કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની સૌથી હાઈપ્રોફાઈલ બેઠક ગાંધી નગર પર ભાજપની ટિકિટ પર મેદાનમાં છે. સોનલ પટેલે કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર તેમને ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે આ સીટ પર ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થયું હતું અને કુલ 59.19 ટકા મતદાન થયું હતું.
વર્ષ 2019માં આ લોકસભા સીટ પર 66.08 ટકા મતદાન થયું હતું. તે સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 8 લાખ 94 હજાર મતો મેળવીને એકતરફી ચૂંટણી જીતી હતી. જ્યારે કોંગ્રેસના ચતુરસિંહ જવાનજી ચાવડા 3 લાખ 37 હજાર મત મેળવ્યા બાદ 5 લાખ 57 હજાર મતોની વિક્રમી સરસાઈથી ચૂંટણી હારી ગયા હતા. બીજેપીના સંસ્થાપક સભ્ય લાલકૃષ્ણ અડવાણી પણ આટલા મોટા માર્જિનથી આ મજબૂત બેઠક જીતીને ઘણી વખત લોકસભામાં પહોંચ્યા છે.
રાજ્યમાં ચૂંટણી પરિણામોનો રંગ જામી ચૂક્યો છે. ત્યારે 03 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો 26 માંથી 25 સીટ પર ભાજપની લીડ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પર 5માં રાઉન્ડની ગણતરી દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાતા મતગણતરી અટકી હતી. જે બાદ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાની જીત અંગેની થોડીવારમાં જાહેરાત થશે. તમામ વિધાનસભા બેઠકોની મતગણતરી પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે. EVM મશીન અને બેલેટ પેપરના મત ભેગા કરી અને મતનો આંકડો જાહેર કરવામાં આવશે. ત્યારે છોટા ઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાનો પણ વિજય, ભાજપના કાર્યકરોને સાદગીથી ઉજવણી કરી.
તો બીજી બાજુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ટ્વીટર પર માહિતી આપી કે બનાસકાંઠામાં ગેની બેઠ ઠાકોરે પંજાનો પરચમ લહેરાવ્યો છે. ગેની બેન ઠાકોર 15000ની લીડ જીત્યા હોવાની માહિતી આપી. ગુજરાતમાં લગભગ તમામ બેઠક ભાજપની લીડ જોવા મળી રહી છે. ત્યારે એક બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત થતી જોવા મળી છે. વાત કરીએ 3 વાગ્યા સુધીના લોકસભા ચૂંટણી 2024ના આંકડા પર તો હાલા 26 બેઠકોમાંથી 24 બેઠકો ભાજપની લીડ જોવા મળી રહી છે. તો સુરતની એક બેઠક પર ભાજપની બીનહરીફ જીત જોવા મળી હતી. જ્યારે હવે નવસારી બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે નૈષધભાઈ દેસાઈએ હારી લીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે સમય જતા લગભગ તમામ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત થતી જાય છે.
ગુજરાતમાં લગભગ ભાજપ જીતની તરફ આગળ વધી રહી છે. ત્યારે 01 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે જાણો તમારી લોકસભા બેઠક પર કોણ લીડ કરી રહ્યુ છે?
અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસ ઉમેદવાર હિંમ્મત સિંહ પટેલ સામે ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 380472 મતોથી લીડ કરી રહ્યા છે
અમદાવાદ પશ્ચિમમાં કોંગ્રેસ ઉમેદવાર ભરત મકકવાણા સામે ભાજપના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા 286437 મતોથી લીડ કરી રહ્યા છે
અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુતરીયા 319589 મતોથી લીડ કરી રહ્યા છે
આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા સામે ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ 91119 મતોથી લીડ કરી રહ્યા છે
બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૈહાણ સામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 20327 મતોથી લીડ મળતી જોવા મળી રહી છે. ગુજરાતની એક જ સીટ પર કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળ્યું.
બારડોલીમાં કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી સિદ્ધાર્થ અમરસિંહ સામે ભાજપના પ્રભુભાઈ નાગરભાઈ વસાવા 231577 મતોથી લીડ કરી રહ્યા છે
ભરૂચમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા સામે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 86741 મતોથી લીડ કરી રહ્યા છે
ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ નારણભાઈ મકવાણા સામે ભાજપના ઉમેદવાર નિમુબેન જયંતિભાઈ બાંભણીયા 420318 મતોથી લીડ કરી રહ્યા છે
છોટા ઉદેપુરમાં કોંગ્રસના સુખરામભાઈ રાઠવા સામે ભાજપના ઉમેદાવાર જશુભાઈ ભીલુભાઈ રાઠવા 396902 મતોથી લીડ કરી રહ્યા છે
દાહોદમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન કિશોરસિંહ તાવીયાડ સામે ભાજપના સુમનભાઈ ભાભોર 310712 મતોથી લીડ કરી રહ્યા છે
ગાંધીનગરમાં કોંગ્રેસના સોનલ પેટલ સામે ગૃહમંત્રી અને ભાજપના અમિત શાહ 654860 મતોથી લીડ કરી રહ્યા છે.
જામનગરમાં કોંગ્રેસના જે.પી. મારવીયા સામે ભાજપના ઉમેદવાર પૂનમબેન હેમતભાઈ માડમ 236990 મતોથી લીડ કરી રહ્યા છે
જુનાગઢમાં કોંગ્રેસના જોતવા હીરાભાઈ અરજણભાઈ સામે ભાજપના ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ 134360 મતોથી લીડ કરી રહ્યા છે
કચ્છમાં કોંગ્રેસના નિતેશ પરબતભાઈ લાલન સામે ભાજપના ચાવડા વિનોદ લખમશી 243614 મતોથી લીડ કરી રહ્યા છે
ખેડામાં કોંગ્રેસના કાલુસિંહ ડાભી સામે ભાજપના દેવુસિંહ ચૌહાણ 353335 મતોથી લીડ કરી રહ્યા છે
મહેસાણામાં કોંગ્રેસના રામજી ઠાકોર સામે ભાજપના હરીભાઈ પટેલ 321088 મતોથી લીડ કરી રહ્યા છે
નવસારીમાં કોંગ્રેસના નૈષધભાઈ દેસાઈ સામે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 678035 મતોથી લીડ કરી રહ્યા છે
પંચમહાલમાં કોંગ્રેસના ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ સામે ભાજપના રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ 496887 મતોથી લીડ કરી રહ્યા છે
પાટણમાં કોંગ્રેસના ચંદજી ઠાકોર સામે ભાજપના ડાભી ભરતસિંહજી શંકરજી 27952 મતોથી લીડ કરી રહ્યા છે
પોરબંદરમાં કોંગ્રેસના લલીત વસોયા સામે ભાજપના મનસુખ માંડવિયા 380285 મતોથી લીડ કરી રહ્યા છે
રાજકોટમાં કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ભાજપના પરશોત્તમ રૂપાલા 454663 મતોથી લીડ કરી રહ્યા છે
સાબરકાંઠામાં કોંગ્રેસના ચૌધરી તુષાર અમરસિંહ સામે ભાજપના શોભનાબહેન બારૈયા 159533 મતોથી લીડ કરી રહ્યા છે
સુરત ભાજપના મુકેશ દલાલને બિનહફ જીત મળે છે
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના રૂત્વિકભાઈ લવજીભાઈ મકવાણા સામે ભાજપના ચંદુભાઈ છગનભાઈ શિહોરા 260546 મતોથી લીડ કરી રહ્યા છે
વડોદરામાં કોંગ્રેસના પઢિયાર જશપાલસિંહ મહેન્દ્રસિંહસામે ભાજપમાં હેમાંગ જોષી 581899 મતોથી લીડ કરી રહ્યા છે
વલસાડમાં કોંગ્રેસના અનંતકુમાર હસમુખભાઈ પટેલ સામે ભાજપના ધવલ પટેલ 210704 મતોથી લીડ કરી રહ્યા છે
નવી દિલ્હીઃ ઓડિશાની સત્તામાં 24 વર્ષ પછી મોટો ફેરબદલ થવાની શક્યતા છે. કેન્દ્રમાં બહુમત સાથે હાંસલ કરવામાં સંઘર્ષ કરતો ભાજપ ઓડિશામાં પહેલી વાર સત્તામાં આવશે, જ્યારે ઓડિશાનો મજબૂત ‘નવીન’ ‘કિલ્લો’ જનાદેશ સામે ધ્વસ્ત થયો છે.
ભગવાન જગન્નાથની ભૂમિ ઓડિશામાં વર્ષો પછી રાજકીય બદલાવ માટે તૈયાર છે. રાજ્યમાં 147 વિધાનસભા સીટોની થઈ રહેલી મતગણતરીમાં ભાજપ 75 સીટ પર આગળ છે, જ્યારે BJD 54 સીટો પર આગળ છે. INC 16, CPI (M) એક અને IND એક સીટ પર આગળ છે.
ઓડિશામાં સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 74 છે અને ભાજપ રાજ્યમાં 75 સીટો પર આગળ છે. મતગણતરીનું તાજું વલણ દર્શાવે છે કે ઓડિશા CM પદના શપથ લેવાવાળા નવીન પટનાયક 24 વર્ષ પછી CMની ખુરશી ઘમાવી રહ્યા છે.
રાજ્યમાં આ ટ્રેન્ડ જારી રહ્યો તો ભાજપ રાજ્યમાં પહેલી વાર સરકાર બનાવશે. 10 જૂને રાજ્યમાં ભાજપનો મુખ્ય મંત્રી સત્તા પર આરૂઢ થશે.
આંધ્રમાં YSRCPનાં સૂપડાં સાફ
આંધ્ર પ્રદેશ વિધાનસભાનાં ચૂંટણી પરિણામોમાં મોટ ઊલટફેર જોવા મળ્યો છે. લાંબ સમય પછી ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ તથા તેમની પાર્ટી TDPએ જીત હાંસલ કરવાની સ્થિતિમાં છે. રાજ્યની કુલ 175 સીટોમાંથી TDP 132 સીટો પર આગળ છે, જ્યારે YSRCP 15 પર આગળ છે. JnP 21 પર અને ભાજપ સાત સીટો પર આગળ છે. આમ આંધ્ર પ્રદેશમાં કુલ 157 સીટો પર આગળ છે.
મુંબઈમાં કુલ 6 લોકસભાની બેઠક પરના તમામ ઉમેદવારોમાં માત્ર એક જ ગુજરાતી ઉમેદવાર છે, મિહિર કોટેચા. મુંબઈ ઉત્તર-પૂર્વ બેઠક પર ભાજપના મિહિર કોટેચા અને કોંગ્રેસના સંજય દીના પાટીલ વચ્ચે લડાઈ છે.
થોડા સમય પહેલા મુંબઈ નોર્થ ઈસ્ટમાં ભાજપના મિહિર કોટેચા 3,190 વોટથી આગળ હતાં. જ્યારે હવે સ્થિતિમાં ફેરફાર જોવા મળ્યો. મુંબઈ નોર્થ ઈસ્ટમાંથી શિવસેના (UBT)ના ઉમેદવાર સંજય દિના પાટીલ 2,049,91 મતો સાથે 11,407 મતોથી આગળ છે. જ્યારે ભાજપના ઉમેદવાર મિહિર કોટેચા 1,935,85 મતોથી પાછળ છે.
મુંબઈ નોર્થ બેઠક પર પિયુષ ગોયલ 87,079 મતોથી આગળ છે; કોંગ્રેસના ભૂષણ પાટીલ પાછળ ચાલી રહ્યા છે.જલગાંવ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર સ્મિતા વાઘ શિવસેના (UBT)ના ઉમેદવાર કરણ પાટીલ-પવારથી 78,801 મતોથી આગળ છે.
NCP-SCP પાર્ટીના ઉમેદવાર સુપ્રિયા સુલે 12,000 થી વધુ મતોથી આગળ છે. સમર્થકોએ ઉજવણી શરૂ કરી દીધી છે. હજુ મતગણતરી ચાલુ છે.
ચૂંટણી પંચ દ્વારા શેર કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર 2 વાગ્યા સુધી મહારાષ્ટ્રની સ્થિતિ પર નજર કરીએ તો કોંગ્રેસ 12 બેઠકો પર, ભાજપ 11 બેઠકો પર અને શિવસેના (UBT) 11 બેઠકો પર આગળ છે. NCP (SP) 7 બેઠકો સાથે બીજા સ્થાને છે, શિવસેના 5 બેઠકો પર આગળ છે અને NCP અને અપક્ષ એક-એક બેઠક પર આગળ છે. હાલમાં, MVA 30 સીટો પર આગળ છે અને NDA 17 સીટો પર આગળ છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ ઉત્તર-પૂર્વ લોકસભા મતવિસ્તાર એ મહારાષ્ટ્રના 48 સંસદીય મતવિસ્તારોમાંથી એક છે. આ લોકસભા મતવિસ્તારમાં મુલુંડ, વિક્રોલી, ભાંડુપ પશ્ચિમ, ઘાટકોપર પશ્ચિમ સહિત છ વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1967માં અહીં પહેલીવાર લોકસભાની ચૂટણી યોજાઈ હતી. ગત ચૂંટણીમાં ગુજરાતી મનોજ કોટકે આ સીટ જીતી હતી.
રાજકોટ: સૌરાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં સહુ કોઈની નજર રાજકોટ લોકસભા બેઠક ઉપર મંડાઈ હતી અને આજે પરિણામો જાહેર થતાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને કારમી હાર આપીને 22 વર્ષ પહેલાં અમરેલીનો રાજકીય બદલો રાજકોટમાં લીધો છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2002માં અમરેલી વિધાનસભા બેઠક ઉપર પરેશ ધાનાણીએ રૂપાલાને હાર આપી હતી.
સૌરાષ્ટ્રમાં આજે સવારથી 7 બેઠકના પરિણામોએ જામનગર, રાજકોટ અને અમરેલીએ ભારે ઉત્તેજના જગાવી હતી. રાજકોટ બેઠક ઉપર ભાજપના રૂપાલા હાલ 2.30 લાખની જંગી લીડથી આગળ છે. રૂપાલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજે આંદોલન કર્યું હતું અને આખા રાજ્યમાં તેની અસર જોવા મળી પરંતુ ચૂંટણીના પરિણામમાં ક્ષત્રિય આંદોલનની કોઈ અસર સૌરાષ્ટ્રમાં જોવા ન મળી. રાજકોટ બેઠકનું પણ પત્રકારો અને રાજકીય વિશ્લેષકોના અનુમાન મુજબ જ પરિણામ આવ્યું છે.
રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસે માહોલ જરૂર બનાવ્યો હતો પરંતુ ભાજપનું સંગઠન અને છેલ્લે કેટલાક આગેવાનોને પક્ષમાં લીધા તેના સમીકરણો ફાયદામાં રહ્યા અને પટેલ સમાજના મતોનું ધ્રુવીકરણ ધારણા મુજબનું ન થયું એટલે કોંગ્રેસ ને હાર ખમવી પડી છે.
સૌરાષ્ટ્રની તમામ 7 બેઠક ફરી એક વાર ભાજપે કબજે કરી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. જામનગર અને સુરેન્દ્રનગર બેઠક પર કસોકસ નો જંગ રહ્યો હતો. પોરબંદર, ભાવનગર, અને જૂનાગઢ બેઠક પર કેસરિયો ફરી લહેરાયો છે. લોકસભા ઉપરાંત પોરબંદર અને માણાવદર વિધાનસભાની બેઠક ઉપર પણ ભાજપે જંગી લીડથી વિજય મેળવ્યો છે. કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં વધુ એક વખત નબળી પડી છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં આ વખતે મતગણતરી ચોંકાવનારી સામે આવી રહી છે. PM મોદીની લોકપ્રિયતાના દમ પર 400 પારનો નારો આપનાર ભાજપને મોટો આંચકો લાગ્યો છે અને પાર્ટી 250 સીટો પર સમેટાઈ જવાની ભીતિ છે. 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપને 303 અને NDAને 353 સીટો મળી હતી. આમ ભાજપને ‘ગઢ આલા, પણ સિંહ ઘેલા’ની સ્થિતિ સર્જાઈ છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાનીમાં NDAને હજી પણ સ્પષ્ટ બહુમત મળવાની અપેક્ષા છે. જો ચૂંટણીમાં મતગણતરીનું આ વલણ જારી રહ્યું તો NDAને 290થી 300 સીટો મળવાની ધારણા છે. જોકે ભાજપની સીટો ઘટશે એવી આશંકા છે. આ સાથે NDAમાં સામેલ અન્ય પક્ષોનો પ્રભાવ વધવાની ધારણા છે.
શું નીતીશ કુમાર બનશે કિંગમેકર?
ભાજપની આગેવાનીમાં NDAની સરકાર બનશે, પણ શક્યતા એ છે કે બિહારના CM નીતીસકુમાર આ વખતે કિંગ મેકરની ભૂમિકામાં હોઈ શકે છે. આંકડા જોઈએ તો ભાજપને હજી 243 સીટો પર આગળછ છે. જેથી NDA 297 સીટો પર અને ઇન્ડિયા એલાયન્સ 231 સીટો પર આગળ ચાલી રહ્યું છે. બિહારમાં નીતીશકુમારની પાર્ટી 15 સીટો પર આગળ ચાલી રહી છે. જેથી નીતીશકુમાર 15 સાંસદોની સાથે કિંગ મેકરની ભૂમિકામાં આવી શકે છે.
ભાજપને પશ્ચિમ બંગાળમાં આંચકો લાગ્યો છે. તાજા આંકડા મુજબ TMC 31, ભાજપ 10 અને કોંગ્રેસ એક સીટ પર આગળ ચાલી રહી છે, જ્યારે હરિયાણામાં કોંગ્રેસ પાંચ, ભાજપ ચાર અને આમ આદમી પાર્ટી એક સીટ પર આગળ ચાલી રહી છે.
રાજ્યમાં ચૂંટણી પરિણામોનો રંગ જામી ચૂક્યો છે. ત્યારે 01 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો 26 માંથી 25 સીટ પર ભાજપની લીડ જોવા મળી રહી છે. નવસારી લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર સી આર પાટીલ જંગી મતથી આગળ ચાલી રહ્યા છે. તેમની પાસે લગભગ અજેય 4.5 લાખ વોટની લીડ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા મહત્વની છે. આ વચ્ચે ભાજપ માટે ખુશીના સમાચાર આવી રહ્યાં છે. નવસારી લોકસભા બેઠક પર ભાજપ લીડમાં છે. સુરત બાદ નવસારી લોકસભા બેઠક પણ ભાજપે પોતાના કબ્જે કરી છે.
તો બીજી બાજું બનાસકાંઠા પર ફરી એક વખત ભાજપે લીડ મેળવી લીધી છે. ત્યારે વાત કરીએ 1 વાગ્યા સુધીના વોટીંગ રીઝલ્ટના આંકડા પર તો હાલા 26 બેઠકોમાંથી 24 બેઠકો ભાજપની લીડ જોવા મળી રહી છે. તો સુરતની એક બેઠક પર ભાજપની બીનહરીફ જીત જોવા મળી હતી. જ્યારે હવે નવસારી બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે નૈષધભાઈ દેસાઈએ હારી લીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
ગુજરાતમાં લગભગ ભાજપ જીતની તરફ આગળ વધી રહી છે. ત્યારે 01 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે જાણો તમારી લોકસભા બેઠક પર કોણ લીડ કરી રહ્યુ છે?
અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસ ઉમેદવાર હિંમ્મત સિંહ પટેલ સામે ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 288953 મતોથી લીડ કરી રહ્યા છે
અમદાવાદ પશ્ચિમમાં કોંગ્રેસ ઉમેદવાર ભરત મકકવાણા સામે ભાજપના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા 284047 મતોથી લીડ કરી રહ્યા છે
અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુતરીયા 310011 મતોથી લીડ કરી રહ્યા છે
આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા સામે ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ 73516 મતોથી લીડ કરી રહ્યા છે
બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૈહાણને 6166 મતોથી લીડ મળતી જોવા મળી રહી છે.
બારડોલીમાં કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી સિદ્ધાર્થ અમરસિંહ સામે ભાજપના પ્રભુભાઈ નાગરભાઈ વસાવા 214437 મતોથી લીડ કરી રહ્યા છે
ભરૂચમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા સામે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 98137 મતોથી લીડ કરી રહ્યા છે
ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ નારણભાઈ મકવાણા સામે ભાજપના ઉમેદવાર નિમુબેન જયંતિભાઈ બાંભણીયા 290012 મતોથી લીડ કરી રહ્યા છે
છોટા ઉદેપુરમાં કોંગ્રસના સુખરામભાઈ રાઠવા સામે ભાજપના ઉમેદાવાર જશુભાઈ ભીલુભાઈ રાઠવા 378733 મતોથી લીડ કરી રહ્યા છે
દાહોદમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન કિશોરસિંહ તાવીયાડ સામે ભાજપના સુમનભાઈ ભાભોર 239506 મતોથી લીડ કરી રહ્યા છે
ગાંધીનગરમાં કોંગ્રેસના સોનલ પેટલ સામે ગૃહમંત્રી અને ભાજપના અમિત શાહ 530009 મતોથી લીડ કરી રહ્યા છે
જામનગરમાં કોંગ્રેસના જે.પી. મારવીયા સામે ભાજપના ઉમેદવાર પૂનમબેન હેમતભાઈ માડમ 197761 મતોથી લીડ કરી રહ્યા છે
જુનાગઢમાં કોંગ્રેસના જોતવા હીરાભાઈ અરજણભાઈ સામે ભાજપના ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ 134360 મતોથી લીડ કરી રહ્યા છે
કચ્છમાં કોંગ્રેસના નિતેશ પરબતભાઈ લાલન સામે ભાજપના ચાવડા વિનોદ લખમશી 207230 મતોથી લીડ કરી રહ્યા છે
ખેડામાં કોંગ્રેસના કાલુસિંહ ડાભી સામે ભાજપના દેવુસિંહ ચૌહાણ 315486 મતોથી લીડ કરી રહ્યા છે
મહેસાણામાં કોંગ્રેસના રામજી ઠાકોર સામે ભાજપના હરીભાઈ પટેલ 280335 મતોથી લીડ કરી રહ્યા છે
નવસારીમાં કોંગ્રેસના નૈષધભાઈ દેસાઈ સામે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 506894 મતોથી લીડ કરી રહ્યા છે
પંચમહાલમાં કોંગ્રેસના ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ સામે ભાજપના રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ 399970 મતોથી લીડ કરી રહ્યા છે
પાટણમાં ભાજપના ડાભી ભરતસિંહજી શંકરજી સામે કોંગ્રેસના ચંદજી ઠાકોર 10288 મતોથી લીડ કરી રહ્યા છે
પોરબંદરમાં કોંગ્રેસના લલીત વસોયા સામે ભાજપના મનસુખ માંડવિયા 375795 મતોથી લીડ કરી રહ્યા છે
રાજકોટમાં કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ભાજપના પરશોત્તમ રૂપાલા 379994 મતોથી લીડ કરી રહ્યા છે
સાબરકાંઠામાં કોંગ્રેસના ચૌધરી તુષાર અમરસિંહ સામે ભાજપના શોભનાબહેન બારૈયા 107164 મતોથી લીડ કરી રહ્યા છે
સુરત ભાજપના મુકેશ દલાલને બિનહફ જીત મળે છે
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના રૂત્વિકભાઈ લવજીભાઈ મકવાણા સામે ભાજપના ચંદુભાઈ છગનભાઈ શિહોરા 196737 મતોથી લીડ કરી રહ્યા છે
વડોદરામાં કોંગ્રેસના પઢિયાર જશપાલસિંહ મહેન્દ્રસિંહસામે ભાજપમાં શેરડી. હેમાંગ જોષીવલસાડ ભાજપના 508159 મતોથી લીડ કરી રહ્યા છે
વલસાડમાં કોંગ્રેસના અનંતકુમાર હસમુખભાઈ પટેલ સામે ભાજપના ધવલ પટેલ 212218 મતોથી લીડ કરી રહ્યા છે
ગુજરાત લોકસભા 2024ની ચૂંટણીમાં 25 લોકસભા બેઠકોની સાથે-સાથે વિધાનસભાની 5 બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠકો પર ચાર કોંગ્રેસમાંથી આવેલા અને એક અપક્ષમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતાં. જેમાં આજના પરિણામમાં વાઘોડિયા અને પોરબંદર બેઠક પર ભાજપ ઉમેદવારની ભવ્ય જીત થઈ છે.
ઉલ્લેખનીય છે કે પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 1,31,854 મત તો કોંગ્રસ ઉમેદવાર રાજુ ઓડેદરાને 16,096 મત મળ્યાં. અર્જુન મોઢવાડિયાની 1,17,000 મતની લીડથી ભવ્ય જીત થઈ છે.
જયારે વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,21,265 મત તો કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 42,500 મત મળ્યાં. જેમાં ભાજપના ધર્મેન્દ્રસિંહની 78,765 મતની લીડથી જીત થઈ છે.
મુંબઈ: લોકસભા ચૂંટણી 2024 માટે મહારાષ્ટ્રમાં કુલ પાંચ તબક્કામાં મતદાન થયું છે. મહારાષ્ટ્રની તમામ 48 બેઠકો સહિત દેશભરની 543 બેઠકોના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. આજે 4 જૂને એ પણ સ્પષ્ટ થઈ જશે કે મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે (મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી પરિણામો 2024).મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી 2024 માટેના છેલ્લા તબક્કાનું મતદાન શનિવારે (01 જૂન) થયા બાદ હવે 4 જૂને પરિણામોની રાહ જોવાઈ રહી છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં NDAએ મહારાષ્ટ્રમાં 48 માંથી 41 બેઠકો કબજે કરી હતી. ભાજપે એકલા હાથે 23 બેઠકો જીતી હતી.
મહારાષ્ટ્રમાં એનડીએ 30 સીટો પર અને ઈન્ડિયા એલાયન્સ 16 સીટો પર આગળ છે. બારામતીથી સુપ્રિયા સુલે બીજા રાઉન્ડમાં આગળ ચાલી રહી છે. તેમની સ્પર્ધા સુનેત્રા પવાર સાથે છે. મહારાષ્ટ્રમાં એનડીએને મોટો ફટકો પડતો જણાય છે. ઈન્ડિયા એલાયન્સ રાજ્યમાં 48માંથી 30 સીટો પર આગળ છે.
સતારા લોકસભા સીટ પર શશિકાંત શિંદે આગળ ચાલી રહ્યા છે. અમરાવતીથી બળવંત વાનખેડે આગળ છે. નવનીત રાણા અહીં પાછળ છે. અનિલ દેસાઈ દક્ષિણ મધ્ય મુંબઈ લોકસભા બેઠક પરથી તેમના નજીકના હરીફ રાહુલ શેવાળેથી 10,848 મતોથી આગળ છે.
નીતિન ગડકરી, પીયૂષ ગોયલ અને NCP (શરદ પવાર જૂથ)ના ઉમેદવાર સુપ્રિયા સુલે પોતપોતાના સંસદીય મતવિસ્તારોમાં આગળ છે. સીએમ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે કલ્યાણ લોકસભા સીટ પર આગળ ચાલી રહ્યા છે. શિંદેની આગેવાની હેઠળની શિવસેના છ બેઠકો પર આગળ છે. બીજેપી ઉમેદવાર પંકજા મુંડે બીડ સીટ પરથી પાછળ ચાલી રહી છે.
નાગપુરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા ગડકરી કોંગ્રેસના ઉમેદવાર વિકાસ ઠાકરેથી આગળ છે. પીયૂષ ગોયલ મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ભૂષણ પાટીલથી આગળ ચાલી રહ્યા છે. બારામતીમાં, શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે તેની ભાભી અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની પત્ની સુનેત્રા પવારથી આગળ છે.
સંભાજી નગરથી ઈમ્તિયાઝ જલીલ તેમના નજીકના હરીફ કરતા 10494 મતોથી આગળ છે. રાવેર સીટ પર રક્ષા ખડસેએ જોરદાર લીડ જાળવી રાખી છે. મહાવિકાસ અઘાડીના શ્રીરામ પાટીલને 58748 વોટ મળ્યા છે, જ્યારે મહાયુતિના રક્ષા ખડસેને 1 લાખ 4 હજાર 347 વોટ મળ્યા છે. આ રીતે તે 45થી વધુ મતોથી આગળ છે.
મહારાષ્ટ્રમાં NDA 21 સીટો પર અને મહાવિકાસ અઘાડી 25 સીટો પર આગળ છે. બે અપક્ષ ઉમેદવારોએ પણ પોતાની લીડ જાળવી રાખી છે.
NDA: ભાજપ 15 બેઠકો પર અને શિંદે જૂથ 6 બેઠકો પર આગળ છે.
મહાવિકાસ આઘાડી: કોંગ્રેસ 7, શિવસેના ઉદ્ધવ જૂથ 10 બેઠકો પર અને NCP (શરદ પવાર જૂથ) 8 બેઠકો પર આગળ છે.
સંભાજી નગર સીટ પર સંદીપન ભુમરે ઇમ્તિયાઝ જલીલ પર આગળ છે. સંદીપનને 50946, ઈમ્તિયાઝ જલીલને 50718 અને ચંદ્રકાંત ખૈરેને 35506 મળ્યા હતા. થાણે સીટ પર નરેશ મસ્કે આગળ ચાલી રહ્યા છે. મસ્કેને 22620 અને રાજન વિહારેને 18397 મત મળ્યા. સુપ્રિયા સુલે બારામતી લોકસભા સીટ પરથી 19 હજાર વોટથી આગળ છે. પંકજા મુંડે બીડથી સતત પાછળ ચાલી રહી છે અને એનસીપીના શરદ પવાર જૂથના બજરંગ સોનવણેને 8941 મત મળ્યા છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પ્રારંભિક ચૂંટણી પરિણામો NDA માટે આંચકા સમાન છે. NDA ઉત્તર પ્રદેશ-બિહાર સહિત 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતગણતરીમાં પાછળ ચાલી રહ્યું છે. ભાજપ એકલા હાથે બહુમત હાંસલ કરતી નથી દેખાતી. જે પ્રમાણે ચૂંટણી પરિણામો આવી રહ્યાં છે એ મુજબ NDA માટે આ લડાઈ મુશ્કેલ થવાની છે. NDAને 2019માં સામાન્ય ચૂંટણીમાં કુલ 353 સીટો હાંસલ થઈ હતી.
લોકસભા ચૂંટણીમાં NDAને ઉત્તર પ્રદેશમાં સૌથી મોટો આંચકો લાગ્યો છે. UPમાં ભાજપને ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ ને SP ગઠબંધનથી કાંટાની ટક્કર મળી રહી છે. બિહારમાં NDA ગઠબંધન 31 સીટો પર આગળ છે, પરંતુ બાકીની સીટો પર ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ RJD, કોંગ્રેસ અને ડાબેરી પક્ષ આગળ છે. મહારાષ્ટ્રમાં પણ NDA પાછળ છે. કોંગ્રેસ 11 સીટો પર આગળ હતી, જ્યારે ભાજપ પણ એટલી જ સીટો પર આગળ છે, પણ કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડતા શિવસેના UBT 10 સીટો પર અને NCP શરદ પવાર આઠ સીટો પર આગળ છે, જ્યારે NDAમાં સામેલ મહારાષ્ટ્ર સરકારમાં સામેલ એકનાથ શિંદેની આગેવાની હેઠળ શિવસેના છ સીટો પર અને અજિત પવારની NCP એક સીટ પર આગળ છે.
બીજી બાજુ શેરબજારમાં ચૂંટણી પરિણામોથી ગભરાટ ફેલાયો છે. સેન્સેક્સ 5049.89 પોઇન્ટ એટલે કે 6.60 ટકા તૂટી ગયો છે, જ્યારે NSEનો 50 ઇન્ડેક્સ 1655 પોઇન્ટ એટલે કે 7.11 ટકા વધુ તૂટી ગયો હતો. બજારના નિષ્ણાતો અનુસાર ચૂંટણી પરિણામોની અસર બજાર જોઈ શકાય છે અને બજારમાં આગળ જતાં વધુ તૂટે એવી શક્યતા છે. રોકાણકારોના એક ઝટકામાં રૂ. 26 લાખ કરોડ ડૂબી ગયા છે.