ગૂગલ તેની સર્વિસને લઈને જાણીતુ છે. કંપનીએ Google One VPN નામની સર્વિસને ચાર વર્ષ પહેલા શરુ કરી હતી. Google One VPN સર્વિસ 20 જૂન, 2024થી કામ કરવાનું બંધ કરી દેશે. આ સર્વિસને ઓક્ટોબર 2020માં રજૂ કરવામાં આવી હતી.

Google One VPNની શરૂઆત કર્યા બાદ થોડા જ સમયમાં કંપની આ સર્વિસ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. જ્યારે હવે કંપનીએ સર્વિસ બંધ કરવાની તારીખ પણ જાહેર કરી દીધી છે. ગૂગલે તેના સપોર્ટ પેજ પર જણાવ્યું હતું કે, “20 જૂન, 2024 થી Google One VPN સર્વિસ બંધ કરી દેવામાં આવશે. આ સિવાય ગૂગલે યુઝર્સને ડિવાઈસમાંથી Google One VPN હટાવવા માટે પણ સમજાવ્યું હતું. આ બાબાત કંપનીએ જણાવ્યું હતું, કે Pixel 8 અને નવા ડિવાઈસ તેમની સિસ્ટમ સેટિંગ્સના ભાગ રૂપે એક ઈન-બિલ્ટ VPN ઓફર કરે છે. VPN સર્વિસને Google One એપમાથી હટાવ્યા બાદ Pixel 7 યુઝર્સ પોતાની સિસ્ટમ સૉફ્ટવેરને અપડેટ કર્યા પછી પણ VPN કાર્યક્ષમતાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકશે. ઉલ્લેખનીય છે કે આ સુવિધા ભારતમાં શરૂ ન કરી હોવાથી ભારત પર કોઈ અસર થશે નહીં.
VPN શું છે?
VPN એટલે કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક, જે તમને તમારા ટ્રાફિકને એન્ક્રિપ્ટ કરીને સુરક્ષિત રીતે વેબ બ્રાઉઝ કરવામાં મદદ કરે છે. જ્યારે પણ તમે કોઈ વેબસાઇટની વિઝિટ કરો છો, ત્યારે તમારા ડિવાઈસમાંથી તે સાઇટ પર ડેટા મોકલવામાં આવે છે. પરંતુ સૌથી પહેલા તે Wi-Fi રાઉટરમાંથી પસાર થાય છે, જેનો ઉપયોગ તમે ઈન્ટરનેટ એક્સેસ કરવા માટે કરી રહ્યા છો. એટલે કે, પહેલા આ તે તમારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરમાંથી પસાર થાય છે. VPN તમારા ઉપકરણ અને VPN સર્વર વચ્ચે એક એન્ક્રિપ્ટેડ કનેક્શન બનાવીને તમારા નેટવર્ક ડેટાને છુપાવે છે, જેથી ન તો તમારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, ન તો તમારા ડિવાઈસ અને VPN સર્વર વચ્ચેનું બીજું કંઈ જોઈ શકે, કે તમે કઈ વેબસાઈટ બ્રાઉઝ કરી રહ્યાં છો, અથવા કઈ એપ્લિકેશન્સ છે તમે ઉપયોગ કરો છો. VPN તમારા IP એડ્રેસને છુપાવીને તમારા બ્રાઉઝિંગને સુરક્ષિત રાખવામાં પણ મદદ કરે છે.









વર્ષ 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂ. 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રણી સહકારી સંસ્થા નાફેડ છે. નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે. જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે બીજી બેઠક માટે ભાજપ તરફી પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરતાં રાજકારણ ગરમાયું હતું. પરંતુ રાજકોટના સાંસદ મોહન કુંડારિયા આ બેઠક પર બિનહરિફ ચૂંટાયા છે.

મચ્છુ નદીના પાણીમાં 7 યુવાનો નાહવા પડ્યા હતા. ત્યારે 7 પૈકી ત્રણ યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. 6 સગીર અને એક યુવાન મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડ્યા હતા. જેમાં મોરબીની મચ્છુ નદીમાં બે સગીર સહિત એક યુવાન ડૂબ્યો છે. એકને બચાવવા જતા બે સગીર પણ ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફાયરબ્રિગેડની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી છે.

