અમદાવાદ: દુનિયામાં સાઇકલનું મહત્વ વધે એ માટે યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં ખરડો પસાર કરવામાં આવ્યો. આથી સમગ્ર વિશ્વમાં 3 જૂનના રોજ સાઇકલ દિવસ તરીકે ઉજવાય છે. સાઇકલ ડેની ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય એ છે કે તંદુરસ્ત રાખતા એકદમ ઉપયોગી સરળ,સસ્તા સાધન વિશે સમગ્ર વિશ્વના લોકોમાં જાગૃતિ વધે. લોકો વધુમાં વધુ સાઇકલ તરફ વળે જેથી ઈંધણથી ચાલતા મોટા વાહનોનો ઉપયોગ ઘટે.કેટલાક લોકો બિનજરૂરી રીતે નજીકના સ્થળે જવા માટે પણ ઈંધણથી ચાલતા વાહનોનો ઉપયોગ કરે છે. જેનાથી ઈંધણ વપરાય, પર્યાવરણને નુકસાન થાય, ટ્રાફિકની સમસ્યા વધે અને પાર્કિંગ માટે પણ ફાંફા મારવા પડે. આવાં સમયે સાઇકલ શરીરને સ્વસ્થ રાખતી સરળ, સસ્તી અને સલામત સવારી સાબિત થાય છે.જગત આખાયમાં સાઇકલ ચલાવવાની જાગૃતિ માટે રેલીઓ, હરિફાઇ યોજાય છે. મોટાં-મોટાં તબીબો, કલાકારો, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ સાઇકલ ચલાવી તંદુરસ્ત રહેવા પ્રયત્નશીલ હોય છે અને લોકોને જાગૃત પણ કરે છે.સમાજની સેલિબ્રિટીઓ સાઇકલ પ્રત્યે જાગૃતિ લાવવા અનેક કાર્યક્રમો યોજે છે. એકસાથે સૌ સાઇકલિંગ કરતા હોય એવી અનેક ક્લબો પણ બની છે. જે સમાજમાં સત્કાર્યો પણ કરે છે. પરંતુ આ એકદમ ‘ફાસ્ટ’ જગતમાં ‘સ્લો’ ચાલતી સાઇકલના શારિરીક અને પર્યાવરણીય ફાયદાની સાથે સામાજિક મહત્વ પણ લોકો સમજે તો સાચી જાગૃતિ કહેવાય!
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે.
મુખ્ય નિવાર્ચિન અધિકારી પી. ભારતીએ કહ્યું કે, રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને Postal Ballot અને ETPBS માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ Observers પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે.
વધુમાં એમણે કહ્યું કે મતગણતરી સ્ટાફનું First અને Second Randomization પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે Third Randomization આવતીકાલે વહેલી સવારે 5 વાગ્યે Observers ની હાજરીમાં કરવામાં આવશે.
મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યા છે, માત્ર તેવા જ મીડિયાકર્મીઓ પ્રવેશ કરી શકશે.
આવતીકાલે સવારે RO કે ARO, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ECI દ્વારા નિમણૂંક પામેલા Observers ની હાજરીમાં Strong Room ખોલવામાં આવશે. ત્યારબાદ EVM તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં લાવી મતોની ગણતરી શરુ કરાશે.
તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ, મતગણતરી લોકેશન પર SRPF અને મતગણતરી કેન્દ્રના દરવાજા તથા સ્ટ્રોંગરૂમની બહાર CAPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફરજ પરના અધિકારીઓ, ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
કમિશનના Observers સિવાય મતગણતરી કેન્દ્રમાં Mobile, Tablet કે Laptop જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહીં. મતગણતરી પ્રક્રિયા માટે આવશ્યકતા મુજબ RO, ARO અથવા Counting Supervisors પૂર્વપરવાનગી સાથે મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે.
ઉલ્લેખનીય છે કે દરેક મતગણતરી કેન્દ્રમાં ઉભા કરવામાં આવેલા મિડિયા સેન્ટર અને પબ્લિક કમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ તથા Voter Helpline App પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે.
અમદાવાદ: સ્માર્ટ સિટી અમદાવાદમાં VVIP મુવમેન્ટ સતત વધતી જાય છે. બીજી તરફ શહેરમાં વધતી જતી ગુનાખોરી પર નિયંત્રણ રાખવા તેમજ દરેક ગતિવિધિ પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરનારની સીધી નજર રહે એ માટે ઠેર-ઠેર CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. શહેરમાં સાયન્સ સિટી, નવરંગપુરા, ગુજરાત કોલેજ જેવા મહત્વના અંદાજે 22 સ્થળોએ મુવેબલ ટ્રોલી કેમેરા મુકવામાં આવ્યા છે. આ ટ્રોલી કેમેરા પર અમદાવાદ શહેર પોલીસ, નિર્ભયા પ્રોજેક્ટ લખેલા સ્ટિકર લગાડવામાં આવ્યા છે.કેમેરાના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ખાનગી કંપનીના કર્મચારી ચિત્રલેખા.કોમને કહે છે બસ સ્ટેન્ડ જેવા મહત્વનાં સ્થળોએ ચાંપતી નજર રાખવા માટે 400 જેટલાં પોલ પર કેમેરા લાગી ચૂક્યા છે.4 જૂનના રોજ મત ગણતરી થવાની છે. ત્યારે આવી VVIP મુવમેન્ટ વખતે સ્પેશિયલ મુવેબલ ટ્રોલી કેમેરા મુકવામાં આવે છે. નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઠેર-ઠેર હેલ્પલાઇન સિસ્ટમ પણ ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે. જેમાં બટન દબાવવાથી કંટ્રોલ રૂમમાં વાત થઈ શકે. જ્યારે આખાય શહેરમાં સિસ્ટમ લાગી જશે ત્યારે નાગરિકોની સહાયતા માટે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી થશે.લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે તમામ ચેક પોઈન્ટ પર નજર રાખવા માટે વધારાના CCTV કેમેરા પણ મુકવામાં આવ્યા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ પાર્ટીમાં બૉલિવૂડથી લઈ કેટલાય ઈન્ટરનેશનલ હસ્તીઓ સામેલ થઈ હતી. કેટલાક બૉલિવૂડ સ્ટાર્સે આ પાર્ટીની ઝલક પણ પોતાના ફેન્સને બતાવી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારની કોઈ પણ તસવીર સામે આવી નથી. જોકે, ચાહકોની આતુરતાનો હવે અંત આવ્યો છે.
રાધિકા-અનંતની પહેલી તસવીર
બધાને રાધિકા અને અનંત અંબાણીની ઈટાલીમાં આયોજીત પાર્ટીની તસવીરની રાહ હતી. આખરે હવે ઈટાલીમાં આયોજિત ગ્રાન્ડ પાર્ટીની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરમાં અનંત પ્રિન્ટેડ શર્ટમાં જોવા મળી રહ્યાં છે તો રાધિકા રેડ કલરની ડ્રેસમાં સજ્જ છે. તસવીરમાં અનંત રાધિકાને વહાલી નિહારતા જોવા મળે છે.
ઈટાલીમાં ક્રુઝ પાર્ટીમાંથી ઈશા અંબાણીની પણ પહેલી ફોટો સામે આવી છે. આ તસવીરમાં ઈશા અંબાણી વ્હાઈટ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. ફોટોમાં ઈશા અંબાણી ખુબ જ સુંદર દેખાય છે. પરિવારના અન્ય સભ્યોની પણ ઝલક સામે આવી છે.
એક વીડિયોમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી મ્યુઝિકને માણી રહ્યાં છે અને કઈંક વાતચીત કરતા દેખાય છે. આ તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર અંબાણી અપડેટ નામના પેજ પર શેર કરવામાં આવી છે.
આ સાથે જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પણ એક તસવીર સામે આવી છે, જેમાં તે મહેમાનો સાથે વાત કરતા જોવા મળી રહ્યાં છે. એક વીડિયોમાં નીતા અંબાણી પોતાના પૌત્ર પૃથ્વી સાથે જોવા મળ્યા.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પરિણામોની મત ગણતરી પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે મતદાતાઓનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે 64 કરોડથી વધુ મતદાતાઓએ મતદાન કર્યું હતું. વિશ્વની સૌથી મોટી મતદાનપ્રક્રિયામાં 68,000થી વધુ નિગરાની દળ, 1.5 કરોડથી વધુ મતદાન અને સુરક્ષા કર્મચારીઓ સામેલ થયા હતા, એમ તેમણે કહ્યું હતું.
લોકસભા ચૂંટણીની મત ગણતરીના એક દિવસ પહેલા ચૂંટણી પંચ આજે પત્રકાર પરિષદ કરી હતી. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચે રોકડ, દારૂ, સાડી અને મતદાતાઓને આકર્ષવા માટે અનેક ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત રૂ. 10,000 કરોડ છે, જે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની તુલનાએ આશરે ત્રણ ઘણા વધુ છે, એમ તેમણે કહ્યું હતુંઆ ચૂંટણી પ્રક્રિયામાં 64.2 કરોડ મતદાતાઓએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. એ બધા G& દેશોના મતદાતાઓના 1.5 ગણા અને યુરોપીય સંઘના 27 દેશોના મતદાતાઓ કરતાં 2.5 ગણા છે. આપણે ઇતિહાસ રચ્યો છે અને આ ચૂંટણીમાં 31 કરોડ મહિલાઓએ અને 33 કરોડ પુરુષોએ મતદાન કર્યું છે, એમ તેમણે કહ્યું હતું.
— Election Commission of India (@ECISVEEP) June 3, 2024
લોકસભા ચૂંટણી કરાવવામાં આશરે ચાર લાખ વાહનો, 135 વિશેષ ટ્રેનો અને 1692 ફ્લાઇટ્સનો ઉપયોગ થયો હતો.
ECIએ ચૂંટણીમાં સફળ સંચાલનનો ટ્રેક રેકોર્ડ જારી રાખ્યો છે. ભારતીય ચૂંટણી વાસ્તવમાં એક ચમત્કાર છે. એની વિશ્વમાં કોઈ સમાનતા નથી. 85 વર્ષથી વધુના મતદાતાઓનું યોગદાન આપણી યુવા પેઢી માટે પ્રેરમાદાયક છે. આ લોકશાહીના ગણનાયક છે, એમ તેમણે કહ્યું હતું.
લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી, જે 19 એપ્રિલથી શરૂ થઈ હતી અને પહેલી જૂને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતા દેશમાં બધે જ મતદાનની કામગીરી પૂરી થઈ હતી.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મતદાન પછી હવે સૌની નજર ચૂંટણી પરિણામો પર છે. મોટા ભાગના એક્ઝિટ પોલ BJP ગઠબંધન (NDA)ને 350થી વધુ સીટો આપી રહ્યા છે. ભાજપને 300 કરતાં વધુ અને કોંગ્રેસને 64 સીટો જીતવાનો અંદાજ છે.
ફલોદી સટ્ટાબજારમાં ભાજપને 303-305 સીટો, NDAને 350-355 સીટો મળવાની સંભાવના છે. આ સાથે ગુજરાતમાં ભાજપને 26 બેઠકો, કર્ણાટકમાં 20-22 સીટો અને રાજસ્થાનમાં 19-20 સીટ ભાજપને મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને 5-6 સીટો આવવાની સંભાવના છે.
ફલોદી સટ્ટાબજારમાં મધ્ય પ્રદેશમાં 25-27 સીટો, હરિયાણામાં 5-6 સીટો, ઓડિશામાં 11-12 સીટો, હિમાચલ અને ઉત્તરાખંડમાં બધી સીટો, ઝારખંડ અને છત્તીસગઢમાં 10-11 સીટો અને દિલ્હીમાં 5-6 સીટો મળવાનું અનુમાન છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ ગઠબંધનને 7-75 સીટો અને ઇન્ડિયા ગઠબંધનને 5-10 સીટો મળવાની શક્યતા છે.
PM મોદીની હારજીત પર સૌથી મોટો દાવ
ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી UPની વારાણસી સીટથી સતત બે વાર (2014 અને 2019) જીત્યા છે. આ વખતે પણ તેઓ કાશીથી તો હેટટ્રિક કરે એવી સંભાવના છે. લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલનાં પરિમામો પછી સટ્ટા બજાર વધુ ગરમાયું છે. સટ્ટાબજારમાં રૂ. 300 કરોડથી વધુની રકમ દાવ પર લાગી ચૂકી છે, એમાં પણ સૌથી મોટો દાવ વડા પ્રધાન મોદીની વારાણસી સીટ પર લાગ્યા છે. વડા પ્રધાન મોદીની જીત પર રૂ. એક લાખ લગાવવા પર રૂ. 2000ના નફાનો રેટ છે. આ સાથે મોદીની હાર પર સર્વાધિક ભાવ છે. તેઓ હારે તો રૂ. એક લાખ લગાવવા પર રૂ. 3.50 લાખ મળશે.
રસપ્રદ વાત એ છે કે PM મોદીની જીત-હારથી વધુ તેમના માર્જિન પર દાવ લગાવવામાં આવ્યો છે. જો મોદી રૂ. બે લાખના અંતરથી જીતે તો સટ્ટામાં રૂ. એક લાખથી રૂ. 1.50 લાખ મળશે. જો તેઓ ત્રણ લાખથી વધુ માર્જિનથી જીતે તો પૈસા બે ગણા થઈ જશે.
મોદીની જીતનું માર્જિન 2019માં 4.79 લાખ (મત) હતા, જ્યારે 2014માં એ 3.71 લાખ હતા.
ફલોદી સટ્ટા બજારથી વિપરીત મુંબઈ સટ્ટાબજારમાં દેશમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને 300થી વધુ સીટો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, જ્યારે ફલોદી સટ્ટાબજારમાં NDAને સ્પષ્ટ બહુમત મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે.
સાયકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દર વર્ષે વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day)આજે એટલે કે 3જી જૂને ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનું કારણ સમગ્ર વિશ્વમાં સાયકલનું મહત્વ જણાવવાનું છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી ક્યારે અને કેવી રીતે શરૂ થઈ? આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું.
વિશ્વ સાયકલ દિવસ
તમને જણાવી દઈએ કે વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ડૉક્ટરો અને નિષ્ણાતો પણ સાઈકલ ચલાવવાની સલાહ આપે છે. કારણ કે નિયમિત રીતે સાયકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે સારી છે. આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 3 જૂન 2018ના રોજ જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી.
ક્યારે શરૂ થયું
નોંધનીય છે કે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી સત્તાવાર રીતે 3 જૂન, 2018 ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુએનના અધિકારીઓ અને ખેલાડીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ દિવસની ઉજવણીની શરૂઆતથી જ સાયકલ ચલાવવાનું મહત્વ અને તેના સ્વાસ્થ્ય લાભો પણ સમજાવવામાં આવ્યા હતા. ત્યારથી આ દિવસને સમગ્ર વિશ્વમાં સાયકલ દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું.
સાયકલ કેપિટલ
નેધરલેન્ડને વિશ્વની સાયકલ રાજધાની પણ કહેવામાં આવે છે. કારણ કે અહીંની વસ્તી માત્ર 170 લાખ છે, પરંતુ અહીં સાયકલની સંખ્યા 2 કરોડથી વધુ છે.
શા માટે શરૂ થયું?
વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનો હેતુ માત્ર આરોગ્ય અને પર્યાવરણ વિશે વિશ્વને જાગૃત કરવાનો હતો. આ સિવાય સંયુક્ત રાષ્ટ્ર આ દિવસ દ્વારા વિશ્વભરના દેશોને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમોમાં સાયકલનો સમાવેશ કરવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે. આ ઉપરાંત રાહદારીઓની સલામતી અને સાયકલ ચલાવવાની સલામતીને પણ પ્રમોટ કરવાની હતી.
સાયકલ ચલાવવાના ફાયદા
કેલરી બર્ન કરવા માટે સાયકલ ચલાવવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે. તે તમને સ્નાયુઓ બનાવવામાં, વજન ઘટાડવામાં અને એકંદર ફિટનેસમાં સુધારો કરવામાં મદદ કરે છે.
આ સિવાય જો તમે નિયમિત રીતે સાઈકલ ચલાવો છો, તો તમારું શરીર વધુ લચીલું બને છે.
નિયમિત સાયકલ ચલાવવાથી તમારા શરીરના ઉપરના ભાગની મુદ્રામાં સુધારો થાય છે. તે તમારા શરીરના ઉપરના ભાગમાં સંકલન અને શક્તિ પણ વધારે છે.
સાયકલ ચલાવવાથી શરીરની ફિટનેસ સારી રહે છે અને શરીરનું વજન વધતું નથી.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે. US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધી 5,33,618 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,05,962 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 27 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 307 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,676 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 9 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
સપ્તાહ દરમિયાન જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે. તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે. તમારા ધારેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરો તો સારું ફળ મળી શકે છે. લગ્ન માટેની વાતચીત ક્યાંય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે. બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે, આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.
સપ્તાહ દરમિયાન નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે. ક્યાંકથી આકસ્મિક નાણાંકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે. તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે. તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે. બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
સપ્તાહ દરમિયાન તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય. તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનું ધ્યાન રાખવું. લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે. બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
સપ્તાહ દરમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો. પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે. ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે.
સપ્તાહ દરમિયાન તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી. બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.
સપ્તાહ દરમિયાન આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો. કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાંકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે. તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારી નોંધ પણ લેવાય. કોઈ જુની વાતકે કામ ક્યાંય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છો તો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વક વર્તવું યોગ્ય છે.
સપ્તાહ દરમિયાન તમારા મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે. આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપર જ રહેલી છે.
સપ્તાહ દરમિયાન આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે. ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબતનું ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
સપ્તાહ દરમિયાન કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે. તમારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો. બજારના કામકાજમાં સારી વાત બની શકે છે. નવી કાર્ય પ્રણાલીથી લાભ થાય.
સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે. તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં ઉશ્કેરાઈ જવાય. ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે. બજારમાં કામકાજમાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામ પર પડી શકે છે.
સપ્તાહ દરમિયાન નવી કાર્ય પ્રણાલીથી લાભ થાય. લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે. જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાંય લાભ થાય તેવું પણ સંભવિત છે.
સપ્તાહ દરમિયાન કામકાજમાં ધ્યાન ઓછું અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે. કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે. મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે. આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.
પ્રશ્ન: જ્યારે આપણે સપનું જોતા હોઈએ ત્યારે તે કેટલું વાસ્તવિક લાગે છે. પણ મને ખબર છે કે તે એક ભ્રમ છે. મારું જીવન પણ શું એવું જ છે ? આ જીવન કેટલું વાસ્તવિક છે?
સદ્ગુરુ: આમા સમસ્યા એ છે કે તમે અહીં તહીંથી અધકચરું ઝેન વાંચ્યું છે. અધકચરું ઝેન ખતરનાક બાબત છે. કોઇ પણ બાબતનું અધુરૂં જ્ઞાન જોખમી છે. તમે જે કંઇ કહી રહ્યા છો તે એક અર્થમાં સાચું છે કારણ કે તમારું ૯૯ ટકા જીવન માત્ર વિચારો અને લાગણીઓ છે. વિચારો અને લાગણીઓ માત્ર જીવનના પ્રક્ષેપણ છે, તે જીવન નથી.
તમે અત્યારે ઝેનમાં રસ ધરાવો છો તો તમારે ચાંગ ત્સૂ વિશે જાણવું જોઈએ. તેઓ એક મહાન ઝેન ગુરૂ હતા અને તેમના આશ્રમમાં ઘણા સાધકો રહેતા હતા. એક દિવસે સવારે તેઓ અચાનક અત્યંત દુઃખી થઇ ગયા. પોતાના ગુરૂને દુઃખી અવસ્થામાં જોઇને બધા સાધકો ગભરાઈ ગયા. જો ગુરૂ દુઃખી છે તો ચોક્કસ કંઇક અત્યંત અજુગતુ બન્યું હોવું જોઇએ. કારણ કે તેઓ હંમેશા આનંદિત અને ખુશ રહેતા. તેથી સૌથી વરિષ્ઠ સાધકોએ ધીરેથી તેમની પાસે જઇને પૂછ્યું, “ગુરુજી, શું થઇ રહ્યું છે?”
ચાંગ ત્સૂએ કહ્યું, “મને પરેશાન કરશો નહીં, હું ખુબ દુખી છું. અહીંથી ચાલ્યા જાવ!” સાધકોએ કહ્યું, “જો તમે દુઃખી છો તો તે તો અમારા માટે મૃત્યુ સમાન હશે.. મહેરબાની કરીને અમને જણાવો કે શેના લીધે તમે દુઃખી છો?” ચાંગ ત્સૂએ કહ્યું, “ઓહ, ગઇકાલે રાત્રે મને સપનું આવ્યું જેમાં હું એક પતંગિયું હતો.” સાધકોએ કહ્યું,“પતંગિયામાં શું સમસ્યા છે? અમે ઘણી વખત ડુક્કર, પક્ષી અને અલગ અલગ ચીજો રહ્યા છીએ. તેમાં કોઈ સમસ્યા નથી. પતંગિયું તો ઘણી સારી વસ્તુ છે. તેમાં શું વાંધો છે?”
ચાંગ ત્સૂએ કહ્યું, “મુર્ખાઓ તમે સમજતા નથી. જ્યારે હું પતંગિયુ હતો ત્યારે હું ઉડતો હતો અને એક ફુલ પર જઈને બેઠો. હું ફુલનો અનુભવ કરી શકતો હતો તેની સુગંધ માણી શકતો હતો. તેનો સ્વાદ પણ હું માણી શકતો હતો. એક પતંગિયા તરીકે મારું જીવન મારા માટે ખરૂં અને વાસ્તવિક હતું. પણ આજે સવાર ઉઠ્યો તો મેં જોયું કે હું તો ચાંગ ત્સૂ છું. અને ચાંગ ત્સૂ તરીકે મારું જીવન પણ એકદમ સાચું અને વાસ્તવિક છે. હવે મને એ ખબર નથી પડતી કે ગઈકાલે રાત્રે ચાંગ ત્સૂ પતંગિયું હોવાનો સ્વપ્ન જોતો હતો કે અત્યારે પતંગિયું ચાંગ ત્સૂ હોવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે. આમાંથી સાચું શું છે એ મને સમજાતું નથી. કારણ કે બન્ને એકદમ વાસ્તવિક અને જીવંત લાગે છે.”
તમે જ્યારે માત્ર વિચારોમાં જીવો ત્યારે આવું જ થાય છે. આ પદ્ધતિથી તેઓ તેમના સાધકોને તેમની જડ આધ્યાત્મિકતામાંથી જગાડવા માંગતા હતા કારણ કે લોકો પુસ્તકો અને સૂત્રો વાંચીને એવું માનવા લાગે છે કે તેઓ જે વાંચે અને વિચારે છે તે આધ્યાત્મિકતા છે. ચાંગ ત્સૂ તેમના માનસિક માળખાને તોડવા માંગતા હતા જેથી તેઓ વાસ્તવિક બને. જો તમે જીવનને અનુભવી રહ્યા હોવ – વિચારો અથવા લાગણીઓને નહિ, તો આ પ્રકારના સવાલો ઉભા નહિ થાય. પરંતુ જ્યારે મોટાભાગનું તમારું જીવન માત્ર લાગણીઓ અને વિચારોમાં જ હોય ત્યારે તે સાચું છે, તે એક સ્વપ્ન જેવું જ છે. તે માત્ર વધુ એક પ્રક્ષેપણ જ છે.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.