરની સાથે 10 સગીર યુવકોએ ગેન્ગરેપ કર્યો છે. આ ગેન્ગરેપમાં સામેલ 10માંથી નવ આરોપીઓની વય 11થી 16 વર્ષની વચ્ચે છે, જ્યારે 10મા આરોપીની વય માત્ર 11 વર્ષ છે.

બેલ્જિયમના કોર્ટિજક શહેરમાં થયેલી આ ઘટનામાં આ કિશોરીનો પ્રેમી પણ સામેલ છે. કિશોરીનો પ્રેમી યુવતીના ઘરેની પાસે એક ઝાડીમાં તેને લઈને ગયો હતો. જ્યાં તેના કેટલાક મિત્રો પહેલેથી હાજર હતા. એ દરમ્યાન એ બધા યુવકોએ કિશોરીની સાથે બળાત્કાર કર્યો હતો. આટલું જ નહીં, ઈસ્ટરની રજાઓ દરમ્યાન બીજીથી છઠ્ઠી એપ્રિલની વચ્ચે ત્રણ વાર 10 સગીર યુવકોએ એ યુવતીની સાથે વારાફરતી બળાત્કાર કર્યો હતો. આ બળાત્કારમાં સામેલ 10માંથી છ આરોપીઓને ક્યાંક બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ચાર આરોપીને નજરકેદ કરી લેવામાં આવ્યા છે.આ ઘટના પછી દરેક જણ કોઈ ને કોઈ ગુસ્સામાં છે. ત્રણ વર્ષ પહેલાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. એ સમયે ભૂતપૂર્વ ફ્લેડર્સના ગેટની ઘટના સામે આવી હતી. જોકે ત્યારે પણ લોકો ભારે ગુસ્સામાં હતા. ન્યાય મંત્રી જુહલ ડેમિર સજાની શરતોને વધારવાનો પ્રસ્તાવ સંસદમાં મૂકયો છે. 14 વર્ષથી ઓછી વયના અપરાધી માટે બે વર્ષ, 14થી 16 વર્ષના અપરાધીઓ માટે પાંસ વર્ષ અને 16 વર્ષથી વધુ વયના અપરાધીઓ માટે સાત વર્ષની સજા હોવી જોઈએ.

આ પહેલાં વર્ષ 2021માં બેલ્જિયમ સરકારે સગીર અપરાધ કાયદામાં સંશોધન કર્યું હતું, જેમાં 12 વર્ષથી ઓછી વયના સગીરોના બળાત્કાર અને ગેન્ગરેપમાં દોષી હોવા પર લાંબા સમય સુધી જેલમાં રાખવાની મંજૂરી મળી હતી.

 

 

 

 

 

સેમ પિત્રોડા પછી હવે મણિશંકર ઐયરનું વિવાદિત નિવેદન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ગરમાવાની વચ્ચે સેમ પિત્રોડા પછી કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ભાંગરો વાટ્યો છે. તેમણે કહ્યું છે કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ, કેમ કે એની પાસે પરમાણુ બોમ્બ છે. આ પહેલાં ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી અને તેની પાસે પણ પરમાણુ હથિયારો છે.

એક યુટ્યુબ ચેનલને ઇન્ટરવ્યુ આપતાં તેમણે પાકિસ્તાનની વકાલત કરતાં કહ્યું હતું કે હવે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ અને એને ઇજ્જત આપવી જોઈએ. જો એને ઇજ્જત નહીં આપીએ તો એ ભારત પર પરમાણુ બોમ્બથી હુમલો કરવા વિશે વિચાર કરી શકે છે. મસ્ક્યુલર નીતિ દેખાડનારા ભારતે એ ના ભૂલવું જોઈએ કે પાકિસ્તાનની પાસે કહુટા (રાવલપિંડી)માં પરમાણુ બોમ્બ છે. તેમનું આ નિવેદન સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે ભારતે એ વાત ક્યારેય ના ભૂલવી જોઈએ કે પાકિસ્તાનની પાસે પરમાણુ બોમ્બ છે. મોદી સરકારમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હિંમત છે, પણ પાકિસ્તાન સાથે વાત કરવાની હિંમત નથી. સરકાર 10 વર્ષથી પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે નથી બેઠી.એવું કહેવામાં આવે છે કે ત્યાં આતંકવાદ છે. આતંકવાદને અટકાવવા માટે વાત કરવી જરૂરી છે, નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત અહંકારી છે. અમે ભારત-પાકિસ્તાનના સંબંધોને મજબૂત કરવામાં ઘણી મહેનત કરી છે, પણ છેલ્લાં 10 વર્ષોમાં કોઈ વાતચીત નથી થઈ, એમ તેમણે કહ્યું હતું.

ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ ઐય્યરના નિવેદન પર પલટવાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસનો પાકિસ્તાની પ્રેમ અટકવાનું નામ નથી લેતો. કોંગ્રેસ કહે છે, પાકિસ્તાનનું સન્માન થવું જોઈએ અને એનાથી વાતચીત થવી જોઈએ, પણ હવે પુલવામા જેવી ઘટનાઓ થાય તો એનો જડબાતોડ જવાબ આપવામાં આવે છે.

 

 

 

 

ભાજપમાં બગાવતના સુર, દિલીપ સંઘાણી ઇફ્કો ના બન્યા ચેરમેન

રાજકોટ: દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોના ડિરેક્ટરોની ચૂંટણીએ ગુજરાત ભાજપમાં આંતરિક જૂથવાદને સપાટી પર લાવ્યો છે. ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની આ લડાઇ વચ્ચે સૌરાષ્ટ્રના પટેલ નેતા દિલીપ સંઘાણી આજે સતત બીજી વખત ઇફ્કોના ચેરમેન બનશે તે લગભગ નક્કી હતું તેઓ આજે વિધિવત રીતે ફરી ચેરમેન બન્યા છે.

દિલ્હીમાં ગઈકાલે ઇફ્કો ભવન ખાતે કુલ 21 ડિરેક્ટર માટેની ચૂંટણીમાં 14 અગાઉ  બિનહરીફ થયા હતા અને 7 માટેની ચુંટણી થઈ હતી તેમાં એક માત્ર ગુજરાતની બેઠક માટે ભાજપે અમદાવાદના બિપીન પટેલનો મેન્ડેડ આપ્યો હતો. પાર્ટીના આ આદેશ સામે સૌરાષ્ટ્રના દિગ્ગજ આગેવાન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા કુલ 180 મત માંથી 113 મત મેળવીને વિજયી થયા હતા. જેથી ભાજપના સત્તાવાર ઉમેદવારની હાર થઈ.

સહકારી વર્તુળોના જણાવ્યા મુજબ જેમના નામનો મેન્ડેડ અપાયો હતો તે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની નજીકના છે, અને અમિત શાહ જૂથના છે આમ છતાં રાદડીયાએ મચક આપી નહિં અને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યુંન હતું. કુલ 182 મત માંથી 98 મત સૌરાષ્ટ્રના હતા.

ભાજપ હાઈ કમાન્ડ માટે પડકાર રૂપ એ છે કે પહેલી વાર સત્તાવાર ઉમેદવારની સામે પક્ષના જ નેતા એ બગાવત કરીને જીત મેળવી છે એટલું જ નહિં હજુ બે દિવસ પહેલા જ અમરેલી લોકસભા બેઠક માં જેની સામે ભાજપે જીત માટે જોર લગાવ્યું એ કોંગ્રેસ ના ઉમેદવાર જેની ઠુમ્મર ના પિતા વીરજી ઠુમ્મર પણ ઇફ્કો ની ચુંટણીમાં રાદડીયાની પડખે રહ્યા હતા. આમ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એ સાથે મળીને સતા લીધી છે. રાદડીયા હાલ રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન છે. ઇફ્કોની ચુંટણી ને લઈને પાટીલ અને દિલીપ સંઘાણી સામ સામે આવી ગયા તેવો ઘાટ ઘડાયો છે.

(દેવેન્દ્ર જાની, રાજકોટ)

કોરાનાના 79 નવા કેસો, બેનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 79 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,5998 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,03,932 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 145 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 792 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,161 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 19 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૦ મે, ૨૦૨૪

Chitralekha Gujarati – 20 May, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

વાસ્તવિક સુંદરતા નક્કી કરો

તેમની મોહિની મૂર્તિ ભક્તોના નયનોમાં, દિલમાં વાસ કરે છે. પરંતુ એ પ્રશ્ન ઉઠે છે કે શું શ્રી કૃષ્ણ મનમોહન ફક્ત શરીરના સૌંદર્યથી જ બની ગયા? તેનો જવાબ છે ‘”ના”. તેમની સુંદરતામાં પવિત્રતા તથા દિવ્યતાની ઝલક દેખાઈ દેતી હતી. સાથે સાથે તેમના સુંદર શરીર ઉપર ન તો ક્રોધનો કુહાડો લાગ્યો કે ન લોભ ના ડાગ લાગ્યા, ન મોહ તથા અહંકારની પીડા થી તેઓ પીડિત થયા, ન કામનો હુમલો થયો કે ન ઈર્ષા-દ્વેષની ઝેરીલી હવા લાગી. આજ વાત શ્રીદુર્ગા, શ્રીલક્ષ્મી, શ્રીસરસ્વતી વગેરે દેવીઓ તથા શ્રીનારાયણ વગેરે દેવતાઓના સંબંધમાં પણ કહેવાઇ શકે છે.

વર્તમાન સમયે આયોજીત થનાર સૌંદર્ય સ્પર્ધાઓ ફક્ત શરીરની સુંદરતા ઉપર આધારિત હોય છે. અહીં અમારો ભાવ એ છે કે ફક્ત શરીરની સુંદરતાને જોઈને કોઈને સુંદર કહી દેવું તે સંપૂર્ણ સુંદરતાના માપદંડને પૂર્ણ નથી કરતો. બહારની તથા અંદરની બંને ક્ષેત્રોની સુંદરતાને આધારે વાસ્તવિક સુંદરતા નક્કી કરી શકાય છે. ફક્ત બહારની સુંદરતા કે ફક્ત અંદરની સુંદરતા અધૂરી છે. વાસ્તવમાં તો શરીર તેજ સુંદર છે કે જેના પર ક્યારેય પણ કામવાસનાનો ડાઘ લાગેલ ન હોય, મોહ, અહંકારે જેને સ્પર્શ કર્યો ન હોય તથા તેમાં રહેનાર આત્માએ ક્યારેય પણ દુઃખ, ચિંતા, રોગનો અનુભવ ન કર્યો હોય.

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મધ્યમથી સ્વયં નિરાકાર પિતા પરમાત્મા શિવે એક અનોખી હરીફાઈનું આયોજન કરેલ છે, જે છેલ્લા 86 વર્ષથી ચાલે છે. આ હરીફાઈનો હેતુ છે આવનારી નવી દુનિયા માટે પરમ સુંદર, ગુણવાન, પરમ પવિત્ર તથા તેજસ્વી આત્માઓની પસંદગી. જેને આપણે મંદિરોમાં શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ તથા અન્ય દેવી દેવતાઓના રૂપમાં પૂજીએ છીએ.

આવા સુંદર આકર્ષક દેવતાઓની રચના કરવા માટે પરમપિતા પરમાત્મા શિવ તથા આદિ પિતા પ્રજાપિતા બ્રહ્માની સંપૂર્ણ આત્માએ રાજયગીની દાદી હૃદય મોહિનીના સાકાર માધ્યમ દ્વારા 1969 થી 2018 સુધી પ્રયત્ન કર્યો. ઈશ્વર દ્વારા જાહેર થયેલ આ હરીફાઈમાં ભાગ લેવો તથા તેના માટે ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરવું તે સંપૂર્ણ વિનામૂલ્યે છે. આમાં કોઈપણ પ્રકારના શારીરિક કષ્ટની વાત નથી. માબાપ પણ સારુ ભવિષ્ય જોશે તો શા માટે રોકશે! સમાજના લોકો શરૂઆતમાં રોકવા પ્રયત્ન કરે છે. પરંતુ બાદમાં તો પીઠ થાબડવા માંડે છે. લૌકિક સૌંદર્ય હરીફાઈમાં જો લગ્ન કરેલ હોય તો તેને યોગ્ય નથી માનવામાં આવતા. લગ્ન કરેલ અને કુંવારા વચ્ચે મુખ્ય અંતર છે બ્રહ્મચર્યની પાલનાનું. પવિત્રતાની ધારણા દ્વારા મનુષ્યની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. પરંતુ આજના વિવાહિત જીવનમાં આ ઉપલબ્ધિ સમાપ્ત થતી જાય છે. દેવી દેવતાઓ તો લગ્ન જીવનમાં પણ પવિત્ર રહેતા હતા. માટે જ લક્ષ્મી-નારાયણને બે તાજ બતાવવામાં આવે છે. તથા તેમની પૂજા થાય છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

રાશિ ભવિષ્ય 10/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.